________________
૧૮૪
પુરુ કરવાનો હક્ક છે અને તે પ્રકારની માનવીની જીિજીવિષા પુરી કરવામાં સમાજે કોઈ પણ પ્રકારના અવરોધ ઊભા કરવા ન જોઈએ. સમાજ તરફથી પ્રત્યેક માનવીને પુરૂ અભય મળવું જોઈએ. આ રીતે વિચારીને આ દુનિયામાં નવા માનવીઓના પ્રવેશ અંગે સંતતિનિયમન જેવા વ્યવહારુ અંકુશ મૂકવાનું તેમ જ અમલી બનાવવાનું આજની સરકાર તેમ જ સમાજના ચિન્તકા વિચારી રહ્યા છે. આ વિચારને કોઈ કોઈ જગ્યાએ અનિચ્છનીય બાળકોને ગર્ભપાતદ્નારા આ દુનિયામાં આવતા અટકાવવાના સૂચન સુધી લંબાવવામાં આવે છે, પણ એ સૂચિત ઉપાયને હજુ સુધી કોઈ વ્યાપક સ્વીકૃતિ મળી નથી. આની સામે કાકાસાહેબ એક નવા જ અને ચોંકાવનારો વિચાર સમાર્જ સમક્ષ રજ કરી રહ્યા છે. તેઓ એમ સૂચવે છે કે જેમ વસ્તીનિયંત્રણ અર્થે સંતતિનિયમનના અને કોઈ કોઈ સ્થળે જન્મનિયમનના એક છેડેથી વિચાર કરવામાં આવે છે તેમ બીજે છેડે સમાજને ભારરૂપ બનેલા અને જીવનમાંથી રસ ગૂમાવી બેઠેલા વૃદ્ધોને પણ શા માટે વિદાય ન આપવી ?
પ્રભુદ જીવન
આ રીતે ઉપર જણાવેલી સામાજિક ધારણા એટલે કે દરેક માનવીને પોતાના ભાગ્યે પ્રાપ્ત થયેલા આયુષ્યની મર્યાદા સુધી જીવવાના પૂરો હક્ક છે—આ પ્રકારનું પાયાનુંમન્તવ્ય તેમને માન્ય નથી એમ તેઓ સૂચવતા હોય એમ લાગે છે. કાકાસાહેબ દ્વારા આગળ ધરાતા આ નવા વિચાર અંગે એક તા એમ કહેવાનું પ્રાપ્ત થાય છે કે આ વિચાર સમય જતાં માત્ર બીનજરૂરી વૃદ્ધો સુધી સીમિત રહેશે એમ માનવાને કોઈ કારણ નથી. ઉલટું આ વિચાર ફેલાવા પામતાં નબળા-સબળા વચ્ચે મોટા સંઘર્ષમાં પરિણમવાનો છે અને અસાધ્ય દથી પીડાતા, સમાજને પૂરા ઉપયોગી નહિ બનતા અપંગ, આંધળા, બહેરા—એવા અનેક વર્ગોને આવરી લેવાના છે. કાકાસાહેબના નવા વિચારમાં રહેલા આ ભયસ્થાનની ઉપેક્ષા થઈ શકે તેમ નથી.
બીજું સંતતિનિયમન દ્વારા વસ્તીવધારા ઉપર નિયંત્રણ મુકવું એ એક બાબત છે; વૃદ્ધોને ઈચ્છાએ કે અનિચ્છાએ વિદાય થવું પડે એ દ્વારા વસ્તી ઘટાડો કરવા એ બીજી બાબત છે. એકમાં માનવસમાજની વૃદ્ધિની અટકાયત સૂચિત છે; બીજામાં માનવસમાજના આંશિક વિચ્છેદ સૂચિત છે. એક આજના સમયની અનિવાર્ય બનેલી જરૂરિયાત છે; અન્ય અંગે તત્કાળ વિચાર કરવા પડે એવી ઉત્કટ આજની કોઈ સમસ્યા નથી.
અને જ્યારે પણ એવી કોઈ ઉત્કટ સમસ્યા માનવ સમાજ સામે આવીને ઊભી રહેશે ત્યારે આગળથી ગમે તેવી પાળ બાંધી હશે દા. ત. આવી પરિસ્થિતિમાં માત્ર વૃદ્ધો જ વિદાય થાય તો પણ, એ પરિસ્થિતિમાં ચોતરફ જીવવા માટેની એવી પડાપડી પેદા થવાની કે જે નબળા હશે, આતંક પિડિત હશે, એક યા બીજા પ્રકારના અપંગ હશે તેને ધક્કો મારીને, ફેંકી દઈને જે કોઈ બળવાન હશે— પછી તે વૃદ્ધ હો કે જુવાન, સ્ત્રી હો કે પુરુષ–તે જીવિત રહેવા મથશે. વસ્તુત: આવી અન્તિમ કોટિની પરિસ્થિતિની કલ્પના આગળ ધરવી અને આજે તેની ચિન્તા કરવી તે અશુભ અને ઘાતક વિચારોને નાતરવા બરાબર છે. વળી આજે વિજ્ઞાન જે રીતે આગળ વધી રહ્યું છે અને ઉત્પાદનક્ષેત્રે અણુકિતના ઉપયોગની શક્યતા જે રીતે વિપુલ પ્રમાણમાં વિકસતી રહી છે તે જોતાં એવી અન્તિમ કોટિની પરિસ્થિતિ નિર્માણ ન પણ થાય એ એટલું જ સંભવિત છે. આ ઉપરાન્ત જે કુદરત જીવસૃષ્ટિનું યુદ્ધ અથવા ઉપદ્રવ દ્વારા આજ સુધી સમધારણ કરતી આવી છે, એ કુદરતે આ પોતાના સ્વધર્મના હવે હમેશાને માટે પરિત્યાગ કર્યો છે એમ માની લેવાને પણ કોઈ કારણ નથી.
આગામી કટોકટીની કલ્પના કરીને કાકાસાહેબ પહેલી પસંદી તરીકે માત્ર વૃદ્ધોને જ વિદાય કરવાનું શા માટે સૂચવે છે ?
P
તા. ૧૬-૧-૬૭
કારણકે માનવ સમાજના અન્ય વર્ગોની અપેક્ષાએ કાકાસાહેબને મન આ વૃદ્ધો મનથી મરી બેઠેલા અને સમાજ માટે નકામા અને ભાર રૂપ બનેલા છે. આ ઉપરથી સમાજનું જે અંગ નકામું લાગે તેને વખતસર દૂર કરતા રહેવું એવું ધારણ સહજપણે ફલિત થાય છે. આ નર્યો ઉપયુકતતાવાદ છે. વળી સમાજનું અમુક અંગ નકામું છે એ કોણ નક્કી કરશે ? સરકાર. સમાજ કેમનસ્વીપણે વિચારતી અને વિચરતી વ્યકિતઓ ? આવી વિચારણામાંથી કેવા કેવા સામાજિક અનર્થો જન્મે એ વર્ણવવાની જરૂર છે‘ખરી ?
