SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૯-૬૭ પ્રબુદ્ધ જીવન સ્વાતંત્ર્ય દિનને અદ્ભુત મુશાયરા - (સ્વાતંત્ર્ય દિન – ૧૫મી ઑગસ્ટના‘ગુજરાત સમાચાર ’માં પ્રગટ થયેલા મુશાયરો અહિં નીચે સાભાર ઉષ્કૃત કરવામાં આવે છે. આ મુશાયરામાં ભાગ લે છે આપણા મહાઅત્માત્ય શ્રીમતી ઈન્દિરા ગાંધી, અર્થસચિવ શ્રી મારારજી દેસાઈ, ગૃહસચિવ શ્રી યશવંતરાવ ચવ્હાણ, નિવૃત્તા રાષ્ટ્રપતિ ડૉ. રાધાકૃષ્ણન, શ્રી સદોબા પાટિલ વગેરે. આ મુશાયરાના લેખક છે ‘ઠોઠ નિશાળિયો.' તંત્રી) વ્યવસ્થાપક: આપણા દેશને આઝાદી પ્રાપ્ત થઈ એના આજે વીસ વર્ષ પૂરાં થયા એ નિમિત્તે ... હેય ત્યાં પેલે છેડે ઘોંઘાટ નહીં કરો ... એ નિમિત્તે આજે આપણે આ સ્થળે ભેગાં મળીને ... એય પેલા થાંભલા પાસેના ઘોંઘાટ બંધ કરો, સભાની શાન જાળવે.... જગ્યા નથી મળી? જગ્યા કોઈને કાં મળી છે તે તેમને મળે? ... એ તો એમ જ ચાલવાનું, ઘોંઘાટ નહીં કરો ... આજે આપણે આ સ્થળે ભેગા મળીને આપણા સ્વાતંત્ર્ય દિન ઉજવવા હર્ષભેર ઉંઘકત થયા છીએ ... વચ્ચે બુમે નહીં પાડો . તે પ્રસંગે અત્રે કાવ્યગાન કરવા પધારેલા કવિઓ ... ( સભામાં મંચ પર ગાઠવાયેલા કવિઓ સર્વશ્રી. મોરારજીભાઈ, ચવ્હાણ, પાટિલ, જગજીવનરામ વગેરે તરફ જુએ છે, તથા કવિયિત્રીઓ...સર્વશ્રી ઈન્દિરા ગાંધી, તારકેશ્વરી વગેરે તરફ હાથ લંબાવે છે) એમની વાણી સાંભળવા આપણે ઉત્સુક છીએ શ્રોતાઓમાંથી એક: છીએ! છીએ! બીજે ોતા: તમે બેસી જાઓ, કાવ્યગાન થવા દે,. ત્રીજો શ્રોતા: તમે કવિતા ગાએ બેચાર જણ: વી વાન્ટ લેાહિયાજી, વી વાન્ટ લોહિયાજી, વી વૉન્ટ ... મુશાયરે છે, લોકસભા નથી. વ્યવસ્થાપક: ભાઈઓ, આ અહીં તો શાંતિ જાળવવાની જ હોય. (સૌ શાંત થઈ જાય છે.) વ્યવસ્થાપક: આ મુશાયરાનું સંચાલન ... દિનેશસિંગ: ઈન્દિરાજીને સોંપવાનો હું ઠરાવ ... રામસુભગસિંહ; ... મોરારજીભાઈને સોંપવું એવું મારૂં સૂચન ... વસંતરાવ નાઈક; ચવાણ એ શ્રેષ્ઠ પુરૂષ ... જગજીવનરામ: જો પછાત જ્ઞાતિઓનું આ સ્વાતંત્ર્ય દિને સન્માન કરવું હોય તે મારૂં સૂચન છે કે મને જ ... જો કે મને પ્રમુખ નહીં બનાવે તો મને વાંધ નથી ... કવિતા ગાવા દેજો ... આમ છતાં ય જો રાષ્ટ્રને પ્રમુખ તરીકે મારી જરૂર હોય ... ડી.પી.મિશ્રા: હું હમણાં નવરો છું. વ્યવસ્થાપક: પ્રમુખસ્થાન મુશાયરા સંચાલનમાં કુશળ એવા એક સાહિત્યકાર શ્રી જ્યોતીન્દ્ર દવેને ... એક ઉત્તર પ્રદેશના નેતા: કોણ છે એ? લેખક છે? હિન્દીમાં તે એમણે કશું લખ્યું નથી, પછી લેખક કેવી રીતે હોઈ શકે? વસંતરાય નાઈક: ગુજરાતી લેખક છે? ગુજરાતમાં લેખકો હોય છે? મોરારજીભાઈ: (ઊભા થઈને) શ્રી જયોતીન્દ્ર દવે સારા માણસ છે. પણ તેઓ ગુજરાતી હોવાને કારણે એમના પ્રમુખપદને હું ટેકો નહીં આપું, કારણ હું સમગ્ર ભારતનો છું. (તાળીઓની રાહ જુવે છે. કોઈ તાળીઓ પાડતું નથી.) હું સંકુચિત દૃષ્ટિના નથી. (કોક મોટેથી હસે છે, મારારજીભાઈ આંખો કાઢે છે. પેલા ચૂપ થઈ જાય છે.) મારો આગ્રહ છે કે ગુજરાતી નહીં એવા કોઈ લેખકને પ્રમુખ બનાવવા. મારે માથે પક્ષપાતના આરોપ આવે એ હું હરગીઝ ચલાવી નહીં લઉં. એક ગુજરાતી પ્રમુખ નહીં જ થઈ શકે... કે. કે. શાહ” જો કે મુરબ્બી મોરારજીભાઈને પ્રમુખ બનાવા તા વાંધા નથી, કારણ કે તેએ માત્ર ગુજરાતના નથી ... મોરારજીભાઈ: સમગ્ર રાષ્ટ્રનો છું! ઈન્દિરાજી: શ્રી જ્યોતીન્દ્ર દવેને પ્રમુખ બનાવવાના સૂચનને હું ટેકો આપું છું... (મે!