________________
૭૮
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૮-૧૭
ભાઈ શાહના સહકારપૂર્વક ભરશે અને તેમાં વીસનગરની વીમેન્સ કૅલેજના પ્રિન્સિપાલ, મહેસાણાના કોલેજના પ્રિન્સિપાલ અને હું (વિમલા બહેન) એમ અમે ત્રણ જણા વર્ગો ચલાવીશું અને આ શિબિરનું હેરલ્ડ લાકી ઈન્સ્ટીટયુટના ડીરેકટર શ્રી પુરુષોત્તમ માવલંકર ઘણુંખરું ઉદ્દઘાટન કરશે.
સૌથી પહેલી ભરાયેલી આ શિબિર બીજી ઘણી રીતે સફળ નીવડી છે. તેથી પુરવાર થયું છે કે જાગૃત અને સંવેદનશીલ નાગરિકોને સ્વયંસ્કૃત સહકાર સમાજશિક્ષણમાં બહુ અગત્યનો ભાગ ભજવી શકે છે અને મૈત્રી પણ એક ચેતનાદાયી તત્ત્વ બની શકે છે.
હું આ શિબિરમાંથી વધારે તાજી થઈને, વધારે શ્રદ્ધા પ્રાપ્ત કરીને અને સવિશેષ પ્રોત્સાહિત બનીને પાછી ફરી છું. પ્રેમ અને ભાવપૂર્વક.
વિમળા પૂરક નોંધ: શ્રી વિમલાબહેનના માર્ગદર્શન નીચે પાટણ ખાતે ઓગસ્ટની ૧૨, ૧૩, ૧૪ના રોજ છાત્ર શિબિર થઈ ગઈ ૨૫મી ઑગસ્ટ લગભગ જયપુરમાં નાગરિક પ્રશિક્ષણ શિબિર યોજાવાની છે; સપ્ટેમ્બરમાં મહેસાણા જિલ્લાની નાગરિક પ્રશિક્ષણ શિબિર વીસનગર ખાતે યોજાશે.
તંત્રી ઓફીસે જતી પત્નીઓ વિષે સંવેદનશીલ હૈયાવાળાં જગતના તમામ લોકો, મારી વાત સાંભળે અને તમારી આંખમાં આસું આવી શકતાં હોય તે જેની પત્ની ઓફિસે જતી હોય એવા મારી જેવા લોકો માટે બે ચાર આંસુ ભલે વહાવો. કામે જતી પત્નીની મુશ્કેલી વિશે આજ સુધીમાં ઘણું ઘણું લખાયું છે. પરંતુ એવી પત્નીઓના પતિઓ વિશે એક શબ્દ પણ હજી સુધી કેઈએ ઉચ્ચાર્યો સુદ્ધાં નથી. હમણાં જ “સન્ડે સ્ટાન્ડર્ડ માં એક લેખકે લખ્યું હતું તેમ “If the officegoing wife is on the cross-roads, the man who is tied by wedlock to such working woman, is literally on the cross. એટલે કે “જે ઓફિસે જતી પત્ની ના યુગમાંથી નવા યુગમાં પ્રવેશ કરી રહી છે તે તેને પરણેલે પતિ તે નરી યાતનાના ચક્કરમાં ફ્રાઈ ચૂકયે છે.”
ચાલો મિત્રો, હું તમને મારી જ વાત કહું. સમાજે વિસારી મૂકેલા મધ્યમવર્ગને હું એક સભ્ય છું. એક બાજુ કૂદકે ને ભૂસકે વધતા જતા ભાવો અને બીજી બાજુ ઉધાર બાજુનો આંક ઊંચે ચઢતો જાય. જમા અને ઉધારનું પાસું કેમે કરીને સરખું થાય જ નહિ. ઘણો વિચાર કર્યા પછી એક દિવસ મેં મારી પત્નીને જેણે લગ્ન પહેલાં વહીવટી કામ અંગેની તાલીમ લીધી હતી તેને કોઈ એકાદ
કરી સ્વીકારી લેવા કહ્યું. આમ થાય તે જ કુટુંબના બજેટને ખાડો પુરાય. ઘણી સમજાવટ અને મથામણને અંતે તે સંમત થઈ.
પરંતુ તેની પહેલી નોકરીથી જ મારી મુસીબતની શરૂઆત થઈ. એ ધંધાદારી કંપનીમાં ઘણાં સ્ત્રી-પુરુષે કામ કરતાં હતાં. દરરોજ સાંજે એ ઘેર આવે અને મને કહે “તને ખબર છે ડિયર? આજે મારી ઓફિસમાં પેલી મીસ ભાવનાની આવે છે તેણે એવી સરસ કાંજીવરમની સાડી પહેરી હતી.” અથવા “પેલી મીસ મહેતા બનારસી શેલામાં એવી સુંદર દેખાતી હતી કે ન પૂછો વાત! હું પણ એવી જ
એક સાડીને ઓર્ડર ઘેર પાછાં ફરતાં આપતી આવી છું. પણ તું ચિત્તા ન કરતે, હે ! મારાં આવતા મહિનાના પગારમાંથી હું એનું બીલ ચૂકવી દઈશ.” . વળી ઈવાર સાંજે આવીને કહેશે : “આજે તે અમારી
ઓફિસની બધી જ સ્ત્રીઓએ એક જ સરખા દાગીના પહેરવાનો નિર્ણય કર્યો છે. એટલે અમે ચૌદ કેરેટના પણ લેટેસ્ટ ફેશનના એકસરખા સોનાના બ્રેસલેટ અને નેકલેસ ખરીદ કરવાના છીએ.” | મારી પત્નીને કપડાં અને દાગીના વિષેને આ શોખ છાડા
વવા માટે એક દિવસ મેં એને માત્ર પુરુષો જ કામ કરતા હોય એવી કંપનીમાં કામ અપાવવા વિચાર કર્યો. પણ આ ખતો તે મને ઊલ્ટાને વધુ ભારે પડયો! એક સરસ મજાની સાંજે એણે મને ચમકાવતો પ્રશ્ન કર્યો: “તું મને પ્રેમ કરે છે, ડિયર ! સાચે સાચ ચાહે છે?”
