________________
ઠંડ
પ્રભુ
આકાશ, પુદ્ગલ અને કાળ, આ પાંચ તત્ત્વો જીવતત્ત્વની જેમ મૂળ દ્રવ્યો છે. ધર્મ એ ગતિસહાયક છે. જો આ તત્ત્વ ન હોય તો જીવ કે જીવનું ગમનાગમન થઈ શકે નહિં. આ ધર્મતત્ત્વ અરૂપી, વર્ણ, ગંધ, રસ, અને સ્પર્શરહિત સકલ લેકવ્યાપી છે. જ્યાં જીવ અને અજીવ તત્ત્વનું અસ્તિત્વ છે તે લેાક. આ લાકથી પર અલાક છે કે જ્યાં જીવાજીવની ગતિ નથી, પણ માત્ર અવકાશ છે.
અધર્મ એ સ્થિર થવામાં સહાયક છે. જીવ અને ખુદ્દગલ સ્થિર થવા ઈચ્છે ત્યારે તેને અધર્મ સહાયક થાય છે. અધર્મ પણ રૂપી, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ રહિત અને લેકવ્યાપી છે.
આકાશ એટલે અવકાશ, ખાલી જગ્યા. જીવ અને જીવને રહેવાને, હરવા ફરવાને તે સ્થાન આપે છે. અવકાશ પણ અરૂપી, વર્ણ—ગંધ-રસ—સ્પર્શ રહિત છે, અને તે લેાક અને અલાકમાં વ્યાપ્ત છે.
પુદ્ગલ. આણુના સમૂહને પુદ્ગલ કહે છે. પરમાણુ તિ સુક્ષ્માતિસુક્ષ્મ અણુ છે કે જેનાથી આ સૃષ્ટિ રચાઈ છે. આ પરમાણુ અનંતા છે. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ શબ્દ એ તેના ગુણ છે. જો કે આપણી બાહ્ય ઈન્દ્રિયા વડે પરમાણુને જોઈ શકાતા નથી, પણ તેમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને શબ્દ બધું છે.
કાળ એ કેટલાકને મતે માત્ર કાલ્પનિક અથવા ઐપચારિક
વસ્તુ છે. વસ્તુસ્વરૂપે કાળ જેવા કોઈ પદાર્થ નથી. જીવ અને પુદ્ગલની ગતિ અને પરિવર્તનથી કાળની ગણના થાય છે. સૌથી નાનામાં નાના કાળના ભાગને સમય કહે છે. અને આ સમયના સમૂહને પછી પળ, વિપળ, માસ, વરસ એવાં નામ આપવામાં આવ્યાં છે. બીજા કેટલાકને મતે કાળ જેવું કોઈ તત્ત્વ અસ્તિત્ત્વ ધરાવે છે અને અનંતાકાળ પરમાણુઓના સમૂહ રૂપ તે પદાર્થરૂપે છે, અને તે જીવ અને પુદ્ગલમાં પરિવર્તન આણવાન ભાગ ભજવે છે. તે પણ અરૂપી અને વર્ણ, ગંધ, રસ, સ્પર્શ રહિત છે.
૩. આાષ્ટ્રવતત્ત્વ. આત્મા જે શુભ કે અશુભ કર્મબંધનોથી બંધાય છે તે કર્મોના સતત પ્રવાહ વહેતા રહેવાના જે નિમિત્તે તે આવ. અથવા તો ઈન્દ્રિયોના વિષયો તરફ જીવનું જે ખેંચાવું તે શાાવ. મિથ્યાત્વ, અવિરતી, કષાય, પ્રમાદ અને યોગ એ કર્મબંધનના પાંચ કારણે છે. એ જ આમ્રવતત્ત્વ. હિંસા, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહ એ પાંચ પણ કર્મબંધનના કારણ હાવાથી તેને પણ આસ્રવ કહી શકાય.
૪. બંધતત્ત્વ. કર્મપુદ્ગલાનું આત્મા સાથે જોડાવું બંધાવું– તે બંધ, કર્મ-પુદ્ગલ એટલે એવા પ્રકારના પરમાણુઓ કે જે મન, વચન અને કાયા દ્વારા થતી ક્રિયાથી અજ્ઞાતપણે આત્મા તરફ ખેંચાઈ આવે છે, એ ખેંચાણના પ્રતિઘાત રૂપે તે આત્મા સાથે જોડાઈ જાય છે અને જીવના જ્ઞાન સ્વરૂપ ઉપર તેનું આવરણ આવી જાય છે. જીવ પેાતાના સ્વરૂપે નિર્મળ, પારદર્શી, જ્ઞાનસ્વરૂપ અને અરૂપી છે, એટલે આવું ચેતનતત્ત્વ જડ અને રૂપી એવા કર્મ પુદગલાથી બંધાઈ જાય એ તર્કદ્રષ્ટિએ બંધબેસતું નથી. પણ અનાદિ કાળથી જીવ કર્મ પુદગલાથી બંધાએલા છે. જૈન તત્ત્વજ્ઞાનમાં આા બંધાએલા કર્મ પુદ્ગલાને કાર્પણ શરીર એવું નામ આપ્યું છે. આમ અનાદિ કાળથી કાર્મણ શરીરથી બંધાયેલા જીવને અનેક પ્રકારના આવેગા આઘાત-પ્રત્યાઘાત ઉદ્ભવે છે, તેના લીધે નવાં કર્મ પુદ્ગલેં। સતત આવ્યા કરે છે, અને આ રીતે જીવ સુખ–દુ:ખને અનુભવતા જન્મમરણના ચક્કરમાં ભસ્યા કરે છે.
જીવને ચોંટતા આ કર્મ પુદગલાને બંધ ચાર પ્રકારે થાય છે. પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, અનુભાવબંધ, અને પ્રદેશબંધ. આ કર્મપુદ્ગલેના બંધાવાથી જીવના મૂળ ગુણા દબાઈ જાય છે. આવા કર્મ પુદ્ગલાનું બંધાવું તેને પ્રકૃતિ ધ કહે છે. જીવનાં જે જે ગુણા આ કર્મોથી અવરાઈ જાય તે પ્રમાણે આ પ્રકૃતિબંધના આઠ વિભાગ છે, જેનાથી જીવના અનંત ગુણ વરાઈ જાય તે જ્ઞાનાવરણીય કર્મ. જેનાથી અનંત દર્શનગુણ ઢંકાઈ જાય તે દર્શનાવરણીય કર્મ, જેનાથી જીવનું આનંદમયપણું વરાઈ જાય તે વેદનીય કર્મ, જેના લીધે જીવ મિથ્યા દ્રષ્ટિમાં પ્રવર્તે તે મેાહનીય કર્મ. જેનાથી એક ગતિમાંથી બીજી ગતિમાં જવાનું થાય તે આયુકર્મ. શરીરની આકૃતિરૂપ રંગ
જીવન
તા. ૧-૯-૬૭
ગેવરેની રચના કરે અને જેથી ઉચ્ચપણું કે નીચપશું પમાય તે ગોત્રકર્મ. દાન દેવામાં, વસ્તુની પ્રાપ્તિાં, ભાગ અને ઉપભાગમાં તેમજ શકિતમાં નંતરાય કરે તે અંતરાયકર્મ,
કર્મવર્ગણાઓ ચેટે તે જ વખતે તે કેટલા સમય સુધી વળગેલી રહેશે તે સમય પણ નક્કી થય તે સ્થિતિબંધ. એ કર્મપુદ્ગવે.નું પરિણામ અત્યંત તીવ્રતાથી ભેગવવું પડશે કે મંદતાથી તેનો નિર્ણય પણ તે જ વખતે થાય તે રસબંધ અથવા અનુભાવબંધ. જીવના પરિણામ પ્રમાણે કર્મ પરમણુ ને જણ્યે જે એછવા પ્રમાણમાં જીવ સાથે જોડાય તે પ્રદેશબંધ.
૫. પુણ્યતત્ત્વ. મન, વચન અને કાયની શુભ પ્રવૃત્તિથી જે કર્મપુદગલો ખેંચાઈ આવે—બંધાય કે જેના લીધે જીવ સુખપૂર્વક રહી શકે તે પુણ્યતત્વ. અન્ન, પાણી, વસ્ત્ર, પાત્ર, ડ્રાયસ્થાન વગેરેનું દાન કરવાથી, શુભ વિચરણા કરવાથી અને ગુરુને આદર કરવાથી પુણ્ય બંધાય છે. તેના લીધે નિરોગી શરીર, સૌન્દર્ય, સંપત્તિ, કીતિ વગેરે આ સંસારમાં મળે છે.
O
૬.પાપતત્ત્વ ગુણ્યતત્ત્વથી ઉલટું તે ૫૫. મન, વચન અને કાય!ની અશુભ પ્રવૃત્તિથી જે કર્મ પુદગલા ખેંચાઈ આવે, અને તેન! લીધે જીવને દુ:ખ ભેગવવું પડે તે પાપતત્ત્વ. હિંસા, ચારી, અસત્ય, અબ્રહ્મચર્ય, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, અને લાભ દ્વારા પાપકર્મો બંધાય છે. આવાં અશુભ કર્મોથી બંધાયેલા આત્મા મુકત થઈ શક નથી. અને તે જન્મમરણના ફેરા કરતે નવાં કર્માને ઉપાર્જન કરતા હંસારમાં ભમ્યા કરે છે. રોગ, કુરૂપ, નીચી ગતિમાં જન્મ અથવા નકરગતિ એ આ કર્મોનું પરિણામ છે. પુષ્પ અને પાપ એ એક રીતે સ્ત્રવતત્ત્વના જ પ્રકારો છે, તેથી કેટલાક ચિંતકો એ બંને જુદાં તત્વા નથી ગણતા. આ રીતે વિચારતાં તેમના મતે નવના બદલે સાત તત્ત્વા થાય.
૭, વર તત્ત્વ. એવી પ્રક્રિયા કે જેનાથી નવા આવતા કર્મો રોકાય તે સંવર. તે આાવથી ઉલટું તત્ત્વ છે. મન, વચન અને કાયાના ત્રણે યોગથી શુભ ધ્યાનમાં રહેવું, તૃષ્ણાને જીતવી, સત્ય અને પવિત્ર આચરણ કરવું, ક્ષમા. દયા રાખવી, પાપ કર્યોથી દૂર રહેવું, સંસા રની અનિત્યતાના વિચાર કરવા વગેરે શુભ આચરણથી સાંવર થાય છે.
૮. નિર્જરા તત્વ. જે કર્મો બંધાયા છે તેને ખેરવી નાખવા તે નિર્જરા, બંધાયેલાં કર્મો ભેગવાઈ જાય. એટલે આપે આપ ખરી જાય છે. પણ તે ભાગવવાને યોગ્ય પરિપકવ ન થાય ત્યાં સુધીમાં પાછા નવાં કર્મો પણ બંધાતા જાય છે, એટલે કર્મોથી સર્વથા મુકત થવું. એ જીવનૅ માટે મુશ્કેલ કાર્ય છે. એટલે મેક્ષાર્થી ગે કર્યો પરિપકવ થઈને ભાગવાય ત્યાર પહેલાં જ તેને ખેરવી નાખવાના પ્રયત્ન કરવા જોઈએ. આવા પ્રયત્નો કરવા તે નિર્જરા. તપ કરવાથી નિર્જરા થય છે. તપ બે પ્રકારના છે: બાહ્ય અને અભ્યન્તર. છ પ્રકારના બાહ્ય તપ આ પ્રમાણે છે. (૧) અણસણ. દરેક પ્રકારના આહારને સંપૂર્ણ ત્યાગ. . (૨) અલ્પાહાર. ભૂખ હોય તેના કરતાં ઓછે. આહાર લેવા. (૩) વૃત્તિ.સૉપ. થોડી પણ વસ્તુઓ વાપરી તૃપ્તિ અનુભવી તે. (૪) રસત્યાગ. સ્વદિષ્ટ વસ્તુએ અથવા માદક પદાર્થ ખવાનો ત્યાગ. (૫) કાય કલેશ શરીરથી કષ્ટ સહન કરવું. (૬) સઁધીનતા. શરીરના અંગે.પાંગે સંકે.ચીને એક ઠેકાણે સ્થિર બેસવું અને ઈન્દ્રિયના વિષયો ભગવવાનો પણ સંકેચ કરવે. ભ્યન્તર તપ છ પ્રકારે આ પ્રમાણે છે. (૧) પ્રાયશ્ચિત. ભૂલ થઈ હોય તેને પશ્ચાતાપ કરી આલોષણા લેવી. (૨) વિનય. ગુરુ અને વડીલા પ્રત્યે આદરભાવ રાખવો. (૩) વૈયાવૃત્ય. માંદા અને જરૂરિયાતવાળાની નિ:સ્વાર્થપણે સેવા કરવી. (૪) સ્વાધ્યાય. અભ્યાસ કર્યો હોય તેનું ફરીને ચિંતન કરવું. (૫) વ્યુત્સર્ગ. શરીર ઉપરની ચગતા છોડવી (૬) ધ્યાન, આત્મચિંતન કરતાં એકાગ્રપણે ધ્યાનમાં બેસવું.
૯. મેાતત્ત્વ, સર્વ કર્મોના ક્ષય થવાથી આત્માનું સંપૂર્ણપણે મુકત થવું તે મેાક્ષ. મુકતાત્મા થવાથી જીવ પેાતાના મૂળ સ્વરૂપમાં આવે છે, અનંત જ્ઞાન, અનન્ત દર્શન, અનન્ત આનંદ અને અનન્ત શકિત પ્રાપ્ત કરે છે અને ચૌદ રાજલેકના શિરે પહોંચે છે. આરોહણ કરે છે અને શાશ્વત સ્થિતિ પ્રાપ્ત કરી પરમ સુખ અનુભવે છે. ફરીથી તેને જન્મમરણ પામવાપણું રહેતું નથી. આ જે મુકત દશા તે નિર્વાણ કહેવાય છે. જેમ એક ઘરમાં દીવા મૂકવામાં આવે અને તેના પ્રકાશ આખા ઘરમાં ફેલાય છે અને ત્યાં બીજા પાંચ પચીસ દીવા મૂકવામાં આવે તે તે દીવાઓના પ્રકાશ પણ પહેલા મૂકેલા દીવાના પ્રકાશમાં ભળી જાય છે, તે પ્રમાણે મુકતાત્માઓ