________________
૧૦૬
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૯-૬૭
રાજકીય નિરીક્ષકો કહે છે કે સદોબાજીને પ્રધાનપદું બરાબર ન સ. કવિપદ તે સદશે જ એવી શ્રદ્ધા છે.
પાટિલ :( નાક લૂછતાં - લૂછતાં) સ્વાતંત્રય દિનની આ ઉપા બસ એટલું કહી જાય છે. શરદીમાં સપડાય સિંહ (ફરીથી નાક લૂછે છે). શરદીમાં સપડાય સિંહ, શિયાળ આવી જાય છે! વાતાવરણમાં ફેર પડવાને અને શરદી જશે... ને ગર્જના કરતે ફરી જ્યાં સિંહ ઉભો થઈ જશે. કેશવાળીને ફ લાવીને હુંકારે. હાક છ... " (છીંકની પરંપરા ચાલે છે. પાટિલ બેલવા જાય છે ને પાછી છીંકો આવે છે !) ોતાઓમાંથી : પાટિલસા'બ, દિલ્હી દૂર હૈ.
જ્યોતીન્દ્ર: કેશવાળીને હલાવીને હુંકારે...પછી આગળ ચલાવે પાટિલ સાહેબ.
શ્રોતાઓમાંથી: હાક છીં !
(પાટિલ સાહેબ નાક લૂછતાં જયોતીન્દ્રને સંજ્ઞા કરે છે, કે “આગળ ચલાવો” અને પોતે બેસી જાય છે)
જતીન્દ્ર: પાટિલ સાહેબ તો કફની ઉપાધિથી આગળ કવિતા કરી શકે એમ નથી.”
ર્ડો. રાધાકૃષ્ણન: મને રજા છે?
જ્યોતીન્દ્ર : તમે રાધાકૃષ્ણનજી? ડાહ્યા માણસ થઈને આ કવિતાને ચાળે?
ડે. રાધાકૃષ્ણન : હું એક સામાન્ય માણસ તરીકે આ મુશાયરો સાંભળવા આવ્યો છું. હું બોલવાને નહોતે, પણ પાટિલસાહેબની છોકો સાંભળીને થોડું સૂઝયું છે.બેલું?
જ્યોતીન્દ્ર : કૃષ્ણ કયારેય કોઈનું કહ્યું માન્યું નથી, તે રાધાકૃષ્ણપ્નને મનાઈ કર્યાને શો અર્થ? રાજ્યપદ અને ફિલ્શફપદ શોભાવ્યા પછી હવે રજૂ થાય છે કવિપદ-આકાંક્ષા ર્ડો. રાધાકૃષ્ણન...
ડે. રાધાકૃષ્ણન : પાટિલ સાહેબને શરદીથી છીંક ખાતાં જોઈ મને આ કવિતા સૂઝી છે.
જ્યોતીન્દ્ર : “છીંક ખાતી પ્રિયાને’ નામનું એક કાવ્ય મારા એક મિત્રે લખેલું. છપાવ્યું, પુરસ્કારમાંથી એક બામની શીશી પણ ખરીદાય એવું નહોતું! એટલે કવિતા લખવાની એમણે બંધ કરી. હવે એ કવિતા નથી લખતા. હવે એ વિકસ વેપરબના સેલ્સમેન છે! ... ... પણ રાધાકૃષ્ણનજી, તમે તમારી કવિતા રજૂ કરે, . ર્ડો. રાધાકૃષ્ણન
ર્ડો. રાધાકૃષ્ણન : પંકિતઓ છે સ્વાતંત્રય દિનની આ ઉષા બસ આટલું કહી જાય છે. મારી કવિતા પણ એ અંગે જ છે. વાત, પિત્ત ને કફ માનવદેહમાં આવી વસ્યાં, સપ્રમાણ જો એ ત્રણે રહ્યાં, તે ફ, તિ ને આનંદ છે. પણ એક જો વધી જાય છે? પણ છે કે જે વધી જાય ને
બીજાનું બળ ઘટી જાય છે. તે દેહનું શું થાય તે શરદી મહીં દેખાય છે! દઢતા, ધૃતિ ને લોકપ્રિયતા નેતૃત્વના આ અંશ છે! (આજે) સપ્રમાણતા એની નથી, (તેથી) માંદગી વરતાય છે! (પણ) આશા એ માનવ ચિત્તનું - અદ્ ભુત રસાયણ છે ઠર્યું. આશા અને હિંમત થકી પ્રારબ્ધ પણ પલટાય છે. સાથે મળી મહેનત કરો, ધીરજ ધરો, હસતા રહો. આ રાષ્ટ્રની શરદી તણા કહો તો! પછી શા ભાર છે? સ્વાતંત્ર્ય દિનની આ ઉષા, બસ એટલું કહી જાય છે... [ તાળીઓના ગડગડાટ]
આ સમયે અચાનક ઈલેકટ્રીક વાયરીંગની કોક ખામીને કારણે થોડી ક્ષણ લાઈટ બંધ થઈ ગઈ. હો હો થઈ ગઈ. “લાઈટ, લાઈટ” “કવિતા, કવિતા” “ખુરશી, ખુરશી” “ભાઈઓ શાંત રહો” વગેરે પિકારો વચ્ચે થેડી ધાંધલ થઈ ગઈ....સભા વિખેરાઈ ગઈ.. દસેક મિનિટ પછી લાઈટ થઈ ત્યારે આઘે કોર્ડન કરીને જ્યોતીન્દ્ર અને રાધાકૃષ્ણનને થોડા સ્વયંસેવ સંભાળીને બહાર લઈ જતા દેખાયા હતા. મંચ પર નેતાઓ વચ્ચે ખુરશીઓની ખેંચાખેંચી. મારામારી ચાલુ હતી. એક વાર પણ બૂમ પાડી રહ્યો હતો. અને મારી ખુરશી...
ઠોઠ નિશાળિયો આચાર્ય રજનીશજીના સાન્નિધ્યમાં યોજવામાં
આવેલી સાધના શિબિર જીવન જાગૃતિ કેન્દ્ર તરફથી જણાવવામાં આવ્યું છે કે આચાર્ય રજનીશજીના સાનિધ્યમાં આગામી ઓકટોબર માસની તા. ૨૦મી સાંજથી તા. ૨૩ મી સુધી એમ સાડાત્રણ દિવસની એક સાધનાશિબિર માથેરાન ખાતે યોજવામાં આવી છે. આ શિબિરમાં ભાગ લેવા ઈચછનાર વ્યકિતએ જીવન જાગૃતિ કેન્દ્રના કાર્યાલયમાં (૫૦૫, કાલબાદેવી રોડ, મુંબઈ - ૨, ટે. નં. ૨૨૩૩૧) રૂ. ૫૫ ભરવાના રહેશે. આ સંબંધમાં વિશેષ વિગતે પણ કાર્યાલય સાથેના સંપર્ક દ્વારા મેળવી શકાશે. આને લગતું ફોર્મ ઓકટોબર માસની ૭ મી , તારીખ પહેલાં કાર્યાલય ઉપર ભરીને મોકલવાનું રહેશે.
મુદ્રણ શુદ્ધિ તા. ૧-૮-૬૭ના પ્રબુદ્ધ જીવનમાં ૮૩માં પાસે ‘સાભાર સ્વીકાર’માં આરોગ્ય “મંજરી” ની કંડિકામાં રૂા. ૧-૫૦ને સ્થાને ૧-૨૦ વાંચવા વિનંતિ છે.
તા. ૧-૯-૯૭ના 'પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ થયેલ જૈન ધર્મનું હાઈ એ લેખમાં પાનું ૮૫ લટી ૧૫ ઉપર પરિગ્રહ છપાયું છે તેના સ્થાને ‘અપરિગ્રહ’ એમ વાંચવા વિનંતિ છે.
એજ અંકમાં પાનું ૮૮ પહેલા કોલમના છેડે ‘શરીરની આકૃતિ, રૂપ, રંગ, વગેરેની રચના કરે તેના સ્થાને “જે આત્માના અશરીરી
સ્વભાવનું આવરણ કરે અને મર્યાદિત શકિતઓવાળું શરીર, રૂપ, રંગ, આકૃતિ, ગુણ અને ભૌતિક ખ્યાતિનું નિર્માણ કરે તે નામકર્મ” એમ વાંચવા વિનંતિ છે.
તંત્રી, “પ્રબુદ્ધ જીવન’
માયિક: શ્રી મુંબઈ જન યુવક સંધ: મુદ્રક પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળ: ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ-૩.
મુદ્રણસ્થાનઃ ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