SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુદ્ધ જીવન બીજે થાય તેનાથી પોતાની વસ્તુ ચડિયાતી કેમ થાય અને તેમાં પણ સતત પ્રગતિ કેમ થતી રહે તે માટે પ્રયત્નશીલ રહેતા, એક દિવસ એમણે મને કેલિકો મિલમાં આવવા કહ્યું. ત્યાં મારી પાસે એમણે એમની મિલના કાપડના કેટલાક નમૂના મૂકયા ને કહેવા લાગ્યા : “ જુએ તો ખરા. હું તમને આ નમૂના બતાવું છું. આપણે ત્યાં કાપડ થાય છે ને કેટલું ખામીભર્યું છે?” મેં નમૂના જોઈ કહ્યું કે, “આ કાપડ તે! સરસ લાગે છે!” તે વખતે હું ખાદીનું કામ કરતા હતા અને ખાદીમાં તો સૂતર સમાન ન હોય, વણાટમાં પણ ખામી હાય, એના પ્રમાણમાં તે એ કાપડ ઘણું સારું લાગ્યું. પણ તેમણે કહ્યું કે, “પરદેશી કાપડની સાથે સરખામણી કરીએ તો આ ઘણું ઊતરતું છે. પણ પ્રયાસ કરીએ તે આથી ઘણું વધારે સારું થઈ શકે. એકલા ઉદ્યોગના સંચાલકો નહિ પણ આપણા દેશમાં કારીગર વર્ગ પણ કાળજીપૂર્વક કામ કરે તે ખામીઓ બહુ ઓછી થઈ જાય ને કાપડ સરસ ઊતરે. તે વખતે બીજી મિલામાં નુકસાની–કાપડ વધુ ઊતરતું, પણ અંબાલાલભાઈની કાળજીને લીધે કલિકામાં એનું પ્રમાણ અડધાથી પણ ઓછું રહેતું. અમદાવાદની મિલામાં આરંભકાળમાં જાડુંજ સૂતર કંતાનું. ઝીણુ સૂતર બહુ વરસે પછી કંતાનું થયું. ઊંચા આંકનું સૂતર કાઢનારમાં અંબાલાલભાઈ પહેલા હતા. તે વખતે તે જોઈ કેટલાક મિલમાલિકા હસતા ને એની સફળતા વિષે શંકા કરતા. પણ તેમણે એ કામ સારી રીતે ચલાવી તેમાં પૂરી સફળતા મેળવી. કામને અંગે જે કાંઈ સંજોગા ઊભા થાય તેને પહોંચીવળવા તેઓ હંમેશ તત્પર જ રહેતા. એક દિવસે સવારે તેમનાં દીકરી ગિરાબહેન મને મળ્યાં ને કહ્યું કે, “રાતે અમારી મિલમાં આગ લાગી હતી. ફોન આવ્યા હતા, પણ જાણ્યું કે કશું ખાસ નુકસાન થયું નથી. અમે તા ઘેરથી જ ફોન પર યોગ્ય સૂચના આપી દીધી હતી. પણ પપ્પાથી ન રહેવાયું. તેઓ રાતે બે વાગે મિલમાં ગયા. જ્યાં આગ લાગી હતી તે જગ્યાની નજદિકમાં જ સળગી ઊઠે તેવા તેલના ડબા હતા. તે તેમણે તરત જ ખસેડાવી દીધા. જો તે સવેળા ખસેડાવી ન લીધા હોત તે। આગ ફેલાઈ જાત.” જે જોવાનું કરવાનું હોય તે જાતે જ જોવા કરવાની આ ટેવથી માટું નુકસાન થતું બચી ગયું. કોઈવાર કોઈ બાબત કોઈને નાની લાગે છતાં મહત્ત્વની પણ હોય. એવી બાબતા વિચારી તેઓ ઘટતું કરતાં સંકોચ કરતા નહિ. એક દિવસ વડાદરા જવાની તેઓ તૈયારી કરી રહ્યા હતા. વડોદરમાંય એમનું કેમિકલનું કારખાનું આવેલું છે. મિલઉદ્યોગ ઉપરાંત બીજા ઉદ્યોગો પણ હાથમાં લેવા જોઈએ એમ તેમને લાગતું હતું ને તેમાંથી આ કારખાનું ઊભું થયું હતું. સવારે હું ગયો ત્યારે મને કહેવા લાગ્યા વડોદરા જાઉં છું.” મેં પૂછ્યું “શા માટે?” એટલે કહેવા લાગ્યા : જુની બાટલીઓના નિકાલ કરવા માટે” એ કારખાનામાં અનેક કુશળ અધિકારીઓ કામ કરતા હતા, પણ આ વસ્તુ એ ઉદ્યોગની દષ્ટિએ એમને મહત્ત્વની લાગી ને મને એ વિષે કહ્યું, “તમને ખબર નહિ હોય, પણ આ ઉદ્યોગમાં બાટલી વગેરે પેકિંગનાં સાધનાનું સ્થાન મહત્ત્વનું છે. એટલે એ પણ જોવું જોઈએ.” ઉઘોગમાં ષ્ટિ ને ઉદ્યમ બન્ને જોઈએ. જાગ્રત રહીને પરિશ્રમ કરવામાં આવે તે જ સફળતા મળે. 