________________
તા. ૧-૮-૧૭
પ્રબુદ્ધ જીવન
(તા. ૩૧મી ઓગસ્ટથી તા. ૮ સપ્ટેમ્બર સુધી એમ નવ દિવસ માટે શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા યોજાઈ રહેલી પર્યુષણ વ્યાખ્યાન માળા માટે નક્કી કરાયેલા વ્યાખ્યાતાઓમાં એક વ્યાખ્યાતા છે. રેવરન્ડ ફાધર સી. જી. વાલેસ એસ. જે. આ ફાધર વાલેસ અમદા વાદની સેન્ટ ઝેવિયર્સ કાલેજમાં ગણિતના અધ્યાપક છે. તેમની ઉંમર આજે ૪૨ વર્ષની છે. તેઓ ૧૯૫૩માં ગુજરાતમાં આવ્યા અને ગુજરાતી ભાષાનું તેમણે અધ્યયન શરૂ કર્યું અને થોડા સમયમાં તેમાં તેમણે અદ્ભુત પ્રાવીણ્ય પ્રાપ્ત કર્યું. છેલ્લાં બે વર્ષથી ‘કુમાર’ માસિકમાં ‘વ્યકિત- . ઘડતર'ના મથાળા નીચે તેમની એક લેખમાળા પ્રગટ થઈ રહી હતી, જેના છેલ્લા ૨૪મા હતો જૂન માસના અંકમાં પ્રગટ થઈ ચૂકયો છે, અને હવે જુલાઈ માસના અંકમાં ‘જીવનદર્શન’ એ મથાળા નીચે તેમની એક નવી લેખમાળા શરૂ થઈ ચૂકી છે. આ ફાધર વાલેસનો પરિચય, તેમના તરફથી ૧૯૬૦માં ‘સદાચાર’ એ શિર્ષક એક નિબંધગ્રંથ પ્રગટ કરવામાં આવેલા તેના ઉલ્લેખપૂર્વક, ફાધર વાલેસના સહ-પ્રાધ્યાપક શ્રી ચીમનલાલ ત્રિવેદીએ ‘કુમાર’ના એ દિવસેાના એક અંકમાં પ્રગટ કરેલ, જે અહીં નીચે સાભાર ઉદ્ધૃત કરવામાં આવે છે. અહીં એ જણાવવું પ્રસ્તુત લેખાશે કે આગામી પર્યુષણ વ્યાખ્યાનમાળામાં ફાધર વાલેસનાં બે વ્યાખ્યાના નક્કી કરવામાં આવ્યાં છે. (૧) ‘ભગવાન ઈશુ,' (૨) ધર્મ અને વિજ્ઞાન' અને તેઓ પોતાનાં એ વ્યાખ્યાના ગુજરાતીમાં આપવાના છે. પરમાનંદ)
તેમણે કદી વિરોધ કર્યો ન હતો. મજૂર અને માલિકો વચ્ચે મતભેદો તો વારંવાર ઊભા થતા હતા. ગાંધીજી અને શ્રી અનસૂયાબહેન એક પક્ષે હાય, શ્રી અંબાલાલભાઈ સામે પક્ષે હાય, છતાંય શ્રી ઓંબાલાલભાઈની વૃત્તિ એટલી શુદ્ધ રહેતી કે તેમણે કદી ગાંધીજી કે શ્રી અનસૂયાબહેન પ્રત્યે પ્રેમ બતાવ્યા નહોતા. શ્રી અંબાલાલભાઈને એક વખત એમ પણ કહેલું કે ગાંધીજીની આગેવાની નીચે મજૂર ચળવળ ચાલે એને મને વિરોધ નથી, કેમકે મને ખાતરી છે કે