________________
તા. ૧-૯-૬૭
પ્રબુદ્ધ જીવન
પણ દરેક અલગ પ્રકાશ રૂપ હોવા છતાં પરસ્પરમાં ભળી જાય છે અને તે સિદ્ધ શિલાના નામે ઓળખાતા સ્થાનમાં વાસ કરે છે.
મેક્ષને માર્ગ સમ્યક જ્ઞાન, સમ્યક્ દર્શન, અને સમ્યક્ ચારિત્રય–આ ત્રણ ગુણ મેક્ષપ્રાપ્તિના પાયા છે. આ ત્રણે ગુણને તેની ઉત્કૃષ્ટ મહત્તાના કારણે શાસ્ત્રમાં તેને “ત્રિરત્ન” કહીને વર્ણવ્યા છે. સમયક્ દર્શન – વસ્તુને તેના મૂળ સ્વરૂપે સમજવી. અજ્ઞાનને વશ થઈને માણસ ખોટાને સાચું અને સાચાને ખોટું માને છે. જ્યારે માનવી સત્યને અસત્યથી જુદું તારવી કાઢી શકે ત્યારે કહી શકાય કે તેનું ગમન મેક્ષમાર્ગ તરફ છે. કેમકે ત્યારે શું ત્યાજ્ય છે અને શું ગ્રાહ્ય છે, શું જાણવા યોગ્ય છે અને શું આચરવા યોગ્ય છે તે તે સાચી રીતે સમજી શકે છે. તે સમ્યકદર્શનની દશા છે.
હરેક આત્મામાં અમુક અંશે જ્ઞાન રહેલું છે તે ખરૂં, પણ જે જાણવાની સમ્યગ્દષ્ટિ ન હોય તે તેને સમ્યક જ્ઞાન છે એમ કહી શકાશે નહિં. સમ્યક દર્શન વિનાનું તેનું જ્ઞાન અપૂર્ણ છે. આ અજ્ઞાન કે મિથ્યાજ્ઞાન છે. કારણકે સમ્યક દર્શન વિના જીવ વસ્તુને તેના શુદ્ધસ્વરૂપે સમજી શકતો નથી. એટલે તેનું જ્ઞાન તે સમ્યક્ જ્ઞાન કહી શકાય નહિ.
જ્ઞાન પાંચ પ્રકારે છે : મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ અને કેવળ. ઇંદ્રિય અને મનદ્વારા જે જ્ઞાન થાય તે મતિજ્ઞાન. સાંભળવાથી કે વાંચનથી જે જ્ઞાન થાય, signs, symbols and words-સંજ્ઞાઓ, પ્રતીકો તથા શબ્દો દ્વારા જે જ્ઞાન થાય તે શ્રુતજ્ઞાન. જો કે શ્રુતજ્ઞાન પણ ઇંદ્રિ ચાને મન દ્વારા જ પ્રાપ્ત થાય છે. મતિ ન હોય તે શ્રુતજ્ઞાન થાય પણ નહિ. આમ છતાં શ્રુતજ્ઞાન મતિજ્ઞાન કરતાં કંઈક વિશેષ છે. કેમકે શ્રુતને શબ્દો અને તેના અર્થો સાથે વિશિષ્ટ સંબંધ છે. જ્ઞાની અને ગુરુ દ્વારા અથવા શાસ્ત્રવાંચનથી જે જ્ઞાન પ્રાપ્ત થાય તે શ્રુતજ્ઞાન છે. અમુક સમય અને અમુક સ્થળ સુધી ઇંદ્રિય અને મનની સહાય વિના દશ્ય પદાર્થોને જાણવા તે અવધિજ્ઞાન. તે એક પ્રકારનું આત્મિકશાન અથવા ઈંદ્રિયાતીત જ્ઞાન છે. જેને આ જ્ઞાન પ્રાપ્ત થયું હોય તે આંખ મીંચીને પણ અમુક હદ સુધીના દશ્ય પદાર્થો જોઈ શકે છે. મન:પર્યવજ્ઞાની અમુક કાળ અને સ્થળની મર્યાદામાં રહેલા જીવોના મનના ભાવને જાણી શકે છે. આ બે જ્ઞાન એક જાતનું અભિજ્ઞાન છે. મન અને ઇંદ્રિયની મદદ વિના અખંડપણે લેકાલેકનું, રૂપી–અરૂપી સર્વ દ્રવ્યનું તથા સર્વ જીવાજીવનું અને તેના ભૂત, તેના ભવિષ્ય અને વર્તમાન ત્રણે કાળના સર્વ પર્યાનું જ્ઞાન થવું તે કેવળજ્ઞાન. આ સર્વોત્કૃષ્ટ આત્મજ્ઞાન છે. કેવળ જ્ઞાન જીવને મૂળ સ્વભાવ છે અને જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય અને અંતરાય એ ચાર ઘાતી કર્મોને ક્ષય થાય છે ત્યારે જીવનું આ કેવળજ્ઞાન સ્વરૂપ પ્રગટ થાય છે. આ જ્ઞાન પ્રાપ્ત થયા પછી આયુક્ષયે એ જીવ મેક્ષગામી થવાનું છે એ નિશ્ચિત થાય છે. તીર્થકર આ પ્રકારના સર્વ જીવાજીવના ભાવને જાણનારા જ્ઞાની છે.
તપ, ત્યાગ, સંયમ અને શીલને જીવનમાં આચરણમાં ઉતારવા તે ચારિત્ર્ય છે. સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ પછી આ ગુણને આચરણમાં ઉતારવાના પ્રયત્ન કરવાથી સમ્યક ચારિત્ર્ય પ્રાપ્ત થાય છે. પાંચ મહાવ્રત, દશ યતિધર્મ, અને સત્તાર પ્રકારે સંયમ એ સાધુને આચાર ગણાય છે અને બાર પ્રકારના વ્રત એ શ્રાવકને આચાર ગણાય છે. એટલે ચારિત્ર્ય બે પ્રકારનું કહેવાય છે. સર્વવિરતી અને દેશવિરતી. સાધુઓનો સંપૂર્ણ ત્યાગ તે સર્વવિરતી અને શ્રાવકને આંશિક ત્યાગ તે દેશવિરતી.
હિંસા, અસત્ય, ચેરી, મૈથુન અને પરિગ્રહને ત્યાગ એ પાંચ, પાંચે ઈંદ્રિના વિષયોની મમતાને ત્યાગ એ પાંચ, ક્રોધ, માન,
માયા, અને લાભ એ ચાર કષાયોને ત્યાગ તથા મન, વચન અને કાયાના યોગને સંયમમાં રાખવા એમ સત્તર પ્રકારે સવિરતી ચારિત્ર્ય છે. જે જીવાત્મા સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનપૂર્વક સમ્યક્ ચારિત્ર્ય પાળે છે તે જીવ અવશ્ય મોક્ષગામી થાય છે.
સમ્યક્ દર્શન, સમ્યકજ્ઞાન અને સમ્યક ચારિત્ર્ય એ દરેક ઉત્તરોત્તર એકબીજાના આશ્રયી છે. રામ્યક દર્શન વિના સમ્યક જ્ઞાન સંભવી શકતું નથી. અને સમ્યક્ જ્ઞાન વિના સમ્યક ચારિત્ર સંભવી શકતું નથી. આ ત્રિરત્નમાંથી કોઈ એક કે બે રત્નની પ્રાપ્તિથી મેક્ષ મેળવી શકાતું નથી. કોઈ જીવ સમ્યક્ દર્શન અને સમ્યફ જ્ઞાન પામ્યા હોય, એમ છતાં પણ, સમ્યક ચારિત્ર્ય આચરી તેને આચરણમાં ન મૂકે ત્યાં સુધી તે નિષ્ફળ થાય છે. જૈન ધર્મમાં આચારની પવિત્રતા ઉપર ખૂબ ભાર મૂકવામાં આવ્યું છે, કેમકે વર્ણ, ગંધ, રસ, શબ્દ અને સ્પર્શ રૂપ ઇંદ્રિના વિષય ઉપરથી આસકિત છૂટવી. ખૂબ મુશ્કેલ છે. જ્યાં સુધી અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ પાંચ મહાવ્રતોને કડકપણે જીવનમાં ન ઉતારાય ત્યાં સુધી સમ્યક્ ચારિત્રય પામવું અશકય છે. જૈન ધર્મમાં આ સમ્યક ચારિત્ર્ય જીવનમાં ઉતારવું એ સાધુનું ધ્યેય માન્યું છે અને એ ધ્યેયની સિદ્ધિ માટે મુખ્ય સાધન અહિંસા છે.
આ ધ્યેયને લક્ષમાં રાખીને સાધુના બધા આચારો ઘડાયા છે. સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહપણું પામ્યા વિના અહિંસા પાળવી અશકય છે. એટલા માટે આ ચારને પણ મહાવ્રતમાં ગણ્યા છે. મન અને ઇંદ્રિયોને સંયમમાં ન રાખે તે અહિંસા પાળી શકે નહિ. બીજી બાજથી જો તપ ત્યાગ વગેરે ન આચરે તે આ મન અને ઇંદ્રિયોને સંયમમાં રાખવા મુશ્કેલ બને છે. આટલા માટે અહિંસા, સંયમ અને તપને શાસ્ત્રોમાં ધર્મનું હાર્દ લેખવામાં આવેલ છે. નાનામાં નાના જીવને પણ દુ:ખ ન થાય કે તેની હત્યા ન થાય તે માટે સાધુને ક્ષણેક્ષણ જાગૃત રહેવા માટે આદેશ આપવામાં આવ્યો છે. અને એ જાગૃતિ સતત ચાલું રહે તે માટે ઉપરના પાંચ મહાવ્રત પાળવા આવશ્યક છે. સાધુને મરણાંત કષ્ટ આવે છે તે પણ તેણે દ્રઢતાપૂર્વક, સમભાવપણે અને દૌર્યપૂર્વક સહન કરવાનું છે. એવા સમયે પણ કષ્ટ આપનાર ઉપર મનથી પણ તે ક્રોધ કરતા નથી કે સામો બદલો લેવાનું મનથી પણ વિચારતા નથી.
શ્રાવકના જે વ્રત કહ્યા છે તેની એવી રીતે ગોઠવણી કરવામાં આવી છે, કે જેથી શ્રાવક તૃષ્ણાને જીતી શકે અને ઉત્તમ પ્રકારનું જીવન જીવી શકે, ધનપ્રાપ્તિ અર્થે કે પોતાની, કુટુંબની કે દેશની રક્ષા અર્થે કે માનવતાની રક્ષા અર્થે તેને હથિયાર ઉપાડવા પડે તે પણ તેમાં તેને સંયમ રાખવાનું શીખવાય છે, જેથી કરીને એક તરફથી કોઈ તેના ઉપર હુમલો કરે કે નુકસાન કરે તે પિતાને બચાવ કરતાં નિÖસપણું ન કરે કેનિર્દયતા ન વાપરે અને બીજી બાજુથી એ બધા ઉપરને મેહ ઓછા કરતાં શીખે, અને એ રીતે સાધુ થવા માટેની
ગ્યતા કેળવે, જે વ્રતો યોજવામાં આવ્યા છે તેને ઊંડાણથી અભ્યાસ કરીએ તે સમજાય છે કે પરિગ્રહની અને ભોગપભોગની અમુક મર્યાદા નક્કી કરવાથી ધનના સંગ્રહની લાલચમાંથી માણસ બચે છે. ધનનું જે પરિમાણ રાખ્યું હોય તેનાથી વધારે થાય છે તે બધું જાતભાઈઓ માટે વાપરી નાખવું એવી આજ્ઞા કરવામાં આવી છે. અને જે તે સાચો ઉપાસક હશે તો તે ખોટે માગે તે ધન વાપરશે જ નહિ. આમ જીવનમાં તૃણાની મર્યાદા બાંધવાથી સમાજને ઘણે ફાયદો થાય અને બધાંને જીવનવ્યવહાર સરળતાપૂર્વક ચલાવવામાં સહાયક બને. જો આ સિદ્ધાંતને નવેસરથી તેના પૂર્ણ અર્થમાં જીવનમાં ઉતારાય તે મૃત્યુ, વિનાશ અને રકતપાત - બધું બંધ થાય, અને વ્યકિત સમાજ, અને રાજય બધામાં શાંતિ સ્થપાય. અનુવાદક:
મૂળ અંગ્રેજી: શ્રી મેનાબહેન નરોત્તમદાસ * શ્રી ગણેશ લાલવાણી