________________
૬૮
પ્રયુગ્નુ જીવન
જૈન અને માદ્ધ વિચાર ધારાની આલાચના
(ગતાંકથી ચાલુ)
જૈન ધર્મ અહિંસાને તથા સ્યાદવાદના સિદ્ધાંતને સાધનાનું પ્રધાન અંગ માનેલ છે અને સાથે સાથે સત્સંગ, ઈન્દ્રિયનિગ્રહ સ્વાધ્યાય, ૪૫, તપ વગેરે વિવિધ અનુષ્ઠાનોને એ સાધનાના પોષક રૂપે નિરૂપેલાં છે. બૌદ્ધ ધર્મ તે મધ્યમ માર્ગને કેન્દ્રમાં રાખી ‘દૃશ્યમાન બધું જ ક્ષણિક છે' એવી ભાવનાને કેળવવાની ભલામણ કરેલ છે. આ ભાવના કેળવવાથી રાગદ્ર વગેરે દૂષણ વધવાનો સંભવ નથી અને જે બીજ રૂપે તે દૂષણે રહેલાં છે તેમનો પણ નાશ જ થાય એવી પરિસ્થિતિ ઉકત ભાવનાને કેળવવાથી નિર્મિત થાય છે.
આ સાથે અહિંસા વગેરેનું આચરણ, ઈન્દ્રિયનિગ્રહ, સત્સંગ, જપ, તપ, પ્રાર્થના વગેરે કર્મકાંડો બતાવેલાં છે. એમાં ધ્યાન અંગે વિશેષ ભાર અપાયેલ છે. આ રીતે આ બન્ને દર્શનાએ નિર્વાણમાર્ગની પ્રાપ્તિની દિશા બતાવેલ છે. હવે વિચાર કરો કે આમાં વાદવિવાદ, ખંડનમંડન કે દંતકહને સ્થાન જ કર્યાં છે?
આપણે જાણીએ છીએ કે વર્તમાનકાળમાં વિવિધ પ્રકારના વૈજ્ઞાનિક ખંડિતાએ ભૌતિક સિદ્ધિ મેળવવા સારૂં અનેક પ્રયોગા કરીને અનેક જાતના જુદા જુદા નિર્ણયો તારવેલા છે. તેમાંના જે નિર્ણયાને તમામ વૈજ્ઞાનિકોએ તથા તેમની સમિતિએ સ્વીકારેલા છે તેમને સર્વ સંમત માનવામાં આવે છે અને જે નિર્ણયો વિવાદાસ્પદ હોય છે તે અંગે પ્રયોગા કરી કરીને ચકાસણી કરવામાં આવે છે. તેમાં કોઈ વૈજ્ઞાનિક એમ ધારતા નથી તેમ સાગ્રહ એમ માનતા નથી કે મારો જ નિર્ણય ખરો છે. અને અમુકનો નિર્ણય ખોટો જ છે, તથા કોઈ વૈજ્ઞાનિક એ માટે શાસ્ત્રાર્થ કરવાનું પણ ધારતા નથી. એ તા એમ જ સમજે છે કે પ્રયાગ કરવાથી તથા એ અંગે વધુ ચિંતન-મનન, સંશોધન કરવાથી જે હકીકત નિશ્ચિત થાય તે સર્વસામાન્ય થાય અને સર્વગ્રાહ્ય પણ થાય. આમ હોવાથી બધા જ વૈજ્ઞાનિકો પાતપાતાની શોધે! અને તે બાબતના વિચારોનું પરસ્પર આદાનપ્રદાન કરતા છે, પણ કોઈ સ્થળે વૈજ્ઞાનિકો વચ્ચે દં તકલહ થયા જાણ્યો, સાંભળ્યો કે જોયો નથી.
આપણા દેશમાં પણ ઘણા પ્રાચીન કાળથી ચિંતન-મનન થતું આવેલ છે. સંસારપ્રવાહમાં તણાતા પ્રાણીઓની દુ:ખમય સ્થિતિ જોઈ જેમના ચિત્તમાં કરુણાનાં પૂર ઉમટયાં તેવા વીર પુરુષોએ આ પ્રત્યક્ષ દુ:ખમય સ્થિતિને કેમ ટાળી શકાય, એ અંગેની શોધ માટે પેાતાનાં ભૌતિક સુખોની આહુતિ આપી, ચિંતન-મનન નિદિધ્યાસન સાથે પોતાના જ દેહ ઉપર, મન ઉપર, વૃત્તિઓ ઉપર અને ઈયિો ઉપર અનેક અખતરા કર્યા, ઘેર દેહદમન કર્યાં, ધ્યાન કર્યાં, જપ, તપ, સ્વાધ્યાય વગેરે પણ કર્યાં, એ બધું કર્યા પછી એમને જે જે અનુભવા થયા અને એ દ્વારા એમને જે જાતના નિર્ણયો લાધ્યા તે સંસાર સામે રજૂ કર્યા. આ અંગે શ્રીકૃષ્ણ, પિશ્ મુનિ, ગૌતમ મુનિ, કણાદમુનિ તથા વર્ધધાન મહાવીર અને સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધ એ બધાએ વિવિધ સાધના દ્વારા જે જે નિર્ણયો તારવ્યા અને તેમને પાતે કરેલા પ્રયોગો દ્વારા જે જે અનુભવા થયા તે બધા જ જગત સમક્ષ મૂકયા અને તે સૌએ ધોષણા કરી કે આ દુ:ખમય પરિસ્થતિમાંથી બચવાની ઈચ્છા હોય તો અમે જે જે પ્રયોગો બતાવ્યા છે અને જે જે અનુભવો તારવ્યા છે તે પ્રયાગે તમે પણ કરો અને સ્થિર શાંત પરિસ્થિતિમાં પૂર્વગ્રહોનો ત્યાગ કરીને એ પ્રયોગામાં નવી નવી શેાધાનું ઉમેરણ કરી સાધ્ય ડિસ્ક્રિ માટે વધારે સરળ માર્ગનું શોધન કરી અને એ દ્વારા તેમણે સંસારને વધારેમાં વધારે સરળ માર્ગની ભેટ કરી.
પ્રસ્તુતમાં શ્રીકૃષ્ણ વગેરે વીર પુરુષેોની શેધા અને અનુભવે
તા. ૧-૪-૬૭
અંગે વિશેષ કહેવાનો આ પ્રસંગ નથી, આ પરિષદ જૈન અને બૌદ્ધ વિચાર પૂરતી ગાઠવાયેલ છે, એટલે તે બે દર્શનના શેાધકોના વિચારોને જ ઉપર જણાવેલા છે.
હવે આપણે વિચારીએ કે આપણે આ બાબત શું કર્યું ? કોઈ નવી શોધો કરી ? કોઈ નવા પ્રયોગ કરી નવા નિર્ણયા કે અનુ
ભવા તારવ્યા ?
આ સવાલોના જવાબ મેળવવા ભૂતકાળના ઈતિહાસને અહીં થોડો ઉખેળવા પડે તેમ છે.
મહાવીર અને બુદ્ધ એ બન્ને ચીલાચાલુ પુરુષ નહોતા, પરંતુ સ્વતંત્રપણે વિચારક હતા. પરાપૂર્વથી જે ધર્મપ્રવાહ ચાલ્યો આવતા હતા તેમાં તે બન્નેએ વિશેષ પરિવર્તન આણ્યું હતું અને તેમના જમાનાની જે અનિષ્ટ રુઢિઓ હતી તેમને તે બન્નેએ સખ્ત સામના કરી, પ્રજાને નવી દિશાએ ચાલવાની પ્રેરણા આપવા સારું, તેમણે બન્નેએ પોતપોતાના સુવાંગ પ્રયોગો આરંભ્યા હતા. તેમાં તેઓ પાર ઉતર્યા એટલે તે પ્રયોગાને તેમણે લોકો સામે મૂકયા, અને જે રીતે તેમણે એ પ્રયોગો આચરેલા તે રીત લોકોને સમજાવી, અને તે પ્રમાણે વર્તવાની પ્રેરણા આપી. તે સમયના હજારો લાખ લોકોએ એમની સૂચનાને માન્ય કરી, એ પ્રયોગા પ્રમાણે જીવન ઘડવું શરૂ કરેલું અને તેમાં ઘણા લોકો ઠીક ઠીક સફળ થયા અને પ્રજામાં તે પ્રયોગો આદર પામ્યા.
હવે ખરી વાત એ છે કે તે પ્રયોગા પ્રમાણે જીવન ઘડવું અને તેમ કરીને વળી એમાં કાંઈ નવી શોધો કરી તેમાં વિશેષ સુગમના લાવી એ પ્રયોગેશને આગળ ચલાવવાના હતા, પણ તેમના જમાના * પછીના જમાનામાં તેમ ન બન્યું અને પ્રજા તેમના તરફ અહોભાવની જરે જોવા લાગી અને પેાતાને આવા ઉત્તમ કોટિના પ્રેરકો મળ્યા જાણી અત્યંત પ્રભાવિત થઈ, માત્ર તે બન્નેનાં ગુણગાન પૂજા અને મહિમા કરવા લાગી અને આ રીતે લગભગ પ્રજાને મોટો ભાગ ભકિતના પ્રવાહમાં તણાયા અને એ બન્ને મહાપુરુષોએ જે નવા નવા અનુભવો કરી તે પ્રયોગોની શે!ધ ચલાવી આગળ વધારેની અને તે રીતે પ્રજાનું જીવન ઘડવા અને તદનુસાર વર્તન કરવા પ્રયાગ બતાવેલા તે પ્રયોગો માત્ર સ્થાને સ્થાને પૂજાવા લાગ્યા અને તે તે બન્ને મહાપુરુષોનો જ મહિમા, પરપકારીપણું, અદાણ ત્યાગ વગેરે ગુણો ગવાવા લાગ્યા.
આમ થવું સ્વાભાવિક હતું અને આમ કરવામાં તે બન્ને મહાત્યાઓની જીવનસરણીને અનુસરવાનું બળ મેળવવાનું હતું, પણ તે પ્રધાનપ્રવૃત્તિ ઢીલમાં પડી અને તે તે પુરુષોના અનુયાયી વિજ્ઞાન લેાકાએ તે પ્રયાગાને શબ્દમાં ઉતારી તેમનાં જુદાં જુદાં શાસ્ત્રો રચ્યાં, આ પણ જરૂરી હતું, પણ ભકિતના અસાધારણ આવેશમાં એ શાસ્રાને માનનારાઓએ એ શાસ્ત્રોને માટે એવી મહેાર મારી કે એ પ્રોગામાં હવે કાંઈ ઉમેરવા જેવું નથી તેમ તેમાં કાંઈ નવું પરિવર્તન કરવાની જરૂર નથી, પરંતુ જે છે તે તદૃન સંપૂર્ણ છે.
આ પહેલાં જીવનશુદ્ધિના સાધક પ્રાચીનતમ પ્રયોગ કર નારાઓનાં પણ જુદા જુદાં શાસ્ત્રો રચાઈ ગયાં હતાં અને તે જુદા જુદા શાહ્યકર્તાઓએ પણ પોતપાતાના શાસ્ત્રો અંગે પૂર્ણતાની મહાર મારી હતી. અને એ બાબત તેઓ પરસ્પર વાદવિવાદે પણ ચયા હતા અને ‘મમ સત્યમ' એ ન્યાયે તેએ એકબીજા વચનયુદ્ધ તરફ પણ વળ્યા હતા. સાંખ્યશાસ્ત્ર (કપિલ મુનિ) ન્યાયદર્શન ( ગૌતમમુનિ ) અને વૈશેષિકશાસ્ત્ર ( કણાદ મુનિ ) આ ત્રણે પ્રયોગાત્મક શાસ્ત્રો હતાં, તેમાં તેમના પ્રણેતાના પોતપોતાના જુદા જુદા અનુભવા હતા અને તેમણે જે રીતે સાધના કરી જીવન ઘડેલું તેનું