________________
૧૦
પ્રભુદ્ધ જીવન
66
મારા ચેાગના અનુભવા’
અયં ફ્રિ પરમો ધમાં, યયોગેના મનશનમૂ “યોગ વડે આત્મદર્શન કરવું એ જ પરમ ધર્મ છે.”
卐
(૧૯૬૩ના ફેબ્રુઆરી માસની ૨૨મી તારીખે શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફ્થી સ્વ. સર મણિલાલ બાલાભાઈ નાણાવટીનું જાહેર સન્માન કરવામાં આવેલું. તે પ્રસંગ ઉપર તેમની ઉજજવલ જીવન કારકીર્દી રજૂ કરવા માટે તે અંગેની વિગતો મેળવવા માટે સર મણિલાલ નાણાવટીને જૂહુ ખાતેના તેમના નિવાસસ્થાને બે ત્રણ વાર પ્રત્યક્ષ મળવાનું બનેલું. આ દરમિયાન “મારા યોગના અનુભવા” એ મથાળા નીચે તેમણે લખેલી અને ટાઈપ કરાવેલી એક લાંબી અનુભવનોંધ માત્ર મારી જાણકારી માટે— અને પ્રસિદ્ધ કરવા માટે નહિ—મને આપેલી. આ નોંધ ક્યારે લખાઈ તેના આ નોંધ ઉપર કોઈ ઉલ્લેખ નથી. પણ આ અનુભવ તોંધના ઉત્તરાર્ધમાં ૧૯૫૭ ના જાન્યુઆરી માસની ૨૦મી તારીખે મુંબઈ ખાતે ભારતના એ વખતના મહાઅમાત્ય જવાહરલાલ નેહરુએ નવા અણુસંશાધન મથક ‘અપ્સરા’ નું ઉદ્ ઘાટન કરેલું તેમાં પોતાની હાજરીના જે રીતે ઉલ્લેખ આવે છે એ ઉપરથી આ નોંધ ત્યાર પછી તરતમાં લખાઈ હોવાનું અનુમાન થાય છે.
સર મણિલાલ સમર્થ અર્થશાસ્ત્રી, બાહોશ કૃષિવિદ તથા રાજકારભારના કુશળ વહીવટકર્તા હતા એ સર્વત્ર સુવિદિત છે, પણ તેમના જીવનની આ આધ્યાત્મિક બાજુથી ઘણા લોકો અજાણ છે. આ પ્રગટ ન કરવાનું બંધન તેમના અવસાન સાથે છૂટી જાય છે. અને ચાર પાંચ વર્ષથી જે અનુભવનોંધ મારી પાસે જળવાઈ રહી હતી તેને ‘પ્રબુદ્ધ જીવન’માં પ્રગટ કરતાં હું ધન્યતા અનુભવું છું. આ નોંધ છ ભાગમાં વહેંચાયલી છે. પહેલા બે ભાગ નીચે આપવામાં આવે છે. બાકીના ચાર ભાગ હવે પછીના પ્રબુદ્ધ જીવનમાં અનુક્રમે આપવામાં આવશે. પરમાનંદ)
ભાગ પહેલા પ્રારંભિક
વડોદરા કાલેજમાં મિસિસ બિસન્ટે આપેલા ભાષણાની અસર.
સને ૧૮૯૬થી ૧૮૯૯ સુધી હું વડોદરા કૉલેજમાં અભ્યાસ કરતા હતા, ત્યારે લગભગ ચાર વર્ષ સુધી મિસિસ બિસેન્ટ ત્યાં દર વખતે ત્રણથી ચાર ભાષણા થીઓસ ફીના જુદા જુદા વિષયો પર આપતાં હતાં. આ ભાષાની શ્રોતાઓ ઉપર ઘણી ઊંડી અસર થતી હતી. એક તો એમની અજબ વક્તૃત્ત્વશકિત, બાલવાની સરળતા, ગૂઢ વિષય હોય તે પણ તે સારી રીતે સમજી શકાય એવી રીતે એનું નિરૂપણ કરવાની શકિત-એ કારણે એમનાં ભાષણોમાં રસ પડે એ સ્વાભાવિક છે; પણ એ ઉમ્મરે એ ભાષણાની મારા મન ઉપર ઘણી જ ઊંડી અસર થતી હતી, અને તે ઘણા વખત રહેતી હતી. એમનાં ભાષણ સાંભળતી વખતે શ્રોતાઓને એમ લાગતું કે એઓ એક ઉન્નત દશાઓ પહોંચેલી વ્યકિત છે. એ કારણે એમના પર સાંભળનારાઓના પૂજ્ય ભાવ પેદા થતા અને તે પોતાને ધન્ય માનતા હતા.
આ ભાષણને લીધે મને એમનાં પુસ્તકો વાંચવાનું ઘણું મન થયું હતું કે જેથી, એમણે જે વિવેચનો કર્યા હતાં તે ફરી ફરી સમજાય અને એની અસર હંમેશાં ચાલુ રહે. એ કારણે મે એમનાં પાંચ પુસ્તકો એ જ વખતે ખરીદી લીધાં હતાં : 1. Paths of a Disciple, 2. Self and Sheaths, 3. Cosmos, 4. Four Great Religions, 5. The Introduction to Yoga.
આ પુસ્તકો હજી પણ મારી પાસે છે અને એ ઉપયોગી નીવડયા છે. તે જ વખતે એમનાં ઉત્તમ
મને ઘણા જ સ્મરણા ચાલુ
તા. ૧-૧૦૬૭
卐
રહે એ માટે એમની છબી પણ મેં લઈ રાખી હતી. કાલેજ છોડયા પછી એ પુસ્તકોના અભ્યાસ કરવાનું બન્યું ન હતું. એ માટે જે સતત પ્રેરણા જોઈએ, તે મળી ન હતી. સામાન્ય સારું વાંચન થાય, અગર તે સારાં ભાષા કોઈ વખત સાંભળવાના પ્રસંગ પ્રાપ્ત થાય ત્યારે વિચારો આવે, પણ તે પ્રસંગ પૂરતા જ. તેની અંતરમાં અસર થતી હોય, જે બાહ્ય જીવનમાં માલુમ પડે નહિ, પણ તેની એક પ્રકારની ઝંખના તા રહેતી જ હતી.
આકારસ્વામી સાથે થયેલા સમાગમ
તે પછી ૧૯૩૨ના માર્ચ માસમાં વડોદરા રાજયમાં હોળીની સાત દિવસની રજાઓ! પડી ત્યારે મારા એક મિત્ર શ્રી. મોતીલાલભાઈ મને એક - બે દિવસ અગાઉ મળવા આવ્યા અને સૂચવ્યું કે આપણે આબુ જઈએ. ત્યાં બે મહાત્માઓ બિરાજે છે એમનો લાભ આપણને મળશે. એ વાત મને ગમી અને અમે તરત ત્યાં ગયા. ત્યાં બે સાધુપુરુષોને મળવાનો લાભ થયો. એક શાંતિવિજયજી અને બીજાં આરકાસ્વામી, જેઓ મારા મિત્રના ગુરુ હતા અને જેમની સાથે લાંબા પરિચય ધરાવતા હતા. એમની સાથે સ્થાનકવાસી સાધુ ત્રિલેાકચંદ્રજી અને ‘મહાસતીજી’ નામનાં એક સાધ્વી યોગનો અભ્યાસ કરવા માટે રહેતાં હતાં.
કારસ્વામીનું બાલવાનું ઘણું જ ઓછું હતું, એટલે એમની પાસે ચર્ચા કરવાનું અગર વાતમાં ઉતરવાનું ઘણું મુશ્કેલ હતું, પણ શાંતિવિજયજી એક જુદા જ પ્રકારના જૈન સાધુ હતા. તેઓ એકલવિહારી હતા અને જૈન સાધુની ક્રિયા બહુ સારી રીતે પાળતા નહોતા. તેમને આવનાર સાથે મેળાપ કરવાનું ગમતું, એટલે તેમની પાસે ઘણાં જ સ્ત્રી - પુરુષો આવતાં અને તેમનું રહેઠાણ ભરેલું જ રહેતું. તેમના મુખ્ય ઉપદેશ એ હતા કે “શાંતિ રાખો, શાંતિ રાખો. પ્રભુને સંભારો.” એમની પાસે અમે એક બે વખત ગયા, પણ બીજી વાતચીત કરવાનો પ્રસંગ મળ્યા નહિ. એટલે એમણે જ સૂચવ્યું કે બીજે દિવસે સાંજે અમારે એમને લીંબડી-ગુફામાં મળવું અને તે મુજબ અમે ત્યાં ગયા. એએ ઘણા ભલા – ભેળા - પ્રેમાળ - સરળ સ્વભાવના લાગ્યા. હરકોઈને મદદરૂપ થવાની એમની વૃત્તિ તીવ્ર હતી. એ કારણે અનેક પ્રકારના માણસો એમની પાસે આવતા. દુ:ખીનાં દુ:ખ ટાળવા એ સંત પુરૂષનું કર્તવ્ય છે, પણ એમની ભલમનસાઈનો ખોટો લાભ લેનારા તેમની પાસે ઘણા આવતા. ખાસ કરીને અમદાવાદ અને મુંબઈના શેરબજારના વેપારી ધનપ્રાપ્તિ માટે રૂખ લેવા આવતા જણાયા. લોકો માનતા કે મહારાજીમાં વચનસિદ્ધિ છે. મહારાજશ્રી એમને રૂખ પણ આપતા અને એ અન્વયે એક વેપાર કરતા. આ એમની પદ્ધતિ મને બિલકુલ ગમી નહિ અને અમે એમને મળ્યા, ત્યારે આ વાતનો ખુલાસો માગ્યો. એમના વિચાર પ્રમાણે એવા લોકો ખાસ ખેંચાઈને એમની પાસે આવે તો કંઈ આપવું જોઈએ એમ તેમને લાગતું હતું. એમાં આત્મા ન્નતિનો અવકાશ નહોતો. માત્ર જીવનના વ્યવહારમાં રોળાવાનું જ હતું. એના પરિણામે એોકોને કેટલા લાભ થયો કે હાનિ શકે? થઈ એના ખ્યાલકણ આપી મહારાજશ્રીને મારે એ જ કહેવાનું હતું કે, અમે બધાં રાંસારમાં ડુબેલાઓને આત્મશ્રાદ્ધા જગાડી ઉપર લાવવા જોઈએ. એને બદલે અહીં જે કંઈ ચાલી રહ્યું છે તેનાથી જીવનની આસકિત વધે છે અને અમે સંસારમાં જ ડુબેલા રહીએ એવું બને છે. મહારાજશ્રીને આ વાત માન્ય હતી, પણ માણસા માગણી કરે તે અમારે એમને કંઈક
-