________________
૧૮
૧૮૦
પ્રભુ
અધિદેવ એ ભૂમિકા સિદ્ધ કર્યા પછી આધ્યાત્મિક ભૂમિકા પ્રાપ્ત કરવાની છે. એટલે કે વ્યવહાર - વ્યવસ્થા, તે પછી મનને, વિવેક શક્તિના વિકાસ, અને તે પછી આત્માની ઉન્નતિ એવા ક્રમ હાવા ઘટે. આગલાં સેાપાના વિનાની આધ્યાત્મિકતા ખે!ટી! આપણે તો આ ત્રીજા સેાપાનાની મહત્તા ગાવામાં આગલાં બે સાપાન ભૂલી જ ગયા. જે સંસાર ત્યાગે તે પૂજય - પણ એ સંન્યાસીને પણ ખે!રાક તા જોઈએ છેને? એ કોણ આપે છે? કર્મ કરનાર ગૃહસ્થી! એના અર્થ એ કે સંન્યાસીના ત્યાગના આધાર તો છે પાછું બીજા કો'કનું કર્મ. બીજો મહેનત કરે છે, ને સન્યાસીનો દેહ ટકે છે, ને તે ય ગુણ તે ગવાય છે સંન્યાસીના જ. આ એક આદર્શ આપણા સમાજમાં આવી ગયા છે અને પરિણામે કાર્ય માત્ર પ્રત્યે આપણે કંઈક બેદરકારીથી જોતા થઈ ગયા છીએ. પ્રમાદ, આળસ એ આપણા સમાજનું મોટામાં મેટું લક્ષણ બની ગયું છે.”
“જો કે ન પ્રમદિતવ્યમ તા કહેવાયું જ છે.”
“એ તો છેજ, ત્યાગ અને ભાગ એ એક બીજાનાં પૂરક છે જ, ઈશાવાસ્યાપનિષદમાં “તેન ત્યકર્તન ભુંજીથા:” કહ્યું છે. નિષ્કામ ભાવે કર્મ કરવાની વાતમાંય કર્મ કરવા પર ભાર તે મૂકાયા છે જ. અને આ બધું છતાં આપણી પ્રજામાં પ્રતિષ્ઠા તો પ્રમાદની જ થઈ છે. પ્રમાદ કરવા એ કહેનાર ધાર્મિક આગેવાન ના ઉપદેશ પ્રમાણિક હતા, પણ એમના પોતાના જીવનમાં સામાન્ય પ્રજાજનને નિષ્કર્મણ્યતા જ દેખાતી અને આ જોખમના વિચાર ધાર્મિક આગેવાનોને ભાગ્યે જ આવ્યો છે. ધનિકો તે બીજા પાસે જ કામ કરાવે અને રાજાએ કે રાજકીય આગેવાનો પણ મર્યાદિત અર્થમાં પોતાનો ધર્મ બજાવી બાકી તો બીજાના શ્રામ ઉપર જ જીવે. આમ બધે જ પ્રતિષ્ઠા થઈ
પરાવલંબનની અને પ્રવૃત્તિન્યૂનતાની, પછી તે શું થયું? ય યદ્ આચરતિકોષ્ઠ: તદ તદેવેતરો જના:
આજેય શું છે ? આપણા સમાજના કોઈ પણ વર્ગ લા ! સૌ કામ કરવું પડે છે માટે કરે છે, પણ તે ન છૂટકે જ જાણે ! મન વિના, જવાબદારીના ભાન વિના. પ્રાધ્યાપકોથી માંડીને તે અમલદારો સુધીના, અને કલાર્કથી માંડીને તે ખેડૂત સુધીના લોકો બને એટલું ઓછું કામ કરવું એ ખ્યાલ રાખીને જ કામ કરતા લાગે છે. આનું કારણ એ જ કે કામ ન કરવું એ શરમની વાત છે એવું આપણા સમાજમાં સાચા હ્રદયથી મનાતું જ નથી.”
“મૂળથી જ આપણા રાષ્ટ્રીય ચારિત્ર્યમાં આ હાય એમ આપને લાગે છે?'
