________________
૪૮
પ્રબુદ્ધ જીવન
તા. ૧૭–૧૭
કશન વિ. આપવામાં આવે છે તેમાં ગયા વર્ષે રૂા. ૧૩૦૯૧૩ની મદદ આપવામાં આવી હતી, તેમાં આગલા વર્ષની રૂા. ૧૩૪૬/૯૭ ની ઊભેલી લેણી રકમ ઉમેરતાં રૂા. ૨૬૫૬/૧૦ની રકમ થઈ, તેમાંથી ચાલુ વર્ષે આ ખાનામાં ભેટમાં મળેલા રૂા. ૧૦૬૧૦૦ની રકમ બાદ કરતાં વર્ષની આખરે વૈદ્યકીય રાહત ખાતે રૂા. ૧૫૯૫૧૦ની રકમ લેણી રહે છે.
આ વર્ષ દરમિયાન જાયેલાં સંમેલન અને સન્માન સમારંભે - (૧) તા. ૨જી ઓગસ્ટના રોજ સાંજના પાંચ વાગ્યે બીરલા માતુશ્રી સભાગારની બાજુએ, ન્યુ મરીન લાઈન્સ ઉપર આવેલા મનેહર’માં શ્રી વિમલાબહેન ઠકારનો વાર્તાલાપ ગોઠવવામાં આવ્યો હતો.
(૨) તા. ૨૭ ઑગસ્ટ શનિવારના રોજ સાંજના ૬ વાગ્યે મજીદબંદર રોડ ઉપર આવેલા શ્રી ગ્રેન, રાઈસ એન્ડ ઓઈલસીડઝ મરચન્ટસ એસેસીએશનના હાલમાં શ્રી કિસનસિંહ ચાવડાનું “હિમાલયની વિભૂતિ”એ વિષય ઉપર એક જાહેર વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતું.
(૩) તા. ૫ મી નવેમ્બર શનિવારના રોજ સાંજના ૬ વાગ્યે મજીદબંદર ઉપર આવેલા ધી ગ્રેઈન રાઈસ એન્ડ ઓઈલ સીડઝ મરચન્ટસ એસેસીએશનના હાલમાં અમદાવાદની શિક્ષણ સંસ્થા ‘ય’ના સ્થાપક શ્રીમતી લીનાબહેન મંગળદાસનું, તેમની સંસ્થા ‘ોયસ’ની વિવિધ પ્રવૃત્તિઓ વિષે એક વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતું.
(૪) તા. ૬ ડીસેમ્બર મંગળવારના રોજ સાંજના ૬ વાગ્યે સંધ તરફથી, સંઘના કાર્યાલયમાં “અદ્યતન રાજકારણી પરિસ્થિતિએ વિષય ઉપર શ્રી ચીમનલાલ ચકભાઈ શાહનું એક જાહેર વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતું.
(૫) તા. ૪ ફેબ્રુઆરી–૧૯૬૭ શનિવારના રોજ સાંજના ૬ વાગે ન્યુ મરીન લાઈન્સ ઉપર આવેલા થીએસેફી હાલમાં દેશવ્યાપી ચૂંટણીનાં સંદર્ભમાં શ્રી મુંબઈ જૈન યુવક સંધ, શ્રી જૈન સોશ્યલ ગ્રુપ તથા શ્રી ઝાલાવાડ સેશ્યલ ગ્રુપ-એમ ત્રણ સંસ્થાના સંયુકત ઉપક્રમે શ્રી ચીમનભાઈ ચકુભાઈ શાહના પ્રમુખપણા નીચે “મતપ્રદાન સમસ્યા”એ વિષય ઉપર એક જાહેર પરિસંવાદ યોજવામાં આવ્યો હતો. આ પરિસંવાદમાં શ્રી સી. એલ. પીવાલા, 3. આલુ દસ્તુર તથા છે. ઉષાબહેન મહેતાએ ભાગ લીધો હતો.
(૬) તા. ૪ માર્ચ–૧૯૬૭ શનિવારના રોજ સાંજના ૬-૧૫ વાગ્યે મજીદબંદર રોડ ઉપર આવેલા ધી ગ્રીન રાઈસ એન્ડ ઑઈલ સીડઝ મરચન્ટસ એસેસીએસનના હોલમાં શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તથા જૈન સોશ્યિલ ગૃપના સંયુકત ઉપક્રમે “ચૂંટણીના પરિણામેની સમીક્ષા”એ વિષય ઉપર શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહનું એક વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતું.
(૭) તા. ૧૭ એપ્રિલ–૧૯૬૭ સેમવારના રોજ ધી ગ્રેન રાઈસ એન્ડ એઈલ સીડઝ મરચન્ટસ એસેસીએશનના હાલમાં શ્રી શાન્તિલાલ શાહ દિલ્હીની સભામાં ચૂંટાયા અને શ્રી ભાનુશિંકર યાજ્ઞિક મહારાષ્ટ્રની વિધાનસભામાં ચૂંટાયા અને મહારાષ્ટ્ર રાજયના પ્રધાન મંડળમાં નિમાયા, આ અંગે તે બન્ને વ્યકિતએનું સન્માન કરવા થી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે એક સ્નેહસંમેલન યોજવામાં આવ્યું હતું.
(૮) તા. ૧૦ જૂન-૧૯૬૭ શનિવારના રોજ સાંજના ૬-૧૫ વાગ્યે શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે સંઘના કાર્યાલયમાં રાષ્ટ્રીય તેમ જ આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિની આલેચનાએ વિષય ઉપર શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહનું એક જાહેર વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતું.
