________________
૧૦૨
પ્રભુ
સૌ. મૃણાલિની દેસાઈ, પ્રાધ્યાપિકા ઉષાબહેન મહેતા, પ્રાધ્યાપિકા તારાબહેન શાહ, શ્રી રઘુભાઈ શાસ્ત્રી, શ્રી ઉષાકાન્ત લાદીવાળા તથા શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ સ્થાનિક હતા.
અમદાવાદ સેન્ટ ઝેવિયર્સ કોલેજના અધ્યાપક રૅવરન્ડ ફાધર વાલેસનાં આ વ્યાખ્યાનમાળામાં બે વ્યાખ્યાનો રાખવામાં આવ્યા હતા. તેઓ મૂળ સ્પેનના વતની છે અને કેટલાંક વર્ષોથી ગુજરાતમાં આવી વસ્યા છે. તેમણે પોતાનાં વ્યાખ્યાનો ગુજરાતીમાં કર્યા હતાં. તેમનું વ્યકિતત્ત્વ, અદ ્ ભુત વાણી પ્રભુત્વ અને એક યુરોપવાસી ખ્રિસ્તી સાધુ ગુજરાતીમાં બોલે છે અને તે પણ અત્યન્ત શુદ્ધ અને પ્રસાદપૂર્ણ ગુજરાતીમાં એ હકીકત—આ કારણેાથી તેમના વિષે શ્રોતાઓ સૌથી વધારે પ્રભાવિત બન્યા હતા.
બીજા એક વ્યાખ્યાતા બહેન ખુપુલ જયકર. તેઓ એક નામી ગુજરાતી કુટુંબના સંતાન હોવા છતાં, અંગ્રેજી ભાષાની વાતાવરણમાં જ ઉછરેલા હોઈને અને આજ સુધીનું તેમનું અનેકવિધ જાહેર જીવન પણ અંગ્રેજી ભાષા સાથે મોટા ભાગે સંકળાયેલું હોઈને, તેમણે ગુજરાતીમાં બોલવાની પોતાની અશકિત જાહેર કરી, તે વિષે સભાજનોની ક્ષમા માગી અને પોતાના વિષય અંગ્રેજી ભાષામાં રજૂ કર્યો હતો. તેમના વ્યાખ્યાનમાં વિષયની સચોટ રજુઆત અને અંગ્રેજી ભાષા ઉપરનું તેમનું અસાધારણ પ્રભુત્વ આ બે તત્ત્વો એકદમ આગળ તરી આવતાં હતાં. તેમના જીવનના કાર્યવિસ્તાર ઘણા મોટો છે, પણ તેઓ મોટા ભાગે પોતાના પતિ સાથે દિલ્હી રહેતા હોઈને આપણી બાજુના લોકો તેમને બહુ એછું જાણે છે. તે ભારત સરકારના હેન્ડલુમ બોર્ડના ઓનરરી એડવાઈઝર તરીકે વર્ષોથી કામ કરી રહ્યા છે, અને હેન્ડલૂમ કાપડની મોટા પાયા ઉપર અમેરિકામાં થતી નિકાસના કારણે તેમની સેવા આપણી સરકારને પરદેશી હૂંડિયામણ રળવામાં અત્યન્ત મદદરૂપ બની છે અને એ કારણે ગયા. જાન્યુઆરી માસની ૨૬મી તારીખે કરવામાં આવેલી માન-સન્માનને લગતી સરકારી જાહેરાતમાં તેમને ભારત સરકારે ‘પદ્મભૂષણ’ને ઈલ્કાબ આપીને તેમની સેવાઓની કદર કરી છે. આ ઉપરાંત તેઓ નેશનલ બાલભવન અને નેશનલ ચીલ્ડ્રન્સ મ્યુઝિયમના ચેરમેન છે. કસ્તુરબા ટ્રસ્ટના સભ્ય છે. ફ્રી. જે. કૃષ્ણમૂર્તિના મુંબઈ ખાતેના તેઓ યજમાન છે.
