________________
૧૦૪
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૯-૧૭
જ્યોતીન્દ્ર: લોહિયાજીની જેમ વચ્ચે ઘાંટા પાડવાનું તે કર્યું નથી જ!
(લહિયાજી હસીને શાંત થઈ જાય છે.)
ઈન્દિરાજી : મેં કદિ કવિતા કરી નથી, પણ આપ સૌના આગ્રહથી મેં થોડી પંકિતઓ બનાવી છે....કવિતા આ પ્રમાણે
કે હું જાણું છું કે આપ સૌ રાજકીય નેતાઓની સભાના પ્રમુખ થવું એ સામાન્ય માણસ માટે મૂર્ખતા છે, પણ આજ પૂરત મારી જાતને આપ સૌના વર્ગને જ માની લઈને આ મૂર્ખતા આચરવાનું હું સ્વીકારું છું.
(સભાજને સમજી જઈને હસે છે).
(નેતા શ્રી જયોતીન્દ્ર દવેના વાકયને અર્થ સમજ્યા નથી, પણ લોકોને હસતા જોઈને હસવા માંડે છે !).
(એ જોઈને લોકો ફરીથી હસી પડે છે!)
વ્યવસ્થાપક : પ્રમુખશ્રી, ભાઈઓ અને બહેને, હવે મુશાયરાનું કામકાજ શરૂ કરવાની હું પ્રમુખશ્રીને વિનંતિ કરું છું........... a ( જ્યોતીન્દ્રભાઈ માતાઓમાંથી એક માણસને સંજ્ઞા કરીને બોલાવે છે. એક માણસ આવીને એક લાંબે કાગળ કાઢે છે. જ્યતીન્દ્રભાઈ એના પર સહી કરે છે. પેલો માણસ ચાલ્યો જાય છે. તાઓના મોં પર પ્રશ્નાર્થ છે. આ કોણ હતું?)
પ્રમુખશ્રી જ્યોતીન્દ્ર દવે : એ ભાઈ.વીમા એજન્ટ હતા! (હાસ્ય.)
જ્યોતીન્દ્ર : હવે કવિતાઓ રજૂ થશે. સ્વાતંત્ર્ય દિન નિમિતેના આ મુશાયરામાં પાદપૂર્તિ માટેની પંકિતઓ ત્રણ છે. પહેલી પંકિત છે “ સ્વાતંત્ર્યદિનની આ ઉષા, બસ આટલું કહી જાય છે.”
શ્રેતાઓ : દુબારા, દુબારા ...
જ્યોતીન્દ્ર: “સ્વાતંત્ર્યદિનની આ ઉપા, બસ આટલું કહી જાય છે” એ છે પહેલી પંકિત, પાદપૂર્તિ માટેની બીજી એક પંકિત છે “થયાં છે વીસ વરસ પૂરા, છતાં બધું ય બાકી છે.”
થયાં છે....વીસ વરસ પૂરાં ... છતાં.... બધુંય બાકી છે!” અને ત્રીજી પંકિત છે”(વ્યવસ્થાપકને પૂછે છે) ત્રીજી પંકિત શી છે?
વ્યવસ્થાપક: ત્રીજી પંકિત છે.. મારી પાસે આવી નથી. પણ છે ખરી. પ્લાનિંગ કમિશનના અશોકભાઈ કયાં ગયા?
અશોક મહેતા : ત્રીજી પંકિત શું રાખવી એ અંગે પ્લાનિંગ કમિશન ઉચ્ચ કક્ષાએ ચર્ચા વિચારણા કરી રહ્યું છે.
ઈન્દિરાજી : પણ ૧૫મી ઓગસ્ટ આવી પહોંચી ને મુશાયરો શિરૂ થવા આવ્યો .
અશોક મહેતા : એટલે શું થયું? મુશાયરે ભલે ચાલે, પંકિત પછીથી આવી પહોંચશે, પરમ દિવસ સવાર સુધીમાં આવી જવાને પૂરો સંભવ છે. અને તે ન બને તે ૧૯૭૦ સુધીમાં અથવા તો ૧૯૭૫ સુધીમાં તો -
જ્યોતીન્દ્ર કહે : ત્રીજી પંકિત એમ રાખે, “ગમે તે કહું છું, ગમે તે કરું છું.”
તાઓ : ફરીથી ! ફરીથી! જ્યોતીન્દ્ર: ફરી પંકિતઓ હું રજૂ અહીં કરૂં છું.” ગમે તે કહું છું. ગમે તે કરું છું. જયોતીન્દ્ર : આશા રાખું છું આપ સૌને પંકિત સમજાઈ હશે. એક નેતા : (સ્વાગત) નથી કંઈ સમજે,
એમ કહેતાં ડરૂં છું! ને સમજ્યા વિના, હા એ હા હું કરું છું!