આમ કાકાસાહેબના મૂળ વિવાદાસ્પદ બનેલા લેખ અને આ અંકમાં છપાયલે તેમના પત્ર– આ બન્ને અંગે સ્ફુરેલા કેટલાક વિચારો રજ કરીને હવે તેમના છેવટના પ્રશ્નનો જવાબ આપવા હું' પ્રયત્ન કરીશ. કૃત્રિમ ઉપાયો દ્વારા કરવામાં આવતા સંતતિ નિયમનને ઉપર જણાવ્યું તે મુજબ કાકાસાહેબે અનુમાદન આપ્યું છે, એમ છતાં તે સાથે તેમના મનની ઘડ હજ બેઠી નથી. અને એમાં જાપાને ગર્ભપાતને કાયદાની સંમતિ આપી છે અને અહિં પણ આ પ્રશ્ન કેટલાક વર્તુળામાં ચર્ચાઈ રહ્યો છે એ ઉપરથી સંતતિનિયમનની પાછળ ગર્ભપાતનું અનિષ્ટ જોસભેર આપણા દેશમાં આવી રહ્યું છે આગામી પરિસ્થિતિનું આવું દર્શન કાકાસાહેબને ભારે ભડકાવી રહ્યું છે, ખૂબ અકળાવી રહ્યું છે, અને તેના અનુસંધાનમાં તે પ્રશ્ન કરે છે કે “ જો જીવમાત-પિતાના આશીર્વાદથી આ દુનિયામાં પ્રવેશ કરવાની તૈયારીમાં જ છે એમાંથી કોઈ રામ અથવા કૃષ્ણ જેવા હશે, ઈસામસીહ જેવા અથવા બુદ્ધ જેવા હશે, શંકરાચાર્ય કે વિનાબા જેવા હશે, હિટલર કે સ્ટૅલીન જેવા હશે, પરમાનંદભાઈ કે કાકા જેવા હશે એમની ઉજજવળ અથવા ભયાનક કારકીર્દી મૂળમાં જ ખતમ કરવી સારી કે જેઓ જીવન જીવી ચૂકયા છે, સેવા કરી ચુકયા છે, ભૌતિક કે આધ્યાત્મિક નવું કશું ઉત્પન્ન કરવાની જેમની શકિત રહી નથી અને જેઓ નવી પેઢી પાસેથી આદર અને સેવાની ઉધરાણી જ કરવાના છે તેમને જવામાં મદદ કરવી સારી ?” આ પ્રશ્નના સીધેા જવાબ આપું તે પહેલાં બે મુદાઓ ધ્યાનમાં લેવાની જરૂર છે. એક તા ઉપરના લખાણમાં આ દુનિયામાં પ્રવેશનાર ઉમેદવાર એવા માનવીને બહુ રળિયામણે! ચીતરવામાં આવ્યો છે અને વિદાય થનાર વૃદ્ધને ભારે અળખામણા અને બીનજરૂરી આલેખવામાં આવેલ છે. અને બીજું એવા વૃદ્ધને જવામાં મદદ કરવી એમ જે સૂચવવામાં આવ્યું છે તે તો પહેલું પગલું છે, પણ તેને વિદાય થવાની ફરજ પાડવી એ બીજું પગલું પણ કાકાસાહેબના મૂળ લેખમાં સૂચિત છે. આ બન્ને મુદ્દાઓ ઉપરના પ્રશ્ન સાથે સાંકળતાં મને એવા જવાબ આપવાનું પ્રાપ્ત થાય છે કે, કાકાસાહેબે સૂચવેલા પહેલા વિકલ્પથી સંતતિનિયમન ઉદ્દિષ્ટ હોય તો, તેને આજે અનિવાર્ય અનિષ્ટ તરીકે આપણે સ્વીકાર્યા સિવાય ચાલે તેમ નથી એમ સમજીને, તે ખાતર આપણને જે ગુમાવવું પડે તે ગૂમાવવા આપણે તૈયાર રહેવું ઘટે છે, અને પહેલા વિકલ્પથી જો ગર્ભપાત સૂચિત હોય તે, અપવાદરૂપ ગર્ભપાતના કિસ્સાઓ બાદ કરતાં ન આપણે ગર્ભપાત તરફ જઈએ, ન આપણે વૃદ્ધોને વિદાય કરવાને વિકલ્પ વિચારીએ અર્થાત એ બન્ને વિચાર યા પ્રવૃત્તિનો આપણે સખ્ત વિરોધ કરીએ. કારણ કે એ બેમાંથી એક પણ માર્ગ વસતીઘટાડાની દિશાએ કદિ પણ કોઈ મહત્ત્વનો ફાળો આપી શકે તેમ છે જ નહિ. આમ વિચારીને આપણે કોઈ ગર્ભસ્થ રામ યા કૃષ્ણને પણ જરૂર આવકારીએ અને કાકાસાહેબને પણ વિદાય લેવાને વિચાર કરતા અટકાવીએ અને તેમને સેા વર્ષનું લાંબુ આરોગ્યપૂર્ણ આયુષ્ય પ્રાપ્ત થાય એવી પ્રાર્થના કરીએ.
6
પરમાનંદ