________________
प्रबद्ध भवन જીવન
Regd No. M H. 117 વાર્ષિક લવાજમ રૂા. ૭
‘પ્રબુદ્ધ જૈનનુ નવસસ્કરણ વર્ષ ૨૯ : અંક ૧૦
મુંબઈ, સપ્ટેમ્બર ૧૬, ૧૯૬૭, શનિવાર પરદેશ માટે શિલિંગ ૧૨
તંત્રી, પરમાનંદ કુંવરજી કાપડિયા
પ્રકી
નોંધ
✩
કર્યો હતો. શ્રાદ્ધા અને રસપૂર્વક ઉપાશ્રયોમાં મુનિમહારાજના જે રીતે તેએ વ્યાખ્યાન સાંભળતાં તે જ રીતે ઉલ્લાસ અને આનંદપૂર્વક ડોંગરેજીની ભાગવત કથા અને સ્વાર્મી ચિન્મયાનંદજીના ગીતા પરનાં વ્યાખ્યાનો પણ સાંભળતાં. સર્વ ધર્મ પ્રત્યે સમભાવ એ જૈન ધર્મના મુખ્ય આદર્શ છે અને તે તેમણે જીવનમાં સિદ્ધ કર્યો હતો. તેમની વૃત્તિ હંસ જેવી હતી. હંસ જેમ દૂધ-પાણીના મિશ્રણમાંથી દૂધ જુદું તારવી પી જાય છે તેમ તેઓ પણ જ્યાંથી જે સારું લાગે ત્યાંથી તે ગ્રહણ કરી લેતા. તેમની આવી પ્રકૃતિના કારણે તેમને કદી હોઈ સાથે સંઘર્ષમાં ઉતરવું ન પડતું. આથી જ અનેક સંસ્થાઓમાં કામ કરવા છતાં તેઓ અજાતશત્રુ હતા. લોકોને તેમના પ્રત્યે જે અપૂર્વ સ્નેહ અને માનની લાગણી હતા તે તેમના આવા વિશિષ્ટ ગુણાને આભારી હતું.
પરમાર્હત તત્ત્વચિંતક સ્વ. ફત્તેહગંદ ઝવેરભાઈ
૬ઠ્ઠી સપ્ટેમ્બરના દિવસે ભાવનગર નિવાસી શ્રી. ફત્તેહગંદ ઝવેરભાઈનું ૮૨ વર્ષની ઉંમરે દુ:ખદ અવસાન થયું.
જૈન સમાજની ધાર્મિક, સામાજિક અને શિક્ષણ ક્ષેત્રે કામ કરતી અનેક સંસ્થાઓની વર્ષ સુધી તેમણે નિષ્ઠાપૂર્વક અને નિસ્વાર્થ ભાવે અનન્ય સેવા કરી છે. સાહિત્ય અને શિક્ષણ તેમના પ્રિય વિષય હતા. શૈશવકાળમાં પણ જ્ઞાનગોષ્ટિ કરવી, ભાષણા આપવા, લેખો લખવા અને કાવ્યો રચવા એ તેમના વ્યવસાય હતા. તેઓ જૈન ધર્મ અને તત્ત્વજ્ઞાનના અસાધારણ ઊંડા અભ્યાસી અને ચિંતનકાર હતા એ હકીકત ‘અધ્યાત્મક જ્ઞાન પ્રસારક મંડળ-મુંબઈ અને ‘શ્રી જૈન આત્માનંદ સભા- ભાવનગર’ તરફથી પ્રકાશિત થયેલ તેમના ‘સ્વાનુભવ-ચિંતન’અને ‘જૈન દર્શન મીમાંસા’ ગ્રગ્રંથમાં સંગ્રહિત થયેલાં લેખો અને કાવ્યો પરથી જોઈ શકાય છે. તેમણે ત્રીસ કરતાં વધુ જૈન ધર્મના ગ્રંથોની પ્રસ્તાવના, આમુખ અને પુરોવચન બહુ તલસ્પર્શી અને વિદ્રતાપૂર્ણ ભાષામાં લખેલાં છે. આ ગ્રંથો પૈકી કેટલાક ગ્રંથો સાધુ મુનિરાજો અને આચાર્ય ભગવંતોએ લખ્યાં છે તે એક નોંધપાત્ર વસ્તુ છે.
