________________
s
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૮-૭
મળ્યા છે. તે બિયારણ કેમ અને કેવી રીતે આપવું તેનાં ફેમ્સ તૈયાર કર્યા છે તે આ સાથે મોકલું છું. - પૂજ્ય રવિશંકર દાદાને બિયારણ વિષે વાત કરી હતી. તેઓ પણ બિયારણ આપવાના છે.
અહીંની પરિસ્થિતિ જોતાં એમ લાગે છે કે અહીંનું રાહત કામ આખે ઑગસ્ટ મહિને તે ચાલુ રાખવું પડશે.
શ્રી તુલસીદાસભાઈએ કેન્દ્ર સરકાર પાસેથી રમૈનપુર અને રકા માટે એક ટનની માગણી કરી હતી તે માગણી મુજબ અમને ૧૦૦ ટન ઘઉંની પરમિટ મળી ગઈ છે. પરંતુ તે ઘઉં પટના જઈને ફડ મિનિસ્ટર પાસેથી મેળવી લેવાના રહે છે. ૧૦૦ ટનમાંથી ૫૦ ટન ઘઉં ચૈનપુર કેન્દ્રમાં છે. જે તે ઘઉં મળી જશે તે પછી અનાજની તકલીફ રહેશે નહિ અને આમ વધારે અનાજ લેવાના પૈસા જો આને અંગે બચી જશે તો રૂ. ૧૦,૦૦૦) નું વધુ બિયારણ ખેડૂતોને આપણે આપી શકીશું એવી આશા છે.
* મધ્યમ વર્ગને અપાતી રાહતમાં આજ સુધીમાં ૪૨૫ કુટુંબેને મફત રેશન મહિનામાં એક વખત પંદર દિવસનું અપાય છે, જે હજી ચાલુ છે. રનપુર બ્લેકમાં લગભગ ૪૦,૦૦૦) જેટલાં નવાં જૂનાં કપડાં વહેંચાયાં છે.
આપણા કેન્દ્રને કોઈ અજાણી પરદેશી વ્યકિતએ ૩૯૦ બેરા દૂધ કહ્યું છે. તે મળવાથી દરેક કેન્દ્રમાં અઠવાડિયામાં બે વખત દરેક કાર્ડ દીઠ રેશન સાથે પાશેર દૂધનો પાઉડર આપીએ છીએ.
ડો. જટુભાઈ દોશી આપણા તરફથી સર્વોદય ડિપેન્સરીને નામે જે દવાખાનું ચલાવે છે તેમાં આજ સુધીમાં ૩,૫૦૦ દર્દીઓને મફત દવા, ઇંજેકશન વિગેરે આપ્યાં છે. આ દવાઓ મોટે ભાગે પટણા રિલીફ ઓફિસ તરફથી આવી છે અને ડૅ. જટુભાઈ દોશીના મિત્રોએ પણ સારી એવી મદદ કરી છે.
તે સિવાય . કાશીબહેન અવસરે જેમણે દોઢ મહિને અહીં રહીને ડિસ્પેન્સરી ચાલુ કરી હતી તેને લાભ આજે પણ જનતા લઈ રહી છે.
મુંબઈ જીવદયા મંડળી તરફથી પશુસહાયતા કેન્દ્રનું સંચાલન આપણે કરી રહ્યાં હતાં. તેમાં ૧૦૦૦ ગાયે અને બળદ–બન્નેને મફત ચારો આપવાનું કામ કરતાં હતાં તે જુલાઈના ૧લી તારીખથી ચોમાસું શરૂ થઈ જવાથી બંધ કરવામાં આવ્યું છે. પશુઓને ઘાસ ઉપરાંત ખેળ અને ભૂસું પણ આપવામાં આવતું હતું. આ મદદથી ઘણાં પશુઓને જીવતદાન મળ્યું છે. પશુઓનું નીરણ કેન્દ્ર ચાલુ હતાં, ત્યારે શ્રી અરવિંદભાઈ મફતલાલ તરફથી એક હવાડે બંધા- વવામાં આવ્યો હતો. જયારે પાણી કયાંય નહોતું ત્યારે પણ આ હવાડામાંથી પશુઓને પાણી મળતું.