“પુરાણ કાળમાં તા આપણે ખૂબ સિદ્ધિઓ મેળવી છે. જ્ઞાન ક્ષેત્રે તો જાણે આપણે આશ્ચર્યજનક પ્રગતિ સાધેલી. બીજી બધી પ્રજાએ છેક પછાત હતી. તે જમાનામાં આજના પાશ્ચાત્ય શાસ્ત્રોવિજ્ઞાનાનાય મૂળભૂત સિદ્ધાંત આપણા શસ્રોમાં મળી આવે છે.’
“એ તો જ્ઞાનક્ષેત્રે આપણી સંસ્કૃતિની વાત થઈ, પણ કર્મક્ષેત્રે? “કર્મક્ષેત્રેય ઘણું થયું છે, પણ મને લાગે છે કે વસતિ ઓછી હતી અને કુદરતી સમૃધ્ધિ ઘણી હતી, એટલે આપણને ઓછી પ્રવૃત્તિ કરવાનું ઠીક ઠીક પાસાનું. જ્યાં જીવનનિર્વાહનાં સાધના સહેલાઈથી મળી આવે ત્યાં કર્મ પ્રત્યે બેદરકારી જન્મે એમાં નવાઈ શી? આજે હવે વસતિ વધી છે ત્યારે આપણે એક જુદા પ્રકારની તાણ અનુભવીએ છીએ અને આપણી પ્રમાદની ટેવાએ હવે આપણા માટે મુશ્કેલીઓ ઊભી કરવા માંડી છે. પણ તે વખતે આવી તાણના કોઈ પ્રશ્ન નહોતો. આપણી કેટલીક પ્રથાઓ અને સામાજિક સંસ્થાઓ પણ આવા સંજોગામાં જ વિકસેલી—દાખલા તરીકે સંયુકત કુટુંબ. ત્યાં પણ જવાબદારી બધી વડીલની, અન્ય કુટુંબીજનોએ સોંપેલું કામ કરવાનું, કેટલાન પણ કરે, પણ જવાબદારી તે કોઈની નહીં—સિવાય કે વડીલની ! વ્યકિતને આ રીતે જવાબદારીપૂર્વક કામ કરવાની ટેવ જ ન પડી.
જીવન
વળી દેશ રહ્યો ખેતીપ્રધાન. એટલે વર્ષમાં અમુક મહિના કામ નહીં કરવાનું અને કુદરતની મહેર, એટલે આ પોસાયું પણ ખરું. સામાજિક રીતે કામની વહેંચણી થઈ ત્યાંય અમુક વર્ગનું અમુક જ કાર્ય એ ખ્યાલ એટલા બધા દઢ થઇ ગયા કે એ કાર્ય ન મળે તો નવરા બેસી રહેવું, પણ બીજું કાર્ય તો ન જ કરાય ! આના કેટલાક રમુજી લિસોટા હજુય રહી છે. આ સદીની શરૂઆતની વાત કરૂ છું. બંગાળમાં એક બ્રાહ્મણ કુટુંબ, સાંજોગવશાત ખેતી કરવી પડતી. એકવાર અમારે કંઈક જવાનું હતું ને ગાડું જોડવાનું હતું ને બધા બેસી રહ્યા હતા. મે કહ્યું, “કેમ શી મુશ્કેલી છે?”” તો કહે, “સાથી આવ્યા નથી, બળદને માથે ધૂંસરૂ કેમ નંખાય?'
ગયા.
તા. ૧-૧-૯૬૭
“પણ એનું શું કામ છે?” ‘કેમ વળી? ધૂંસરૂં” બ્રાહ્મણથી ન નંખાય, સાથી આવે, ધૂંસરૂ નાંખે, પછી જ બ્રાહ્મણથી ગાડું હું કાય !” –આમ બ્રાહ્મણથી ગાડું ચલાવાય પણ તે માટે ધૂંસરૂ ન નંખાય. બ્રાહ્મણથી હળ ચલાવાય પણ હળ જોડાય નહીં! આવું હતું આપણે ત્યાં છેક હમણાં સુધી! એટલે તો બીજા વિશ્વયુદ્ધ પછી જર્મની જાપાન જેવા દેશે। તદ્ન તારાજ થઈ ગયેલા, તે દાયકા—દોઢ દાયકામાં ઊભા થઈ ગયા, પણ આપણે એ નથી કરી શક્યા. પુરુષાર્થની વૃત્તિ જ ના હોય ત્યાં પ્રગતિ કયાંથી સંભવે ?
“પણ જો આ પ્રમાદ આપણા સંસ્કારમાં જ હોય તો તે આપણા દેશના ભવિષ્ય માટે આશા જ નથી....”
“ના, એમ ન કહેવાય” પંડિતજીએ કહ્યું. ‘જિજીવિષાના તત્ત્વને ભૂલ ન જાઓ. જિજીવિષા, જીવન ટકાવી રાખવાની ઈચ્છા એ એવું બળ છેકે, સમાજને મને કમને પણ ઉદ્યોગી બનવા ફરજ પડશે જ.’
“એ તો થશે ત્યારે! આજે તા બુદ્ધિશાળીઓમાં ને બીજાઓમાંય આપણા રાષ્ટ્રિય ચારિત્ર્ય – ભવિષ્ય વિષે નિરાશા જ દેખાય છે.” “એ ઠીક નથી. એવી નિરાશા શું કામ સેવવી ? આપણી પ્રજામાં કૌવત છે.'
“કૌવત એટલે ?’’
જીવવાની શકિત. અનેક સંસ્કૃતિઓ ભૂંસાઈ ગઈ તો ય આપણા દેશ જીવી શક્યો છે. એક સાથે અનેક અદ્ભુત શાસ્રો—દર્શના વિકસાવી શક્યા હતા અને આજેય પરદેશી જ્ઞાન પણ ધીરે ધીરેય એણે પચાવ્યાં કર્યું છે. એટલે હાથ ધોઈ નાખવા એ પણ યોગ્ય નથી. સંજોગાવશાત પ્રમાદના કેટલાક સાંસ્કારો આપણામાં પ્રવેશી ગયા એથી આજે આપણી અવદશા છે. પણ એ જ રીતે અપ્રમાદના ગુણ આપણે કેળવ્યા કરીશું તો આપણા વિકાસ ન થવાનું કોઈ કારણ નથી.
“પણ સમાજ આવી ઉદ્યોગપરાયણતા કેળવવાના કયારે?'' “અંતે તે અગણિત વ્યકિતઓની સાધનાથી જ, પણ આમાં મારે એક વાત પર ખાસ ધ્યાન દોરવું છે. વ્યકિતએ જાતે ઉદ્યોગનિષ્ઠ થવું એ પૂરતું નથી. ઉદ્યોગનિષ્ઠાને ચેપ બીજાને લગાડવા પણ એટલા જ પ્રગતિશીલ થવું ઘટે. એકલા પ્રવૃત્તિના ઉચ્ચતમ ગુણા ખીલવી શકનાર વ્યકિતઓની આપણે ત્યાં ક્યારેય ખોટ નહોતી, હવેનું કામ તો છે જાતે કામ કરવાનું ને બીજાને કામ કરવા પ્રેરવાનું. મેં કહ્યું તેમ ચેપ લગાડવાનું” પંડિતજીએ સમાપન કરતાં કહ્યું.
珈
નવા વર્ષે પ્રવૃત્તિશીલતાના સંકલ્પને પણ સ્થાન છે જ. સમજપૂર્વના એ સંકલ્પ હોય તા એટલું વધુ સારું.
આપણે આ કરી શકીશું? નહિ કરી શકીએ? કર્યાના શો અર્થ?” દ્રિધામાં રહ્યા કરવાના આપણે માટે હવે અર્થ નથી, અને “યારે થઈ રહેશે?” એ નિરાશા અનુભવવાના ય અર્થ નથી. એક કવિએ સરસ કહ્યું છે: “પરાગ જો અંતરમાં હશે તો, એ પાંગરીને કૃદિ પુષ્પ ખીલશે.” મનેરથે સ્વપ્ન મહીં હશે તો સિદ્ધિરૂપે કાર્યરૂપે જ જન્મશે.
સંકલ્પ કરવા જેટલી ય શ્રાદ્ધા નહીં હોય તો શ્રદ્ધાના અભાવ કાર્યચેતનાને તે અશક્ય જ બનાવી દેશે ને ?
{L
માલિક : શ્રી મુ ંબઈ જૈન યુવક સધઃ મુદ્રક પ્રકાશક: શ્રી પરમાનંદકુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળ ઃ ૪૫–૪૭, ધનજી સ્ટ્રીટ. મુ ંબઇ—૩,
મુદ્રણુસ્થાન : ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કાટ, મુંબઇ