________________
4
૯૦
પ્રબુદ્ધ જીવન
પૂરવણી : સ્યાદ્વાદ એટલે શુ?
(શ્રી વસન્તલાલ કાન્તિલાલ ઈશ્વરલાલ રચિત ‘સાપેક્ષવાદ’માંથી સાભાર ઉદધૃત)
સ્યાદ્વાદના વ્યવહારૂ પ્રયોગ આપણૅ કરવા જ રહ્યો—ો સત્યની પ્રાપ્તિ કરવી હશે .
સ્યાદ્વાદના અર્થ એ છે કે જયાં જે દૃષ્ટિકોણથી સત્યને વધુ ને વધુ નજીક અનુભવાય ત્યાં તે દષ્ટિકોણ અથવા ત‘નય’ના સ્વીકાર કરવા, અને સ્વીકૃતિ સમયે પણ અન્ય સર્વ દષ્ટિકોણામાં પણ સત્ય વ્યાપ્ત છે તેના અનુભવ કરવા. સત્ય મારું નથી, તમારું નથી; અહીં નથી, ત્યાં નથી; સત્ય સાપેક્ષ છે મારું સત્ય જુદું છે, તમારું સત્ય જુદું છે, અહીંનું જુદું છે, ત્યાનું જુદું' છે. આમ કોઈ ચોક્કસ સ્વરૂપ સત્યનું નથી, કારણ, બધાં જ સત્યનાં સ્વરૂપ છે. સત્યમાં ન સમાય તેવું કશું જ નથી. સત્ય સર્વને વીંટળીને રહે છે.
સર્વ જીવામાં આત્મદ્રવ્યત્વ સમાન છે. સ્ત્રી - પુરુષ, જ્ઞાની— અજ્ઞાની, શ્રીમંત - ગરીબ, રોગી - નીરોગી, ઊંચ કે નીચ, કોઈ પણ જીવ લે, આત્મદ્રવ્યથી તે સમાન છે ને કર્મ – કૃતિ - વિવિધતા રૂપી પર્યાયથી ભિન્ન છે. સર્વ જીવાની અભેદતા આ દ્રવ્યાર્થિક નય ના ઉપયોગ લાવી દેશે તે સમયે પર્યાયર્થિક નય ગૌણ કરવા જોઈએ. આત્મદ્રવ્યની વિચારણામાં સમાનતાના અંશ શેાધી સર્વ જીવે પ્રત્યે અભેદભાવ લાવનાર દ્રવ્યાર્થિક નય જોઈએ, જયારે દ્રવ્યની વિચારણામાં શરીર, ધન, મિલકત, મકાન, પુત્ર સર્વ દૈવિક ભાવ કર્મોની કૃતિઓ છે એમ માનીને ત્યાં પર્યાયર્થિક નય. - દષ્ટિકોણ લાવવા જોઈએ. પર્યાયો તો બદલાયા કરે છે અને દ્રવ્ય નિત્ય રહે છે. અનંત પત્નીએ, અનંત પુત્ર, અનંત મકાનમાલિકો આવ્યાં ને ગયાં. રહ્યું સ્થિર ને શાશ્વત આ આત્મદ્રવ્ય—જે એક માત્ર બ્રૅનાર છે. ને જાણનાર છે. પર પદાર્થમાં પર્યાયાધિક નયનો ઉપયોગ અને ‘સ્વ’ પદાર્થમાં દ્રવ્યાર્થિક નયનો ઉપયોગ જરૂરી છે.
એવી જ રીતે કેટલાકો માત્ર પ્રારબ્ધની વાત કરે છે, તે કેટલાક વળી માત્ર પુરુષાર્થની. એકાંતિક દષ્ટિકોણ કયારેય સાચું નથી. ભૌતિક પદાર્થની બાબતામાં પ્રારબ્ધની વાત જરૂરી છે, અને આત્મિક પદાર્થની બાબતમાં પુરુષાર્થની વાત જરૂરી છે. જો આ બે દષ્ટિકોણોનો યથાર્થ ઉપયોગ નિહ આવડે તો પેલા પડીકીવાળા દર્દી જેવી સ્થિતિ થશે. એક દર્દીને પેટમાં દુખાવા ઉપડયો અને આંખમાંય દર્દ હતું. વૈદ્ય બે પડીકીઓ આપી. એક આંખ માટે, જે સુરમાની હતી અને બીજી પેટ માટે, જેમાં મરી મસાલાનો ભૂકો હતા. દર્દીઓ એક માટી ભૂલ કરી. પેટની પડકી આંખમાં નાખી અને આંખની પેટમાં. પરિણામે વૈદ્યને ગાળો દેવા માંડયો. દરેક વસ્તુના યોગ્ય ઉપયોગ યોગ્ય સમયે અને યોગ્ય સ્થળે જરૂરી છે. સ્યાદ્વાદ આપણને આમ જ વસ્તુ અને તેના પ્રત્યેના દષ્ટિકોણની યથાર્થ ઉપયોગિતા સમજાવે છે. યથાર્થ દષ્ટિબિંદુની પસંદગીનું પણ ગણિત છે અને એવી પસંદગી પછી પણ બીજા અન્ય દષ્ટિબિંદુ પ્રત્યે જોવાનું રહે છે. આ છે સત્યનું અતૂટ અને અખૂટ બહુમાન. એક નય ના સ્વીકાર વખતે બીજા નય ના નિષેધ થાય તે તે નય નથી પણ દુર્નય છે અને સત્ય ત્યાં કુંઠિત થાય છે. સાપેક્ષવાદનાં બે સ્વરૂપે નયવાદ અને સપ્ત- . ભંગીવાદ આ વસ્તુ જ ખાસ શીખવે છે.
શંકરાચાયૅ અદ્ભુ તવાદના પ્રચાર કર્યો.. રામાનુજે અદ્વૈતાદ્વૈત અને વલ્લભાચાર્યે વિશિષ્ટતૢ તના પ્રચાર કર્યો. રામાનુજ અને વલ્લભાચાર્યે દ્વૈતવાદ અને અદ્વૈતવાદ વચ્ચે સમાધાન કરવા સાપેક્ષવાદને! જ પ્રયોગ કર્યો.
ભગવાન બુદ્ધે પણ પોતે ક્રિયાવાદી છે કે અક્રિયાવાદી તે બતાવવા સાપેક્ષવાદનો જ પ્રયોગ કર્યો છે.
જયંતી શ્રાવિકાએ ભગવાન મહાવીરને પ્રશ્ન પૂછયા તેના પ્રત્યેક જવાબમાં ‘શીખં’ શબ્દનો પ્રયોગ ભગવાને કર્યો, જેને અર્થ કર્યાં ચિત્ અથવા તે સ્માત થાય છે.
તા.
૧-૯-૬૭
જયંતીએ પૂછ્યું: “હે ભગવાન! એક જીવ મૃત્યુ પામી ભવાંતરે જાય છે ત્યારે તે શરીરી કે અશરીરી ?” અને ભગવાન મહાવીરે ઉત્તર આપ્યો : “તેઓ શરીરી પણ છે અને અશરીરી પણ. તેજસ અને કાર્પણ શરીર ભવાંતરમાં પણ સાથે જતું હોવાથી તેઓ તે બે શરીરની અપેક્ષાએ સશરીરી છે અને ઔદારિકાદિ ત્રણ શરીર ત્યાં હેાતાં નથી તેથી તે શરીરની અપેક્ષાએ અશરીરી છે.”
એવા જ બીજો એક પ્રશ્ન જયંતી પૂછે છે: “હે ભગવાન! જીવા જાગતા સારા કે ઊંઘતા ?' અને ભગવાન ઉત્તર આપે છે કે “જીવા કેટલાક જાગતા સારા અને કેટલાક ઊંઘતા, પ્રમાદવશ અને વિષયી જીવા ઊંઘતા સારા અને જ્ઞાની અને ઉદ્યમી જીવા જાગતા સારા.”
અજ્ઞાન ને જ્ઞાન વચ્ચે, મિથ્યા જ્ઞાન ને સમ્યક જ્ઞાન વચ્ચે આ જ એક મોટો તફાવત છે. અજ્ઞાન ને મિથ્યાત્વમાં ચર્—ગામ જ– છે, જે સંકુચિત ને જડ એકાંતિક દષ્ટિબિંદુ ધરાવે છે, જે વિરાટ સત્યાનુભૂતિને માત્ર નિર્જીવ ચોકઠામાં જકડી રાખવા પ્રયત્ન કરે છે; જ્યારે સમ્યક જ્ઞાનમાં અવિ— પણ - શબ્દપ્રયોગ છે. શાસ્ત્રના વાકયેવાકયમાં સ્યાત શબ્દનો અપ્રગટ પ્રયોગ છે. સત્ય આ દ્રવ્યક્ષેત્રકાળભાવાદિની અપેક્ષાએ આમ છે અને પરદ્રવ્યક્ષેત્રકાળભાવા દિની અપેક્ષાએ આમ પણ છે. સત્ય અહીં છે તેથી હું એમ નથી માનતો કે સત્ય ત્યાં નથી. સત્ય અહીં પણ છે અને સત્ય ત્યાં પણ છે. માત્ર મારી મર્યાદિત મનૅશકિતથી અનંત સ્થાનમાં સર્વ બાજુએ વ્યાપ્ત સત્યને એક સાથે હું સ્પષ્ટતાથી અનુભવતા નથી. પણ તેનો અર્થ એ નથી કે સત્ય મારી મુઠ્ઠીમાં સમાય તેટલું નાનું જ છે. સત્ય વિરાટ છે, પ્રચંડ છે, અનંતતાને આવાસ છે. મર્યાદક્ષેત્રને આવરતું કોઈ બેહદ નિ:સીમ તત્ત્વ છે. આ પ્રતીતિ સાપેક્ષ વાદને વ્યવહારુ પ્રયોગ અચૂક લાવી દે છે. આથી જ સ્યાદવાદનું ક્ષેત્ર અર્માદિત છે. સાપેક્ષવાદનું શરણ લીધા વિના સત્યનું દર્શન અને સત્યના અનુભવ શક્ય નથી.
વસન્તલાલ કાન્તિલાલ ઈશ્વરલાલ
ડૅા. પદ્મનાભ જેનીના વાર્તાલાપ
ગસ્ટ માસની ૨૨મી તારીખ મંગળવારના રોજ શ્રી મુંબઈ જૈન યુવક સંઘના કાર્યાલયમાં ડો. પદ્મનાભ જૈનીના વાર્તાલાપયેાજવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત થયેલાં ભાઈ–બહેન! સમક્ષ ડા. પદ્મનાભ જૈનીનો પરિચય કરાવતાં સંઘના ઉપપ્રમુખ શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયાએ જણાવ્યું કે, “ડા. પદ્મનાભ જૈની સાથે મારો અંગત સંબંધ વર્ષોજૂના છે અને એ રીતે શ્રી મુંબઈ જૈન યુવક સંઘની પ્રવૃત્તિઓ સાથે પણ તેમના ઘણા સમયથી સંપર્ક રહ્યો છે. કેટલાંક વર્ષ પહેલાં સંઘની પર્યુષણ વ્યાખ્યાનમાળામાં તેમણે એક વ્યાખ્યાન આપેલું. પ્રબુદ્ધ જીવનમાં લાંબા લાંબા ગાળે પણ તેમનાં છૂટાછવાયાં લખાણેા પ્રગટ થઈ ચૂકયા છે. પાંચ વર્ષના પરદેશનિવાસ બાદ તેઓ થોડા સમય માટે આ બાજુ આવેલા ત્યારે સંઘના કાર્યાલયમાં તેમનું પ્રવચન યોજવામાં આવેલું. આમ છતાં પણ આજે ઉપસ્થિત થયેલાં ભાઈ બહેનોમાંના ઘણાં એવા છે કે જેઓ તેમના વિષે કશું જાણતા નથી અથવા જાણે છે તે બહુ ઓછું જાણે છે. તો આજે જયારે તેમની ઉપસ્થિતિ થઈ છે ત્યારે તેમની આજ સુધીની જીવનકારકિર્દીની મુખ્ય મુખ્ય વિગતો અહીં રજૂ કરું તો અસ્થાને નહિ લેખાય.
તેમના જન્મ દક્ષિણ કેનેરામાં આવેલા મુળબીટ્રીમાં વાતા દિગંબર જૈન કુટુંબમાં ૧૯૨૩ની સાલમાં થયેલા. તેમનું શરૂઆતનું શિક્ષણ કર'જામાં આવેલા જૈન ગુરૂકુલમાં થયું, કાલેજનો અભ્યાસ તેમણે નાસિકની કોલેજમાં કર્યો અને સંસ્કૃત તથા પ્રાકૃત લઈને તેઓ બી.એ. થયા, ત્યારબાદ તેઓ વિશેષ અભ્યાસ માટે અમદાવાદ આવ્યા અને પં. સુખલાલજીના માર્ગદર્શન નીચે સંસ્કૃત અને પ્રાકૃત લઈને