રારજીભાઈ ઊભા થઈ જઈને કઈક બોલવા જાય છે) ઈન્દિરાજી: હવે મુશાયરાનું કામકાજ શરૂ થાય છે. મુરબ્બી મોરારજીભાઈ, આપ સમગ્ર રાષ્ટ્રના છે તે જાણી અમને સૌને ઘણા આનંદ થયા. હવે આપ બેસી જશો ? ઘણા જઆભાર, અને જયોતીન્દ્ર ભાઈ, આપ પ્રમુખસ્થાને આવી જાઓ ... જ્યોતીન્દ્ર દવે: એ વાત ખરી છે કે જમાનાથી સીએ પુરૂષને ઉઠબેસ કરાવતી આવી છે (શ્રોતાઓમાં હાસ્ય) જ્યોતીન્દ્ર દવે: ... એટલે ઈન્દિરાજી, તમારી આજ્ઞા ઉથાપવી અઘરી છે... પણ મને લાગે છે કે તમે પ્રમુખસ્થાને કોઈ રાજકીય પુરૂષને ... (ઘણા બધા રજકીય નેતાઓ ઊભા થઈ જાય છે.). અનેક નેતાઓ: હિયર, હિયર, ધન્ય છૅ, ધન્ય છે ... એક બંગાળી નેતા: આ માણસ જ્યોતીન્દ્ર દવે, ગુજરાતી હોવા છતાં બુદ્ધિશાળી લાગે છે. બીજા રાજકીય નેતા: ભારતમાં કશાનાય પ્રમુખસ્થાને રાજકીય નેતા જ હોવા જોઈએ એ નિયમનો ભંગ કરવાનું ખરેખર આજે કોઈ કારણ નથી! આ ગુજરાતી પુરૂષ સમજદાર લાગે છે. ત્રીજો નેતા: બરાબર છે. પ્રમુખપદે રાજકીય નેતા જ હોવા જોઈએ. ૧૦૩ ત્રીજો નેતા: હું તૈયાર છું! ચેાથી નેતા: અમે સૌ તૈયાર છીએ. હું... એક પ્રેક્ષક (કયાંકથી આવી ચડીને) રોટેશનની સીસ્ટમ રાખા, દરેક નેતા દોઢ મિનિટ માટે પ્રમુખ થાય. બે કલાકમાં એશી નેતાને ચાન્સ મળશે! બીજા નેતાઓ : હિયર, હિયર, મંજૂર છે. પહેલા હતું, પહેલા (ધક્કામુક્કી શરૂ થાય છે) (એક વેારાજી ઊભા થાય છે) એક વેારાજી : ઈન્ડિરાજી, ભાઈઓ તથા બેનો, આ ખુરસી મારી છે... નેતાઓ : અમારી છે, અમારી છે... ઉત્તર પ્રદેશના સી. બી. ગુપ્તા : હું પણ એક જમાનામાં કહેતો હતો તારી જેમ જ ભાઈ, કે ખુરશી મારી છે, પણ ખુરશી કોઈની થઈ નથી, થવાની નથી ... વારાજી: પણ સાલો હું જાતે ચારબજારમાંથી ખરીદી લાવા છે પછી શું? ખુરસીઓ ભાડે ફેરવવાનો મારો ઢઢો છે. ટમારા આ મુસાયરા માટે મેં ખુરસીઓ ભાડે આપી છે. મારી ઈન્ડિરાજીને વિનંટિ છે કે મારી એ ખુરસી જરા એમ કે... જરા છે ટૅ... દેલીકેત છે... તેના પર તમારા જે કોઈ અડીમ ડીમ નેતાને બેસાડસે તો ફસકાઈ પડશે. માટે મારી અરજ છે કે આ ભાઈ જોટી ... ૉટી આ ભાઇ હવે છે દુબલા પાતલા, તેમને જ પ્રમુખ બનાવો, એમની પાસે મારી ખુરસી સલામત રહેશે. (લોકોમાંથી પોકારો : શાબાશ વોરાજી, ઠીક ઉકેલ આણ્યું, જ્યોતીન્દ્ર દવેને પ્રમુખ બનાવો, વારાજી ઝિન્દાબાદ). ઈન્દિરાજી : શ્રી જ્યોતીન્દ્ર દવેને પ્રમુખસ્થાન લેવા હું વિનંતિ કરૂ છું. જ્યોતીન્દ્ર દવે; જો કે ખુરશીમાં બેસવા હું ખુશી નથી. કારણ
SR No.525952
Book TitlePrabuddha Jivan 1967 Year 28 Ank 17 to 24 and Year 29 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1967
Total Pages262
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy