________________
૫૮
પ્રમુજ જીવન
તા. ૧૬-૭-૬૭
બેટો જ છે- આ જાતની વિચારધારાનું નામ કદાગ્રહ અથવા દુરાગ્રહ છે. પૂ. શ્રી વિનોબાજીએ ભૂમિપુત્રમાં પોતાનાં એક લેખમાં જણાવેલ છે કે વૈદિક સાહિત્યમાં યુદ્ધના ભાવને સૂચક મમ સત્યમ ” શબ્દ વપરાયેલ છે. “મમ સત્યમ્ ' એટલે મારું જ સારાં અર્થાત્ તારું-સામાનું-ખોટું જ. મમ સત્યમ ’ શબ્દ કદાગ્રહને સૂચક છે, એકપક્ષી છે અને સામાના વિચારને અથવા અનુભવને સમજવાની ના પાડવાને ભાવ એમાં દેખાય છે. અને આમ છે માટે એ શબ્દ કલહવર્ધક યુદ્ધના પર્યાયરૂપ બનેલ છે. અમુક દષ્ટિએ વિચારીએ તો મારું પણ સારું છે અને અમુક દષ્ટિએ વિચાર કરીએ તે તારું પણ સાચું છે આ જાતની વિચારધારા કદાગ્રહવગરની છે અને સમભાવ તરફનું વલણ બતાવનારી છે. જે વિચારધારા બને જાતના જુદીજુદી દષ્ટિએ યોજાયેલા વિચારને અન્યાય ન કરે અને યથોચિત પ્રામાય આપે તે વિચારધારા કલહનું કારણ બનતી નથી.
“નાનાહિં છો:” લેક જુદી જુદી રુચિવાળે છે. એટલે ભલેને રુચિઓ જુદી જુદી હોય, પણ એ રુચિ ધરાવનાર અનેક લોકોને ઉદ્દેશ એક હોય છે અને એ એક જ ઉદેશને પાર પાડનારી પ્રક્રિયાઓ રુચિભેદે જુદી જુદી હોઈ શકે છે, એટલે ભિન્નભિન્ન વિચારોને સાંભળીને ભડકવાનું નથી, પણ ધીરજ ધરી એ ભિન્નભિન્ન વિચારોનું મૂળ શોધી કાઢી તે દરેકને ન્યાય આપવાને છે. આ અંગે દાખલે આમ આપી કયા નીચે જમીન ઉપર લેક . ચાલી રહ્યાં છે અને એ લોકો પોતપોતાની ઊંચાઈનું માપ જાણે છે, તથા વહેતી નદીઓને પટ તથા ઘરની ઊંચાઈ, પહોળાઈ કે લાંબાઈનાં માપે પણ ભૂતળ ઉપર ચાલતા લોકોના ધ્યાનમાં હોય છે, પણ જ્યારે વિમાના ભૂતળ ઉપરથી ઘણે ઊંચે ઊડવું હોય ત્યારે તેમાં બેઠેલા બધા લોકો નીચે નજર કરે તે તેમને એમ લાગશે કે નીચે તે નાનાં નાનાં વામને ની હાર ચાલી જાય છે. નદીઓ પાતળી ધળી દોરી જેવી લાગે છે અને ઘર તો તદન નાનાં ઘોલકાં જેવાં જણાય છે. હવે આ બે દર્શનમાં જોવા જઈએ તે બંને ય સાચાં છે. આમાં ભૂતળ ઉપર ચાલનારનું દર્શન જ સાચું છે અથવા તે વિમાનમાં બેસીને ઊડનારનું જ દર્શન સાધ્યું છે એમ કદી પણ નહીં કહી શકાય, અને કોઈ પણ વિચારક એમ કહેશે પણ નહિ. બીજું ઉદાહરણએક જ પુરુષ કે સ્ત્રી છે. તે પિતા છે, માતા છે, પુત્ર છે, પુત્રી છે, બનેવી છે, સાળો છે, માને