________________
૭૪.
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૮ ૧૭
જાળવી રાખવાનું કહે છે. શાસ્ત્રોના પાઠોના મારી મચડીને સાચાજૂઠા અર્થ કરે છે ને જે લોકો એમની વાતને ન માને તેમને બદનામ કરે છે. દરેક ધર્મમાં પરંપરાને ન સ્વીકારનારાઓને મિથ્યાત્વી, નાસ્તિક, કાફિર, એથીસ્ટ ઈત્યાદિ શબ્દોથી નવાજવામાં આવે છે. આ ભૂતના રક્ષણના પ્રયત્નમાં ધર્મને નામે અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય આદિ સદાચારનાં મુખ્ય તત્ત્વની ઉપેક્ષા અને શુષ્ક કર્મકાંડ, છૂતાછૂત મિથ્યાપ્રદર્શન, દંભ વગેરેની બેલબેલા ચાલુ થઈ જાય છે. - પંડા-પૂજારીઓને વર્ગ તથા સાધુ–સંસ્થાને ઈતિહાસ આ વાતને સાક્ષી છે. બ્રાહ્મણ આત્મચિંતન છોડીને ફાલ્ક ક્રિયાકાંડને મહત્ત્વ આપવા લાગ્યા. યજ્ઞમાં વેદી કેટલી મોટી હોવી જોઈએ ? વેદીની દરેક ઈટ કેટલી લાંબી, પહોળી અને કેટલી ઊંચી જોઈએ? મંત્રોચ્ચાર કરતી વખતે કયા અક્ષરને જોરથી ઉચ્ચાર કર જોઈએ ને કયે અક્ષર ધીમા સ્વરે બોલાવે જોઈએ ? યજમાને કે વેશ પહે- રવો જોઈએ ? એમ કહેવામાં આવ્યું કે આ બધી વાતમાં જરીક જેટલો પણ ફેર પડયે તે યજ્ઞનું ફળ મળશે નહીં અને દેવે યજ્ઞમાં આવશે નહીં.
જૈનધર્મ સિદ્ધાંતમાં આવી વાતને મહત્ત્વ આપતું નથી. સાધક સ્ત્રી હોય કે પુરુષ, સંસારી હોય કે સાધુ, અપેક્ષા પ્રમાણે જીવન શુદ્ધ રીતે જીવે છે તે મેક્ષ પ્રાપ્ત કરી શકે છે. અનેકાંતવાદ દરેક મતોનું સમન્વય કરવા કહે છે અને એકાંતવાદને મિથ્યા ગણે છે. જૈન સાધુઓ અને વિદ્વાને બીજા કોની સામે પોતાની ઉદારતા બતાવવા માટે ઉપર જણાવ્યા પ્રમાણેનું કહે છે, પણ એમના પિતાના જીવનમાં એમાંનું કેટલું આચરે છે તે એક વિચારવા જેવી વાત છે. જૈન સાધુઓ પણ બાહ્ય ક્રિયાકાંડને ઓછું મહત્ત્વ આપતા નથી. મુહપની કેટલી લાંબી-પહોળી હોવી જોઈએ, એને હાથમાં રાખવી જોઈએ કે મોં પર બાંધવી જોઈએ, ઓ ની દાંડી કેટલી લાંબી હોવી જોઈએ ઈત્યાદિ નાનામોટા પ્રશ્નોની ચર્ચા પાછળ આત્મશુદ્ધિના મૂળ પ્રશ્નની ઉપેક્ષા થઈ રહી છે. | સામાજિક ક્ષેત્રમાં આ ભૂત રૂઢિઓના રૂપમાં ચીટકેલાં રહે છે. સમાજના સૂત્રધારે સદૈવ ભયમાં હોય છે કે જો રૂઢિઓને છોડી દેવાય તો તેમની પ્રતિષ્ઠા ધૂળમાં મળી જાય.
રાજનીતિમાં આ ભૂતોને પ્રભાવ સમાજ કરતાં પણ વધારે ભુ કરે છે. જરૂર ન હોવા છતાં પણ કેડે તલવાર બાંધીને ચાલવું, વરસાદ કે તડકો ન હોવા છતાં પણ માથા પર છત્ર લગાવેલું રાખવું, માખીઓ વગેરે ન હોવા છતાં પણ ચામર ઊંઝાતે ચાલુ રાખો, હાથી, ઘોડા, રથ વગેરેનું મિથ્યા પ્રદર્શન કરવું વગેરે રીતરિવાજો આજે પણ રાજ-રજવાડાઓમાં પ્રચલિત છે. સૌથી વધારે મોટું ભૂત રાષ્ટ્રીયતાનું છે, જેને કારણે સરહદની એક બાજના લોકોને આપણે મિત્ર માનીએ છીએ અને બીજી બાજુના લોકોને શગુ. આ પ્રકારની વૃત્તિ પુરાણા કાળને આપણામાં ઊતરી આવેલે સંસ્કાર છે કે જયારે માનવી નાના નાના જથામાં રહેતા હતા અને અંદરોઅંદર લડાઈઝઘડા કરતે હતે. આજે પણ માણસ નાતજાતની, સંપ્રદાયની તથા સીમાસરહદની સંકુચિતતામાં બંધાયેલો છે.
વિદ્યાનું ક્ષેત્ર પણ આ ભૂતેના પ્રભાવથી અલિપ્ત રહ્યું નથી, એક બાજુ વિજ્ઞાન અનુભવના આધારે નવી નવી શોધો કરી રહ્યું છે. બીજી બાજુ ધર્મ–સંસ્થા જૂનીપુરાણી વાતનું રટણ કરી રહી છે. અને નવા વિચારોને, નવી શોધને મિશ્યા કહી રહી છે. જે પ્રજા પુરાણા ખ્યાલને ત્યાગીને આગળ નીકળી ગઈ છે તે આજે વિશ્વમાં નેતૃત્વ કરી રહી છે. જ્યારે ધર્મસ્થાનમાં બેસી રહીને પિતાની ઉત્કૃષ્ટતાની બાંગ પોકારવાવાળી, પુરાણા ખ્યાલને વળગી રહેલી પ્રજાનું આજે વિશ્વમાં કોઈ સ્થાન નથી. સૂર્યોદય થતાંની સાથે કયાંક અંધકારમાં છૂપાઈ જવાવાળા પ્રાણીઓની જેવી એમની પરિસ્થિતિ છે. અનુવાદક : .
મૂળ હિંદી : નીરુબહેન સુબોધભાઈ શાહ
ડ. ઈન્દ્રચંદ્ર શાસ્ત્રી.
52 , પ્રકીર્ણ નોંધ : મહાનુભાવ સ્વ. મણિલાલ બાલાભાઈ નાણાવટી
૧૩મી ઓગસ્ટના રોજ મુંબઈ-જુહુ ખાતેના પોતાના નિવાસસ્થાને સર મણિલાલ બાલાભાઈ નાણાવટીનું ૯૦ વર્ષની ઉમ્મરે અવસાન થયું અને એક લાંબી અને અત્યન્ત ઉજજવલ એવી જીવનકારકીર્દીને અન્ન આવ્યું. આથી આપણા સમાજને અજવાળતા એક શુભ્રજ્યોતિ તારકને અસ્ત થશે. પરિપકવ ઉમ્મરે અને શારીરિક સ્વસ્થતા અવારનવાર અસ્થિર બન્યા કરતી હોય એવા સંયેગમાં નિપજનું મૃત્યુ આપણા દિલમાં આઘાત નથી પેદા કરતું. એમ છતાં પણ તે વ્યકિત હવે આપણી વચ્ચે નથી એવી અભાવાત્મક લાગણી ઊંડી ખિન્નતાને-શૂન્યતાને અનુભવ કરાવ્યા વિના રહેતી નથી.
ઉત્તરોત્તર ઉત્કર્ષ અને આત્મ-વિકાસને વરેલી અને ખીચખીચ કામગીરીથી ભરેલી તેમના જીવનની લાંબી કારકીર્દીમાંથી કઈ વિગત બાજુએ રાખવી એ મૂંઝવતે વિષય છે. અને તેથી આપણે તે તેમના જીવનનાં સીમાચિહનને જ માત્ર નિર્દેશ કરીને જ સંતોષ માનીશું. - ઈ. સ. ૧૯૭૭માં તેમને અમદાવાદ ખાતે જન્મ થયે હતું, પણ તેમને ઉછેર તે વડોદરામાં જ થયેલું. તેમના પિતા સ્વ. બાલાભાઈ નાણાવટી વડોદરા નરેશ સયાજીરાવ ગાયકવાડના અંગત ડોકટરથી માંડીને વડોદરા રાજ્યના ચીફ મેડિકલ ઑફિસરના પદ સુધી પહોંચેલા. સર મણિલાલ નાણાવટી અથવા તે તેમની સાથે મારો વ્યવહાર તે મુજબ જણાવું તે શ્રી મણિભાઈ ૧૯૦૪માં બી. એ. એલ. એલ. બી. થઈને વડોદરા રાજયના ન્યાયખાતામાં જોડાયેલા. અને ત્યારથી ઉત્તરોત્તર નવા નવા અને ઉચ્ચતર અધિકારો અને સત્તાસ્થાન પ્રાપ્ત કરતાં કરતાં નાયબ દીવાનના પદ સુધી તેઓ પહોંચ્યા. તે દરમિયાન દેશવિદેશના તેમણે અનેક પ્રવાસે કરેલા અને રાજ્યની અનેક નાની મોટી જવાબદારી સંભાળેલી. વડોદરાનરેશે તેમની કામગીરીથી પ્રસન્ન થઈને ‘રાજય રત્ન’ને અને આગળ જતાં ‘અરુણાદિત્યને તેમને ઈલકાબ આપે. ૧૯૩૭માં તેઓ રિઝર્વ બેન્કના ડેપ્યુટી ગવનર થયા. તે પદ ઉપરથી ૧૯૪૨માં નિવૃત્ત થયા બાદ ઈન્ડિયન સંસાયટી ઓફ એગ્રિકલ્ચરલ ઈકોનોમિકસના તેઓ પ્રમુખ થયા અને તે સ્થાન ઉપર ૧૯૫૯ સુધી તેઓ રહ્યા. ત્યાર બાદ પણ કૃષિવિષય અંગે લગભગ જીવનના અન્ત સુધી તેમનું અધ્યયન સંશોધન તેમ જ લેખન ચાલુ રહ્યું.
ઈ. સ. ૧૯૬૩ની સાલમાં તા. ૨૨-૨-૬૩ના રોજ તેમનું મુંબઈ જૈન યુવક સંધ તરફથી શ્રી મહાવીર જૈન વિદ્યાલયના સભાગૃહમાં જાહેર સન્માન કરવામાં આવ્યું હતું અને તે સંમેલનની વિગત તા. ૧૬-૩-૬૩ના પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ કરવામાં આવી હતી.
બાલદીક્ષાની અટકાયતના મુદ્દા ઉપર મુંબઈ જૈન યુવક સંઘની ૧૯૨૮માં સ્થાપના કરવામાં આવી હતી અને તે દ્વારા ચલાવવામાં આવેલાં પ્રચંડ અન્દોલન દ્વારા સમયાન્તરે વડોદરામાં બાલદીક્ષા પ્રતિ બંધક ધારો પસાર કરવામાં આવ્યો હતો. એ આન્દોલનમાં અને એ ધારો પસાર કરાવવામાં શ્રી મણિભાઈને ઘણા સાથ અને સહકાર હતો. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ અને તેના મુખપત્ર પ્રબુદ્ધ જૈનપાછળથી પ્રબુદ્ધ જીવન-પ્રત્યે તેમને ખૂબ જ સદ્ભાવ રહ્યો હતો.
ઈ. સ. ૧૯૩૭ની સાલમાં શ્રી મણિભાઈ વડોદરા છોડીને મુંબઈ બાજુએ આવીને વસ્યા હતા અને જુહુના કિનારે બંધાવેલ પોતાના બંગલામાં રહેતા હતા. પણ તેમનાં અન્ય કુટુંબીઓ વિલેપારલેમાં રહેતાં હોવાથી વિલેપારલે સાથે તેમને વિશેષ સંબંધ રહ્યો હતે. વીલેપારલેના જાહેર જીવનમાં આ નાણાવટી કુટુંબ વર્ષોથી અગ્ર