________________
Regd. No. MH, 117 વાર્ષિક લવાજમ રૂ. ૭
પ્રબુદ્ધ જીવન
પ્રબુદ્ધ જૈનતુ નવસંસ્કરણુ વર્ષ ૨૮ : અંક ૧૮
મુંબઈ, જાન્યુઆરી ૧૬, ૧૯૬૭, સેમવાર આફ્રિકા માટે શિલિંગ ૯
(પ્રબુદ્ધજીવનના વાચકોને યાદ હશે કે ‘બીજે છેડેથી વિચારીએ !' એ મથાળાના કાકાસાહેબ કાલેલકરના લેખ તા. ૧૬-૧૨-૬૬ના પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ કરવામાં આવ્યો હતો. આ લેખે ચોતરફ ઘણા ઉહાપોહ પેદા કર્યા છે. આ લેખથી સખ્ત આઘાત પામીને કાકા સાહેબના જ્યેષ્ઠ પુત્ર ભાઈ સતીશે કાકા સાહેબ ઉપર એક પત્ર લખેલા તે ‘ઘાતક સિરસે કયાં સાચે ?” એ મથાળા નીચે તા. ૧-૧-’૬૭ના મંગળ પ્રભાતમાં પ્રગટ થયો છે. તે પત્રનો અનુવાદ નીચે આપવામાં આવે છે. તે ઉપરથી પ્રબુદ્ધ જીવનના વાચકોને માલુમ પડશે કે ભાઈ સતીશના અને મારા પ્રત્યાઘાતમાં ઘણું સામ્ય છે. તે પત્રના જવાબરૂપે “ક્રમ ઘાતકી કૌન સા” એ મથાળા નીચે કાકા સાહેબના એક લેખ અને “ભૂમિકા મેંરી નહિ દુનિયાકી” એ મથાળા નીચે અગ્રલેખ મંગળ પ્રભાતના એ જ અંકમાં પ્રગટ થયેલ છે. જગ્યાના અભાવે એ બે લેખના અનુવાદ પ્રબુદ્ધજીવનમાં આપવાનું શક્ય નથી. જેને વિશેષ જ્ઞાસા હોય તેણે મંગળ પ્રભાતના એ અંક મેળવીને વાંચી લેવા. પરમાનંદ).
તંત્રી, પરમાનંદ કુંવરજી કાપડિયા
કાકાસાહેબના પેલા વિવાદાસ્પદ લેખ અંગે
ભ્રાતક છેડેથી શા માટે વિચારવું?
પૂજ્ય કાકાસાહેબ,
પહેલી ડિસેબરના મંગળ-પ્રભાતમાં આપના ‘બીજા છેડેથી વિચારીએ’ વાળા લેખ વાંચીને આશ્ચર્ય તેમ જ દુ:ખ થયું. અત્યન્ત નમ્રતા સાથે મારે કહેવું જોઈએ કેમને આપે રજુ કરેલા ઉપાય ઘાતક લાગે છે. નથી તેમાં તર્કશુદ્ધતા, નથી તાત્ત્વિક વિચાર—શુદ્ધતા.
લેખનો પ્રારંભ આપે ઠીક કર્યો છે. “સમાજના હિત માટે, ભૂમિના ભાર આછે કરવા માટે અને નિરૂપયોગી જીવન નાહક લાંબાવવાની મૂર્ખતાથી બચવા માટે જે લેાક જીવનથી નિવૃત્ત થાય છે, મરણની મદદ લે છે...તેઓ તે પોતાના જીવનને કૃતાર્થ જ કરે છે.” આ વિચાર એક રીતે ધ્યાનમાં લેવા જેવા છે, જો કે તત્ત્વજ્ઞાનની દષ્ટિથી તેમાં પણ દોષ છે.
.:
આગળ ચાલતાં આપે જે ઉદાહરણ આપ્યાં છે તે બધાં આત્મસમર્પણને બદલે અસહાય લોકોને જબરદસ્તીથી મોતના ઘાટ ઉપર ઉતારવાની વાતનું સમર્થન કરતા માલુમ પડે છે. નકામા અને નિર્બળ યાત્રીઓને હોડીમાંથી ફેંકી દેવા, કામ નહિ કરવાવાળા એમેિાને મારી નાખવા, યુદ્ધકાળમાં જ્યારે ખાવાનું ખુટી પડે ત્યારે બુઢ્ઢા લોકોને ખતમ કરી દેવા વગેરે સર્વ ઉદાહરણ દ્વારા એક ભયાનક હથિયાર સરકારના (અથવા તો સમાજના) હાથમાં સોંપવાન ઈલાજ આપ દેખાડી રહ્યા છે.
શ્રી.... અને શ્રી...નું અત્યંત પવિત્ર ઉદાહરણ આપે આપ્યું હોત તો બહુ સારૂં થાત. બન્નેને જ્યારે માલુમ પડયું કે વ્યાધિગ્રસ્ત
શ્રી મુંબઇ જૈન યુવક સઘનુ' પાક્ષિક મુખપત્ર છૂટક નકલ ૪૦ પૈસા
શરીર નાહક ટકાવી રાખવામાં માત્ર માનવસહજ જિજીવિષા સિવાય બીજું કશું જ નથી, ત્યારે બન્નેએ અનશન સ્વીકારીને
અત્યન્ત શાન્ત અને પવિત્ર મનથી જગતની વિદાય લીધી. આવી વિભૂતિઓને આપણા સેંકડો પ્રણામ હો !
આપે આપેલાં ઉદાહરણ એવાં લાગે છે કે જાણે કે આપ નાી તત્ત્વજ્ઞાનની એક બાજુનું અજાણપણે સમર્થન કરી રહ્યા છે. યુદ્ધકાળમાં હિટલરે બુઢ્ઢા, પાગલ, અને અસાધ્ય રોગોથી પીડિત એવા લોકોને મૃત્યુનાં મોંમાં ધકેલી દીધા હતા. (અને આ સર્વ લોકો શુદ્ધ આર્યન હતા.) પણ તે ઉપરાંત, યહૂદી વગેરે જે ‘નીચ કામ’ના લાક હતા તેમનું તો તેણે ખુરૂ સર્પસત્ર જ શરૂ કરી દીધું હતું. “જીવન માટે અનુપમુકત પ્રાણી જીવનથી નિવૃત્ત થઈ જાય જ યાગ્ય છે, ન્યાયમુકત છે, શાભાસ્પદ છે,”—આ આપનું કહેવું ત્યારે લેખી શકાય તેમ છે અને તે પણ અમુક હદ સુધી–કે જ્યારે જીવન અનુપમુકત થયું છે કે નહિ એનો ફેસલા આદમી પોતે કરે.
ગ્ય
આમ તો જીવન અનુપમુકત થયું છે એમ કોઈ પણ કહી શકે તેમ નથી. જીવન મળ્યું છે જીવવા માટે. તેના અન્ત કરવાનો, પેાતાના જીવનનો પણ અન્ત લાવવાનો કોઈને અધિકાર નથી. અનુપમુકતતાનું કારણ આપીને તેને અન્ત લાવવાવાળા ભલેને તત્ત્વજ્ઞ હોય તો પણ, થોડી પણ કાયરતા તા દાખવે જ છે અને ઈશ્વર ઉપરની શ્રદ્ધા પણ. જીવનના આખરી શ્વાસ સુધી જીવન અનુપમુકત થઈ જ શકતું નથી.
જ્યાં આવું સર્વશુદ્ધ તત્ત્વજ્ઞાન છે ત્યાં સમાજને આ પ્રકારનો અધિકાર આપવાની વાત જ ઊભી થતી નથી. કોણ અનુપમુકત બની ગયું છે એ નક્કી કરવાના અધિકાર જ્યાં આદમીને પોતાના નથી, ત્યાં આવા અધિકાર વૈયક્તિક સ્વાતંત્ર્ય પ્રતિદિન ઘટાડતી જતી સરકારોને જે આપવામાં આવે તો ‘મર્કટસ્ય સુરાપાનમ્' જેવી સ્થિતિ પેદા થવાની અને એમાંથી સમાજનો નાશ થશે એમાં કોઈ સંદેહ નથી.
પિતાના વિચારની ટીકા કરવાની ધૃષ્ટતા કરવાવાળો પુત્ર એ પણ જાણે છે કે આખરે પિતા પ્રેમયુકત તેમ જ ક્ષમાશીલ છે. અજ્ઞ બાળક સતીશના સાષ્ટાંગ દંડવત્ પ્રણામ
કાકાસાહેબના પત્ર
(તા. ૧૬-૧૨-૬૬ ના ‘પ્રબુદ્ધ જીવન’માં પ્રગટ થયેલા કાકા સાહેબના વિવાદાસ્પદ લેખની સાથે ‘એક વિલક્ષણ વિચારણા’ એ મથાળા નીચે મારી એક નોંધ પ્રગટ થઈ હતી. તે વાંચીને પોતાના નવા વિચારના ખુલાસા રૂપે એક લાંબા પત્ર તેમણે મારી ઉપર લખી માકલ્યો છે. તે પત્ર તથા તેને લગતા મારો જવાબ–આ બન્ને લખાણો નીચે ક્રમસર આપવામાં આવે છે.) પ્રિય ભાઈ પરમાનંદભાઈ,
મારા જન્મ - દિવસે ‘મંગલ - પ્રભાતમાં’ પ્રકાશિત થયેલા, મારા લેખનું ગુજરાતી કરી `‘પ્રબુદ્ધ જીવન’માં તમે એ છાપ્યા એને માટે