છે, મામી છે, કુવે છે. ફઈ છે, સાસરે છે, સાસુ છે-આવો વ્યવહાર સૌ કોઈને અનુભવસિદ્ધ છે. એટલે આમાં બેલનારને દષ્ટિકોણ બરાબર સમજી લેવામાં આવે તે કોઈ પણ જાતને વ્યવહાર જરા પણ ખોટો નહીં કરે. મહાવીરે કહ્યું છે કે હું સત પણ છું અને અરાત પણ છું. આમ મહાવીર સ૮ ૫ પણ છે અને અસ૮ ૫ પણ છે. આ સાંભળી કોઈ જરૂર બોલી ઉઠશે કે આમ કેમ? જે સત છે તે અસત્ કેમ? અને અરાત છે તે સત કેમ? પણ મહાવીર કહે છે કે જુઓ, મારા સ્વરૂપમાં હું સત છું અને મારાથી વિરૂદ્ધ સ્વરૂપમાં અસત છું. સરળ ભાષામાં કહેવું હોય તે મહાવીર મહાવીર છે, પણ મહાવીર કાયર નથી. - આ રીતે જ બુદ્ધ કહેલ છે કે હું ક્રિયાવાદી પણ છું અને અક્રિયાવાદી પણ છું. આ સાંભળીને ભડકવાની જરૂર નથી. આ અંગે બુદ્ધ પોતે જ ખુલાસો કરેલ છે કે કુશળ કર્મ કરવાની મારી સૌને પ્રેરણા છે, માટે હું ક્રિયાવાદી છું, અને અકુશળકર્મ એટલે પાપકર્મ કરવાની મારી ચેકખી ના છે, માટે હું અક્રિયાવાદી છું. આમ પરસ્પરવિરૂદ્ધ કે ભિન્ન વિચારોને જુદી જુદી દષ્ટિએ તપાસતાં તેમાં જે સત્ય છે તે બરાબર સમજી શકાય એમ છે.
જેવી રીતે અર્થપ્રાપ્તિ માટે વિવિધ સાધના છે, વિવિધ પ્રવૃત્તિઓ છે તે ભલે તદ્દન ભિન્ન ભિન્ન હોય વા એકબીજી સામ-
સામા છેડાની હોય, પણ તે બધી પ્રવૃત્તિઓને ઉદ્દે શ એક ધન’ હોય છે અને જુદી જુદી એ પ્રવૃત્તિઓ ધનના ઉપાર્જનમાં અસાધારણ કારણ હોય છે. કોઈ એમ તો નહીં જ કહી શકે કે ધનને પેદા કરવા માટે આ એક જ સાચી પ્રક્રિયા કે સાધના છે અને એ સિવાયની બીજી પ્રક્રિયા કે સાધના ખોટી જ છે. આ હકીકતને કોઈ પણ ઈન્કાર નહીં કરે.
એ જ રીતે ચિત્તશુદ્ધિની સાધના માટે પણ વિવિધ પ્રક્રિયાઓ હોઈ શકે છે, નિર્વાણ મેળવવા માટે કે મુકત થવા માટે વળી ભિન્ન ભિન્ન સાધના કે પ્રક્રિયાઓ હોઈ શકે છે. આ માટે જ ઉપર
જણાવેલ છે કે ગમે તે રીતે રામુભાવ પ્રાપ્ત કરે એટલે અવશ્ય નિર્વાણને અનુભવ થશે, અને ગમે તે પુરૂષ હોય તે જો વીતરાગી હોય તે જરૂર વંદનીય છે. આમાં સમભાવની પ્રાપ્તિ માટે કોઈ એક જ પ્રક્રિયા કે સાધનાની વાતને નિર્દેશ નથી. તેમ વંદનીયતા માટે કોઈ એક જ વ્યકિતને નિર્દેશ નથી પણ ગુણને નિર્દેશ છે. આ વિચાર માટે દરેક દર્શનિક કે ધાર્મિક વિચારક બરાબર સંમત થઈ શકે એમ છે.
કોઈ પણ ધર્મમત વા દર્શન, નિવણનો લાભ મેળવવા રાફે કયારે કે કદી પણ એમ તે કહેતો નથી કે તે માટે રાગપને વધારા, કપટ, લોભ કે ક્રોધને ઉત્તેજીત કરે, વિષયવિલાસમાં સતત મગ્ન રહો, જુઠું બેલે કે પરિગ્રહી તથા હિંસક બને.
આ ઉપરથી એમ તો સ્પષ્ટ જણાય છે કે નિવણના લાભ માટે જે જે બાધક અને નિષેધાત્મક બાજુ છે તેમાં તમામ મન, ધર્મ કે દર્શન એકમત છે. એટલે એમાં તો વિવાદને સ્થાન નથી. હવે એક સાધ્યરૂપ નિર્વાણના લાભ માટે દરેક દર્શન મત કે ધર્મના પ્રકાશકે જુદી જુદી વિચારધારા બતાવીને તેને અનુકૂળ જુદી જુદી સાધના કે કર્મકાંડ બતાવેલાં છે, પણ રાગદ્રુપરહિત થવાની વાતમાં કોઈને લેશમાત્ર વિવાદ નથી. જે જુદાઈ છે તે અધિકારીઓની
જુદી જુદી ભૂમિકાને લક્ષમાં રાખીને અથવા દેશ વા કાળની પરિ સ્થિતિ અને મનુષ્યની શકિત તથા રુચિને લક્ષ્યમાં રાખીને માત્ર વચગાળાની પ્રક્રિયાઓ જુદી જુદી બતાવવામાં આવેલ છે તેમાં છે. એથી કોઈએ લેશમાત્ર ભડકવાનું નથી, જે પ્રકિયા વારસાગત મળેલ છે તેને બરાબર યથાર્થ રીતે વિવેકપૂર્વક અનુસરવાની છે, પણ એ અંગે કોઈ વિવાદ કરવાની જરૂર નથી. અપૂર્ણ
- પ. બેચરદાસ જીવરાજ દોશી - પ્રકીર્ણ નોંધ રાજવીઓનાં સાલિયાણાં બંધ કરવા મહાસભા સમિતિને ઠરાવ
છેલ્લી ઑલ ઈડિયા કેંગ્રેસ કમિટીની બેઠક દ્વારા પસાર કરવામાં આવેલા ભારતના પદય્યત રાજવીઓના વિશેષ અધિકારો અને સાલિયાણાં રદ કરવાના ઠરાવે ભારતના રાજકારણમાં પ્રસ્તુત ઠરાવના કાનૂનીપણા અંગે તેમ જ ઔચિત્ય અંગે એક પ્રચંડ વિવાદ ઊભે કર્યો છે. દેશી રાજ્યોના વિલીનીકરણના પાયા ઉપર એક અને
અવિચ્છિન્ન ભારતની રચના ઊભી કરવામાં આવી છે અને ભિન્ન ભિન્ન રાજવીઓને અમુક વિશેષ અધિકાર અને ચોક્કસ સાલિયાણાંની બાંહ્યધરી ઉપર આ વિલીનીકરણ શક્ય બન્યું છે, અને આ બાબતને નવા રાજ્યબંધારણમાં સમાવેશ કરવામાં આવ્યું છે. સાલિયાણાંની આ રકમ આશરે સાડાચાર કરોડની થવા જાય છે. જે સંયોગમાં આબાંઘરીઓ આપવામાં આવી છે તેને વિચાર કરતાં તે બાહ્યધરીઓને ઈન્કાર કરે તે ગેરકાનૂની લાગે છે અને પ્રસ્તુત બાંહ્યધરીઓ આ કેંગ્રેસ સરકાર મારફતે નક્કી થયેલી હોઈને તેને વળગી રહેવાને કેંગ્રેસ પક્ષ બંધાયેલો છે અને તેની આ નૈતિક ફરજ બને છે.
તદુપરાંત પ્રસ્તુત ઠરાવના ઔચિત્ય – અનૌચિત્યને વિચાર કરતાં આ ઠરાવ કયા સંયોગમાં અને કેવી રીતે પસાર કરવામાં આવ્યો