મેં કહ્યું: “હા વળી, કેવી વાત કરે છે?”
તો પછી તું મને કોઈ વાર ચાઈનીઝ રેસ્ટોરાં કે કોઈ વાર પિકચરમાં કેમ લઈ જતો નથી? અમારી એક્સિમાં પેલા મિ. ભટ્ટ છે ને, તે તે એમની બૈરીને રોજ સાંજે ઓફિસેથી બારોબાર ફરવા લઈ જાય છે.” અથવા “પેલા મિ. વિલિયમ્સ તેમની પત્નીને રેજ સ્કુટર પર ફરવા લઈ જાય છે. આપણે પણ એક નવું કુટર ખરીદીએ તે કેમ ? ” અથવા “પેલા મિ. મુકરજી એમનાં પત્નીને રાઈના કામમાં કેવી મદદ કરે છે?”
ધીમે ધીમે મારા પર નવા નવા કામને બોજ વધતો ચાલ્યો. પહેલાં રડું, પછી બાળકોની સારસંભાળ, તેમને નવરાવવાંધવરાવવાં, કપડાં પહેરાવવાં વગેરે. તેમાં પણ કોઈ વાર અમારો નાને અશોક કહેશે : “પપ્પા, મમ્મી તો કોઈ વાર અમને આવા સાબુથી નવરાવતી નથી!” તે કોઈ વાર એનાથી નાની સેન્યા મને શિખામણ આપશે: “ના ડેડી, એમ નહીં, કુરતા પર કોટ ના પહેરાવાય.” સૌથી નાને રાકેશ વળી એથી યે આગળ વધશે : “મારી સેંથી વચ્ચેથી નહીં પાડવાની પપ્પા.”
મારી પોતાની ઓફિસમાં મારી પરિસ્થિતિ વધારે વિકટ બની હતી. મારા સાથીદારો મારી ઈર્ષ્યા કરતા થઈ ગયા હતા. “નસીબદાર છે તમે બન્ને. બેઉ જણ કમાઓ છે. આજે એક પચ્ચીશ રૂપિયા આપશે ? આવતા મહિનાની પહેલી જે તારીખે પાછા આપી દઈશ.” અમારા મેનેજર તે વળી કહેશે: “તમારે વળી પગારવધારો શા માટે જોઈએ? તમે તે બન્ને જણ કમાએ છે.”
પરિણામ એ આવ્યું કે મારી પત્નીએ નોકરી કરવી કે નહીં એ પ્રશ્નની મારે ફેરવિચારણા કરવી પડી. દિવસો સુધી આ પ્રશ્નના ફાયદા અને ગેરફાયદાની ગણતરી મેં કર્યા કરી. મેં જોયું કે પારકીન્સનો સિદ્ધાંત કે જે મુજબ “આવકના પ્રમાણમાં ખર્ચ પણ વધે છે.” – એ તો એક નવું લધુકથન – understatement છે. મારા કિસ્સામાં તો મારી આવકનું પ્રમાણ સરવાળાના હિસાબે વધ્યું જયારે મારા ખર્ચનું પ્રમાણ ગુણાકારના હિસાબે વધી ગયું.
હવે મેં નિર્ણય લઈ લીધું છે. તમે શું માનો છો ? મારી પત્નીને નોકરી છોડાવી દેવાનો ?
હરગીજ નહીં. મેં જ નોકરી મૂકી દેવાનો વિચાર કર્યો છે ! તમે સમજ્યા? છેવટે તે મારા કરતાં મારી પત્નીની આવક બમણી હતી ! મૂળ અંગ્રેજી :
અનુવાદક : પી. એસ. ગોપાલન
સુબોધભાઈ એમ. શાહ.
ડે. પદ્મનાભ જૈનને વાર્તાલાપ
શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે સંઘના કાર્યાલયમાં (૪૫-૪૭ ધનજી સ્ટ્રીટ, મુંબઈ -૩) તા. ૨૨ મી ઑગસ્ટ મંગળવાર સાંજના છ વાગ્યે પરદેશથી લાંબા ગાળે પાછા ફરેલા વિદ્રદવર્ય ડે. પદ્મનાભ જૈન સાથે વાર્તાલાપ ગોઠવવામાં આવ્યું છે. તે સંઘના સભ્યોને આ પ્રસંગને લાભ લેવા આગ્રહપૂર્વક વિનંતી છે.
મંત્રીઓ: મુંબઈ જૈન યુવક સંઘ