SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬૬-૬૭ પ્રબુદ્ધ જીવન . મુહપત્તિ બાંધનાર મુનિઓ અન્ય મુનિઓ કરતાં વધારે સમય મૌન પાળતા હોય, તે મુહપત્તિની એટલી પણ સાર્થકતા સ્વીકારી શકાય. પણ આ મુનિઓને વાણીવ્યાપાર અન્ય મુનિઓ કરતાં જરા પણ ઓછો વિમુલ હોય એમ માલુમ પડતું નથી. વર્ષો પહેલાં લુહાર ચાલના નાકે એક જૈન યતિ મને મળ્યા હતા. તે વખતે મારી ઉમ્મર પ્રમાણમાં નાની અને વૃત્તિ જરા ટીખળી. એટલે તેમના ઘા અથવા ચરવાળા સામે આંગળી કરીને “મહારાજ, આ શું છે અને શા માટે છે?” એમ મેં પૂછ્યું. તેમણે મને એમ કહ્યાનું યાદ છે કે, “ભાઈ, આ તે અમારો ટ્રેડમાર્ક છે.” આ જવાબમાં વિનેદ તે હતો જ, પણ સાથે સાથે વાતવિકતાને સ્વીકાર પણ હતા. શું મુહપત્તિ સ્થાનકવાસી અને તેરાપંથી સાધુઓને ટ્રેડમાર્ક જ છે? એથી વિશેષ તેનું કોઈ મહત્વ નથી? એક બહુ જાણીતા સ્થાનકવાસી મુનિએ “આ મુહપત્તિ જૈન સાધના ગણવેશના એક અંગ તરીકે છે” એમ જણાવીને તેનું મહત્ત્વ મારા ગળે ઉતારવા પ્રયત્ન કર્યો હતે. અલબત્ત, જૈન સાધુઓને ચક્કસ ગણવેશ હોય એમાં કશું વાંધા પડતું નથી, પણ એ ગણવેશમાં મુહપત્તિ જે બીજી અનેક રીતે અવરોધક છે તેને આટલું બધું મહત્ત્વ આપવાની જરૂર છે ખરી? શ્રી કાનજી મુનિએ મુહપત્તિ છાડી તેથી તેમની સાધનાને કશું નુકસાન થયું જાણવામાં આવ્યું નથી. આ બાબત, હું ઈચ્છું છું કે, મુહપત્તિ બાંધનારો સમગ્ર મુનિસમુદાય ગંભીરપણે વિચારે અને જે આ પ્રથા બીનજરૂરી લાગતી હોય અને તેને ત્યાગ સંયમને કોઈ પણ અંશમાં બાધક ન બનો હોય તે તે પ્રથાથી મુકત બનવાને નિર્ણય કરે. આજે આપણે જેનોની એકતાના વિચારને વધારે ને વધારે મહત્ત્વ આપીએ છીએ. જૈન ગૃહસ્થ કરતાં પણ જૈન સાધુઓ. વધારે ને વધારે નજીક આવે એમ આપણે ઈચ્છીએ છીએ. તે એકતાના સંદર્ભમાં મને એમ લાગે છે કે મુહપત્તિ-ત્યાગ જુદા જુદા ફિરકાના સાધુઓને નજીક લાવવામાં ઘણી રીતે મદદરૂપ થાય તેમ છે. વસ્તુત: મુહપત્તિની વાત નાની છે, પણ તેની જડ ઘણી ઊંડી છે. મુહપત્તિ-બંધનને વરેલા સમુદાયના વિચારશીલ આગેવાનને મારી આ સાવ સાદી, સીધી અને એમ છતાં પરમ ઉપકારક વાત ધ્યાનમાં લેવા અનુરોધ છે. જૈન સાધુઓના જીવનના બે ઉદ્દેશ છે. એક તે આત્મસાધના, બીજે ઉદ્દેશ ધર્મપ્રચાર, આત્મસાધના માટે મુહપત્તિ હોય ન હોય એ સરખું છે. પણ ધર્મપ્રચારમાં ગુહપત્તિની પ્રથા કેટલી બાધક તેમ જ અવરોધક છે તેને કદિ કોઈએ વિચાર કર્યો છે ખરો? વિચારો દર્શાવવા માટે અથવા તે અન્યને આપણા વિચારો પહોંચાડવા માટે માત્ર વાણી પૂરતી નથી. આ પ્રક્રિયામાં સમગ્ર મુખાકૃતિના હાવભાવ બહુ ઉપયોગી ભાગ ભજવે છે. ખુલ્લા મેઢાથી ઉપદેશ આપનારને અન્ય જને ઉપર પોતાના ઉપદેશની અસર પાડવા માટે જે અવકાશ છે તે અવકાશ મુહપત્તિ બાંધનાર મુનિને છે જ નહિ એ સામાન્ય સમજણની વાત છે. આ રીતે વિચારતાં ધર્મપ્રચારની દષ્ટિએ મુહપત્તિત્યાગ ઘણે ઉપકારક બનવા સંભવ છે. - આમ અનેક દષ્ટિબિન્દુથી આ પ્રશ્ન વિચારણીય છે અને એટલે જ મુનિ સત્તબાલજીને આ બાબત કેટલાક સમયથી હું કહી રહ્યો છું, પણ તેને બે પગલાં ભરીને ત્રીજે પગલે અટકી ગયા છે. તે પછી શું આચાર્ય તુલસી આ પગલું ભરે એવી આશા રાખી શકાય ખરી? જે આચાર્ય ધર્મપ્રચાર અર્થે, જમાને આટલો બધે આગળ વધ્યો છે તે પણ, ધ્વનિવર્ધક મંત્રના ઉપગમાં અગ્નિકાય જીવોની વિરાધના થાય કે નહિ એ પ્રશ્નના રાંશોધનમાં ગુંચવાઈ પડયા છે અને માઈકને હજુ સુધી મુકત મને આવકારી શકતા નથી તે આચાર્ય પ્રમાણમાં ઘણું નાનું એમ છતાં સદીઓજૂની રૂઢિના કારણે ઘણું મેટું એવું આ પગલું ભરે એ આશા વધારે પડતી ગણાય. આમ છતાં પણ આ વિચાર પ્રસ્તુત સમાજમાં વહેતે થવાની જરૂર છે. જે રૂઢી સાદી સમજની વિરુદ્ધ છે, જેના પરિત્યાગમાં નુક્સાન કશું નહિ અને લાભ ઘણો રહે છે તે રૂઢિએ હવે વિદાય લેવી જ જોઈએ. જેમાં બ્રાહ્મણની નવી પેઢીમાં હવે ચોટલી લગભગ અદષ્ય થઈ ચૂકી છે તેમ, આ બાબત પણ જૈનેની નવી પેઢીએ ઉપાડી લઈને મુહપત્તિને રૂખસદ આપવી જોઈએ. જેની તરફેણમાં સમયની માંગ છે તેને સફળતા સુનિશ્ચિત છે. સંભવ છે કે મુહપત્તિ-બંધનની સમર્થક એવી બીજી બાજુ હોય કે જેનાથી હું અજાણ હોઉં. તો આ બાબતમાં જે કોઈ નવો પ્રકાશ પાડશે તેને હું આભારી થઈશ. ગર્ભપાત કાયદેસર કરવા સામે લાલબત્તી કેવા સંયોગોમાં ગર્ભપાતને કાનૂની રક્ષણ મળવું ઘટે?” એ મથાળા નીચેને તા. ૧૬-૮-૬૭ ના પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ થયેલ લેખ વાંચીને જેમને ઘણાં વર્ષોથી ડાકટરી વ્યવસાય છે. અને ખાસ કરીને સ્ત્રીઓના દદોને જેમને સારો અનુભવ છે એવાં એક ડાકટર બહેન મારી ઉપરના પત્રમાં જણાવે છે કે, “તમારા પ્રબુદ્ધ જીવનમાં ગર્ભપાત કાયદેસર કરે કે નહિ તે પર લખાણ છે. આ વિષયમાં એક બાબતને કોઈ વિચાર કરતું નથી એમ મને લાગે છે. કોઈ સ્ત્રીને ગર્ભપાત કાયદાની મર્યાદામાં રહીને કરવામાં આવે અને અધિકૃત ડૉકટરના હાથે અને પૂરી સગવડ સાથે કરાવવામાં આવે તો પણ આવો ગર્ભપાત એ સ્ત્રીની તબિયતને કેટલું નુકસાન કરે છે અને કોઈ વખત સ્ત્રી મરી પણ જાય છેઆ હકીકત કેમ કોઈ ધ્યાનમાં લેતું નથી? કોઈ પણ વેંકટર જેણે ગર્ભપાત કરાવનાર સ્ત્રીઓના કેસને ટ્રીટ કર્યા હશે તેને ગર્ભપાત કેટલે જોખમભર્યો છે તેને ખૂબ ખ્યાલ હોય છે. વળી જો ગર્ભપાતને ઉપાય સરળ થઈ જાય તો એવી સ્ત્રીને વરસમાં ત્રણ ત્રણ વાર ગર્ભપાત કરાવવાની સંભાવના ઊભી થાય. આનું પરિણામ તે સ્ત્રીના અસારણ શારીરિક હાસમાં આવે. અલબત્ત, ગર્ભધારણ કરવાની ઉમ્મર દરમિયાન સ્ત્રી મરી જાય તો એ રીતે વસ્તીમાં જરૂર ઘટાડો થાય! વળી કોઈ પણ ગર્ભપાતને કાયદેસર કરવામાં આવે તો Sterilisationને આ પ્રોગ્રામ ખલાસ થઈ જવાને. માટે ગર્ભપાતને કાયદેસર કરવો એ એક ડગલું આગળ ભરવાને બદલે પાછળ ભરવા જેવું બનવા ઘણો વધારે સંભવ છે.” આના જવાબ રૂપે જણાવવાનું કે ગર્ભપાતને કાનૂની અનુમતિ આપતાં પહેલાં, આ કટર બહેને પિતાના અનુભવના નિષ્કર્ષ રૂપે જણાવેલ કોઈ પણ સંયોગમાં કરવામાં આવતા ગર્ભપાતળી સ્ત્રીના શરીરને થતી અસાધારણ હાનિની આપણે ઉપેક્ષા કરી ન જ શકીએ. પણ સાથે સાથે એ પણ જણાવવાનું કે ઉપર જણાવેલ લેખમાં કોઈ પણ ગર્ભપાતને કાનૂની રક્ષણ આપવાનું સૂચવવામાં આવ્યું નથી, પણ આ અંગે અસાધારણ સંયોગને વિગતવાર નિર્દેશ કરવામાં આવ્યો છે અને માત્ર એવાં અપવાદ-સંયોગોમાં જ કાનુની રક્ષણ મળવું જોઈએ એમ સૂચવવામાં આવ્યું છે. આમાં પણ ચાલુ સુવાવડ સુધી રાહ જોવામાં ગર્ભવતી સ્ત્રીના શરીરને જોખમ હોય એ સંયોગ બાદ કરતાં કાનૂની રક્ષણ ધરાવતા અન્ય સંયોગોમાં કોઈ પણ ગર્ભવતી સ્ત્રીએ અને તેને લાગતાવળગતા સગાસંબંધીઓએ ગર્ભપાતના ઉપાયથી બને તેટલું દૂર રહેવું એ સલાહભર્યું છે એ નિષ્ક આપણે ઉપર જણાવેલ ડકટર બહેનના અભિપ્રાય ઉપરથી જરૂર તારવી શકીએ અને એ માર્ગે ચાલવાની આપણે સૌ કોઈને જરૂર આગ્રહપૂર્વક ભલામણ કરી શકીએ. પરમાનંદ જિન ધર્મનું હાર્દ પ્રબુદ્ધ જીવનના તા. ૧-૯-૯૭ના અંકમાં પ્રગટ થયેલ ‘જૈન ધર્મનું હાર્દ એ મથાળા નીચે પ્રગટ થયેલ લેખે અનેક મિત્રો તેમ જ ભાઈ બહેનનું આકર્ષણ કર્યું છે. આવા જ એક મિત્રે તે લેખને એક નાની પુસ્તિકાના આકારમાં છપાવીને તૈયાર કરાવી આપવાની માંગણી કરી અને તે માટે જરૂરી આર્થિક સહાય આપવા ઈચ્છા દર્શાવી. તે મુજબ પુસ્તિકા તૈયાર કરવામાં આવી છે. તેની કિંમત ૨૫ પૈસા રાખવામાં આવી છે–પેસ્ટેજ અલગ. જે કઈને તે પુસ્તિકાને ખપ હોય તેમને નીચેના ઠેકાણેથી મંગાવી લેવા વિનંતિ છે. ૪૫/૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ-૩, તંત્રી, “પ્રબુદ્ધ જીવન
SR No.525952
Book TitlePrabuddha Jivan 1967 Year 28 Ank 17 to 24 and Year 29 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1967
Total Pages262
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy