________________
પ્રભુ વન
ગુજરાતની એક વિભૂતિ: સ્વ. શેઠ અખાલાલ સારાભાઈ
તા. ૧-૮-૧૭
શ્રીમાન શેઠ અંબાલાલ સારાભાઈ લગભગ ત્રણ વર્ષની શારીરિક નાદુરસ્તી-માંદગી ભોળવીને અમદાવાદ ખાતે જુલાઈ માસની ૧૩મી તારીખે ૭૮ વર્ષની ઉમ્મરે અવસાન પામ્યા. તેમના માટે, આ ઉમ્મરે અને ઠીક ઠીક સમય સુધીની શારીરિક અવશતાના અન્તે નીપજેલું મૃત્યુ એક પ્રકારની મુકિત જેવું ગણાય, પણ તેમના અવસાનથી ગુજરાતના ઔદ્યોગિક તેમ જ સાંસ્કારિક ક્ષેત્રે પડેલી ખાટ ભાગ્યે જ પુરાવાની છે એમ કહી શકાય. તેઓ જન્મથી જૈન હતા, એમ છતાં તેમના મનનું વલણ અસંપ્રદાયિક હોઈને, જૈન સમાજ સાથે તેમના કોઈ ઉલ્લેખનીય સંપર્ક રહ્યોા નહોતા. તેઓ પોતાના અજોડ વ્યકિતત્વના કારણે ગુજરાતની અન્ય વિશેષ વ્યકિતઓથી જુદા તરી આવતા હતા. અને તેટલી જ વિશેષતા, તેમનાં સહધર્મચારીણી શ્રીમતી સરલાદેવીએ ગુજરાતના શૈક્ષણિક તેમ જ સામાજિક ક્ષેત્રે વર્ષાભરની સેવા આપીને, પુરવાર કરી આપી છે. અંબાલાલભાઈના સરલાદેવી સાથે ઊગતી ઉમ્મરમાં લગ્નસંબંધ યોજીને વિધાતાએ જે અનુપમ દંપતી યુગલ નિર્માણ કર્યું હતું તે આજે કમનસીબે ખંડિત થયું છે. અંબાલાલભાઈની માંદગીની શરૂઆતથી જ, પોતાની અનેક જાહેર પ્રવૃત્તિઓ સંકેલી લઈને આજ સુધી તેમની સેવામાં પેાતાના સર્વ સમય અને શકિતનો અખંડ યોગ આપનાર સરલાદેવી સમસ્ત ગુજરાતની—ગુજરાતી પ્રજાની-સહાનુભૂતિનાં અધિકારી બને છે. તે ઉભયના તેજસ્વી કુટુંબપરિવાર છેલ્લાં ૫૦ વર્ષથી ગુજરાતમાં જે નવાં સાંસ્કૃતિક ઉથ્થાનનાં મંડાણ મંડાયાં છે તેનું અદ્ભુત પ્રતિનિધિત્વ રજૂ કરે છે એમ કહેવામાં જરા પણ અતિશયોકિત નથી. ટ્રાંબેના ભાભા એટમિક રીએકટરના મુખ્ય સંચાલક શ્રી વિક્રમ સારાભાઈને, જ્યોતિસંઘનાં પ્રસ્થાપક શ્રી મૃદુલાબહેનને, ‘શ્રેયસ ’નાં પ્રવર્તક શ્રી લીનાબહેનને કોણ નથી જાણતું ? અંબાલાલભાઈથી ચાર વર્ષ મેટાં શ્રી અનસૂયાબહેનના અથાગ પુરુષાર્થ અને પરિશ્રમ દ્રારા ઉદ્ભવ પામેલ અને સંવર્ધિત બનેલ મજૂર મહાજનથી આજે કોણ અજાણ્યું છે?
