SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૧-૧૭ ૧૮૩ યુરોપ, અમેરિકાની પેઠે જાપાનને દાખલે લઈને પણ આપણે ત્યાં આવી જ ઘાતકી છૂટ કાયદાથી આપવી જોઈએ એમ વિચારવા લાગ્યા છે. આ આખું વર્તમાન ઈતિહાસ છે. એમાં હું કે મારા વિચારો કયાંય વચમાં આવ્યા નથી. હું કહું છું કે અનૈત્પત્તિ પૂરતા પ્રમાણમાં વધતી જાય તે ઉત્તમ છે. એની પાછળ આખી દુનિયા પડી જ છે. જે જડવાદી પશ્ચિમની આપણે અધ્યાત્મવાદી ભારતી નિંદા કરીએ છીએ એમના જ વૈજ્ઞાનિક પુરૂષાર્થથી આપણી અ ત્પત્તિ વધે છે તે પણ મને મંજૂર જ છે. બહારના લોકો અન્ન વધારે અને આપણે પ્રજા વધારીએ એ રીતે મેળ ખાતો હોય તો આજના ભારતના મનીષીએને વાંધો હોય એમ લાગતું નથી.. પણ જયારે માના પેટમાં ગર્ભમાં જીવે પ્રવેશ કર્યા પછી પણ એ જીવ માના પેટમાંથી બહાર આવ્યો નથી અને અસહાય છે એને લાભ લઈ એનું ખૂન કરવાની છૂટ મેળવવા સુધી જો આજની દુનિયા ઠંડે પેટે ઘાતકીપણું સેવતી હોય તે - અને ત્યારે જ એની આગળ મારા ‘વિલક્ષણ” વિચારો રજૂ કરવાની રજા માંગું છું. મારી દલીલો ટુંકામાં આ પ્રમાણે છે. જે પ્રાણી દુનિયામાં આવવાની તૈયારી કરે છે એને ખતમ કરવું સારું કે જેની દુનિયાની યાત્રા લગભગ પૂરી થવાથી જે જવાની તૈયારીમાં છે એને માન અને આદર સાથે જલદી પધરાવો એ સારું? મારે મન - અને કોઈ પણ સજજન માનવીને મન-બંને પ્રકાર સરખા જ ઘાતકી છે. એમાં કોઈ નહિ કહી શકે કે એક જ છેડો ઘાતકી છે અને બીજો નથી. વધુમાં મારી દલીલ છે કે જે જીવ માત-પિતાના આશીર્વાદથી આ દુનિયામાં પ્રવેશ કરવાની તૈયારીમાં જ છે, એમાંથી કોઈ રામ અથવા કૃષ્ણ જેવા હશે, ઈસા મસીહ જેવા અથવા બુદ્ધ જેવા હશે, શંકરાચાર્ય જેવા કે વિનોબા જેવા હશે, હિટલર કે એલીન જેવા હશે, પરમાનંદભાઈ અથવા કાકા જેવા હશે એમની ઉજજવળ અથવા ભયાનક કારકીર્દી મૂળમાં જ ખતમ કરવી સારી કે જેઓ જીવન જીવી શકયા છે, સેવા કરી ચૂકયા છે, ભૌતિક કે આધ્યાત્મિક નવું કશું, ઉત્પન્ન કરવાની જેમની શકિત રહી નથી અને જેઓ નવી પેઢી પાસેથી આદર અને સેવાની ઉઘરાણી જ કરવાના છે તેમને જવામાં મદદ કરવી સારી? આમાં વિચારની નવીનતા કે વિલક્ષણતા પણ હું નથી જોતે. આપણા પૂર્વજો જયારે પુરુષાર્થ ઓસરી જાય ત્યારે વાનપ્રસ્થ આકામમાં પ્રવેશ કરતા, સમાજપુરને પોતાને ભાર ઓછા કરવા માટે જંગલમાં જઈ રહેતા. ખેતીનું અનાજ ભરી ભરીને ખેડૂત ઘેર લઈ જાય પછી ખેતરોમાં જે દાણાઓ રહી ગયા હોય તે ભેગાં કરી તેટલા પર ગુજરાન ચલાવતા હતા. (અને શાસ્ત્રોમાં ઉત્કૃવૃત્તિ કહી. છે.) એ જમાનામાં એ વૃદ્ધોને જંગલમાં કાંઈક તે ખાવાનું મળતું હશે અને નહિ તો વાઘ - વરૂઓને તેઓ ખોરાક પૂરો પાડતા હશે. વિદુર જે કોઈ ઝાડને અઢેલીને ઊભે ઊભે પ્રાણત્યાગ કરે, કોઈ દેહ પડે નહિ ત્યાં સુધી હિમાલયનાં જંગલમાં ઈશાન્ય દિશાએ ચાંલ ચાલ કર્યા કરે. આ બધી વસ્તુઓ આપણાં શાસ્ત્રોમાંથી મેં ટાંકી છે. - હવે તમે કહેશે અને સતીશ પણ કહેશે કે સ્વેચ્છાએ આવી રીતે પ્રાણત્યાગ કરનાર પવિત્ર પુરુષોને હજારો વંદન હો ! હું પણ કહીશ આમીન. પણ મુઠ્ઠીભર લેકો આમ સ્વર્ગારોહણ કરે તેથી અન્નત્પત્તિ અને પ્રજોત્પત્તિના પ્રમાણને સવાલ થોડે જ હલ થવાને છે? અને તેટલાથી દુનિયામાં આવવાની તૈયારી કરનાર ગર્ભસ્થજીના પ્રાણ થોડાં જ બચવાના છે? બે ઘાતકી ઈલાજેમાંથી ક એછા ઘાતકી અને માનવહિતનો છે એટલે જે વિચાર કરવા હું વિનવું છું. સંતતિ–નિરોધને પ્રકાર મારા જેવાને ભલે અનિષ્ટ અને અશુભ લાગતો હોય. એને કોઈએ ઘાતકી કહ્યો નથી. લોકસંખ્યા વધવા ન દેવા માટે ગર્ભપાતની ભલામણ કરવી નિ:સંશય ઘાતકી છે. એની સામે મારો પિકાર છે. દુનિયામાં આવવાની તૈયારી કરતી પ્રાણવાન પેઢીના હેમાં દુનિયામાંથી વિદાય લેવાની તૈયારી કરતી મારી પેઢી તરફથી બુદ્ધિવાન વિચારક વર્તમાન પેઢી આગળ આ એક આજીજીપૂર્વક કરેલી અપીલ છે. પછી ભલે એ અજબ હોય કે કવિલક્ષણ હોય. તમારો કામ મારો જવાબ કાકા સાહેબના ઉપર આપેલા પત્રના જવાબમાં જણાવવાનું કે જયારે મેં તા. ૧-૧૨-દદની ‘મંગળ પ્રભાત ‘દૂસરે શિરેસે સોચે' એ મથાળાના લેખને અનુવાદ તા. ૧૬-૧૨-૬૬ ના પ્રબુદ્ધજીવનમાં પ્રગટ કર્યો, ત્યારે કાકા સાહેબ સૂચવે છે તે મુજબ, મંગળ પ્રભાતના તે જ અંકમાં પ્રસ્તુત લેખની આગળ મૂકવામાં આવેલે ‘જીવન ઔર ઉસકા સવાલ” એ મથાળાને અગ્રલેખ મેં ખરેખર વાંચ્યા નહોતે એ મારે કબૂલ કરવું રહ્યું. પણ ત્યાર બાદ એ લેખ મેં ધ્યાનપૂર્વક વાંચ્યો છે. એ લેખમાં કેટલાક વિવેચન બાદ પ્રજોત્પત્તિ અટકાવવાના ચાર ઉપાયો રજુ કરવામાં આવ્યા છે. (૧) બ્રહ્મચર્યપાલન, (૨) લગ્ન બને તેટલાં મેડાં કરવાં, (૩) કૃત્રિમ ઉપાયો દ્વારા સંતતિનિયમન (૪) ગર્ભપાત. પહેલા બે ઉપાય . વિશે કંઈ મતભેદ હોવા સંભવ નથી. ત્રીજા ઉપાય સંબંધમાં કાકાસાહેબે તા. ૧૫-૫-૬૬ના મંગળપ્રભાતમાં જણાવ્યું છે કે “દરેક મનુષ્ય આખી પરિસ્થિતિ બરોબર સમજી લે અને સંયમના વિષયમાં કાયર ન બને અને જ્યાં જરૂર હોય ત્યાં કૃત્રિમ સાધનને ઉપયોગ કરે.” એ રીતે તેમણે એ ઉપાયનું સ્પષ્ટ સમર્થન કર્યું છે અને પ્રસ્તુત લેખમાં પણ આ અંગે તેમણે એક પ્રકારને તટસ્થભાવ દાખવ્યો છે, જ્યારે ચોથા ઉપાયને તેમણે સખત વિરોધ કર્યો છે. એ લેખ તરફ મારું ધ્યાન નહિ ખેંચાવાનું કારણ એ હતું કે કાકાસાહેબને વિવાદાસ્પદ લેખ મંગળ પ્રભાતમાં સ્વતંત્ર રીતે મૂકવામાં આવ્યો હતો અને તેનું આગળના લેખ સાથે અનુસંધાન છે એવું આ વિવાદાસ્પદ લેખમાં કોઈ સૂચન નહોતું. હવે એ લેખ વાંચી જવા બાદ પણ વિવાદાસ્પદ લેખ અંગેના મારા સંવેદનમાં કશે પણ ફરક પડયે નથી, કારણ કે તેમાં રજુ કરવામાં આવેલા વૃદ્ધોને વિદાય આપવાના નવા વિચારને કાકાસાહેબ વિરોધ કરતા હોય એમ પહેલેથી છેલ્લે સુધી એ લેખ વાંચતાં જરા પણ લાગતું નથી. ઉલટું આ નવા વિચારને તેમનું પુરું અનુમોદન હોય એવી છાપ પડે છે. તેમના અતિ બુદ્ધિમાન જ્યેષ્ઠ પુત્ર ભાઈ સતીશના મન ઉપર પણ આવી જ છાપ પડી હોવાનું તેમના પત્ર ઉપરથી જણાઈ આવે છે. તે હવે કાકાસાહેબનો આપત્ર વાંચતાં તેઓ પોતાનું પડખું કાંઈક બદલતા હોય એવી છાપ ઉભી થાય છે. આ પત્રમાં ગર્ભપાત અને વૃદ્ધોની વિદાય- આ બન્ને ઉપાયે એક સરખા ઘાતકી છે એમ તેઓ જણાવે છે, પણ સાથે સાથે જો આ બન્ને વચ્ચે પસંદગી કરવાની હોય તે તેમની પસંદગી બીજો ઉપાય છેઘાતકી હોઈને તે ઉપર ઢળતી હોય એવી છાપ ઉઠે છે. આમ તેમનો વિવાદાસ્પદ લેખ અને આ પત્ર-એ બે વચ્ચે કાંઈક અસંગતિ હોવાનું નજરે પડે છે. . વળી બીજે છેડેથી વિચારીએ” એ લેખ વાંચતાં એમાં જણાવેલા વિચારે કાકાસાહેબના પિતાના છે એવી છાપ આપણા મન ઉપર ઉઠે છે, જયારે તા. ૧-૧-૬૭ના “મંગળ પ્રભાતીમાં પ્રગટ થયેલ અગ્રલેખ “ભૂમિકા મેરી નહિ દુનિયા કી'—આ લેખ દ્વારા કાકાસાહેબ એમ સૂચવે છે કે પેલા વિવાદાસ્પદ લેખમાં જણાવેલા વિચાર એમના પિતાના નથી, પણ આજકાલના સમાજના પ્રતિનિધિ તરીકે તેમણે આગળ ધર્યા છે. આમ તેમના આગળ પાછળના લખાણમાં એક પ્રકારની અસંગતિનું દર્શન થાય છે અને તેઓ પડખું બદલતા હોય એવી છાયા ઉભી થાય છે. હું વસ્તીનિયમનના પ્રશ્નને આ રીતે સમજું છું. આ આખા પ્રશ્નને આજ સુધી એક ધારણા-assumption-ઉપર વિચાર કરવામાં આવ્યું છે અને તે એ છે કે જેને આ દુનિયામાં માનવી તરીકે પ્રવેશ કરવાનો અવકાશ મળ્યો છે તેને વિધિનિમિત આયુષ્ય
SR No.525952
Book TitlePrabuddha Jivan 1967 Year 28 Ank 17 to 24 and Year 29 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1967
Total Pages262
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy