SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ માઁ જીવન ધન્યવાદ, મારા પ્રત્યેની સદ્ભાવના પૂરેપૂરી વ્યકત કરી કોચવાતે મને તમે એ ‘વિલક્ષણ વિચારણા' વાળા લેખ છાપ્યા એટલે વિશેષ અનુગ્રહિત છુ. તા. ૧ લી ડીસેમ્બરના એજ અંકમાં અગ્રલેખ તરીકે આ વિષય પરત્વેની મારી ભૂમિકા વિસ્તારથી રજૂ કર્યા પછી એના જ ઉત્તરાર્ધ તરીકે બીજે છેડેથી વિચારવા મેં નમ્રપણે સૂચવ્યું છે. મારો એ અગ્રલેખ તમે નથી વાંચ્યો. એટલે મારી વિચારણાથી તમને આઘાત થયા. એ અગ્રલેખ પણ તમારા વાંચકો માટે પ્રકાશિત કરવાની પ્રાર્થના કરૂ તો તે વધારે પડતી વાત થશે, જો કે એ લેખ વાંચ્યા પછી મારી સૂચનાઓની ભૂમિકા સ્પષ્ટ થાય એમ છે. છતાં તમને કાંઈક તો જવાબ લખવા જ જોઈએ. ચિ. સતીશે પણ તમારી પેઠે જ પેાતાનો મતભેદ જાહેર કરતું એક ચર્ચાપત્ર લખ્યું છે: ‘ધાતકી બાજુથી કેમ વિચારીએ?”, જે જાન્યુઆરીની તા. ૧ ના ‘મંગલ - પ્રભાતમાં’ જોશે. એ જ અંકમાં મારી બાજુ મેં કાંઈક રજૂ કરી છે. આપણે કોલેજમાં ભણતા ત્યારે સંપત્તિશાસ્ત્રનાં પાઠયપુસ્તકોમાં માલ્થસના સિદ્ધાંત તરીકે આ વાત આવતી હતી, પણ તે વખતના અર્થશાસ્ત્રીઓ માલ્વસની વિચારણાને ઉડાવી જ દેતા હતા, માલ્જીસનું કહેવું હતું કે, માણસની પ્રજોત્પત્તિ અને અન્નાત્પત્તિનું પ્રમાણ સરખું નથી. તેથી કુદરત દુકાળ, ભૂખમરો, રોગ અને યુદ્ધોદ્રારા માણસાની સંખ્યા ઘટાડે છે અને એ રીતે બે વચ્ચેનું અત્યાવશ્યક સમપ્રમાણ જળવાય છે. માલ્વસ જો યુરોપ પૂરતું જ લખત તે ઉમેરી શકત કે અન્નોત્પત્તિના પ્રમાણ કરતા પ્રજોત્પત્તિનું પ્રમાણ વધે તો પ્રજા અણખેડાયેલાં પ્રદેશ શોધી કાઢી ત્યાં પોતાનાં રાજયો સ્થાપન કરી શકે છે. યુરોપની પ્રજાએ વહાણવટુ વધારી ઉત્તર અને દક્ષિણ અમેરિકા, આફ્રિકા, ઑસ્ટ્રેલિયા જેવાં મોટા દેશમાં અને નાના - મોટા અસંખ્ય ટાપુઓમાં પેાતાની વસ્તીના નિકાસ કર્યો, અને આખી પૃથ્વી ઉપર પોતાનું પ્રભુત્ત્વ જમાવ્યું, યુરોપ-અમેરિકાની ગોરી પ્રજા હજી એ સગવડ ભાગવે છે. કહે છે કે, સમુદ્રકિનારે નાનાં નાનાં વહાણ ચલાવી દરિયે ખેડવાની કળા બધાં જ દેશમાં હતી. પણ મહાસાગર વીંધીને દૂર દૂરના દેશ સુધી સીધા જવાની હિંમત ભારતના આપણા પૂર્વજોએ સૌથી પ્રથમ અજમાવી, અને હિંદી મહાસાગર પાદાક્રાંત (ખરું જોતાં નૌકાક્રાંત) કર્યા. પણ દુર્ભાગ્યે આપણા પૂર્વજોને ખાનપાનની સંસ્કૃતિની રક્ષાનું સૂઝયું, અને જે વખતે આપણે અનેક દેશમાં જઈ ભારતના સમર્થ હરીફો આ રીતે ઘરરખા થયા. એનો લાભ લઈ પ્રથમ અરબ લોકોએ અને પાછળથી પોર્ટુગીઝ, સ્પેનિશ, અંગ્રેજ, ટચ,કોન્ચ અને જર્મન જેવા યુરોપીયન લોકોએ દરિયો ખેડયો. અને ઉપર કહ્યું તે પ્રમાણે ગારાઓએ અનેક ખંડોમાં પોતે જઈ શકે અને રંગીન પ્રજા ન આવી શકે એવી ગાઠવણ કરી. પરિણામે મર્યાદિત દેશમાં લોકસંખ્યા અમર્યાદિતપણે વધે એના સવાલ જાપાન, ભારત અને ચીન જેવા દેશશ આગળ ઊભા થયા છે. અને એની ચિંતા આખી દુનિયા આગળ વિચારકો દિવસ રાત કરે છે. તા. ૧૬-૧-૬૭ કહેવાય છે કે જ્યાં અન્ન ખાવા માટે એક માઢું ઉત્પન્ન થાય છે ત્યાં અન્ન ઉત્પાદન કરનાર બે હાથ પણ કુદરતે આપેલા જ છે. માટે ચિંતા કરવાનું કારણ નથી. માણસને આહાર મેળવવા માટે કેવળ હાથ બસ નથી, બળદ જેવાં જાનવરા પણ બસ નથી, અન્ન માટે જમીન અને જળાશય જોઈએ છે. પેટ ભરવા માટે માણસ અન્ન - ધાન્ય, શાક - ફળ ઉપરાંત પશુ- પક્ષી અને માછલાં પણ ખાય છે, જાનવરો પાસેથી દૂધ અને ઈંડાં પણ મેળવે છે, અને છતાં અન્નત્પત્તિ અને પ્રજોત્પત્તિનું પ્રમાણ સરખું નથી એની ચિંતા કેવળ ભારતને નહિ પણ આખી દુનિયાને ઘેરવા લાગી છે. પ્રજા વધે ત્યારે ગેારા લોકો અમેરિકા, આફ્રિકા, આસ્ટ્રેલિયા જેવા દેશોમાં પોતાની પ્રજાનો નિકાસ કરી શકે છે. આપણને એ રીતે જવાની ગારાઓ રજા આપતા નથી. પણ ગારાઓએ સંતતિ નિયમનના ઈલાજ શોધી કાઢયા છે. એક જમાને હતા જયારે પંજાબનાં ઘઉં વિલાયત લઈ જતા, એક રેલ્વે બસ નથી એમ જોઈ અંગ્રેજોએ સિધું નદીની બંને બાજુએથી કરાંચી સુધી રેલ્વે દેોડાવી. આપણાં વિશ્વકવિ રવીન્દ્રનાથે ભારતના સ્તોત્રમાં ગાયું કે, હે ભવનમનામાહિની ! તું ચિર ક્લ્યાણમયી છે, દેશ - વિદેશે અન્નનું વિતરણ કરે છે. એજ શસ્યશ્યામલલા ભારતભૂમિને દર વર્ષે બહારથી અન્ન મેળવવું પડે છે અને દુકાળ હાય છે ત્યારે દાન તરીકે, કરજ તરીકે અને મોં માંગ્યા દામ આપીને અન્ન મેળવતાં સ્વરાજય સરકારને અનેક દેશોની ખુશામત કરવી પડે છે. આ પરિસ્થિતિ કેવળ શરમભરેલી નથી. આત્મઘાતકી છે. એ વિષે ગફલતમાં રહેવું. આંધળી અને જડ પ્રજાને જ પોષાય, આપણા દેશમાં ‘અન્ન વદુ યુર્પીત ' જેવા ઉપદેશ પણ મળતા. અને સ્ત્રીઓને ‘અષ્ટપુ સૌભાગ્યવતી ભવ' ના આશીર્વાદ પણ મળતા, અને છતાં કૃત્રિમ રીતે સંતતિ નિયમન કરવાની કલ્પના આપણે ત્યાં અજાણી ન હતી. એના શાસ્રસિદ્ધ ઉપાયો આપણે શધ્યા કે ચલાવ્યા ન હતા. હવે એ ઉપાયો દુનિયાના ગારા નેતાએ આપણને શીખવે છે અને નવાં નવાં સાધનો પૂરાં પાડે છે. સંતતિ નિયમનની સાધક - બાધક ચર્ચા ઘણી ચાલી. સ્વતંત્ર ભારતની સ્વરાજ્ય સરકારે કૃત્રિમ રીતે સંતતિ નિરોધને રાજ્યમાન્યતા આપી છે. અને હવે એના સચિત્ર પ્રચાર પણ ચલાવ્યો છે. (ગાંધીજીનાં લાકો જ એમા મેાખરે છે.) સંતતિ નિયમનને વિચાર કરતાં મે મારો અભિપ્રાય આપ્યો છે કે, એ ઉપાયો ગમે તેટલા અનિષ્ટ હોય તોયે દુનિયામાં દાખલ થયા જ છે. લાંબા વખત સુધી એ ટકવાના એ વસ્તુ કબૂલ્યે જ છૂટકો. યુદ્ધો અનિષ્ટ છે, માંસાહાર અનિષ્ટ છે, મદ્ય સેવન અનિષ્ટ છે એ જાણતા છતાં આપણી વચ્ચે એ ત્રણે અનિષ્ટ ધમધોકાર ચાલે જ છે. એ જ રીતે સંતતિ નિયમન પણ આપણા ભાગ્યમાં હવે કાયમનું લખાયેલું છે એમ સમજીને ચાલીએ. પણ આટલાથી બસ નથી થતું. સંતતિ નિયમન પાછળ આટલે પ્રચાર, પ્રત્યક્ષ મદદ અને અઢળક ખર્ચ કર્યા છતાં પ્રજોત્પત્તિનું પ્રમાણ અંતેાષકારક રીતે ઘટતું નથી. ખાનાર મેઢાંની સખ્યા વધે છે. એમને ખવડાવવા અન કયાંથી આણવું એ સવાલ સરકારને અને વિચારી લેકોને મુંઝવે જ છે. કેટલાયે ડાહ્યા, વિચારક, વિદ્વાન અને આદરણીય લોકો કહે છે કે, અન્ન આપી આપીને થાકી ગયેલી ભારતની જમીન પણ વિજ્ઞાનની મદદથી ત્રણ ગણું કે દસ ગણુ અન્ન આપી શકે એમ છે. (એમના મેઢામાં સાકર !) જો ખેતીની કળા સુધરે, એગ્રીકલ્ચરલ ગ્રેજ્યુએટો પાસે છે એના કરતાં વધારે જ્ઞાન ખેડૂતોને મળે, તેઓ આળસ છેડે, વધુ મહેનત કરે, વૈજ્ઞાનિક ખાતરો વાપરે તે ભારતની પ્રજાને પૂરતું અનાજ મળી શકશે. પરદેશનાં જાણકાર વિદ્વાનોના પણ આવા જ અભિપ્રાય છે જે સાંભળતાં સાંભળતાં આપણે થાકી ગયા છીએ. જો આમ થાય તો અન્ન સમસ્યા ઉકલી જશે એમ સાંભળવાથી હાથમાં અન્ન આવતું નથી. પરદેશનાં રાજયો આપણી છાતી દબાઈ જાય એટલા મોટા જથ્થામાં ભારતને અન્નદાન પણ કરે છે. આપણે એમને આશીર્વાદ આપીએ અન્નવાતા ખુલી મવ પણ આપણા સવાલ હજી અણઉકલ્યો જ છે એનું શું? સંતતિનિરોધથી જો ન પતે તે માના પેટમાં જીવ પેદા થયા પછી પણ ગર્ભપાત કરાવવાનો ઈલાજ છે. યુરોપ, અમેરિકામાં અમુક પરિસ્થિતિમાં એ ઈલાજ અજમાવવામાં આવતા હશે. જો કે હજી પણ સુધરેલા માણસનું મન પણ એ ઈલાજને ‘ધાતકી’ જ કહે છે, આને અંગેના કાયદાઓ ઢીલા કરાય કે ન કરાય એની ચર્ચા ત્યાં ચાલે છે. પણ કહે છે કે, જાપાને આ બાબતમાં પહેલ કરી ગર્ભપાત માટે કાયદાની ઘણી છૂટ આપી છે. અને આપણાં સુશિક્ષિત નેતાઓ
SR No.525952
Book TitlePrabuddha Jivan 1967 Year 28 Ank 17 to 24 and Year 29 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1967
Total Pages262
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy