________________
(6)
૧૦૮ ,
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧૦-૧૭
જનેતા છે. સંઘર્ષને નમી પડે તે શુદ્ર, સંઘર્ષની સાથે સમાધાન કરે તે વૈશ્ય, સંઘર્ષની સાથે યુદ્ધ કરે તે ક્ષત્રિય, પરંતુ સંઘર્ષમાંથી સંવાદિતા નીપજાવે તે બ્રાહ્મણ. ઉમાશંકરના બ્રાહ્મણત્વના મારે ને સુખદ સાક્ષાત્કાર હતો.
એક વખત એક મિત્ર ઉમાશંકર, પાસે એક વિનંતિ અને દરખાસ્ત લઈને આવ્યા. મિત્રની ઈચ્છા હતી કે ઉમાશંન્ને પરદેશને પ્રવાસ કરવો. ખર્ચ બધા મિત્ર આપે. કોઈ શરત નહીં. ઉપકારની લાગણી નહીં. એમાં કેવળ ઉમાશંક્રનું વ્યકિતત્વ વધુ સંપન્ન થાય એવો જ ગુપ્ત સભાવ. ઉમાશંકરે સ્નેહને સ્વીકાર કર્યો અત્યંત ગદ્ગદ્ભાવે, પરંતુ વિનંતિને પૂર્ણ સ્વસ્થતા અને અસંદિગ્ધપણે અસ્વીકાર કર્યો. પરાક્રમ અને જીવનકમાઈની પૂરેપૂરી કિંમત ચૂકવવાનું પોતાનું ગજું ન હોય તો પારકી શકિત વડે જે કંઈ મળે તેમાં ન હોય તેજ કે ન હોય શીલ. - વડોદરા યુનિવર્સિટીના ગુજરાતીના પ્રોફેસર અને એ વિભા- ગના વડાની જગ્યા માટે અરજી માગવામાં આવી. મને ખબર છે ત્યાં સુધી એ સ્થાન માટે ઉમાશંક્રને વિશેષ વિનંતિ કરવામાં આવી હતી. પણ બે મુરબ્બી સાહિત્યકારે પસંદગીની સમિતિમાં હોવાથી અરજી કરી શકે એમ નહોતા. એટલે ઉમાશંન્ને પોતે પણ અરજી ના કરી; અને એ જગ્યા જવા દીધી. એમને એમ હતું કે આ જગ્યા માટે પેલા બે મુરબ્બીન હક્ક હતો. . એમના જીવનમાં જે સહજ ભાવે નિસ્પૃહાના ઉછેર અને વિકાસ થયો છે તે અનાસકત નિરામયતાએ એમના શીલને બાંધ્યું, એમના પ્રેમને નિર્ચાજ બનાવ્યો અને એમના પરાક્રમને તેજસ્વિતા અર્પી. સાહિત્ય અકાદમી સાથે એમને ગાઢ સંબંધ કેટલે બધા નિસ્પૃહ, નિસ્વાર્થ અને ટસ્થ છે કે તે જેઓ જાણે છે તેઓ કહેશે કે નિકટના મિત્ર માટે પણ ખોટી લાગવગ ન વાપરવી એવી જીવનનિષ્ઠાને કારણે કેટલીક વાર ગેરસમજણ પણ પેદા થઈ છે. પરંતુ એમણે એની પરવા નથી કરી. સત્ય ગમે ત્યારે આપમેળે પ્રગટ થશે એવી એમની શ્રદ્ધા છે.
ગુજરાત યુનિવર્સિટીના નિયમન વિભાગના ડીનની ચૂંટણી એ સ્વાર્થી અન્યાય સામેના પડકાર રૂપે લઢવી પડી હતી, અને ઉપકુલપતિની ચૂંટણી એ આવી પડેલ આપદ્ધર્મ હતો એ વાત હવે છાની નથી. આ બન્ને ચૂંટણી લડતી વખતે એક પણ પ્રયત્ન ચૂકવો નહીં, પુરેપુરી તાકાત સંયોજવી, સંપૂર્ણ વ્યવસ્થાશકિત વાપરવી અને છતાં જાણે કોઈ બીજા મિત્રની ચૂંટણી લડતા હોય એટલી અનાસકત નિસ્પૃહા અને તટસ્થતા જાળવીને જીતવી એ એમની જીવનવિભૂતિનું અનાસકત અને અભિરામ પ્રગટીકરણ છે.
