SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુ જીવન તા. ૧૬-૮-૭ વિધવા થતાં બીજી વાર પરણે એમાં ખોટું શું કે વાંધાપડનું શું હોય એ પ્રશ્ન કરવામાં આવે છે. આવી જ રીતે લગ્નવિચ્છેદની બાબત પણ ધીમે ધીમે સમાજના કોઠે પડતી જાય છે અને વસતીવધારાના કારણે અનિવાર્ય બનેલા કૃત્રિમ ઉપાય દ્વારા સંતતિનિયમન પણ લોકસંમતિને પામતું જાય છે. આ રીતે ગર્ભપાત પણ જો સ્ત્રીની શારિરીક રક્ષા ખાતર કરવામાં આવે છે તેમાં હવે કોઈને વાંધો ઉઠાવવા જેવું લાગતું નથી અને આવાં ઓપરેશને હવે અવારનવાર કરાતા હોવાનું સાંભળવામાં આવે છે. જો ગર્ભપાત માટે શારીરિક સ્વાધ્યના મુદ્દાને યોગ્ય અને વ્યાજબી લેખવામાં આવે તે તેવા બીજા મુદ્દાઓ જે શાન્તિલાલ શાહ સમિતિની ભલામણ દ્વારા અાગળ કરવામાં આવ્યા છે તેને પણ ગર્ભપાત માટે વ્યાજબી અને યોગ્ય કાનૂની અનુમતિને પાત્ર લખવા ઘટે. આ વિચાર સામે એક જ દલીલ કરવામાં આવે કે ઉપર જણાવેલ અપવાદયોગ્ય કિસ્સાઓમાં જે ગર્ભપાતને કાનૂની મંજુરી આપવામાં આવે તે તે ગર્ભપાત તેટલા અપવાદો પૂરતું સીમિત ન રહેતાં તેને છૂટો દોર મળવાને અને કાયદાને પૂરી દુરૂપયોગ થવાને અને તેમાંથી પારવિનાના અનર્થો જન્મવાના. આ ભીતિ સાવ ખોટી છે એમ નહિ કહેવાય. એમ છતાં પણ, આવું જોખમ આ પ્રકારના કોઈ પણ સામાજિક કાનૂન અંગે રહેવાનું જ, દા. . લગ્નવિચ્છેદને અમુક સંયોગમાં અનુમત કરતે કાયદો. આ કાયદાને દુરૂપયોગ થવાને પૂરો સંભવ છે, અમુક સંયોગોમાં તેનો દુરૂપયોગ થતો પણ હશે, એમ છતાં પણ એ કાયદાની આવ- શકતા કે ઔચિત્ય વિશે આજે હવે આપણે શંકા રતા નથી કે વાંધા ઉઠાવતા નથી. સમાજસુધારકોનું–હિતચિન્તકોનું કર્તવ્ય છે કે સમયની માંગ મુજબ કાનૂની પ્રબંધ નિર્માણ કરતા રહેવું અને તેના સંભવિત દુરૂપયોગ સામે સતત લાલબતી ધરતા રહેવું. ગર્ભપાત અંગે અપેક્ષિત કાનુની પ્રબંધ વિશે પણ આ રીતે જ વિચારવું ઘટે. જે અપવાદો સૂચવવામાં આવ્યા છે તેમાં વધારો યા ઘટાડો થઈ શકે છે. અને તેને લગતી ચર્ચાવિચારણા ખૂબ જ જરૂરી છે, પણ કોઈ પણ. સંગમાં ગર્ભપાતની વાત જ વિચારી ન શકાય એમ કહેવું યા વિચારવું એ વાસ્તવિકતા આડે આંખ મીચામણાં કરવા બરોબર છે. આજે ગેરકાનૂની અને અણઘડ ઊંટવૈદ્યો કે દાઈની મારફત ગર્ભપાતની ઘટનાએ ચેતરફ ચાલ્યા જ કરે છે. તેનું નિયમન કરવું અને જરૂરી અપવાદો માટે કાયદાને રાજમાર્ગ ખુલ્લો કરવો કે જેથી એવા ગર્ભપાત તે વિષયના નિષ્ણાત ડૅકટરોના હાથે ખુલ્લી રીતે થઈ શકે એ આ નવા વિચારાઈ રહેલા કાનૂની પ્રબંધને આશય છે. આપણે તેના સ્વરૂપને યથાસ્વરૂપે સમજીએ અને સમાજના હિતમાં જે કઈ આવશ્યક લાગે તેનું સમર્થન કરીએ. પરમાનંદ - “વિખુટો પડેલો રાક્ષસ” (તા. ૮મી જુલાઈના વીક એન્ડ રીવ્યુ'માંથી સાભાર ઉધ્ધત). થોડાક દિવસે પર ચીને એને પહેલો હાઈડ્રોજન બૉમ્બ ફેડયો. એવા