તેમને વ્યવસાય રેશમી કાપડના વ્યાપારના હતા. સામાન્ય રીતે બને છે તેમ તેમના ધંધામાં ઘણા તડકા – છાયા તેમણે અનુભવ્યા હતા. ગીતામાં સ્થિતપ્રજ્ઞના જે ગુણા કહેવાયા છે તેમાંના મોટા ભાગના ગુણો તેમના જીવનમાં વણાયેલા હતા. એટલે આ બધા પ્રસંગોમાં તેઓ જળકમળવત્ અલિપ્ત રહી શક્યા હતા. જુલ્લું પ્રાવ્ય ન ટીનઃ સ્થાન સુલં પ્રાપ્ય ન વિસ્મિત: દુ:ખ પામીને દીન ન થવું અને સુખ પામીને વિસ્મૃત ન થવું. એ સૂત્રનો તેમણે જીવનમાં બહુ સફળતાપૂર્વક અમલ કર્યા હતા. છેલ્લા કેટલાક વર્ષોથી ધંધામાંથી ફારગ થઈ તેઓ શાંત અને સેવાપરાયણ જીવન જીવતા હતા. જ્ઞાન, ક્રિયા અને ભકિત-ત્રણેના વિરલ સંયોગ તેમના જીવનમાં થયા હતા. અને તેથી નવી તેમજ જૂની પેઢી વચ્ચે તેમનું સ્થાન હંમેશાં એક સાંકળ સમાન રહ્યું હતું. વ્યવહાર અને નિશ્ચય બંને દૃષ્ટિના એમણે એમના જીવનમાં સુંદર સમન્વય સાધ્યા હતા અને તેથી જૈન સમાજના રૂઢિચુસ્ત તેમજ સુધારક બંને વર્ગમાં તેઓ આદરપાત્ર હતા. ક્રિયાકાંડમાં અનન્ય શ્રદ્ધા હોવાના કારણે તેઓ નિયમિત દેવદર્શન, પૂજા, વ્યાખ્યાનશ્રવણ વગેરે ધાર્મિક અનુષ્ઠાનો ભકિતપૂર્વક કરતા, પરન્તુ તેમ છતાં તેઓ માત્ર શુષ્ક ક્રિયાકાંડી ન હતા. અનેકાન્તદર્શનના માત્ર અભ્યાસી ન રહેતાં જીવનવ્યવહારમાં તેમણે સફળતાપૂર્વક તેનો અમલ
શ્રી મુબઇ જૈન યુવક સ‘ઘનુ... પાક્ષિક મુખપત્ર છૂટક નકલ ૪૦ પૈસા
શરીરની તન્દુરસ્તીના મોટો આધાર માણસની પ્રકૃતિ પર રહે છે. તેમની સૌમ્ય પ્રકૃતિના કારણે તેઓ હંમેશાં પ્રસન્ન અને સ્વસ્થ રહેતા. ૮૦ વર્ષની ઉંમરે પણ તેમનામાં એક યુવાન જેવી ફ્ તિ અને શકિત જેવામાં આવતાં. પાણા સો વર્ષની ઉંમરે પણ સમેતશિખરજીની યાત્રા પ્રરાંગે, ડોળી ઉપયોગ ન કરતાં તેમણે પદયાત્રા કરી હતી.
તેઓ અત્યંત આશાવાદી અને શ્રદ્ધાસંપન્ન હતાં. એટલે જીવનમાં નિરાશાના સામના તેમને ભાગ્યે જ કરવા પડેલા. લગભગ એક વર્ષ અગાઉ તેમને થયેલા કેન્સરના અસાધ્ય રોગની ખબર પડી ગઈ હતી, પણ તેથી જરા પણ નિરાશ ન થતાં પ્રથમની માફક જ સ્વસ્થતા અને પ્રસન્નતા જીવનના અંત સુધી તેમણે જાળવી રાખી હતી. ગયા મે માસમાં જ તેમણે સિદ્ધગિરિની યાત્રા કરી હતી. કેન્સરના વ્યાધિની વેદના અસહ્ય હોય છે, પણ જ્ઞાની માણસ માટે કર્મબંધના નિમિત્તા પણ જેમ કર્મની નિર્જરાના કારણરૂપ બની જાય છે, તેમ તેમની બાબતમાં રોગના ઉપાધીયોગ પણ સમાધિરૂપ બની ગયો.
સ્વ. ફત્તેહચંદ ઝવેરભાઈ
गुणी च गुणरागीच विरल: सरलो जनः ગુણી અને ગુણરાગી એવા સરળ માણસ વિરલ હોય છે. સ્વર્ગસ્થ ફત્તેચંદભાઈ આવી કોટિની એક વિરલ વ્યકિત હતી. જીવન અને મૃત્યુ બંને દષ્ટિએ તેઓ તે ધન્ય બની ગયા. પરન્તુ આવા એક અત્યંત્ત ધર્મશ્રાદ્ધાળુ, સચ્ચરિત્ર અને સેવાભાવી સજ્જનની તેમના કુટુંબીજને, મિત્રા, વિશાળ સ્નેહીવર્ગ તેમજ મુંબઈના સમગ્ર જૈન સમાજ માટે ભારે મોટી ખોટ પડી છે. ઈશ્વર એમના આત્માને ચિરત આપે એજ અભ્યર્થના ! મનસુખલાલ તારાચંદ મહેતા પૂરક નોંધ : મુરબ્બી ફત્તેહચંદભાઈના કુટુંબ સાથે અમારા બે પેઢીના સંબંધ અને તેમની સાથે મારા વર્ષો જૂના સ્નેહભર્યો