જતીન્દ્ર : હવે શ્રીમતી ઈન્દિરા ગાંધી પિતાની કવિતા રજૂ શે.
ઈન્દિરાજી : સ્વાતંત્ર્ય દિનના આ મુશાયરામાં મને કાવ્યગાનની તક આપવા માટે આપ સૌને આભાર માનું છું. મેં કદિ કવિતા કરી નથી.
લહિયા : તમે કશું જ કર્યું નથી!
મહેનત કરો, મહેનત કરે, મહેનત કરો, મહેનત કરે...” દિનેશસિંગ : અહાહાહા ! ઈન્દિરાજી : મહેનત કરે, મહેનત કરો,
મહેનત કરે, મહેનત કરે, બીજા બે ચાર નેતા : :વાહ, વાહ, વાહ, વાહ, મહેનત કરે... મહેનત કરો. શાબાશ!
ઈન્દિરાજી : થેંકયુ. ફરીથી બોલું? મહેનત કરો, મહેનત કરે મહેનત કરે, મહેનત કરે, મહેનત કરો, મહેનત કરે, મહેનત કરો, મહેનત કરો.
(તાળીઓના ગગડાટની રાહ જોતાં અટકે છે. કોઈ તાળીઓ પાડતું નથી એટલે મુંઝાઈને પ્રમુખશ્રી સામે જુએ છે.)
જ્યોતીન્દ્ર: જા બેન, મુશાયરામાં છેલ્લી કડી હોય એમાં નક્કી કરેલી જે પંકિત હોય ને તે આવવી જોઈએ. તમે લોકોને મહેનત કરવાનું કહેવા સિવાય બીજું કંઈ નક્કી કર્યું છે ખરું?
ઈન્દિરાજી : ના, પિતાજીએ મને કહેલું કે પ્રિયદર્શિની, લોકોને હંમેશા મહેનત કરવાનું કહેવું. એટલે હું લોકોને હંમેશા મહેનત કરવાનું કહું છું.
જ્યોતીન્દ્ર: એ બરાબર છે. પણ આગળ તો વધવું જોઈએ? રાજ્ય ચલાવવાની બાબતમાં આપણે જરાય આગળ ન વધીએ ને એનું એ બોલ્યા કરીએ એ ચાલે, પણ મુશાયરામાં એવું ન ચાલે. મુશાયરો તો ગંભીર બાબત છે.
(ઈન્દિરાજી મુંઝાય છે.)
અશક મહેતા : (કાનમાં) ઈન્દિરાજી, તમે ફરીથી બેલવા શરૂ કરો. પહેલેથી કંઈ ખ્યાલ ન હોય તો પણ વાંધો નહીં, બોલવા માંડશે એટલે બોલતાં બોલતાં કંઈક સૂઝી જશે, એનું નામ જ પકિટવ પ્લાનિંગ! શરૂ કરી દો. ફરીથી..
ઈન્દિરાજી: (ખાંખારીને) મહેનત કરો, મહેનત કરે, મહેનત કરો, મહેનત કરો,
( ફરીથી અટકે છે, ચારે બાજુ જુએ છે, મોરારજીભાઈ કંઈક કહેવા ઉત્સુક છે.)
ઈન્દિરાજીની એમના પર નજર પડે છે. પણ તરત પોતે નજર ફેરવી લે છે. મોરારજીભાઈ ઊભા થઈને કહેવા પ્રયત્ન કરે છે,
મોરારજીભાઈ : મક્કમ બને, મક્કમ બને, મક્કમ બને, મક્કમ બને,
ઈન્દિરાજી : પ્રમુખશ્રી, એમ એક જણ કવિતા બેલનું હોય ત્યારે વચ્ચે બીજાથી બોલાય?
જ્યોતીન્દ્ર : બીજાથી ન બોલાય, પ્રમુખથી બેલાય.
ઈન્દિરાજી : (મોરારજીભાઈ સામે જોઈને સમજ્યા ? ધ્યાનમાં રાખજે હવે. મોરારજીભાઈ શાંત થઈ જાય છે.)
જ્યોતીન્દ્ર : ઈન્દિરાજી આગળ ચલાવો. ઈન્દિરાજી : (ખોંખારો ખાઈને ફરીથી) મહેનત કરો, મહેનત કરો,
ખ્યાલ
જ
નામ
પર