પણ સમાચાર આવ્યા છે કે ચીને Atomic Warehead થી સજજ કરેલા આંતરખંડીય રોકેટ – Inter Continental Ballistic Missiles-ને પણ અખતરો કર્યો છે. આ જો સાચું હોય તે ચીને આ વિષયમાં કરેલી પ્રગતિ અંગેના વધુમાં વધુ આશાવાદી અંદાજો પણ ખેટાં કરશે. ત્રણથી પાંચ વર્ષની અંદર ચીન પાસે ઉપર જણાવેલા ICBMને યે મોટો જથ્થો સ્ટોક થશે અને તે પણ અમેરિકા એની સામેના સ્વરક્ષણની સંપૂર્ણ તૈયારી કરી શકે તે પહેલાં. કોઈ પણ દેશ પર અણુ હુમલાને ભય ઊભા થાય તે રશિયા કે અમેરિકા બેમાંથી કંઈ પણ તેના બચાવ માટે પડખે આવીને ઊભું રહે એ હવે સંભવિત લાગતું નથી. કારણકે તેમ કરવાથી એમનાં પિતાનાં શહેરો ભયમાં મુકાવાની પૂરી શકયતા છે. ચીનના આ રીતે સંપૂર્ણપણે અદ્યતન અણુશસ્ત્રોથી સજજ થવાને કારણે ચીન પ્રત્યેના આપણા સૌના વલણમાં ફેરવિચારણા કર વાનું અનિવાર્ય બન્યું છે. માસ્ક અને વોશિંગ્ટન આવી વિચારણા - કરી રહ્યાં છે એ ચક્કસ છે, જયારે નવી દિલહી શું વિચારી રહ્યું છે તેની ખબર પડતી નથી. છેલ્લા બે દશકાથી રશિયા અને અમેરિક અણુશસ્ત્રો ધરાવે છે, પણ સ્વરક્ષણ અર્થે પ્રતિકાર કરવા સિવાય તેને ઉપયોગ એ દેશે કરે એવું જણાતું નથી, જયારે ચીન પાસે અણુશસ્ત્રો હાવાં એ વધારે ભયજનક છે. ખાસ કરીને એવે સમયે કે જયારે દુનિયાના બીજા દેશોથી ચીન લગભગ વિખુટું પડી ગયું છે. છેલ્લા ત્રણ વર્ષથી ચીનને એના આંતરરાષ્ટ્રીય વ્યવહારમાં એક પછી એક નાલેશી વહોરવી પડી છે. તાજેતરમાં દિલ્હીમાં થયેલાં તોફાને અને ત્યાર બાદ બર્મા, નેપાલ અને કેનિયામાં થયેલા ચિનવિરોધી દેખાવે–આ વાતની પ્રતીતિરૂપ છે. હવે પછીના એકાદ બે વર્ષમાં જે તેનું નસીબ પાધરું ના ઉતરે તે અણુશસ્ત્રોને ઉપયોગ કરવાની ધાકધમકી દ્વારા ગુમાવેલી પ્રતિષ્ઠા પુન: મેળવવાને મરણિયા પ્રયાસ ચીન કદાચ કરે એ પાકો સંભવ છે. અમેરિકા જેવા પોતાની જવાબદારી સમજતા દેશમાં પણ કોરિયાનું યુદ્ધ જીતવા માટે અથવા વિયેટનામમાં ફ્રાન્સને મદદ કરવા માટે અત્રણુશસ્ત્રોને ઉપયોગ કરવાનું સૂચન અમુક વર્તુળાએ ગંભીરપણે કર્યું હતું. બીજી વાત એ છે કે રશિયાની જેમ ચીન પણ અણુશસ્ત્રોને ઉપયોગ નહીં જ કરે એમ માની લેવું ભૂલભરેલું ગણાશે. તાલિનનું રશિયા અને માનું ચીન બે વચ્ચે વિશિષ્ઠ પ્રકારને તફાવત છે. રશિયા અને અમેરિકા તે એકપક્ષે રહીને એકવાર આખું યુદ્ધ લડયાં છે અને પાછળથી ઠંડા યુદ્ધ દરમ્યાન ગમે તે બન્યું હોય તો પણ તેની અસર કાંઈ છેક જ ભૂંસાઈ જતી નથી. વળી રશિયાએ તે તેમના એક જીવનકાળ દરમ્યાન બબ્બે વાર સર્વનાશ થતો જોયા છે. એ જ પ્રજામાંથી રશિયાની ૧૯૪૫ પછીની નેતાગીરી જન્મી છે. અને કદાચ એ જ કારણે રશિયાએ નવું યુદ્ધ લડવાનો ખરેખરો ઉત્સાહ કદી દર્શાવ્યો નથી. ચીનને આમાંની એક પણ વાત લાગુ પડતી નથી. ન તો એને કુદી પશ્ચિમના દેશો સાથે સહકારમાં