ડૅ. જટુભાઈ દોશીએ તેમની અને તેમના મિત્રોની મદદથી ૌનપુરમાં સસ્તી રોટીનું એક કેન્દ્ર શરૂ કર્યું છે, જેને લાભ સેંકડો ભાઈ - બહેનો લે છે. આ સસ્તી રોટીની યોજનામાં પાંચ પૈસાની એક રોટી એવી પાંચ રોટી ચાર આનામાં શાક સાથે આપવામાં આવે છે.
મણિબહેન નાણાવટી
મુખ્ય સંચાલિકા. * કરૂણા સાર્વભૌમ પ્રેમ વિના પૂર્ણ નિર્ભયતા શકય નથી. કરૂણા પરમ નિર્ભય છે. કરૂણા એટલે દયા નહિ, દયાનો ભાવ તે દુર્બળતા સાથે જાય છે, જયારે કરૂણા ઘણા બહાદુર ગુણ છે. બુદ્ધ ભગવાનને કરૂણાનું જે દર્શન થયું, તે તીવ્ર તપસ્યાને અંતે નિર્ભયતા પ્રાપ્ત થયા પછી થયું. દુનિયાને વૃત્રાસુરના ભયથી મુકત કરવા પિતાને દેહ આપવા દધિચિ ઋષિ એટલા માટે તૈયાર થયા કે તેમનું હૃદય #ણાથી ભર્યું હતું.
-વિનોબાજી
દેશને માધ્યમ અંગે વિશેષ વિચારણા
પ્રબુદ્ધ જીવનના ગતાંકમાં ‘કુલપતિની વેદના” એ મથાળા નીચે, પાંચ વર્ષના ગાળામાં રાષ્ટ્રની પ્રત્યેક યુનિવર્સિટીમાં શિક્ષણના માધ્યમ તરીકેનું સ્થાન પ્રત્યેક રાજ્યની ભાષાને આપવું એવા કેન્દ્ર અને રાજ્યના શિક્ષણ પ્રધાનએ લીધેલા નિર્ણય સામે પ્રકોપ દાખવતે શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશીનો એક લેખ અથવા તે પત્ર પ્રગટ કરવામાં આવ્યો છે. આ લેખે પ્રબુદ્ધ જીવનના અમુક વાચકોમાં ભારે પ્રતિકૂળ પ્રક્ષોભ પેદા કર્યા છે અને તે અંગે આટલા ટૂંકા ગાળામાં ત્રણ ચર્ચાપત્રો મળ્યા છે: (૧) મુંબઈથી લવણપ્રસાદ શાહ તરફથી, (૨) અમદાવાદથી ડૉ. કાન્તિલાલ શાહ તરફથી, (૩) મુંબઈ–વલેપારલેની શ્રી ચંદુલાલ મણિલાલ નાણાવટી કન્યાવિનય મંદિરના આચાર્ય શ્રી વજુભાઈ પટેલ તરફથી. શ્રી લવણપ્રસાદ શાહે પિતાના ચર્ચાપત્રમાં જે મુદ્દાઓ અને વિચારો રજૂ કર્યા છે તે જ વિચારો અને મુદ્દાઓ વધારે વ્યવસ્થિત અને સુઘડ રીતે ડે. કાન્તિલાલ શાહે પોતાના ચર્ચાપત્રમાં રજૂ કર્યા છે. પ્રશ્નની બીજી બાજુ પ્રબુદ્ધ જીવનના વાચકોને જાણવા મળે તેથી ડૉ. કાન્તિલાલ શાહને પત્ર નીચે આપવામાં આવે છે.
અહીં એ જણાવવું અપ્રસ્તુત નહિ ગણાય કે ઉચ્ચ શિક્ષણના માધ્યમ અંગે આજે આપણા દેશના વિચારોમાં ત્રણ વિચારધારાઓ પ્રવર્તે છે: (૧) ઉચ્ચ શિક્ષણ, અંગ્રેજી હકુમત કાળથી ચાલ્યું આવે છે તે મુજબ, અંગ્રેજી ભાષાના માધ્યમ દ્વારા આ દેશમાં સર્વત્ર અપાવું જોઈએ, (૨) ઉચ્ચ શિક્ષણ અંગે ચોક્કસ મુદતની અંદર જરૂરી તૈયારીઓ પૂર્વક આખા દેશનું ઉચ્ચ શિક્ષણ હિંદી માધ્યમમાં પરિવર્તિત થવું જોઈએ, (૩) આ પરિવર્તન માત્ર હિંદીમાં નહિ પણ દેશના રાજ્યોની બધી ભાષાઓમાં કેન્દ્રના નિર્ણય મુજબ પાંચ વર્ષમાં સિદ્ધ થવું જોઈએ. પહેલી વિચારધારા શ્રી મુનશીની હોય એમ લાગે છે; મારું વલણ બીજી વિચારધારા તરફ છે; પ્રસ્તુત ચર્ચા - પત્રે ત્રીજી વિચારધારાના સમર્થક છે. નીચેની ચર્ચાનું હાર્દ પકડવું વધારે સુગમ બને એ આશયથી આટલી સ્પષ્ટતા કરવી જરૂરી લાગી છે.
પરમાનંદ સામાન્ય વાચકની વેદના મુ. પરમાનંદભાઈ,
૧૬/૭/૬૭ ના “પ્રબુદ્ધ જીવનમાં આપે શ્રી મુનશીને એક પત્ર ઉતાર્યો છે. પત્રનું મથાળું મૂળનું નથી, પણ આપે આપ્યું છે એવું અનુમાન કરું છું. “કુલપતિની વેદના” ને આપ પણ ભાગીદાર જણાએ છે ને તેથી આપે “વેદના” શબ્દ પસંદ કર્યો લાગે છે. મારા નમ્ર મત મુજબ આ શ્રી મુનશીડી વેદના નહિ પણ મીતિ છે; મિથ્યા ભીતિ છે; હું તો આત્તિ પણ કહું. મારા જેવા સામાન્ય વાચકના પક્ષે આ ધટતા લાગે તે ક્ષમા કરશે. પણ હું શ્રી મુનશીની દલીલે એક પછી એક લઉં.
(૧) “ દસ વર્ષના ગાળામાં એક યુનિવર્સિટીને સ્નાતક બીજી યુનિવર્સિટીના સ્નાતક માટે તદન પરા બની જશે.” આ અર્ધસત્ય છે. એક પ્રાતને સ્નાતક બીજા પ્રાંતના સ્નાતક માટે તદન પરાયો બની જશે એમ કહાં હોય તે હજી કંઈક સાચું ખરું. પરંતુ શા માટે પરાયો બની જાય? બંને હિંદી નહિ શીખ્યો હોય? મારા આદર્શ પ્રમાણે તે હિંદી બધી યુનિવર્સિટીઓમાં ફરજિયાત હોવું જોઈએ. આજે તે અંગ્રેજી ફરજિયાત છે જ. જુદા જુદા પ્રાંતના સ્નાતક અંગ્રેજીમાં વાતચીત અને વ્યવહાર કરી શકે, જો કે મને તે એ પણ શરમજનક લાગે છે કે જુદા જુદા પ્રાંતના લોકો ટ્રેનમાં મળીએ છીએ ત્યારે આપણે પરસ્પર હિંદીમાં વાત * કરવાને બદલે અંગ્રેજીમાં વાત કરીએ છીએ !
પરંતુ શ્રી મુનશી એમ કહેવા માગતા હશે કે એક પ્રાંતને વિદ્યાર્થી દા. ત. ગુજરાતી બીજા પ્રાંતની (દા. ત. બંગાળની) યુનિવર્સિટીમાં જાય તો શું કરે? અરે ભાઈ, એને ગરજ હોય તે