સત્યની બાંહ્ય છોડવી નહીં, સ્વધર્મ સદા સાચવવો, શીલને છેહ ન દેવ અને નિષ્ઠાપૂર્વક જીવનદેવતાની પ્રતિષ્ઠા કજે સદા હિંમતથી ઝૂઝવું એમાં એમનાં આત્મખમીરની પ્રતીતિ તો છે જ; પણ એક આત્મવાન બ્રાહ્મણની કૃતાર્થતા ય છે. સફળતા નિષ્ફળતા એમના જીવનને માપદંડ કદી નથી રહ્યો.
એમણે એક દિવસ વાતવાતમાં બહુ જ ગંભીરતા અને ગૌરવપૂર્વક છતાં સહજતાથી કહ્યું હતું કે હું ભલે કાંઈ બીજું જીવનમાં ને કરી શકું; પરંતુ કોઈ માણસ એને ધિક્કારવામાં મને વિવશ અને બાધ્ય નહીં કરી શકે. અને કોઈ પણ માણસ મારે મન અસહ્ય નથી. આ બે મારે પિતાને કરવાના રેજનાં કામ છે. આ અનન્ય અને વિનમ્ર આત્મવિશ્વાસના ગર્ભમાં એમનું પ્રેમતીર્થ અંતહિત પડયું છે. અહીંજ એમના જીવનનું ઝરણું વહે છે. એમના આંતરદેવતની અને આત્મસંપદાની ગંગેત્રી પણ અહીં જ છે. આ દષ્ટિએ ઉમાશંકર પૂરી ભારતીય નીપજ છે આ ભારતીયતા- આર્યતા Indian-ness એમની ઉજવળ સત્ત્વશીલતા છે, એટલું જ નહીં, એમની વીર્યવતી તેજસ્વીતાનું પ્રેરક બળ પણ છે.
જીવન અને જીવનદેવતાના આવા જાગ્રત ઉપાસકનું ગુજરાતમાં જન્મવું અને જીવવું એ ઘટના પોતે જ એક અપૂર્વતાનું પ્રતીક છે.. એમની જવન ઉપાસના નીરખતાં કબીરની પંકિત સાંભરે છે :
“સાધ સંગ્રામ હૈ રેનદિન ઝૂઝના દેહ પર્જત કા કામ ભાઈ !”
કિસનસિંહ ચાવડા
ભારતનું શિક્ષણ માધ્યમ ( તાજેતરમાં પસાર થયેલી પર્યુષણ વ્યાખ્યાનમાળામાં ડો. ઉષાબહેન મહેતાએ આ જ વિષય ઉપર વ્યાખ્યાન આપ્યું હતું. તે વખતના પિતાના વિવેચનને ત્યાર પછી બનેલી ઘટનાઓ અને દિલ્હીમાં મળેલી ઉપકુલપતિઓની પરિષદની ચર્ચા અને નિર્ણયોને સાથે સાંકળી લઈને તૈયાર કરી આપેલી નોંધ પ્રબુદ્ધ જીવનના આગળના અંકોમાં પ્રગટ કરવામાં આવેલી ચર્ચાઓના અનુસંધાનમાં નીચે આપવામાં આવે છે. તંત્રી)
શિક્ષણના માધ્યમને પ્રશ્ન સર્વ દેશમાં અને સર્વ કાળે મહત્વને પ્રશ્ન છે, પણ આજે આપણા દેશમાં તે આ પ્રશ્ન ચકચાર જગાવી છે, અને એને કારણે શ્રી ચાગલા જેવા પ્રધાનમંડળના પીઢ અને અનુભવી પ્રધાને પ્રધાનપદને ત્યાગ કરવાનું ઉચિત માન્યું છે.
પ્રાથમિક અને માધ્યમિક કક્ષાએ શિક્ષણનું માધ્યમ માતૃભાષા જ હોય એ શિક્ષણશાસ્ત્રને સર્વમાન્ય સિદ્ધાંત છે, પણ ઉચ્ચ શિક્ષણની કક્ષાએ માધ્યમને પ્રશ્ન વિચાર માંગી લે છે. બાળક નાનું હોય ત્યાં સુધી માતાના દૂધ પર જીવે એ યોગ્ય લેખાય, પણ જેમ જેમ એ મોટું થતું જાય તેમ તેમ માતાનું દૂધ છોડી, ગાય કે ભેંસનું દૂધ પીવું અને તે પછી અન્નાહાર કરવો એ એને માટે ઉચિત અને ડહાપણભરેલું છે તેમ બાળક માધ્યમિક કક્ષા મૂકી વિશ્વવિદ્યાલયની કક્ષાએ આવે એટલે માતૃભાષા છોડી બીજી ભાષાને–સારાયે દેશનાં વિશ્વવિદ્યાલયો માટે સમાન એવી ભાષાને અપનાવે એ એને માટે અને દેશને માટે ઉપકારક છે.
ઉચ્ચ કક્ષાએ શિક્ષણનાં માધ્યમની ભાષા એવી હોવી જોઈએ કે જે વિદ્યાર્થી સારી રીતે સમજી શકે, જેમાં પોતાના વિચારોને સહેલાઈથી વ્યકત કરી શકે. સાથે સાથે એ ભાષામાં વૈજ્ઞાનિક વિષયો અને એમાં થતાં અદ્યતન સંશોધનોને સારી અને સુગમ રીતે વ્યકત કરવાની ક્ષમતા પણ હોવી ઘટે. આ દષ્ટિએ વિચારતાં આજે ભારતની સર્વ પ્રાદેશિક ભાષાઓ સંપન્ન કે સક્ષમ નથી એમાં કોઈ શંકા નથી. સરકાર માને છે કે પાંચ કે દસ વર્ષના ગાળામાં આ ભાષાઓમાં પાઠયપુસ્તકોને મોટા પાયા પર અનુવાદ કરાવી આ મુશ્કેલીનો સામનો થઈ શકશે. પણ અનુવાદ માટે પૂરતા પ્રમાણમાં દરેક ભાષામાં દરેક વિષયના વિદ્વાનો મળવા મુશ્કેલ છે. વળી, વિશ્વ વિજ્ઞાનને ક્ષેત્રે આજે એટલી ઝડપથી આગળ વધી રહ્યું છે કે કે સારા પુસ્તકનો અનુવાદ થાય અને એ પાઠય પુસ્તક તરીકે સ્વીકારાય એટલા સમયમાં તે કદાચ એમાં પ્રતિપાદિત સિદ્ધાંત જૂના અને અપર્યાપ્ત (outdated) થઈ જાય. પરિણામ એ આવે કે દુનિયા જ્યારે એટમ - યુગમાં જીવે છે ત્યારે આપણે પાછાં અંધકારયુગ કે બળદગાડીના યુગમાં જઈને અટવાઈ જઈએ.
કદાચ દલીલ ખાતર એમ માની પણ લઈએ કે બધી ભાષારોને અમુક કાલાવધિમાં સરખી અને સંપૂર્ણ રીતે સંપન્ન કરવી શક્ય છે તોયે દેશના રઐક્યની દષ્ટિએ પ્રાદેશિક ભાષા ઉચ્ચ શિક્ષણનું માધ્યમ બને એ હિતાવહ નથી. શિક્ષણનાં અનેક બેમાંનું રોક અને મહત્ત્વનું ધ્યેય દેશમાં લોકશાહીને મજબૂત બનાવવાનું અને ભાવાત્મક ઐક્ય વિક્સાવવાનું પણ છે. કોઠારી–કમિશનના અહેવાલમાં પણ આ વાતને સ્વીકાર કરવામાં આવ્યો છે. આ દષ્ટિએ વિચારતાં પ્રાદેશિક ભાષાઓને માધ્યમ તરીકે સ્વીકારવાથી દેશની એકતાને મેટો ધક્કો લાગશે. દેશના ભાગલા પાડયા એ આપણી સૌથી મોટી ભૂલ. એ પછી ભાષાવાર પ્રાન્તરચનાને સ્વીકાર કર્યો એ બીજી ભૂલ. અને પ્રાદેશિક ભાષાને ઉચ્ચ શિક્ષણના માધ્યમ તરીકે સ્વીકારીશું તે એ આપણી ત્રીજી મોટી ભૂલ હશે, એટલું જ નહિ