ગાંધી કદી કોઈનું બૂરું નહિ ઈચ્છે. ભવિષ્યની પ્રજાને એ જાણી આશ્ચર્ય થશે કે જયારે અમદાવાદના મજૂરો પોતાના હિતના રક્ષણને માટે સંગઠન સાધતા હતા અને ગાંધીજી અને શ્રી એનસૂયાબહેનના નેતૃત્વ નીચે નાની મેોટી લડતા લડતા હતા ત્યારે શેઠી અંબાલાલ સારાભાઈ મિલમાલિક મંડળના પ્રમુખ હતા. શેઠશ્રી
આગામી પર્યુંષણ વ્યાખ્યાનમાળાના એક વ્યાખ્યાતા ફાધર સી. જી. વાલેસ
می
એક બહુશ્રુત વિદ્વાન
‘સદાચાર’ના લેખક રેવ. ફાધર વાલેસનો જન્મ ૩૫ વર્ષ પૂર્વે સ્પેનમાં થયો હતો. જીવનના પ્રભાતમાં જ માત્ર ૧૫મે વર્ષે ઈસુ સંઘ (સાસાયટી આવ જિસસ)માં જોડાઈને એમણે પાંચ વર્ષો સુધી સ્પેનમાં જ રહીને વિવિધ ભાષા તથા સાહિત્યના અભ્યાસ કર્યો, અને એ પછી ત્રણ વર્ષ તત્ત્વજ્ઞાનના અભ્યાસ પાછળ આપ્યાં. ત્રેવીસમે વર્ષે એમણે હિંદમાં પગ મૂકયો એવા જ ગણિતશાસ્ત્રના અભ્યાસ માટે તેઓ ખાસ મદ્રાસ ગયા, અને ત્યાં ચાર વર્ષો સુધી તેની આરાધના કરીને ઈ. સ. ૧૯૫૩માં એ વિષય સાથે એમ. એસસી.ની ઉપાધિ તેમણે પ્રથમ વર્ગ સાથે મેળવી. એ પછી તે ગુજરાતમાં આવ્યા, અને આણંદ તેમ જ વલ્લભ વિદ્યાનગરમાં રહી ગુજરાતી ભાષા શિખવાના આરંભ કર્યો. ઓગણત્રીસ વર્ષની વયના આ ઉત્સાહી અને ખંતીલા યાજ્ઞિકે (પ્રીસ્ટ-પાદરીએ) ગુજરાતી ભાષાની
૧૭
અંબાલાલભાઈ મજૂર –માલિકની લડત વેળાએ માલિક પક્ષે આગેવાની ભર્યો ભાગ ભજવતા હતા, છતાં તેમની પ્રમાણિકતા, સરળ દૃષ્ટિ અને દિલની ઉદારતાને કારણે તેઓ ગાંધીજીની વાત સમજી શકતા હતા અને મજૂરોને થતા અન્યાય દૂર કરવામાં ગાંધીજીને મદદરૂપ થતા હતા.
ફાધર સૌ. જી. વાલેસ
'
“ શેઠશ્રી અંબાલાલ સારાભાઈ કેવળ વ્યકિત નહોતા, ઉઘોગપતિ નહોતા, પણ તેઓ સમાજમાં એક સંસ્થારૂપ બની ગયા હતા. દેશ – પરદેશના રાજકીય નેતાઓ, સાહિત્ય અને કલાના ઉપાસકો અને વિદ્રાન સાથે તેમને ગાઢ સંપર્ક હતા. તેમની સાથે વાત કરનારને તેમની પાસેથી કંઈ ને કંઈ જાણવાનું મળતું. તેમના ચાલ્યા જવાથી તેમના વિશાળ મિત્રસમુદાયને એક મહાન સલાહકાર મિત્રની ખોટ પડી છે.”
બારાખડી લૂંટવા માંડી અને બે વર્ષના ગાળામાં તા ગુજરાતી ભાષા પર પ્રભુત્વ મેળવી લીધું. (કેવું તે તે એમના લખાણ પરથી પ્રતીત થયું હશે.) ગુજરાતી ભાષાના મુખ્ય મુખ્ય સાહિત્યસ્વામીની કલાસૃષ્ટિના એક ગુજરાતી-ભાષીના અધિકારથી એમણે પરિચય મેળવ્યો. એમાં મેં કાકાસાહેબ કાલેલકરનાં લખાણેએ તે એમના નિમળમધુર હ્રદયમાં પ્રસન્નતા રેલાવી, અને સમગ્ર રીતે એમના આત્મપ્રદેશમાં ગુજરાતી ભાષાસાહિત્ય પ્રત્યે આત્મીયતા પ્રકટી. એ પછી ૧૯૫૫માં તેઓ પૂના ગયા, ને પાંચ વર્ષ ત્યાં રહી ધર્મ શિક્ષણ મેળવતાં મેળવતાં, વિવિધ ધર્મોના તેમણે ઊંડા અભ્યાસ કર્યો.
આમ કુલ ઓગણીસ વર્ષોની ઉપાસનાને અંતે તેઓ હવે ૧૯૬૦ના જૂનથી અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કાલેજમાં ગણિતશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે જોડાયા છે. એ સંસ્થામાં જોડાયા પછી તેઓ શિક્ષણકાર્યમાં જ તન્મય બની ગયા છે. ગણિત અને તત્ત્વજ્ઞાનના સુભગ સમન્વય એમનામાં પ્રત્યક્ષ જોવા મળે છે. ગયા સત્રમાં ગુજરાત યુનિવર્સિટીને ઉપક્રમે ‘ગણિતના પાયા’ એ વિષય પર ત્રણ એક સ્ટેન્શન' વ્યાખ્યાના આપીને એમણે એમના ગણિત–વિષયક અદ્યતન જ્ઞાનનો લાભ આપ્યો, અને ‘સમૂળી ક્રાંતિ'ની ધર્મવિષયક વિચારણા પર જુદી જુદી સંસ્થાઓમાં વ્યાખ્યાના આપીને એમની ચિંતન શકિતના પણ પરિચય ’કરાવ્યા .
ગણિત એ એમને પ્રિય વિષય છે, તો સાહિત્ય અને સંગીત પણ એમને ઓછા પ્રિય નથી. ગ્રીક સાહિત્યની લગભગ બધી જ પ્રશિષ્ટ કૃતિઓનું એમણે મૂળમાં જ પરિશીલન કર્યું છે. સ્પૅનિશ, જર્મન, ફ઼ોન્ચ, ઈટાલિયન, પોર્ટુગીઝ, લૅટિન, ગ્રીક, ગુજરાતી, હિંદી, અંગ્રેજી-એમ દશેક ભાષાઓનું એમનું જ્ઞાન આદર પ્રેરે એવું છે. એમના જીવનું મુખ્ય દષ્ટિબિન્દુ વિદ્યાર્થીઓને સદાય નૈતિક માર્ગદર્શન આપવાનું રહ્યું છે. નિયત અભ્યાસક્રમના શિક્ષણ દ્વારા મળતી ‘ડિગ્રી’એની એમને ઝાઝી કિંમત નથી, જેટલી વિદ્યાર્થી જીવનમાં નીતિશિક્ષણની કેળવણીની એમને લાગી છે. આ શુભ હેતુને કેન્દ્રમાં રાખીને સૌ પ્રથમ એમણે ‘સદાચાર’ની પુસ્તિકા ગુજરાતી ભાષામાં પ્રકટ કરી છે. આપણે આશા રાખીએ કે એમના તરફથી આવાં સુંદર પુસ્તકો, જે ભૂમિને એમણે પોતાના કર્તવ્યસેવાના ક્ષેત્ર તરીકે અપનાવી છે એ ગુજરાતને, વિશેષ ને વિશેષ પ્રમાણમાં મળતા રહે ! પ્રાધ્યાપક ચિમનલાલ ત્રિવેદી