SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૭-૧૭ પ્રભુપ્ત જીવન શ્રી મુંબઈ જૈન યુવક સંઘના વાર્ષિક વૃત્તાંત: ઈ. સ. ૧૯૬૬ સીક અને ૫ વાર્ષિક છે. ભાષાવાર જોઈએ તો અંગ્રેજી ૬, હિન્દી ૯ અને ગુજરાતી ૮૫ આવે છે. શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ગત વર્ષના વૃત્તાંત રજ કરતાં અમે હર્ષ અનુભવીએ છીએ. ગત વર્ષની પ્રવૃત્તિ યથાવત ચાલુ રહી હતી. અલબત્ત કોઈ વિશિષ્ટ પ્રવૃત્તિ કે વિશિષ્ટ કાર્ય યા તો પ્રવાસપર્યટન થયા નથી- એનું થોડું દુ:ખ અમનૅ છે જ. આમ છતાં ય ૩૮ વર્ષ પૂર્વે પ્રકટેલ કાર્ય અને જ્ઞાનજ્યોત, સિંચીત થયેલી સેવા અને સંસ્કારની સુવાસ, આજે ૩૯માં વર્ષનાં પ્રવેશ સાથે ય ચાલુ છે એટલું જ નહિ, સંઘ આજે શહેરનાં એક સુંદર સંસ્કારકેન્દ્ર તરીકે સૌનું ધ્યાન ખેંચે છે. સંઘ ઈ. સ. ૧૯૬૭ના પ્રારંભ સાથે ૩૯મા વર્ષમાં પ્રવેશી ચૂકેલ છે. આ વૃત્તાંત કાર્યવાહીની દષ્ટિએ છેલ્લી વાર્ષિક સભા તા. ૧૮-૬-૬૬ના રોજ મળી ત્યારથી આજ સુધીના એટલે તા. ૮-૭-’૬૭ સુધીના છે, જ્યારે વહીવટી દષ્ટિએ ૧લી જાન્યુઆરી ૧૯૬૬થી ૩૧ ડીસેમ્બર ૧૯૬૬ સુધીના છે. ‘પ્રબુદ્ધ જીવન ’ સંઘનું ગૌરવવન્તુ મુખપત્ર ‘પ્રબુદ્ધ જીવન' ગુજરાતી સામયિકોમાં એક આગવું સ્થાન પ્રાપ્ત કરી ચૂકેલ છે. લેખાની પસંદગીમાં એનાં તંત્રી મુરબ્બી શ્રી પરમાનંદભાઈ એક શિલ્પકારની દષ્ટિ રાખી રહ્યા છે અને ચાળી ચાળીને શ્રેષ્ટ અને સુંદર લેખાને પ્રબુદ્ધ જીવનમાં સ્થાન આપી ‘પ્રબુદ્ધ જીવન' ને કલાત્મક અને જીવન્ત બનાવે છે એમ કહેવામાં જરાય અતિશયોકિત નથી. ‘પ્રબુદ્ધ જીવનમાં જાહેરખબર ન લેવી એવા સિદ્ધાંત સંઘે શરૂઆતથી જ સ્વીકાર્યો છે અને આથી ‘પ્રબુદ્ધ જીવન”નું ધારણ ઘણું ઊંચું રહ્યું છે. એ સાથે એને આર્થિક રીતે સહન પણ કરવું પડે છે ગત વર્ષ દરમિયાન ‘પ્રબુદ્ધ જીવન’ને રૂા. ૫૧૨૧/૩૫ની આવક થઈ છે, જ્યારે રૂા. ૮૮૮૮,૧૪નો ખર્ચ થયા છે, પરિણામે રૂા. ૩૭૬૬/૭૯ની ખાટ આવી છે. સૌરાષ્ટ્ર ટ્રસ્ટ તરફથી ભેટના રૂા. ૧૫૦૦૦૦ મળે છે તે જો ન ગણીએ તા ખાટ રૂા. ૫૨૬૬/૭૯ની ગણાય. સૌરાષ્ટ્ર ટ્રસ્ટને એમની ભેટ માટે ખૂબ આભાર માનીએ છીએ. શ્રી મ. મા. શાહ સાર્વજનિક વાચનાલય અને પુસ્તકાલય સંઘ સંચાલિત આ વાચનાલય અને પુસ્તકાલય આ વિસ્તારનાં મધ્યમવર્ગ માટે આશીર્વાદરૂપ બન્યું છે. અત્યાર સુધીમાં આ જ્ઞાનપરબના કેટલી માટી સંખ્યામાં લાભ લેવાયા હશે એને! વિચાર કરીએ ત્યારે આ પ્રવૃત્તિ કેટલી મહત્ત્વની છે એના સહેજે ખ્યાલ આવે છે. આજે તે વાચનાલય અને પુસ્તકાલયને સંઘની જગ્યા અતિ સાંકડી પડે છે. ધારીએ તેટલાં પુસ્તકોને વસાવી શકાતા નથી. નવાં પ્રકાશન વસાવતા જૂના પુસ્તકો જેને પણ સાચવવું જરૂરી હાય છે, એને જગ્યાને અભાવે વિદાય દેવી પડે છે, એટલે વાચનાલય અને પુસ્તકાલયને આજે વિશાળ જગ્યાની ખૂબ ખૂબ જરૂરત છે. તદુપરાંત વાચનાલય અને પુસ્તકાલયને એની ખાસ કોઈ જૂદી આવક નથી. એટલે એનાં સંચાલન પાછળ પણ સારા એવા ખર્ચ થતા હેાવાથી સારી એવી આર્થિક નુકસાની પણ આવે છે અને આ માટે ‘નાટક’ના એકાદ ચેરીટી શો લઈને ઉભેલી ખાટ પૂરી કરી આ જ્ઞાનપરબ માટે સારું એવું ભંડોળ ઊભું કરવા અમે સૌ મિત્રાને સૂચન કરીએ છીએ. આપણા આ પુસ્તકાલયનો લાભ લેનારની સંખ્યા ૩૭૫ આસપાસ છે, જ્યારે વાચનાલયને લાભ લેનાર રોજના ૧૨૫થી ૧૫૦ ભાઈઓ અને બાળકો છે. અહિં કુલ્લે ૧૦૦ સામયિકો આવે છે. જેમાં ૭ દૈનિક, ૨૧ સાપ્તાહિક, ૧૨ પાક્ષીક, ૫૩ માસિક, ૨ ત્રિમા ગત વર્ષ દરમિયાન પુસ્તકાલયમાં રૂા. ૯૪૦/૩૭ના નવાં પુસ્તકો ઉમેરવામાં આવ્યાં છે. પુસ્તકાલયમાં એક ‘ગાંધી સાહિત્ય’ના ખાસ વિભાગ પણ ઊભા કરવામાં આવ્યો છે, જેમાં ગાંધીસાહિત્ય અને સર્વોદય સાહિત્યનાં છેલ્લામાં છેલ્લા પ્રકાશના મૂકવામાં આવ્યાં છે. આ વિભાગ માટે સ્વ. શ્રી રજનીકાન્ત દલીચંદના સ્મરણાર્થે એમના કુટુંબીજના તરફથી એક લાખંડને શે! કેસ આપ વામાં આવ્યો છે. વાચનાલય અને પુસ્તકાલયના સંચાલન પાછળ ગત વર્ષ દરમિયાન રૂા. ૭૬૨૬/૨૦નો ખર્ચ થયા છે, જયારે આવક રૂા. ૫૫૩૯/૮૭ની થઈ છે (જેમાં મ્યુનિસિપાલીટીની રૂા. ૧૦૦૦ની ગ્રાન્ટના સમાવેશ થાય છે.) એટલે રૂા. ૨૦૮૬/૩૩ની ખાટ આવી છે. આગલા વર્ષોની રૂા. ૬૪૧૨/૩૪ની ખોટ ઊભી જ છે. તેમાં આ ખાટ ઉમેરતાં રૂા. ૮૪૯૮૬૭ની ખાટ ઊભી રહે છે એટલે જો હવે એકાદ ચેરીટી શો લઈને ગ઼. ૧૫૦૦૦થી ૨૦૦૦૦ ઊભા ન કરીયે તા વાચનાલય અને પુસ્તકાલયનું ઉધાર પાસું વધી જશે અને સંસ્થા માટે એ ભારણ વધારે પડતું થશે. આ તબકકે અમને એક બીજું પણ સૂચન કરવાનું મન થાય છે. સભ્યો એમને ત્યાં આવતા શુભ પ્રસંગે આ જ્ઞાનપરબને યાદ કરે અને ઉદાર રકમ નોંધાવે, તો પણ ખોટ સહેજે હળવી બને. ૪૭ પષણ વ્યાખ્યાનમાળા સંઘના પ્રાણ સમી ત્રીજી પ્રવૃત્તિ તે પર્યુષણ વ્યાખ્યાનમાળા, વર્ષોથી ચાલતી આ વ્યાખ્યાનમાળાએ આજે સારી એવી સુવાસ જૈન અને જૈનેતરોમાં લાવી છે. ‘પર્યુષણ’ની ઈંતેજારી વધારે કે ‘પર્યુષણ વ્યાખ્યાનમાળા’ની વધારે એમ પ્રશ્ન પૂછવાનું આજે સહેજે મન થાય છે. ધર્મ, શિક્ષણ, અને કેળવણીમાં આજે એટલાં મૂલ્યપરિવર્તનો થયાં છે કે આજે અંધશ્રાદ્ધા અને રૂઢીચુસ્તતાએ સમાજમાંથી મહદઅંશે વિદાય લીધી છે અને સ્વતંત્ર વિચારશકિતનું સર્જન થયું છે અને એથી જ આ વ્યાખ્યાનમાળા પર્યુષણ દરમિન યાન એક અનોખું આકર્ષણ જમાવે છે અને ગમે તેટલાં મેટાં સભાગૃહો મેળવવા છતાં ોાતાઓને સમાવવા એ નાનાં જ પડે છે. ગત વર્ષ દરમિયાન પર્યુષણ વ્યાખ્યાનમાળા તા.૧૧ સપ્ટેમ્બરથી ૧૮ સપ્ટેમ્બર સુધી—એમ આઠ દિવસ માટે અધ્યાપક શ્રી ગૌરીપ્રસાદ ચુ. ઝાલાના પ્રમુખપણા નીચે યોજવામાં આવી હતી. આ વખતે આઠે ય દિવસની વ્યાખ્યાનસભાએ ચાપાટી ઉપર આવેલા બિરલા ક્રિડા કેન્દ્રના વ્યાખ્યાન હાલ જેવા વિશિષ્ટ સ્થળે યોજવામાં આવી હતી. આ વખતના વ્યાખ્યાતાઓ નીચે પ્રમાણે છે: શ્રી ગગનવિહારી મહેતા શ્રી ઉછરંગરાય ન. ઢેબર શ્રીમતી ઉષા મહેતા શ્રી અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ શ્રી નવલભાઈ શાહ શ્રી એચ. એન. બૅનરજી શ્રી કાકાસાહેબ કાલેલકર આચાર્ય રજનીશજી શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ શ્રીમતી સૌદામિનીબહેન મહેતા શ્રીમતી ઘૃણાલિની દેસાઈ શ્રી એચ. એમ. પટેલ શ્રી ગોકુળભાઈ ભટ્ટ શ્રીમતી હર્ષિદા પંડિત આમાં શ્રી એચ. એન. બૅનરજીના એક જ વિષય ઉપર બે દિવસના બે વ્યાખ્યાના રાખ્યાં હતાં. છેલ્લા દિવસે શ્રી અજિત શેઠ તથા નિરૂપમા શેઠે ભકિતગીતો ગાયા હતા. વૈદ્યકીય રાહત સંઘના કાર્યાલયમાં વૈદ્યકીય સારવાર માટેનાં સાધન રાખવામાં આવેલ છે. વૈદ્યકીય રાહત અંગે જે દવાઓ તથા ઈંજે
SR No.525952
Book TitlePrabuddha Jivan 1967 Year 28 Ank 17 to 24 and Year 29 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1967
Total Pages262
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy