________________
તા.૧૬-૮-૬૭
પ્રમુખ્ય વન
કેવા સાગેામાં ગર્ભપાતને
આજકાલ ઉપર જણાવેલ પ્રશ્ન બે દષ્ટિબિન્દુથી ચર્ચવામાં આવે છે: એક તે! વસ્તીવધારાની અનિવાર્ય બનતી જતી અટકાયતના સંદર્ભમાં. બીજું ગર્ભવતી સ્ત્રીના વિશિષ્ઠ સંયોગાની વિચારણાના સંદર્ભમાં.
ગર્ભપાત આખરે એક પ્રકારની ભ્રૂણહત્યામાનવ હત્યા છે જ, તેને વસ્તીવધારાના પ્રશ્ન સાથે જોડવામાં આવે તે એનો અર્થ એમ થાય કે જ્યારે પણ કોઈ સ્ત્રીની ઈચ્છા થાય ત્યારે તે ગર્ભપાત કરાવી શકે. આ “ બાબતમાં કાયદાઓ વચ્ચે આવવું ન જોઈએ. આમાંથી સૂચિત અર્થ એ નીકળે કે જો ગર્ભપાતનું પરિણામ વસ્તીઘટાડામાં આવે અને વસ્તી ઘટાડો આવકારપાત્ર છે તે કોઈ પણ ગર્ભપાત આવકારપાત્ર લેખાવો ઘટે. ગર્ભપાત અંગે આવું ધારણ સ્વીકારવા જતાં નિરંકુશના, સ્વચ્છંદ અને નૈતિક બિનજવાબદારીને જ ઉત્તેજન મળે. આ ઉપરથી એમ ફલિત થાય છે કે વસ્તી ઘટાડવા માટે કૃત્રિમ સંતતિનિયમનને લગતા બીજા જે કોઈ યોગ્ય અને સલામત ઉપાયો દેખાય તે ભલે ગ્રહણ કરવામાં આવે, પણ આ પ્રશ્નને ગર્ભપાતના પ્રશ્ન સાથે જોડવા ન ઘટે.
તે પછી ગર્ભપાતનો પ્રશ્ન માત્ર આજની સામાજિક અને નૈતિક દષ્ટિએ જ વિચારવા ઘટે. આ સંબંધમાં આજે કાનૂની પ્રબંધ શું છે તે આપણે સૌ પ્રથમ ધ્યાનમાં લેવો જોઈએ. ગર્ભપાત અંગે ઈન્ડિયન પીનલ કોડની ૩૧૨મી કલમ નીચે મુજબ છે :
“જે કોઈ વ્યકિત સગર્ભા સ્ત્રીને ‘મિસ્કેરેજ’કસુવાવડ કરાવશે અને આવી કસુવાવડ એ સ્ત્રીની જી ંદગી બચાવવાના હેતુથી કરવામાં આવી ન હોય તો આવી કસુવાવડ કરાવનાર વ્યકિત ત્રણ વર્ષ સુધીની બેમાંથી એક પ્રકારની જેલશિશા અથવા દંડ અથવા બન્ને પ્રકારની શિક્ષાને પાત્ર થશે અને જો એ સ્ત્રીના ઉદરમાંનું બાળક હાલનુંચાલતું હોય તે તેવા ગર્ભપાત કરાવનાર સાત વર્ષની જેલશિક્ષાને પાત્ર થશે તેમ જ દંડને પાત્ર પણ બનશે. ખુલાસા : જે શ્રી કસુવાવડ કરાવશે તે સ્ત્રી પણ આ કાયદા અનુસાર ગુનેગાર ગણાશે.”
આ કલમમાં ‘મિસ્કરેજ- કસુવાવડ શબ્દમાં ગર્ભપાત-એબાર્શનનો સમાવેશ થાય છે, એટલું જે નહિ પણ, સ્વાભાવિક પ્રસૂતિ થવા પહેલાં શસ્ત્રક્રિયા દ્રારા કરવામાં આવતા ગર્ભસ્થાનના દૂરીકરણના પણ સમાવેશ થાય છે. આવી ગુન્હાહિત કસુવાવડોમાં માત્ર એક જ અપવાદ સૂચિત છે અને તે ગર્ભવતી સ્ત્રીની જી ંદગી બચાવવાના હેતુથી કરવામાં આવી હોય તેવી સુવાવડ.
કસુવાવડ અથવા તો ગર્ભપાત અંગેની આ પ્રકારની કાનૂની વ્યવસ્થા ભારત સરકારની હેલ્થ અને ફેમીલી પ્લાનીંગ મીનીસ્ટ્રીને અપૂરતી અથવા તો વધારે પડતી મર્યાદિત લાગવાથી તે ખાતા del Legislation for the Legalisation of Abortionગર્ભપાતને ક્યા સંયોગામાં કાયદેસર રક્ષણ મળવું જોઈએ એ અંગેની બધી બાજુઓની પૂરી તપાસ કરી ભલામણ કરવા માટે એ વખતના મુંબઈ રાજયના એક પ્રધાન શ્રી શાન્તિલાલ શાહની અધ્યક્ષતા નીચે ૧૯૬૪ના સપ્ટેમ્બર માસમાં એક સમિતિ નીમવામાં આવી હતી અને તે સમિતિએ ૧૯૬૭ના જાન્યુઆરી માસમાં પેાતાના રીપોર્ટ બહાર પાડયા હતા. આ સમિતિની મુખ્ય ભલામણા નીચે મુજબ હતી :
(૧) જ્યારે ગર્ભાધાનનું ચાલુ રહેવું તે સગર્ભા સ્ત્રીની જીંદગી માટૅ ગંભીરપણે ોખમકારક હોય અથવા તે તેના શારીરિક તેમ જ માનશિક આરોગ્ય માટે પ્રસ્તુત બાળકનું અસ્તિત્વ, તેના
Y+{
છૂટ
કાનૂની રક્ષણ મળવુ ઘટે?
પહેલાં, જન્મ સમયે અથવા જન્મ પછી, ગંભીરપણે હાનિકર્તા નિવડવાના સંભવ હોય;
(૨) જ્યારે બાળકને જન્માવવામાં આવે તો તે બાળક આખી જીંદગી સુધી ગંભીરપણે જકડાઈ જાય અથવા તે તેની ક્રિયાશીલતા અટવાઈ જાય એવી શારિરીક કે માનસિક ખોડખાંપણવાળું થવાની પૂરી શક્યતા હોય;
(૩) જ્યારે બળાત્કારમાંથી, ૧૬ વર્ષ નીચેની અપરિણીત કન્યા સાથેના સંભાગમાંથી, તેમ જ mentally defective woman-માનસિક વિકળતા ધરાવતી સ્ત્રી–સાથેના સંભાગમાંથી ગર્ભધારણ નિર્માણ થયું હોય.
આવા ગર્ભપાત કરાવવા અંગે આ સમિતિએ કેટલીક શરતોના અનુપાલન અંગે ખાસ આગ્રહ સૂચવ્યો છે અને તેમાં ગર્ભપાત કરાવનાર ડૅાકટરની યોગ્યતા, ગર્ભપાત કરાવવા માગતી સ્ત્રીની સંમતિ વગેરે બાબતોના તેમ જ તેને લગતી કાયદાની વિધિના સમાવેશ કરવામાં આવ્યો છે કે જેથી આ છૂટછાટનો દુરૂપયોગ થવા ન પામે અથવા તે તેના મનસ્વી રીતે લાભ લેવામાં ન આવે.
આ ઉપરાંત ઐચ્છિક વન્ધ્યત્વ અંગે આ સમિતિએ એવી સૂચના કરી છે કે જે સ્ત્રીઓ વધારે ગર્ભધારણના બાજો સહન કરી શકે તેમ ન હોય તેવી સ્ત્રીઓ ફરી ફરીને ગર્ભપાત કરાવવાની સ્થિતિમાં ન મૂકાય એ માટે ડૅાકટરે એ સ્ત્રીને અથવા તેના પતિને ઐચ્છિક વન્ધ્યત્વનો માર્ગ સ્વીકારવાની સલાહ આપવી જોઈએ.
વળી આ પ્રશ્ન અને તે અંગે કરવામાં આવેલી ભલામણો બાબતમાં, એ સમિતિએ જણાવ્યું છે કે, આ રીતે ઉપસ્થિતિ થતા ગર્ભપાતને લગતા કિસ્સાઓમાંથી સાચાખોટાની તારવણી કરવાનું મુશ્કેલ હશે એ વિષે સમિતિ પૂરી સભાન છે. આમ છતાં સમિતિને લાગ્યું છે કે થોડા ખોટા અથવા અપાત્ર કિસ્સાઓની શકયતાનાં કારણે મેોટા ભાગના ખરા અને પાત્ર કિસ્સાઓને કાનૂની રક્ષણથી વંચિત રાખવા ઉચિત નથી. એ સમિતિએ વિશેષમાં એમ પણ જણાવ્યું છે કે આ ભલામણે તેના ટીકાકારના અંગત વલણ મુજબ, કોઈને વધારેપડતી સાંકડી તો કોઈને વધારે પડતી આગળ જતી લાગશે, આમ છતાં પણ આ સમિતિના મક્કમ અભિપ્રાય છે કે આજના વર્તમાન સંયોગામાં આ ભલામણેા વ્યવહારુ છે અને આજની વાસ્તવિકતાના સંદર્ભમાં તેનો અમલ અત્યન્ત આવશ્યક છે.
શાન્તિલાલ શાહ સમિતિની આ ભલામણો ભારત સરકાર સમક્ષ વિચારણા અને નિર્ણય માટે રજુ કરવામાં આવી છે અને સંભવ છે કે તેને લગતા કાયદાનો ખરડો થોડા સમયમાં ભારતની લોકસભામાં રજુ કરવામાં આવે. એ સમિતિના રીપોર્ટના ટુંકા સાર, તા. ૧-૨-'૬૭ના પ્રબુદ્ધજીવનમાં આપવામાં આવ્યો હતો. આ બાબત આજના સામયિકોમાં સારા પ્રમાણમાં ચર્ચાઈ રહી છે, તેથી પ્રબુદ્ધજીવનના વાચકોની જાણકારી તાજી થાય એ ખાતર એ રીપોર્ટની ભલામણ્ણા અહીં બીજી વાર પ્રગટ કરવામાં આવી છે.
અમુક સંયોગામાં ગર્ભપાતને કાનૂની સંમતિ આપવાના વિચાર અને વિષય આપણા સમાજ માટે તન નવા છે. આપણા ઉછેરના સંસ્કારના સંદર્ભમાં વિચારતાં ‘ગર્ભપાત’ શબ્દ જ કોઈને પણ ભડકાવે તેવા છે. આમ છતાં સમયના બદલાતા જતા ચિત્રના સંદર્ભમાં આ પ્રશ્ન વધારે ને વધારે પ્રસ્તુત બનતો જાય છે અને સમયની માગનું રૂપ ધારણ કરતા જાય છે. પચ્ચાસ વર્ષ પહેલાં વિધવા વિવાહના પ્રશ્ન પર સામાજિક અને સાંપ્રદાયિક કૉન્ફરન્સ અને પરિષદો ભાંગી જતી હતી. આજે વિધવાવિવાહ અત્યન્ત નિર્દોષ બાબત લાગે છે અને જો વિધુર પુરૂષ બીજી વાર પરણી શકે તે સ્ત્રી પણ