________________
તા. ૧૬-૧૧૭
ભુવન
બિહારમાં દુષ્કાળ ગ્રસ્ત વિસ્તારના પ્રવાસ
(આ વર્ષે બિહારમાં ભીષણ દુષ્કાળના ઓળા પથરાઈ ગયા છે. બિહારની લગભગ સાડા ત્રણ કરોડની જનતા દુષ્કાળના સકંજામાં સપડાઈ છે. સંક્ટના નિવારણ અર્થે સરકાર ઉપરાંત જનતાએ પણ કામ ઉપાડી લેવું જોઈએ. ગાંધીજીના અંતેવાસી અને જાણીતા રચનાત્મક કાર્યકર્તા શ્રી છગનભાઈ જોશી, મુંબઈની આયાત – નિકાસની પેઢીવાળા શ્રી નંદુભાઈ તુલસીદાસ, ખાદી કમિશનવાળા ડૉ. માધવદાસ, ગિની સમાજનાં શ્રી જયશ્રીબેન રાયજી તથા સર્વોદય કાર્યકર્તા શ્રી કાંતિભાઈ વેરાએ તા. ૪થી ૧૧ ડિસેમ્બર દરમિયાન બિહારના પ્રવાસ કરીને જે માહિતી મેળવી છે તે આ સાથેના લેખમાં છે.—અમૃઝ મોદી)
બોમ્બે સેન્ટ્રલ રીલીફ ટ્રસ્ટવતી શેઠશ્રી અરવિંદભાઈ મફતલાલના આગ્રહી, શ્રી કાકાસાહેબ કાલેલકરની ઇચ્છાથી શ્રી નંદુભાઈ તુલશીભાઈ ખીમજી, ખાદી કમીશનના રૂના ડિરેકટર ડૉ. માધવદાસ તથા મુંબઈના સર્વોદય કાર્યકર્તા કાંતિભાઇ વારા, ભગિની સમાજના પ્રણેતા શ્રી જયશ્રીબહેન રાયજી અને તેમના બે મુખ્ય સાર્થીઓ નંદનહેન દેસાઈ તથા વસંતબહેન ભરતિયા સાથે ૪ ડિસેમ્બરથી ૧૧ ડિસેમ્બર સુધી બિહારના દુષ્કાળ ગ્રસ્ત પ્રદેશમાં લગભગ ૪૦૦ માઈલ મેટરમાં અમે ફર્યા, તેમાં ૩૦ ગામડાંઓની આર્થિક પરિસ્થિતિની જાતતપાસ પણ કરી છે.
અમારા પ્રવાસ પહેલાં બિહારની દુષ્કાળ પરિસ્થિતિના સંપૂર્ણ ખ્યાલ શ્રી જયપ્રકાશનારાયણે બુદ્ધ ગયામાં એક કલાક સાથે બેસીને નકશામાની મદદથી આપ્યા હતા. તેથી અમારે પ્રવાસ અને કામ સરળ અને ફળદાયક થવામાં મદદગાર થયો છે.
પ્રવાસ દરમ્યાન ભગિની સમાજ જે પોતાની સાથે મુંબઈથી કાપડ, બિસ્કીટ, ધાબળા, નવાં જુનાં કપડાં લાવ્યા હતા તેનું વિતરણ ગરીબોને ઝુંપડે ઝુંપડે જઈને કરવામાં આવ્યું હતું.
પલાનું ડીસ્ટ્રીકટ રીલીફ કમિટીના આગેવાનોની ખાસ મીટીંગ ડાલ્ટનગંજમાં ગોઠવવામાં આવી હતી. પલામું અને હજારી બાગના ડીસ્ટ્રીકટ કલેકટરો અને ડી. ડી. એને પણ અમે મળ્યા હતા. ગયા ડીસ્ટ્રિીકટ રીલીફ કમિટીના ચેરમેન શ્રી દાલમિયાં તથા ચેમ્બર ઑફ કોમર્સના પ્રમુખની સાથે ફત્તેહગંજ ડીસ્ટ્રીકટના ગામડામાં હું ફર્યો છું. ખાદીના પરમ ભકત ભાઈશ્રી જેઠાલાલ ગોવિંદજી ગ્રામદાનના કામ માટે ગયામાં આસન જમાવીને બેઠા છે. તેઓએ બિહાર રીલીફના કામની જવાબદારી સ્વીકારી છે. તેઓ મારી સાથે પટણા પણ આવ્યા હતા. પટણામાં મુખ્યપ્રધાન શ્રી કૃષ્ણવલ્લભબાબુ, બિહાર કૉંગ્રેસના પ્રમુખ અને મુખ્ય કાર્યકર્તાઓ અને ગાંધી સ્મારક નિધિના સંચાલક તથા સર્વોદય મંડળના કાર્યકર્તાઓ હરિજન સેવક સંઘના મંત્રી એમ જુદા જુદા સ્તરના કાર્યકર્તાઓને અમે મળ્યા હતા. આ બધાની જાત તપાસ પરથી અમાને સંપૂર્ણ ખાત્રી થઈ છે કે:
બિહારમાં સન ૧૮૯૪ પછી આ ભયંકરમાં ભયંકર દુષ્કાળ છે. ગંગાજીની દક્ષિણમાં આવેલા ૧૪ જિલ્લાઓમાં દુષ્કાળે કારમા પંજો પસાર્યા છે.
ઉત્તર બિહારમાં છેલ્લા વરસાદ થયો છે, પણ દક્ષિણ બિહારમાં વરસાદ નજીવા થયો હોવાથી રવી પાકને કહી શકાય તેવા કાંઈ લાભ થયો નથી.
અમે જે ગામડાંઓ જોયાં તેમાં ખેતમજૂરો અને નાની જમીનવાળા ખેડૂતોની ૫૦ ટકા વસતી એવી છે કે જેને બે વખત ખાવાના
સાંસા પડે છે.
આદિવાસી અને હરિજનોની વસતિવાળા ગામામાં એવા ઘણાં જોયા કે જેને હલી જાતનું અનાજ પણ ન મળવાથી ભાજીપાલા અને કંદ મૂળમાં થોડોક લાટ ભેળવીને પેટ ભરે છે.
કુ
જ્યાં ખાવાના સાંસા હોય. ત્યાં કપડાંની વાત જ શી કરવી ? બિહારમાં દિલ્હી જેવી કડકડતી ઠંડી પડે છે. તેમાંય નેપાલની તળેટી
૧૮૫
✩
એમાં જમ્મુઈ તથા માંધિર વિભાગમાં અસહ્ય ઠંડી પડે છે. અમારા પ્રવાસમાં પાંચ-સાત ભુખમરાને લીધે મરણ પામ્યાની હકીકતા અમાને મળી હતી, તે ઠંડીના કારણે કે વૃદ્ધાસ્થાને કારણે કે ભૂખમરાને કારણે તેની ચોકસાઈ કરવામાં અમે ઉતર્યા ન હતા.
બિહાર સેન્ટ્રલ રીલીફ કમિટીને વડા પ્રધાનના ફંડમાંથી પાંચ લાખ રૂપિયા, તાતા કંપની તરફથી ૪ લાખ રૂપિયા અને પાપ તરફથી એક લાખ રૂપિયા અને ચારેક લાખ રૂપિયા આકસ ફાર્મ તરફથી, અને દોઢેક લાખ રૂપિયા જનતા તરફથી બિહાર રીલીફ કમિટીને મળ્યા છે.
ઉપલા ફંડમાંથી હાલ તાત્કાલિક સા અન્નક્ષેત્રોની યોજના છે જેથી દરેક જિલ્લામાં પાંચસા - પાંચસા માણસાનાં ખાસ કરીને બાળકો, અથકતા અને વૃદ્ધો તથા ગર્ભવતી બહેનોને આ રસાડામાં એક વખત ભાજન આપવામાં આવશે. આ રસાડાના સરેરાશ ભાજન ખર્ચમાસિક રૂપિયા છ હજાર થશે. આવાં રસાડાં આઠ માસ સતત ચલાવવાની જરૂર રહેશે, એટલે પચાસ હજાર રૂપિયાના એક Àાડામાં ખર્ચ થશે. એવાં સા રસોડાં એટલે ૫૦ લાખ રૂપિયા ખર્ચ થશે. જનતા તરફથી અને પરદેશ તરફથી આ મદદ મળી રહેશે એવી આશા અને શ્રદ્ધા છે.
આ ઉપરાંત ભારત સેવક સમાજ ક્રિશ્ચિયન રીલીફ એસ.સીએશન, અમેરિકન અને જર્મન મીશનરીએ પણ તેમની અનુકૂળતા પ્રમાણે ઠેરઠેર રસોડાં ખાલવાનાં છે.
બિહાર રીલીફ્ કમિટી તરફથી તથા જર્મન મીશન તરફથી ચાલતા ત્રણ રસાડાની મુલાકાત અમે લીધી હતી. તેમાં શ્રીમંતા અને મહાજના ચલાવવામાં સક્રિય સાથ આપી રહ્યા છે.
ડાલટનગંજ, હજારીબાગ, છત્રા, શાહબાગમાં ચાલતી કાલેજોમાં વિદ્યાર્થીઓ પોતાનું ભાજન ખર્ચ નહીં આપી શકવાથી પચ્ચીસથી ત્રીસ ટકા વિદ્યાર્થીઓને કાલેજ છેડવી પડી છે તેમ કાલેજના પ્રિન્સીપાલા પાસેથી જાણવા મળ્યું. જ્યાં ભાજન ખર્ચ પણ ન આપી શકાતું હોય ત્યાં ફી તે કયાંથી આપી શકે? અને આ ફી ન મળવાને કારણે કાલેજના કર્મચારીઓને પગાર આપી શકાતા નથી. એટલે સંભવ છે કે સ્થાનિક કાલેજો પણ બંધ થાય.
અમારા પ્રવાસ દરમ્યાન મુજફ્ફરનગરની કાલેજમાં પ્રોફેસરા અને વિદ્યાર્થીઓની તંગદીલીના કારણે ગોળીબારથી મરણ થયા હતા અને આખા બિહારની કાલેજો બંધ કરવાના સરકારે હુકમ કાઢયા હતા. આ વિદ્યાર્થીઓની હિંસક ચળવળ કયાં અટકશે તે કહેવું મુશ્કેલ છે.
ગામડાંઓમાં રેશનીંગની દુકાને હમણાં હમણાં શરૂ થઈ છે. ત્યાં રૅશન નિયમિત અઠવાડિયે મળતું નથી અને જ્યાં મળે છે ત્યાં થોડા ઘણાંને તે પણ માત્ર ચાર ઉસ અને તેમાં ય હલકી જુવાર અને હલકા ઘઉં મળતા હતા. તેમાં બે આંઉસના વધારા કરાવી આપ્યા હતા. આટલું અનાજ મેળવવા માટે ત્રણ ચાર માઈલ દૂરથી માણસાની કતાર બંધાતી હતી અને એક દુકાનદાર પાસે માલ ખૂટી જવાને કારણે કે બીજા કારણે લોકોમાં અસંતોષ અમે નજરે નિહાળ્યો : હતા.
બિહાર કમિટી તરફથી ત્રીસ હજાર પડી અને પહેરણ બાળકોને વહેચવાના પ્રબંધ થઈ રહ્યો છે.
બિહારમાં ૧૭ જિલ્લામાંથી ૧૪ જિલ્લામાં દુષ્કાળ છે. બિહારની સાડા પાંચ કરોડની વસ્તીમાંથી ત્રણ કરોડની વસ્તી દુષ્કાળના પંજામાં ફસાયેલી છે. તેમાં ખાસ કરીને શાહબાગ, ગયા, હજારીબાગ, પલામુ અને પટનાના અમુક ભાગ અને માંઘીર જિલ્લા વધારે દુકાળગ્રસ્ત છે.
બિહાર ફીલીફ કંમટીને દરેક જિલ્લામાં મુખ્ય કાર્યકર્તાઓ · તરીકે સર્વોદય મંડળના, બિહાર ખાદી ગ્રામોદ્યોગ સંઘના મુખ્ય કાર્યકર્તાઓને મુખ્ય એજન્ટ તરીકે નિમ્યા છે. એમની સલાહ સૂચના પ્રમાણે જિલ્લામાં રાહતનાં કામકાજ ચાલે છે.
દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓમાં કલેકટરના રીપોર્ટ પ્રમાણે બેથી ત્રણ કરોડ રૂપિયા સરકાર તરફથી રાહત કામેામાં વપરાશે એવી યોજનાઓ