66 તેમને બગીચાને શાખ પણ ઘણા હતા. એમના બંગલાના કમ્પાઉન્ડમાં જાતજાતનાં વૃક્ષા, વેલીઓ અને છોડવા રોપ્યા કરે છે અને તેની દરકાર પણ બહુ સારી રીતે રાખવામાં આવે છે. તેમના બગીચામાં કેકટસ (થાર)ની દસબાર જાતે છે. એમના વિચાર તે દુનિયાભરના કેકટસ લાવીને ઉગાડવાના હતા. જેવા વનસ્પતિના શાખ તેવા પક્ષીઓના પણ શેખ હતો. બગીચામાં જાતજાતનાં પંખીઓ ઉછેર્યાં હતાં અને સારી રીતે રાખતા હતા. એમની ખાસિયતા ને જરૂરિયાત તેએ બરોબર સમજતા ને પૂરી કરતા. ગાંધીજી જેલમાં ચાર વાગે ઊઠી રાતે દસ વાગ્યા સુધી કામ કરતા. પૂછતા કે, “આટલા બધા કામથી થાક નથી લાગતા ?” તે કહેતા કે “ જો કામમાં રસ હોય તો સમય કર્યાં પસાર થઈ ગયા તેની ખબર સુદ્ધાં ન પડે.” એમ અંબાલાલભાઈને આ બધા કામમાં પૂરેપૂરો રસ, એટલે થાક જેવું એમને કદિ પણ લાગતું નહિ. શાહીબાગમાં અત્યારનું તેમનું મકાન બંધાતું હતું. એકદિવસ બપારે એક વાગે છત્રી લઈને પાંચમે મજલે સૂચના આપતા હતા. તા. ૧-૪-૬૭ હું તેમને કોઈ કામ માટે મળવા ગયા ને એમને છત્રી લઈ ઊભેલા જોઈ પૂછ્યું, “આમ ખરે બપોરે આટલું બધું કષ્ટ શા માટે ઉઠાવા છે?” તેા કહેવા લાગ્યા, “બહેાળું કુટુંબ હોય તે બધાંને માટે સગવડ બરાબર થાય તે જોવું જ જોઈએ ને?” કુટુંબ માટેના પ્રેમ તે આમ તેમના રોજ-બરોજના જીવનમાં વ્યકત થતા. બાળકોના ઉછેર માટે તેઓ તથા સરલાબહેન ખૂબ જ કાળજી રાખતાં. એમનાં મન સમજીએમનાં સ્વાભાવિક વિકાસ માટેની સર્વે જરૂરી અનુકૂળતા માટે પ્રેમપૂર્વક પ્રબંધ કરતા, પણ બાળકો ઉપર જરાય જબરદસ્તી નહિ. ઉછેર સારો હોય તે બાળકો પણ સ્વાભાવિક રીતે જે યોગ્ય હોય તે જ કરવા પ્રેરાય, છેડ નાના હોય ત્યાં સુધી પાણી, ખાતર, ને તડકો મળતા રહે. અને યોગ્ય દિશામાં વળે તેવી વ્યવસ્થા કરવી રહે. પછી તો ઝાડ આપ મેળે ઉછરે. મનુ મહારાજે કહ્યું છે કે ‘૧૬ વર્ષ પછી પુત્રને મિત્ર જેવા જ ગણવા. એક વખત લાકજીવનમાં રવિશંકર મહારાજે એક આદર્શ વૃત્તિના ઘરડા ખેડૂત વિષે લખ્યું હતું કે તેઓ પોતાના છેાકરાને સલાહ એક જ વખત આપતા હતા. મેં અંબાલાલભાઈને કહ્યું કે, “ આ તમારું ચિત્ર છે.” તેમણે તુરત જ જણાવ્યું “ હું તો એક વખત પણ ન કહું. છોકરા મેટા થાય એટલે પાતે જ વિચારતા થાય. પછી તા પૂછે તે જ કહેવાનું હેય. આ વાત સમજવા જેવી લાગે છે. ગાંધીજીને આશ્રામ વગેરેના કામમાં તેમણે મદદ આપી, મજૂરપ્રવૃત્તિમાં સહાય કરી તથા જાહેર જીવનમાં તેમણે તથા તેમના કુટુંબે જે ફાળા આપ્યો તે સુપ્રસિદ્ધ ને પ્રેરક છે. સ્ત્રીઓના કામમાં પણ તેઓ ઘણા રસ લેતા. ગાંધીજીની સૂચનાથી કસ્તૂરબા ટ્રસ્ટની ગુજરાત શાખાનું સંચાલન શ્રી સરલા દેવીબહેને પંદરેક વર્ષ પર હાથમાં લીધું તે વખતે તેઓ બધા વખત આ કામમાં આપી શકે તે હેતુથી ઘરનું રસાડું, કોઠાર વગેરેનું કામ તેમણે પોતે સંભાળી લીધું. ત્રણ વર્ષ ઉપર અંબાલાલભાઈની તબિયત બગડી, ત્યારે સરલાદેવીબહેને એ બધાં કામામાંથી સંપૂર્ણ મુકત થઈ રાતદિવસ ખડેપગે તેમની જે સારવાર કરી તે દ્રષ્ટાંતરૂપ બને એવી છે. માણસ ઊંઘતા ઊંઘતા નહિ, પણ જાગતાં જાગતાં જીવે તેમાં જ સાર્થકતા છે. મનુષ્યમાં ઈશ્વરના અંશ છે. ઈશ્વરની ઈચ્છા પ્રમાણે થાઓ એમ આપણે કહીએ છીએ ને તે યોગ્ય જ છે, પણ પરમાત્માનું રાજય જેમ સ્વર્ગમાં છે તેમ પૃથ્વી ઉપર પણ ઊતરે તે માટે સર્વે એ સમજપૂર્વક અવિરત પ્રયત્ન કરવા રહ્યા. મનુષ્ય માત્ર એ કર્તવ્યરૂપ છે. એમાં સર્વેનું સાચું શ્રેય રહેલું છે. આનું શેઠ બાલાલભાઈએ આપણા દેશને જીવન્ત દૃષ્ટાંત પૂરું પાડયું છે. શંકરલાલ બૅ કર. પૂરક નોંધ તા. ૧૯-૭-૬૭ના મજુર દેશમાં મજૂર મહાજનના સંચાલક શ્રી શ્યામપ્રસાદ વસાવડાએ સ્વ. અંબાલાલભાઈને આપેલી ભાવભરી અંજલિમાં નીચેના ભાગ પૂરક નોંધ તરીકે ઉમેરવાનું આવશ્યક લાગ્યું છે : “શ્રી અંબાલાલ શેઠ કુશળ ઉદ્યોગપતિ અને લક્ષ્મીનંદન હતા, એટલું જ નહિ પણ, તેમનામાં રાષ્ટ્રીયતા પણ ભારોભાર ભરેલી હતી. મહાત્મા ગાંધીજી આફ્રિકાથી હિન્દુસ્તાન આવ્યા અને અમદાવાદમાં વસ્યા ત્યારથી જ તેમના સંપર્કમાં તેઓ આવ્યા હતા. મહાત્મા ગાંધીજીની જેટલી વાતે સમજાઈ તે બધી અપનાવવા તેમણે સાચા દિલથી પ્રયત્નો કર્યા હતા. સ્વદેશી ચળવળમાં તેમણે મોટો ફાળા આપ્યા હતા. મહાત્મા ગાંધીજીના તેઓ આ રીતે અનુંયાયી હતા, પરંતુ મહાત્મા ગાંધીજી અને શ્રી અંબાલાલભાઈને ન્યાય આપવા માટે એમ પણ કહેવું જોઈએ કે, તેઓ ગાંધીજીના મિત્ર પણ હતા. મિત્ર તરીકે તેઓ ગાંધીજીની સાથે અનેક પ્રશ્નોની ચર્ચાવિચારણા કરતા હતા અને યોગ્ય લાગે ત્યાં તેઓ સલાહ પણ આપતા હતા. જયાંથી પણ સાચી સલાહ મળે તે લેવી એ ગાંધીજીના ગુણ હતા, અને તેથી એકબીજા વચ્ચે મિત્રતાના સંબંધ બંધાયા હતા, “ અમદાવાદ મજૂર મહાજન સંઘની સ્થાપના શ્રી અંબાલાલભાઈનાં બહેન શ્રી અનસૂયાબહેને કરી હતી. આ કામમાં શ્રી અનસૂયાબહેનને શ્રી શંકરલાલ બેકર મદદ કરતા હતા અને ગાંધીજી સલાહસૂચન આપતા હતા, એટલું જ નહિ પણ, ઘણી વાર મજૂર ચળવળની આગેવાની પણ લેતા હતા. શ્રી અંબાલાલભાઈ એટલા વિશાળ દિલના હતા કે તેમનાં બહેન મજૂર ચળવળ ચલાવે તે અંગે
SR No.525952
Book TitlePrabuddha Jivan 1967 Year 28 Ank 17 to 24 and Year 29 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1967
Total Pages262
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy