________________
તા. ૧-૮-૧૭
પ્રભુ
વિવેચન હતું. પણ તેમના જુદા જુદા અનુયાયીઓએ પ્રયોગાત્મક શાસ્ત્રો ઉપર સિદ્ધરૂપતા વા પૂર્ણરૂપતાની મ્હાર મારી એકબીજા ખંડનમંડન તરફ વળ્યા હતા, એકબીજાના વિચારોને સમજવા, તેની પર સ્પર તુલના કરવી અને તે તે શાસ્ત્રોના પ્રધાન ઉદ્દેશ સમજી તદનુરૂ સાર જીવન ઘડવું એ પ્રવૃત્તિ મંદ પડી ગઈ હતી અને જુદા જુદા બુદ્ધિના અખાડાઓમાં એ પંડિતે મલ્લાની પેઠે બુદ્ધિના યુદ્ધ ચડયા હતા, તે જ સ્થિતિ ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધના અનુયાયીઓની પણ થઈ. એમણે પાતપોતાના શ્રદ્ધેય માનનીય પૂજનીય તરફ કૃતજ્ઞતાભાવ વિકસાવવા એ જરાહે ચડવાનું મુનાસબ માન્યું, અને જો કે, જીવન ઘડવા માટે એ પ્રયોગોનું અનુસરણ પણ ચાલુ રાખ્યું, છતાં એ અનુસરણમાં મેટો ભાગ આ વાણીયુદ્ધના જ રહ્યો અને મોટાં મોટાં મંદિરો, ભારે ભારે ઉત્સવ, અને પોતાની વૃત્તિને પાયે એવા ઠાઠમાઠા તથા કેટલે અંશે દેહદમન વગેરે ચાલુ રહ્યાં. આ રીત પછી તે એટલી બધી વધી ગઈ કે એ પ્રયોગોમાંના મૂળ પ્રાણ નીકળી ગયા જેવું થઈ ગયું અને માત્ર કૃતજ્ઞતાસૂચક પ્રવૃત્તિઓ જ વધતી ચાલી તથા એ બધા જૂના અને નવા પ્રયોગાનાં શાસ્ત્રો એકબીજા તરફ વિરોધભાવ ધારણ કરવા સુધી પહોંચી ગયા. આ સ્થિતિ મધ્ય યુગમાં વિશેષ વિકસી અને એ માટે અનેક નવા નવા તર્કપ્રધાન ગ્રંથાનું પણ નિર્માણ થયું અને તેમાં એટલે સુધી ભકિતભાવ વધ્યા કે અમુક શાસ્ત્ર માને તે જ આસ્તિક અને ધાર્મિક અને બીજા શાસ્રને માનનાર નાસ્તિક અને અધાર્મિક વા અજ્ઞાની વા મિથ્યાદષ્ટિ.
એ મધ્યયુગની અસર આપણા વર્તમાનકાળમાં પૂરેપૂરી જામી ગઈ છે. જો કે હવે જાહેર રીતે તે બુદ્ધિના અખાડા કેટલેક અંશે બંધ થયા છે, પણ એકબીજાના શાસ્ત્ર તરફ નફરત ઓછી થઈ જણાતી નથી. તમે જોશો કે બ્રાહ્મણપરંપરાના અનુયાયીઓમાં ભાગ્યે જ એવા પંડિતો મળશે, જેઓ જૈન અને બૌદ્ધ વિચારોની પૂરી સમજ ધરાવતા હોય તેમ આ બાજુ જૈન અને બૌદ્ધપરંપરાના અનુયાયીઓમાંનાં ભાગ્યે જ એવા ખંડિત મળશે કે જે બ્રાહ્મણપરંપરાના ગીતા અથવા ઉપનિષદ્ જેવા ગ્રંથામાં જે વિચારો દર્શાવેલા છે તેમને બરાબર સમજે, વિચારે અને તેમનું તાલન કરે.
આ વાણીયુદ્ધનું બીજું અનિષ્ટ પરિણામ એ આવ્યું છે કે એ પ્રયોગાત્મક શાસ્ત્રને માનનારાઓમાં પણ ફાટફ ટ પડી ગઈ અને તેમાંથી જુદા જુદા પંથેા - સંપ્રદાયો – સંકીર્ણ મતે ઊભા થયા. જે જે હકીકત પ્રયોગરૂપે હોય તેને અનુસરતાં તેમાં ક્રિયાભેદ વા વિચારભેદ જરૂર થાય, અને એમ બનવું એ તે પ્રયોગાત્મક પ્રવૃત્તિને પ્રાણ છે, પણ આ જુદા જુદા પંથે અને સંપ્રદાયામાં એમ ન થતાં પરસ્પર વિરોધ વધારે વધતો ચાલ્યો અને તે તત્ત્વવિચારમાં વા તેના અનુષ્ઠાનની ચર્ચામાં ગાળાગાળી સુધી પહોંચી ગયો.
આ રીતમાં જૈન ગ્રંથકારો પણ જરા ય પાછળ રહ્યા નથી. અહિંસાને સંપૂર્ણપણે માનનારા અને અનેકાનંતવાદના સિદ્ધાંતને પણ પૂરેપૂરું માન આપનારા પણ આ શાસ્ત્રકારો તત્ત્વવિચાર અને કર્મકાંડની ચર્ચામાં ન તો અહિંસાને જાળવી શકયા છે, ન તા અનેકાંતવાદ તરફના પેાતાનો આદર ટકાવી શક્યા છે.
જેવું આ કથન જૈન શાસ્ત્રકારાને લાગુ પડે છે તેવું બૌદ્ધશાસ્ત્રકારોને પણ લાગુ પડે છે. હવે તે વિજ્ઞાનના યુગ આવેલ છે અને ગાંધીયુગ પણ આપણે નજરો નજર જોયો છે. એટલે તે બંનેની અસર પ્રજા ઉપર છે. એટલે જ વર્તમાન યુવાન પેઢી ગડમથલમાં પડી છે. તે ધર્માવિમુખ નથી, પણ કર્યો. પ્રયોગ કરવા તેની મુંઝવણમાં છે. આવે ટાંકણે જો ધર્મધુરંધરો મધ્યયુગ જેવી સ્થિતિને જ પ્રધાનસ્થાન આપવામાંથી નવરા નહીં થાય તો જરૂર આ પેઢીને ધર્મવિમુખ બનાવવાની જવાબદારીના ભાગીદાર બનશે એમાં શક નથી.
જીવન
પ્રાચીન સમયમાં વૈદિક, જૈન અને બૌદ્ધ, ત્રણ પ્રયોગાત્મક વિચારધારાઓ આપણી સામે હતી, પણ હવે તે તેમાં બીજી બીજી પ્રયોગાત્મક વિચારધારાઓને પણ સમાવેશ થયેલ છે. જરથુસ્તી ધર્મની પ્રાચીન પર’પરા, ખ્રિસ્તી ધર્મની પરંપરા અને ઈસ્લામી ધર્મની પરંપરા. આ વિચારધારાઓની પણ ઉપેક્ષા કરવી પેષાય તેમ નથી એ હકીકત અંગે પણ આપનું ધ્યાન ખેંચું છું.
સમગ્ર લખાણનો સાર આ છે કે જે જે શાસ્ત્ર વર્તમાનમાં પ્રચલિત છે તે બધાં જ પ્રયોગ રૂપ છે અને તે પ્રયોગને બરાબર અમલમાં મૂકવામાં આવે એટલે આંતરથી અને બહારથી બરાબર એ પ્રયોગાને જે કોઈ અનુસરશે તે જરૂર આ વિષમકાળમાં પણ નિશ્નોયસ મેળવશે—જરૂર સિદ્ધ થઈ થશે. આચાર્ય સિદ્ધસેન દિવાકર મોટી ઘોષણા સાથે જણાવેલ છે કે: “ જેને જેને મિથ્યા દર્શન કહેવામાં આવે છે તે બધાં જ જ્યારે ભેગાં થાય ત્યારે જૈન દર્શન બને છે, જિનવચન બને છે.” વર્ગમાન યુગના જૈન સંઘના જે જે સંપ્રદાયા છે તે બધા જ જ્યારે ભેગા થાય ત્યારે પૂરો જૈન ધર્મ બનેછે એ વાત સમજવામાં આવશે ત્યારે જ જૈન સંઘનું અને અન્ય સંધોનું પણ કલ્યાણ થશે એમ મારો અંગત અભિપ્રાય છે. સમાપ્ત
૧૯
પંડિત બેચરદાસ જીવરાજ દોશી.
ચૈનપુર-મિહારમાં ચાલતી રાહતપ્રવૃત્તિ
(સેન્ટ્રલ રીલીફ ટ્રસ્ટ –મુંબઈ સંચાલિત બિહાર રાહત કેન્દ્ર તરફથી જાન્યુઆરી માસથી ચૈનપુર ખાતે રાહતપ્રવૃત્તિનું આયોજન શરૂ કરવામાં આવ્યું છે. તેમાં આજે ચાલી રહેલ પ્રવૃત્તિનો, એ કેન્દ્રનાં એક મુખ્ય સંચાલિકા બહેન શ્રીમતી મણિબહેન નાણાવટી તરફથી તાજેતરમાં મળેલા પત્રમાં, કેટલાક ખ્યાલ આપવામાં આવ્યો છે, જે નીચે મુજબ છે. પરમાનંદ) ચેનપુર, બિહાર
63–6–2 '1P
સ્નેહી ભાઈ પરમાનંદભાઈ,
આપ સહુ જાણે છે કે આપણી સંસ્થાઓ તરફથી તા. ૨૨-૧-૬૭ થી પલામુ જિલ્લામાં ચૈનપુર બ્લાકમાં સાત કેન્દ્રો ચાલે છે, જેમાં એક પાકી રસાઈનું અને બાકીનાં સૂકાં. એક કેન્દ્રમાં બબ્બે પંચાયત સમાઈ જાય છે. તે પ્રમાણે આજે આપણે કુલ ૯,૫૦૦ માણસાને રૅશન આપીએ છીએ. હજી રેશન કાર્ડ વધારીએ તે વધી શકે તેમ છે, પરન્તુ આપણી મર્યાદા છે.
હવે અહીં વરસાદ શરૂ થયા છે. એટલે કેન્દ્ર ઉપર રૅશન લેવા આવવાનું અને લાઈનમાં ઊભા રહેવાનું ચાલુ વરસાદે મુશ્કેલ પડે, જેથી અઠવાડિયાથી દરેક કેન્દ્રમાં આઠ દિવસનું રૅશન એક સાથે આપી દેવાનું શરૂ કર્યું છે. ચૈનપુરમાં આપણે રસાઈ કરીને આપીએ છીએ તે પણ આવતા અઠવાડિયાથી બંધ કરીને તેમને પણ સુકું રૅશન આપવાનું શરૂ કરીશું.
અનાજની બાબતમાં ઘણી મુશ્કેલીઓ છે. આજે આપણી પાસે એકવીસ દિવસનું રેશન છે. સરકાર પાસે અનાજની માગણી કરતાં તે મંજૂર તો થઈ છે, પણ હજી સરકારી ગોડાઉનમાં અનાજ ન હોવાને કારણે તે મળ્યું નથી. તે ઉપરાંત નદીમાં પાણી આવી જવાથી અનાજ લાવવા મૂકવાની પણ મુશ્કેલી છે. નદી પાર કરવા સારાં સાધના પણ નથી અને નદી જોખમવાળી છે.
બિયારણની બાબતમાં જણાવવાનું કે હજી સરકાર પાસે પણ પૂરૂં બિયારણ નથી. આપણે નક્કી કર્યું હતું કે રૂ. ૧૦,૦૦૦) નું બિયારણ ચૈનપુર બ્લોકમાં શકય હોય તેટલા ખેડૂતોને આપીશું, પણ તે હજી ગઈ કાલે જ ડાલ્ટનગંજમાં આવી ગયું છે તેવા ખબર