________________
તા. ૧-૯૬૭
૧૯૪૯ની સાલમાં તેઓ એમ.એ. થયાં. ત્યાર બાદ બૌદ્ધધર્મનો અભ્યા કરવા માટે તેઓ સીલેાન ગયા અને ત્યાં ત્રણ વર્ષ રહીને બૌદ્ધધર્મ અને સાહિત્યમાં પારંગત થયા. ત્યારબાદ બનારસ હિંદુ યુનિવર્સિટીમાં તેમણે ૧૯૫૨થી ૧૯૫૬ સુધી પાલીભાષાના અધ્યાપક તરીકે કામ કર્યું. ૧૯૫૬માં તેમની લંડન યુનિવર્સિટીની સ્કૂલ ઑફ ઓરિયેન્ટલ એન્ડ આફ્રિકન સ્ટડીઝમાં પાલી અને બુદ્ધિસ્ટ સંસ્કૃત’ એ વિષયના ‘રીડર’–અધ્યાપક-તરીકે નિમણુંક થઈ અને ત્યાં તેએ આજ સુધી કામ કરી રહ્યા હતા. વચગાળે ૧૯૬૧ની સાલમાં તેમની યુનિવર્સિટીએ બર્મા, સીયામ, ઈન્ડોચાઈના, જાવા વગેરે બૌધદ્ધધર્મી દેશોમાં પ્રવર્તતું બૌદ્ધધર્મનું કેવું સ્વરૂપ છે તેને અભ્યાસ કરવા માટે તેમને ત્રણ કે ચાર મહિના માટે આ બાજુ મેકલેલા. ૧૯૫૬થી ૧૯૬૭ એમ આજ સુધી તેઓ પેાતાના કુટુંબ સાથે લંડનમાં રહેતા હતા. હવે તેમની યુનિવર્સિટી ઑફ મીચીગનની આન આર્ભર શાખામાં ભારતીય ભાષા અને સાહિત્યના અધ્યાપક તરીકે નિમણુક થઈ છે અને તે નવા કામ ઉપર જોડાવા પહેલાં મુળબીટ્રીમાં રહેતાં પોતાના વૃદ્ધ માતુશ્રીને મળવા માટે પંદર દિવસના ગાળે કાઢીને પોતાના કુટુંબ સાથે તેઓ ભારત ખાતે આવ્યા છે. પંદર દિવસ પહેલાં અહીં થઈને મુળબીદ્રી જતાં પહેલાં તેઓ મને મળ્યા અને તે વખતે સંઘના સભ્યોને તેમના લાભ મળે તે આશયથી તેમના વાર્તાલાપ તેઓ મુંબઈ પાછા ફરે ત્યારે ગાઠવવાનું નક્કી કરેલું તે મુજબ આજે તેઓ આપણી સમક્ષ ઉપસ્થિત થયા છે. અને આવતી કાલે રાત્રે તેઓ અહિંથી રવાના થવાના છે. તેમને સંઘ તરફથી હું હાર્દિક આવકાર આપું છું અને તેમની નવી જવાબદારીમાં પૂરી સફળતા ઈચ્છું છું.
“આપણા અનેક યુવાનો એક યા બીજા હેતુ માટે પરદેશ જાય છે અને વસે છે, પણ ભાઈ પદ્મનાભના આ પરદેશ નિવાસની વિશેષતા છે. તેઓ ત્યાં આપણી ભારતીય સંસ્કૃતિના એક પ્રતિનિધિ તરીકે જાય છે અને પોતાના વિષયના અધ્યાપન સાથે તેમણે ત્યાંની પ્રજાને આપણી ભારતીય સંસ્કૃતિ શું છે, તેની શું વિશેષતા છે તે સમજાવવાનું છે. આ જવાબદારી ઘણી મોટી છે અને ભાઈ પદ્મનાભને જે રીતે હું જાણતો આવ્યો છું તે રીતે તેઓ આવા મહાન કાર્ય માટે સંપૂર્ણ યોગ્યતા ધરાવે છે. તેમનામાં અસાધારણ બુદ્ધિપ્રતિભા છે; અભ્યાસશીલ તેમની પ્રકૃતિ છે; અને ભારત વિષે અને ભારતીય ધર્મચિન્તન વિષે તેમનામાં ઊંડી નિષ્ઠા છે.
પ્રબુદ્ધ જીવન
“આજે તેમણે શું બોલવું અને કઈ બાબત ચર્ચવી તે તેમના ઉપર હું છેાડું છું. તેમના અભ્યાસ, અનુભવ અને ચિન્તનમાંથી તેઓ જે કાંઈ કહેશે તેમાં આપણ સર્વને રસ પડશે જ એવી મારી ખાત્રી છે. તો તેમને પોતાનું વક્તવ્ય શરૂ કરવા હું વિનંતિ કરૂં છું.”
શ્રી પદ્મનાભ જૈનીએ પોતાના વક્તવ્યના પ્રારંભમાં જણાવ્યું કે “હું ૧૦-૧૧ વર્ષ સતત લંડનમાં રહ્યો; હવે અમેરિકા જઈ રહ્યો છું અને ત્યાં પણ બે પાંચ વર્ષ રહેવાનું બનશે. આ રીતે મારી માફક લાંબા સમય પરદેશ રહેનારના મનમાંથી હું જૈન છું, વૈષ્ણવ છું કે બ્રાહ્મણ છું તે બાબત ગૌણ બની જાય છે અને હું ભારતીય છું એ વિચાર પ્રધાન બની જાય છે અને ત્યાંના લોકો પણ અમને જૈન, હિંદુ કે મુસલમાન તરીકે નહિ પણ ભારતીય તરીકે - ઈન્ડીયન તરીકે જ ઓળખે છે. અને Indian way of life – ભારતીય જીવનપદ્ધતિ – વિષે ત્યાંના લોકો અમને પ્રશ્નો પૂછતા હોય છે અને અમારે જવાબ પણ આપવાના હોય છે. આનું એક પરિણામ એ આવે છે કે ભારતના ભિન્ન ભિન્ન ધર્મ અને સંપ્રદાયો વિષે અમારામાં એક પ્રકારનું તાટસ્થ્ય કેળવાય છે અને ધર્મો વિષેનું અમારું દર્શન વધારે સપ્રમાણ બને છે.”
આમ જણાવ્યા બાદ ત્યાંના લોકોને જૈન ધર્મનું હાર્દ સમજાવવામાં પોતે જે એક ખાસ મુશ્કેલી અનુભવે છે તે સમજાવતાં તેમણે
૯૧
એ મતલબનું.. જણાવ્યું કે “અન્ય ધર્મની સરખામણીમાં જૈન ધર્મ એ રીતે જુદો પડે છે કે અન્ય સર્વ ધર્મો ઈશ્વર અંગેની જે પરંપરાગત માન્યતા ધાવે છે તેનો સ્વીકાર કરીને ચાલે છે. તેમની માન્યતા મુજબ ઈશ્વર સર્વશકિતમાન છે, સૃષ્ટિના કર્તાહર્તા છે, કુદરતી કાનુનથી પર છે અને તે જીવ ઉપર કૃપા કરી શકે છે, grace દાખવી શકે છે અને તેની કૃપાથી જીવના મોક્ષ થાય છે, જયારે જૈન ધર્મ પરપરાગત માન્યતા મુજબના આવા ઈશ્વરનો ઈનકાર કરે છે અને આ અર્થમાં જૈન ધર્મ અનીશ્વરવાદી છે અને એમ છતાં, અન્ય આધિભૌતિક દર્શના ઈશ્વરને નથી માનતા તેમ આત્માને પણ નથી માનતા, જયારે જૈન ધર્મ આત્મતત્વને સ્વીકારે છે અને તેના મેાક્ષને પણ સ્વીકારે છે. તદુપરાંત આ મેક્ષપ્રાપ્તિ માટે તેણે પોતાએ જ ગુરુષાર્થ કરવાના છે,અને કોઈની પણ મદદ વિના, કૃપા વિના, grace વિના માનવી કેવળ પોતાના પુરુષાર્થ વડે માક્ષને પ્રાપ્ત કરી શકે છે. આવી વિચારસરણી ધરાવતેરે જૈન ધર્મ, જે પ્રજા−ઈશ્વરવિનાના ધર્મની કોઈ કલ્પના જ કરી શકતી નથી તેને સમજાવવા ગળે ઉતરાવવા અમને સ્કોલરને બહુ મુશ્કેલ પડે છે.”
ભાઈ પદ્મનાભે રજૂ કરેલા આ વિચારમાં કોઈક એવું સૂચન છે કે ઈશ્વરનો અસ્વીકાર અને માક્ષના તદાધારિત સ્વીકાર એ વિધાનમાં જૈન ધર્મની કાંઈક ઉણપ રહેલી છે અને કાંઈક વદતા– વ્યાઘાત જેવું છે—આવી છાપ કેટલાક શ્રોતાઓના મનમાં ઊભી થઈ. તે છાપને પ્રતિધ્વનિત કરતાં શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે એ મતલબનું જણાવ્યું કે “ઈશ્વર અંગેની પર પરાગત કલ્પના માત્ર જૈન ધર્મને અમાન્ય છે એમ નથી, પણ બૌદ્ધધર્મ પણ એમ જ માને છે અને વેદાન્ત અને સાંખ્ય દર્શન પણ આવા ઈશ્વરને સ્વીકારતું નથી અને બુદ્ધિપૂર્વક વિચાર કરનાર કોઈને પણ આવા ઈશ્વર માન્ય બની શકે નહિ અને આવા ઈશ્વરના અસ્વીકાર અને મોક્ષન સ્વીકાર એ બે વચ્ચે કોઈ પણ પ્રકારના વિરોધ વિચારવાની જરૂર છે જ નહિ.”
આ રીતે પરસ્પર ચર્ચાવાર્તાની જમાવટ થઈ અને ધ્રુઢ કલાક સુધી વિચારોની સુન્દર આપલે થઈ. સંઘના મંત્રીશ્રી સુબોધભાઈએ પદ્મનાભના આભાર માનતાં જણાવ્યું કે “આજની સભા આગળની સભાઓ કરતાં અનેાખી બની છે. આજે આપણને ભારે તાત્ત્વિક ચર્ચા સાંભળવા મળી અને હું માનું છું કે આજનું આપણું મીલન ઘણી રીતે સાર્થક થયું છે અને એ માટે આપણે આજના આપણા મહેમાન શ્રી પદ્મનાભ જૈનીના ઘણા ઋણી છીએ. શ્રી પરમાનંદભાઈએ જણાવ્યું કે “હું પણ મારા આનંદ એ જ રીતે વ્યકત કરું છું. વિશેષમાં ભાઈ પદ્મનાભે જણાવેલી મુશ્કેલી હું સમજી શકું છું. કેટલાંક વર્ષ પહેલાં વીલેપારલેની પ્યુપીલ્સ ઑન સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી. જહાંગીર વકીલ સાથે જૈન ધર્મને લગતી વાત નીકળતાં મે જણાવેલું કે આ સૃષ્ટિના કર્તાહર્તા નિયન્તા તરીકે જૈન ધર્મ કોઈ ઈશ્વરને સ્વીકારતા નથી. આ સાંભળતાં તેમણે જણાવ્યું કે ઈશ્વરની કલ્પના વિનાના કોઈ ધર્મને હું કલ્પી જ શકતો નથી અને એ રીતે અમારી ચર્ચા ત્યાંથી આગળ વધી ન શકી.
આ રીતે બૌદ્ધિક પ્રફ તાના અનુભવપૂર્વક સભા વિસર્જન
થઈ હતી.
પૂરક નોંધ : ઉપર આપેલી ચર્ચાના અનુસંધાનમાં કેટલાંક વર્ષો પહેલાં, જ્યારે વિનોબાજીની સૌરાષ્ટ્રમાં ભૂદાન યાત્રા ચાલતી હતી તે દરમ્યાન, તેમની સાથે શ્રી કેદારનાથજીએ ‘વિવેક અને સાધના પુસ્તકમાં ઈશ્વરતત્વની પ્રરૂપણા કરી છે અને જેને પુનર્ભવની ઉપાધિ વળગેલી છે એવા આત્મતત્ત્વના તેમણે અસ્વીકાર પ્રરૂપ્યો છે—તે વિષે થયેલી વાતચિત મને યાદ આવે છે. આવી માન્યતા ધરાવતા કેદારનાથજીને ‘નાસ્તિક-આસ્તિક’ અથવા તો ‘નાસ્તિક ઈશ્વરવાદી’કહેવાય એમ વિનેબાજીએ જણાવેલું. આપણી પરંપરા મુજબના આત્મતત્ત્વને તે સ્વીકારતા નથી તેથી નાસ્તિક અને ઈશ્વરને સ્વીકારે છે માટે આસ્તિક. આ રીતે જૈન માન્યતાને બે શબ્દમાં વર્ણવવી હોય તે જૈનાને ‘નાસ્તિક-આસ્તિક અથવા તો ‘નાસ્તિક-આત્મવાદી’ કહેવાય. ઈશ્વરને ન સ્વીકાર એટલે નાસ્તિક; અને પુનર્ભવપરાયણ આત્મતત્ત્વનો સ્વીકાર એટલે આસ્તિક,
પરમાનંદ