(૯) તા. ૨૪ જૂને ૧૯૬૭ શનિવારના રોજ સાંજના ૬ વાગ્યે શ્રી મુંબઈ- જૈન યુવકસંઘના ઉપક્રમે મજીદબંદર ઉપર આવેલા ધી ગ્રેન, રાઈસ એન્ડ ઓઈલ સીડઝ મરચન્ટસ એસેસીએશનના હોલમાં ઋષિકેશમાં વસતા ધી સ્પીરીચુઅલ રીજનરેશન મુવમેન્ટ ફાઉન્ડેશનના પ્રસ્થાપક પરમ પૂજ્ય મહર્ષિ મહેશ યોગીનું “આધ્યાત્મિક અનુભૂતિ” એ વિષ્ય ઉપર એક જાહેર વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતું.
(૧૦) તા. ૧લી જુલાઈ ૧૯૭ના રોજ સાંજના ૬ વાગ્યે શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે સંઘના કાર્યાલયમાં દિલ્હી નિવાસી પ્રજ્ઞાચક્ષુ ડે. ઈન્દ્રચન્દ્ર શાસ્ત્રીનું “સંસ્કૃતિ કે ભૂત” એ વિષય ઉપર એક જાહેર વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતું.
સંઘની કાર્યવાહી તેમ જ આર્થિક પરિસ્થિતિ વર્ષ દરમિયાન સંઘની કાર્યવાહક સમિતિની ૮ સભા બોલાવવામાં આવી હતી અને એક અસાધારણ સામાન્ય સભા બેલાવવામાં આવી હતી.
સંઘને ગત વર્ષમાં ખર્ચ રૂા. ૮૨૭૩૬૭ને થયો છે, આવક રૂા. ૧૫૭૭૪૦૬ની થઈ છે અને સરવાળે રૂા. ૭૫૦૦/૩૯ને વધારો રહ્યો છે. તેમાંથી પ્રબુદ્ધ જીવનને લગતી ખોટ રૂા. ૩૭૬૬/૯ બાદ કરતા વર્ષની આખરે રૂા. ૩૭૩૩/૬૦ને વધારે રહ્યો છે. આપણું જનરલ ફંડ ગયા વર્ષે રૂા. ૧૫૭૭૪-૩૯ હતું, તેમાં આ વર્ષને વધારે રૂા. ૩૭૩૩/૬૦ ઉમેરતાં વર્ષની આખરે આપણું જનરલ ફંડ રૂા. ૧૯૫૦૭૯૯નું રહે છે.
આપણું રીઝર્વ ફંડ રૂ. ૨૬૭૦૪૮૯નું છે.
સંઘે ૩૮ વર્ષ પૂરાં કર્યા છે. વાચનાલય અને પુસ્તકાલયે ૨૭ વર્ષ પૂરાં કર્યા છે અને પ્રબુદ્ધ જીવને ૨૮ વર્ષ પૂરાં કર્યા છે. * સંધની ઉપરની પ્રવૃત્તિઓ ઉપરાંત ગત વર્ષમાં આપણે બિહાર દુષ્કાળ રાહત માટે રૂા. ૬૯૬૫/૦૦ ભેગા કરી શકયા તેમજ સંખ્યાબંધ કપડાં પણ બિહાર મોકલી શક્યા હતા. વળી સંઘના કાર્યાલયમાં મુંબઈની લાયન્સ કલબ તરફથી એક પેટી મૂકવામાં આવી છે. જેમાં વપરાયા વગરની પડી રહેલી દવાઓ મૂકવામાં આવે છે અને આ દવાઓ જરૂરિયાતવાળા મધ્યમ વર્ગમાં મફત વહેંચી દેવામાં આવે છે. વધતી જતી મેઘવારીના કારણે ગત વર્ષમાં સંઘને ન છૂટકે પ્રબુદ્ધ જીવનનું લવાજમ રૂા. ૪ માંથી રૂ. ૭ કરવા તેમજ સભ્ય લવાજમ રૂા. ૫માંથી રૂા. ૧૦ કરવાનો નિર્ણય લેવો પડે છે. આ નિર્ણયથી પ્રબુદ્ધ જીવનની ગ્રાહક સંખ્યા કે સંઘની સભ્ય સંખ્યા ઘટી નથી એ માટે ગ્રાહકોને અને સભ્યોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.
અંતમાં, સંઘ ઉત્તરોત્તર વિકાસ પામે, એની પ્રવૃત્તિમાં નાવિન્ય આવે એવી અમારી ભાવના છે. સંઘને એક વિશાળ મકાન હોય એ સ્વપ્ન આજના તબકકે વધારે પડતું ગણાય પણ સંધને એક વિશાળ હોલ હોય, ત્યાં સુંદર વાચનાલય-પુસ્તકાલય ચાલતું હોય-અભ્યારા વર્તુલો ચાલતા હોય–સ્વચ્છ અને સુંદર વાતાવરણ હોય આ સ્વપ્ન તે જરૂર વધારે પડતું નથી જ. પણ એ કયારે સાકાર થશે ? શું સ્વપ્ન અને સિદ્ધિની વચ્ચે વર્ષોનાં વર્ષો સરી જશે ? આનો જવાબ આપ સૌ ઉપર છોડીએ છીએ.
આ વૃત્તાંત પુરી કરીએ તે પહેલાં અમે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનને તથા સૌરાષ્ટ્ર ટ્રસ્ટને તેમના આર્થિક સહકાર માટે, તેમ જ મુંબઈ સમાચાર, જન્મભૂમિ અને જનશક્તિ વિ. દૈનિક પત્રાને તથા જૈન સામયિકને તેમના સહકાર માટે આભાર માનીએ છીએ.
ચીમનલાલ જેઠાલાલ શાહ
સુબોધભાઈ એમ. શાહ. મંત્રીઓ, મુંબઈ, જૈન યુવક સંઘ.