શ્રી અંબાલાલભાઈ તથા તેમનાં કુટુંબીજનો સાથે મને વર્ષોજૂના સંબંધ છે. એમ છતાં અંબાલાલભાઈનાં નિકટ પરિચયમાં હોવાના દાવા હું ન જ કરી શકું. તેમના બહુલક્ષી વ્યકિતત્વના ‘પ્રબુદ્ધજીવન'ના વાચકોને વિગતપૂર્વકનો પરિચય થાય એ હેતુથી, તેમના નિકટ સહવાસમાં આવવાનું અને વર્ષોથી તેમના સાન્નિધ્યમાં વસવાનું જેમને સદ્ભાગ્ય પ્રાપ્ત થયું છે એવા મહાનુભાવ શ્રી શંકરલાલ બેંકરના તા. ૨૨-૭-’૬૭ના ‘મજૂર સંદેશ’માં પ્રગટ થયેલા અને મજૂર મહાજન સમક્ષ તા. ૧૫-૭-૬૭ના રજૂ કરવામાં આવેલાં સંસ્મરણે નીચે ઉષ્કૃત કરવામાં આવે છે. પરમાનંદ
તેમની સાથે ચાલીસેક વરસ પહેલાં નૈનિતાલ જવાનું થયું હતું. અમે પાછા ફરતાં ટ્રેનમાં એમની સાથે હતાં. રાત્રે નવેક વાગ્યાને સુમાર હતા. તેમણે મને પૂછ્યું; “ શંકરલાલ ! બત્તી ચાલુ રાખું તો તમને કંઈ હરકત છે?” મેં કહ્યું: “બત્તી શા માટે રાખવી છે?'' એટલે એમણે જણાવ્યું : “મારે વાંચવું છે” મે કહ્યું :
અંબાલાલ સારાભાઈનાં દુ:ખદ અવસાનના સમાચાર તે તમે છાપામાં વાંચ્યા જ હશે.
"
સ્વ. અંબાલાલભાઈના જીવનનાં કેટલાંક સ’સ્મરણે રાતે નવ વાગે શું વાંચવાનું છે?” એટલે એમણે એક દળદાર પુસ્તક મને બતાવ્યું. તે તુર્કીના મહાન પુરુષ કમાલ પાશાનું જીવનચરિત્ર હતું. મને આશ્ચર્ય થયું ને મેં પૂછ્યું કે, “શા માટે રાતે ઉજાગરો કરી વાંચા છે?” એટલે તેઓ કહેવા લાગ્યા: “તમે તે કાલેજમાં પૂરો અભ્યાસ કર્યો, પણ મારે તો પહેલાં જ વરસે કૉલેજ છેડવી પડી હતી. એટલે આમ વાંચવાનું ન કરતો રહું તો બધાની હારમાં શી- રીતે રહી શકું?” સતત કૉલેજમાં અભ્યાસ ન કરી શક્યા, પણ આમ જુદી જુદી બાબત વિષેનાં ઉત્તમ પુસ્તકો મેળવી તેને સતત કાળજીપૂર્વક અભ્યાસ કરતા રહ્યા. એટલે કાલેજમાં ભણ્યા નહિ, પણ બધી મહત્ત્વની બાબતનું જ્ઞાન અને સમજ તેઓ પુસ્તકો દ્વારા મેળવતા રહ્યા.
તે તેજસ્વી અને પ્રભાવશાળી પુરુષ હતા. એમની બુદ્ધિ અત્યંત તીક્ષણ અને કાર્યશીલ હતી. તેમનાં ગુણા, શકિતઓ અને કાર્યકુશળતા બહુ ઊંચા પ્રકારનાં હતાં. પણ તે બધાં ઉપરાંત દેશને માટે, માનવજાતિ માટે, દીનદુ:ખીઓ માટે તેમને અગાધ પ્રેમ હતા અને તે એમના જીવનકાર્યોમાં સ્વાભાવિક રીતે વ્યકત થયા કરતા હતા. જેમને તેમનો પરિચય છે તેમના દિલમાં તેમનું સ્મરણ હંમેશા તાજું જ રહેશે.
એમની સાથેનો મારો સંબંધ ઘણાં વર્ષોનો જૂનો હતો. અનસૂયાબહેન અને પૂજ્ય ગાંધીજીની સૂચનાથી અમદાવાદની મજૂર પ્રવૃત્તિમાં ભાગ લેવાનું પ્રાપ્ત થયું તે પછી તેમની વધુ ને વધુ નિકટ આવવાનું થતું ગયું. તેમના સમાગમથી મને ઘણા લાભ થયો છે. એમના જીવનમાંથી ઘણું શીખવા જેવું છે. આપણે આગળના જમા
નામાં થઈ ગયેલી મહાપ્રભાવશાળી વ્યકિતઓના જીવનના અભ્યાસ કરીએ છીએ ને તેમાંથી બાધ મેળવીએ છીએ, પણ મેાટા માણસે કાંઈ પુરાણા કાળમાં જ થતા એમ નથી. ઈશ્વરની શકિત અને પ્રેરણા તો હંમેશાં કામ કરતી જ હોય છે અને હરકાળમાં ને હરપ્રદેશમાં પ્રભાવશાળી વ્યકિતઓ ઉત્પન્ન થતી રહે છે. એ શકિત સર્વવ્યાપક છે, એટલે કોઈ પણ પ્રદેશ એવા નહિ હોય કે જયાં મહાન વ્યકિતઓ ઉત્પન્ન થતી નહિ હોય. એવી વ્યકિતઓના જીવનમાંથી બોધ લઈ માણસ જો સતત વિકાસ સાધવા પ્રયત્ન કરતો રહે તો તે જીવનની સફળતા પ્રાપ્ત કરતા થાય.
અંબાલાલભાઈ શ્રીમંત કુટુંબમાં જન્મ્યા હતા, છતાં તેમને પણ અનેક મુશ્કેલીઓમાંથી પસાર થવું પડયું હતું. તેઓ બહુ નાના હતા ત્યારે તેમણે માતાપિતા ગુમાવ્યા હતાં. તેમના કાકાએ પ્રેમપૂર્વક ઉછેર્યા. પણ પેાતાના જીવનનું ઘડતર તો તેમણે જાતે જ કર્યું. હકીકતે જીવનનું ઘડતર બીજા કોઈથી થઈ શકતું પણ નથી. બહારથી પ્રેરણા મળે, પણ ઘડતર તે માણસ પ્રયત્ન કરી પોતે જ કરે છે. એ દૃષ્ટિએ અંબાલાલભાઈનું જીવન બોધપ્રદ હતું. અંબાલાલભાઈ ૧૮–૧૯ વર્ષના થયા, ત્યારે કાકા પણ ગુજરી ગયા, અને એ ઉંમરે મિલા ચલાવવાની મોટી જવાબદારી એમના ઉપર આવી પડી. તેઓ મેટ્રિક થઈ કોલેજમાં દાખલ થયા હતા, પણ મિલોના સંચાલનની જવાબદારી આવી પડતાં કાલેજ છેાડી દીધી, પણ શિક્ષણ કંઈ કાલેજમાં જ ઓછું મળે છે ? શિક્ષણ તો જિંદગીના આરંભથી જ અંત સુધી ચાલ્યા કરે છે એમ અધ્યાપક જેક્સે કહ્યું છે. ત માટે જાગતા રહી પ્રયત્ન કરતા રહેવું જોઈએ.
માણસ જાગૃત હોય, સતત વિચાર કરતા રહે, પોતાને ભાગે આવેલું કામ સારી રીતે કરતા રહે, તે વિકાસ તો સહેજે થતા જાય છે. કાળજીપૂર્વકનો પરિશ્રમ એ બહુ મોટી વસ્તુ છે. અંગ્રેજીમાં બહુ તેજસ્વી વ્યકિતને ‘જિનિયસ’ કહેવામાં આવે છે. પણ જિનિયસ કંઈ એકાએક થઈ જવાતું નથી. તે માટે પ્રેરણા ને પરસેવો જોઈએ અને એમાં પ્રેરણા ૧ ટકા તે પરસેવા ૯૯ ટકા એમ શાણા પુરુષો કહે છે. અંબાલાલભાઈના સ્વભાવ જ એવા હતા કે જાગૃત, વિચારશીલ રહી સતત પ્રયત્ન કર્યા કરે. તેમના જીવનના પ્રસંગેા આજે યાદ આવે છે. તેમાંનાં કેટલાંક તમને કહીશ.
ઉદ્યોગધંધાની ઝીણીઝીણી વિગતો વિષે પણ તેઓ કાળજીપૂર્વક વિચાર કરતા અને નવા નવા પ્રયોગો ને ફેરફાર કર્યા જ કરતા. પોતે ઉપર ઉપરથી જુએ ને બીજું અધિકારીઓ કરી લે એવું નહિ,