બાકીનાં વ્યાખ્યાનો કાં તો ગુજરાતીમાં અથવા હિન્દીમાં થયા હતા, આ સર્વમાં આચાર્ય રજનીશજીનું પ્રવચન સૌથી વધારે આકર્ષક નીવડયું હતું એમ જણાવવાની જરૂર ન જ હોય. તેમના વ્યાખ્યાનના દિવસે તેમના વ્યાખ્યાન પહેલાં અમારા નિયંત્રણને માન આપીને વીસનગરથી આવેલા ત્યાંની ગર્લ્સ કાલેજના પ્રીન્સિપાલ શ્રી પ્રતાપરાય ટોલિયાના ભજનાના કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તે દિવસે અમે—આ પર્યુષણ વ્યાખ્યાનમાળાના સંયોજકોની ભારે કસોટી થઈ હતી. વ્યાખ્યાનસભાના પ્રારંભ સમય પહેલાં જેનાથી ધ્વનિવર્ધક યંત્ર, પંખાઓ અને બત્તીએ સતેજ બને છે તે નાગરિક વીજળીના પ્રવાહ એકાએક સ્થગિત થઈ ગયો હતો. સભાગૃહ તો શ્રોતાઆથી ખીચોખીચ ભરેલું હતું, એટલું જ નહિ પણ, સભાગૃહ બહારની વિશાળ ઓસરી તેમ જ બગીચામાં પણ શ્રોતા ભાઈ બહેનોનીં ભારે માટી ભીડ જામી હતી. સદભાગ્યે સભાના પ્રારંભ સમયે વીજળી આવવી શરૂ થઈ અને સંગીતની શરૂઆત કરવામાં આવી. વળી પાછી વીજળી અટકી; કયારે શરૂ થશે એ કેમ કહી શકાય? એકઠાં થયેલા ભાઈ બહેન ને કેમ શાન્ત રાખી શકાશે એ સવાલ અમને ખૂબ જ મુંઝવી રહ્યો હતો. આમ છતાં સંગીતના-ભજનના પ્રવાહ એકસરખા ચાલતા રહ્યો અને શ્રોતાઓએ જૈને pin-drop silence કહે છે—ટાંકણી પડે તે પણ સંભળાય-એવી શાન્તિ અને સ્વસ્થતાનું અમને દર્શન કરાવ્યું. આ અમારા માટે એક અદ્ભુત અનુભવ બની રહ્યો. સદ્દભાગ્યે વીજળી પાછી શરૂ થઈ;
મન
તા: ૧૬-૯-19.
ભાઈ પ્રતાપરાયના બુલંદ અવાજથી સભાગૃહ ગાજતું થયું અને પછી શરૂ થયું લગભગ સવા કલાકનું આચાર્ય રજનીશજીનું અખંડ ધારાએ વહેતું પ્રવચન. આ દરમિયાન શાન્તિ જાળવવા માટે કોઈને કહેવાપણું હતું જ નહિ. આમ નિવિંદને અમારી પર્યુષણ વ્યાખ્યાનમાળાની સફળ પૂર્ણાહુતિ થઈ.
આ વ્યાખ્યાનમાળાને જેટલી વાણીસભર એટલી જ સંગીતસભર બનાવવાનો પ્રયત્ન સેવવામાં આવ્યો હતો. તા. ૩ રવિવારના રાજ કાર્યક્રમ મુજબનાં બે વ્યાખ્યાન પૂરાં થયા બાદ સૌ. મધુબહેન ભટ્ટાચાર્ય તથા સૌ. શારદાબહેન બાબુભાઈ શાહે નાના સરખા હેંગીતના કાર્યક્રમ રજૂ કર્યો હતો. આ ઉપરાંત દરેક સભાની શરૂઆત અત્યંત મધુર એવા પ્રાર્થના સંગીત વડે કરવામાં આવી હતી. આમાં ભાગ લેનાર ભાઈબહેનોનાં નામ આ મુજબ છે: સૌ શારદાબહેન, શ્રી. જયાબહેન શાહ, ભાઈ બંસી, સૌ ગુણવતી બહેન તથા સૌ. મંદાકિની બહેન. સાતમી તારીખે શ્રી ઉષાકાન્ત લાદીવાળાએ સંગીતના સભર કાર્યક્રમ આપ્યા હતા.
આમ આ વખતની વ્યાખ્યાનમાળાને ધાર્યા કરતાં પણ વધારે સંતોષ અને સફળતા આપવામાં જેમનો ફાળા Ù–પ્રમુખ શ્રી. ઝાલાસાહેબ, ભિન્ન ભિન્ન વ્યાખ્યાતાઓ તથા સંગીતકુશળ ભાઈબહેના “ આ સર્વના અમારે હાર્દિક આભાર માનવા રહ્યો. આશા રાખીએ કે ભવિષ્યમાં તેમના તરફથી આવા સહકાર મળતા જ રહેશે અને આપણી પર્યુષણ વ્યાખ્યાનમાળા વધારે ને વધારે ભવ્યતા અને અર્થસભરતા ધારણ કરતી રહેશે. આ આભાર નિવેદનમાં અગણિત શ્રોતાઓના એટલે કે ઉપસ્થિત થયેલાં જિજ્ઞાસુ ભાઈઓ તથા બહેનોનો ઉલ્લેખ કર્યા વિના ન જ ચાલે. પર્યુષણ વ્યાખ્યાનમાળામાં તેમના અપૂર્વ સહકાર અને ઉદાર સહિષ્ણુતાના પરિણામે જે અપૂર્વ શાન્તિ અને શિસ્તનું દર્શન થાય છે તે આજના ધમાલિયા જાહેર જીવનમાં કોઈ જુદી જ ભાત પાડે છે. આ માટે તેઓ ખરેખર ધન્યવાદના અધિકારી છે.
દર વર્ષ માફક આ વર્ષે પણ શ્રી મુંબઈ જૈન યુવક સંઘની ભિન્ન ભિન્ન પ્રવૃત્તિઓના સંચાલન માટે રૂા. ૨૦,૦૦૦ની માગણી કરવામાં આવી હતી – ટૅલ નાંખવામાં આવી હતી. જણાવતાં આનંદ થાય છે કે અત્યાર સુધીમાં અમને આશરે રૂ।. ૧૫,૦૦૦ નાં વચના મળ્યા છે અને હજુ જેમનો સંપર્ક સાધવાના બાકી છે એવામિત્રો પ્રશંસકો દ્વારા બાકીની રકમ પૂરી થઈ જશે એવી આશા છે. આ ફાળાની વિગતો હવે પછીના અંકમાં આપવામાં આવશે. પ્રબુદ્ધ જીવનના વાચકોને અમારો લક્ષ્યાંક પૂરો કરવામાં મદદરૂપ થવા વિનંતિ છે.
આ તો આ વખતની પર્યુષણ વ્યાખ્યાનમાળાની સ્થુળ વિગતો રજૂ કરવામાં આવી. આગામી અંકમાં પર્યુષણ વ્યાખ્યાનમાળાના અધ્યક્ષ ઝાલાસાહેબ આ વ્યાખ્યાનમાળાની તેમ જ તેમાં થયેલાં વ્યાખ્યાનોની પોતાના લખાણ દ્વારા યોગ્ય મુલવણી કરશે અને તેનું ભાવાત્મક મૂલ્યાંકન રજૂ કરશે. મંત્રીઓ : મુંબઈ જૈન યુવક સંઘ
પૂરક નોંધ : ઉપરની આલાચનામાં બે બાબતના ઉલ્લેખ કરવા રહી ગયો. પર્યુષણ વ્યાખ્યાનમાળાના બીજા દિવસથી સતત આઠ દિવસ સુધી સ્વ. શ્રી ટી. જી. શાહનાં પત્ની સેવામૂર્તિ વયાવૃદ્ધ ચંચળબહેન શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ફાળા માટે સભાના પ્રારંભથી અંત સુધી ઝોળી લઈને ઊભા રહ્યા હતા અને તે ભેળી મારફત આશરે રૂા. ૨૩૦૦) એકઠા થયા હતા. આ માટે તેમના કયા શબ્દોમાં આભાર માનવા એ અમને સૂઝતું નથી.
બીજી બાબત એ જણાવવાની કે વ્યતીત થયેલી પર્યુષણ વ્યાખ્યાનમાળાના અનુસંધાનમાં ૯ મી સપ્ટેમ્બર શનિવારના રાજ સાંજના ૬-૦૦ વાગ્યે ધી બામ્બે ગ્રેન ડીલર્સ ઍન્ડ ઑઈલ સીડ્ઝ મરચન્ટ્સ એસોસિયેશનના સભા ગૃહમાં વ્યાખ્યાનમાળાના પ્રમુખ શ્રી ગૌરીપ્રસાદ ઝાલા અને સ્થાનિક વ્યાખ્યાતાઓ સાથે સંઘના સભ્યોનું એક મિલન સમારંભ ગોઠવવામાં આવ્યું હતું અને એ પ્રસંગે શ્રી પ્રતાપરાય ટાલિયાએ લગભગ દોઢ કલાક સુધી પો તથા ભજનો સંભળાવીને સભાજનોનું મનોરંજન કર્યું હતું. આ પ્રસંગે શ્રી ઝાલા સાહેબ તથા શ્રી પરમાનંદભાઈએ પ્રાસંગિક વિવેચના કર્યા હતા; ઝાલા સાહેબનું પુષ્પહાર વડે બહુમાન કરવામાં આવ્યું. વિપુલ ઉપાહાર બાદ મિલન-સમારંભ વિસર્જન કરવામાં મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ
આવ્યા હતા.