કામ કરવાને પ્રસંગ સાંપડથી કે નથી તે એને ક્યારે પણ પોતાની ધરતી પર લડાઈ લડવી પડી. તે પ્રશ્ન એ ઊભે થાય છે કે વિશ્વની શાંતિને જોખમરૂપ બનતા જતા આ વિરાટ રાક્ષસને નાથવાનું કામ આપણે કેવી રીતે કરીશું? સૌથી પહેલું પગલું તે ચીનને જલ્દીમાં જલદી સંયુકત રાણેમાં દાખલ કરી દેવાનું છે. કોઈ પણ રીતે ચીનને વિશ્વના બધા દેશોના અભિપ્રાયોના સંપર્કમાં મૂકવું જોઈએ. આપણે લાંબા સમય સુધી એની ઉપેક્ષા કરી છે. પરિણામે ચીનની આંતરરાષ્ટ્રીય વર્તણૂંક ઉપેક્ષિત બાળક જેવી બની ગઈ છે. જગતના દેશો સાથે સંબંધ એને પોતાની જવાબદારીનું ભાન કરાવશે. કદાપિ એમ ના બને તે પણ જગત આજે જે સ્થિતિમાં છે તેથી વધારે ખરાબ સ્થિતિમાં તે મુકવાનું નથી જ. ચીનને યુનોમાં દાખલ કરવું એ બાબત માત્ર એક સામાન્ય ઔપચારિકતાની બાબત મટીને હવે તો આપણા પોતાના સ્વરક્ષણના વીમા રૂપ બની ગઈ છે. ચીન જો સુધરશે નહીં અને બધાંની સાથે શત્રુતા ભરેલા સંબંધો રાખવાનું ચાલુ રાખશે તે તેની સૌથી વધારે ને સૌથી જલ્દી અસર ભારત પર પડશે. એટલા જ માટે ચીન પ્રત્યેની આપણી નીતિમાં ફેરફાર કરવાની જરૂર છે. એ રીતે વિચાર કરીએ તો સારું થવાની આશા રાખવા સાથે ખરાબ થવાની પણ આપણે તૈયારી રાખવાની છે. ચીનને યુનમાં દાખલ કરાવવા માટે અમેરિકાને તૈયાર કરવા ઉપરાંત જગતના બીજા દેશમાં પણ આપણાં એલચીખાતાં દ્વારા ભારે કામગીરી બજાવવી પડશે. ચીન સાથેની આપણી સરહદો નક્કી કરવાના બારામાં નવેસર પ્રયત્નો આદરવા જોઈશે. અકસાઈ ચીન અંગે થોગ્ય છૂટછાટો મૂકવી પડે તો પણ. વળી દુ:ખ સાથે જણાવવાનું કે માનવીય અધિકારોની સુરક્ષાના સંદર્ભ સિવાય બીજી બાબતે અંગે ટિબેટ વિશે પણ મૌનસેવન વધારે શ્રેયસ્કર લેખાશે. કોઈપણ બાબતમાં નુકસાન થવાની અપેક્ષાએ તૈયાર રહેવું એ વધારે મુશ્કેલ હોય છે. ચીન જે ભારતને અણુશસ્ત્રોની ધાકધમકી આપવાનો પ્રયત્ન કરશે તો ભારતને ભારતની પ્રજા સિવાય બીજા કોઈને સહારો નથી. પાયાને પ્રશ્ન એ છે કે-ઈઝરાયલ અને ઈજીપ્તમાં જેમ બન્યું તેમ આપણે જે ચીનને સામને એકલે હાથે કરવાનું આવી પડે તો અણુશસ્ત્રો બનાવવાથી આપણી સલામતી વધે કે ઘટે ? બીજું આર્થિક રીતે જોઈએ તો અત્યારે અને ભવિષ્યમાં આપણે આગશકિત પેદા કરવાના વિષયમાં કેટલે ભાગ આપવા તૈયાર છીએ ? આપણા પડોશી દેશે તથા આપણને આર્થિક મદદ કરનારા દેશે પર એની કેવી અને કેટલી અસર પડશે. તેને પણ વિચાર કરવાને છે. આ ત્રણે પ્રશ્નનો જવાબ જરીકે સહેલું નથી જ, તે પણ નરી વાસ્તવિકતાના આધાર પર એને આખરી નિર્ણય થવે જોઈએ. અનુવાદક: સુબોધભાઈ એમ. શાહ
SR No.525952
Book TitlePrabuddha Jivan 1967 Year 28 Ank 17 to 24 and Year 29 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1967
Total Pages262
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy