________________
૪૬
પ્રભુ જીવન
પ્રકીર્ણ નોંધ
ભારતે દાખવેલા આરબ રાજ્યો પ્રત્યે આંધળે પક્ષપાત અને ઈઝરાઈલની કરેલી અક્ષમ્ય અવગણના
આજથી લગભગ વીશ વર્ષ પહેલાં સ્થપાયેલ ઈઝરાઈલને જડ મૂળથી ઉખેડી નાખવા માગતા અને ઈઝરાઈલના અપ્રતિમ પુરૂષાર્થથી પરાસ્ત બનેલા - પરાજિત થયેલા ઈજીપ્ત અને આરબ રાજયો પ્રત્યે સંયુકત રાષ્ટ્રસંસ્થાની પરિષદમાં પ્રમાણબહારની સહાનુભૂતિ દાખવીને ભારતના વિદેશ ખાતાના પ્રધાન શ્રી ચાગલાએ ભારતને અત્યન્ત ટીકાપાત્ર બતાવ્યું છે અને એની Non—allignmentની— બીન-જોડાણની—તટસ્થતાની—નીતિને ભારે હાસ્યાપદ બનાવી છે. આરબ રાજયા સાથે ભારતને સારો સંબંધ છે એને વિશેષ મજબૂત બનાવવાની દષ્ટિએ તેમ જ પાકિસ્તાન તરફથી યુદ્ધસદશ પ્રતિકૂળતા ઊભી થાય તે આરબ રાજ્યાની અનુકૂળતા ભારતના લાભમાં પરિણમે એવી અપેક્ષાથી, સંભવ છે કે, આવું વલણ અખત્યાર કરવામાં આવ્યું હશે. પાકિસ્તાને ભારત ઉપર ચઢાઈ કરી ત્યારે ઈજીપ્ત કે આરબ રાજ્યા ભારતની વ્હારે આવવાને બદલે તેમનું વલણ પાકિસ્તાનતરફી રહ્યું હતું એ હકીકત છે. તેા હવેની કટોકટીમાં ઈજીપ્ત અને આરબ રાજ્યાની ભારત પ્રત્યે અનુકૂળતા રહેશે એમ માનવાને કાંઈ જ કારણ નથી. એટલે ઉપર જણાવેલી અપેક્ષા વધારે પડતી છે. આમ છતાં, આ જે હોય તે, પણ ઈજીપ્ત અને આરબ રાજ્યોને વ્હાલા થવાની તાલાવેલીમાં ઈઝરાઈલની તદ્દન ઉપેક્ષા કરવામાં આવે - ઈઝરાઈલ ૨૦ વર્ષથી સ્થપાયલું એક વ્યવસ્થિત રાજય છે અને આજે તે રાજયને અન્ય રાજયા જેટલા જ સહઅસ્તિવને અધિકાર છે—આ પાયાની બાબતની તદૃન ઉપેક્ષા કરવામાં આવે અને ચોતરફ દુશ્મનાથી ઘેરાયલા અને બને તેટલી બાજુએથી નાકાબંધીના કારણે ગુંગળામણ અનુભવતા ઈઝરાઈલને ટકવું હોય તે તુર્તતુર્ત આક્રમણ શરૂ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહાતા એવી પરિસ્થિતિમાં ઈઝરાઈલે આક્રમણ શરૂ કર્યું એ સર્વત્ર સુવિદિત હાવા છતાં ઈઝરાઈલના આક્રમણને આગળ કરીને પ્રસ્તુત યુદ્ધ સંબંધમાં ઈઝરાઈલ જ દોષિત છે—આ જ વાતનું ફ્રી ફરીને રટણ કરવામાં આવે – આમાં આરબ રાજયો પ્રત્યેના અવિવેકભર્યા પક્ષપાત સિવાય બીજું કશું દેખાતું નથી. આ પ્રકારના એકાંગી વલણના કારણે આન્તરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતની પ્રતિષ્ઠાને ઘણા ધકકો પહાચ્યા છે.
પાલઘર ખાતે અપાયેલી બાલદીક્ષા
પ્રબુધ્ધ જીવનના ગયા અંકમાં પોતાના પતિ અને ૧૫, ૩ અને ૫ વર્ષનાં એમ ત્રણ બાળકોને તરછોડીને ચાલી નીકળેલી એક બાઈને દીક્ષા અપાયાના કરૂણ અને દર્દભર્યા · કિસ્સાની વિગત આપવામાં આવી હતી. આ વખતે જૈન શ્વેતાંબર સ્થાનકવાસી કોન્ફરન્સના ૧૫ વર્ષ પહેલાં મદ્રાસ ખાતે મળેલા અધિવેશનમાં કોઈ પણ દીક્ષાર્થીને દીક્ષા આપવા અંગે પૂરાં ૧૮ વર્ષની મર્યાદા જાહેર કરતા ઠરાવને ઠોકરે મારીને, અને એ કૅન્ફરન્સના કાર્યવાહકોની પુષ્કળ સમજાવટને અપમાનભરી રીતે અવગણીને મુંબઈ નજીક આવેલા પાલઘર ખાતે ગત જૂન માસની ૧૭મી તારીખે એક સ્થાનકવાસી મુનિએ એક બાર વર્ષના છેકરાને દીક્ષા આપ્યાના દુ:ખદ સમાચાર પ્રગટ કરવાનું પ્રાપ્ત થાય છે.
આ દીક્ષા આપનાર પુષ્કર મુનિ પ્રસ્તુત બાલ દીક્ષિત નવીનકુમારને મુંબઈમાં આવીને દીક્ષા આપવા માંગતા હતા, પણ મુંબઈમાં સ્થાનકવાસી સંધાનું એક સુશ્લિષ્ટ સંગઠન છે અને એના ઉપર સ્થાનકવાસી કાન્ફરન્સનું પૂરુ પ્રભુત્ત્વ છે. ઉપર જણાવેલ મદ્રાસ અધિવેશનના ઠરાવ આ મુજબ છે; “દીક્ષા દેવા માટે એ આવશ્યક છે કે જેને દીક્ષા આપવામાં આવે એ દીક્ષાના અર્થ અને મર્મને
તા. ૧૭-૨
ર
સમજી શકે. સાધુ જીવન ગ્રહણ કરવું એટલું મહત્ત્વનું છે કે જે બાલ્યાવસ્થાની બાદ જ કરવું જેઈએ. બાલદીક્ષાના અનેક પ્રકારનાં અનિષ્ટો વર્તમાનમાં જોવામાં આવે છે એ જોતાં કાન્ફરન્સ પૂજય મુનિવરો તેમ જ મહાસતીઓને સવિનય પ્રાર્થના કરે છે કે તેઓ દેશકાળ તેમ જ સમયની ગતિવિધિનું ધ્યાન રાખીને તે અંગે રાજકીય કાનૂન બને એ પહેલાં ૧૮ વર્ષથી ઓછી ઉમ્મરના કોઈ પણ બાળકને દીક્ષા નહિ દેવાના નિશ્ચય કરી દેશની સામે આદર્શ ઉપસ્થિત કરે. અગર કોઈ દીક્ષાર્થી થોડી ઓછી ઉમ્મરના હાય અને તેની સર્વદેશીય યોગ્યતા માલુમ પડે તો કૅન્ફરન્સના સભાપતિને અપવાદ રૂપે એને દીક્ષા આપવાના બારામાં સંમતિ આપવાના અધિકાર આપવામાં આવે છે.”
મુંબઈની ઉપર જણાવેલ પરિસ્થિતિ અને સ્થાનકવાસી કાન્ફ રન્સને ઉપર જણાવેલ ઠરાવ ધ્યાનમાં લઈને આ ખુષ્કર મુનિની મુંબઈ આવીને દીક્ષા આપવાની હિંમત ન ચાલી અને પાલઘર જેવા એક ખૂણે એક બાર વર્ષના છોકરાને મૂંડી નાંખવાનું તેમણે પસંદ કર્યું. સાંભળવા પ્રમાણે પાલઘરના સ્થાનકવાસી સંઘ પણ આ પ્રકારની બાલદીક્ષા આપવાની તરફેણમાં નહોતા, પણ પુષ્કર મુનિના આ બાબતમાં સામના કરવાની તેઓ તૈયારી દાખવી ન શકયા. પરિણામે ઉપર જણાવેલ બાલદીક્ષાના અનર્થ નિર્માણ થયા છે.
આ સાધુ ચામાસા માટે મુંબઈ આવી રહ્યા છે. જો મુંબઈના સ્થાનકવાસી સંઘ અને સ્થાનકવાસી કાન્ફરન્સ ઉપર જણાવેલ ઠરાવ માટે આગ્રહ ધરાવતા હેાય તે આવા ઉંદંડ સાધુને મુંબઈના કોઈ પણ ઉપાાયમાં રહેવા માટે સ્થાન ન મળે એની તેમણે પુરી તકેદારી રાખવી ઘટે છે.
આ બાબતમાં શ્વે. મૂ. વિભાગમાં અરાજકતા પ્રવર્તે છે અને આવી બાલદીક્ષા વિરૂદ્ધમાં કશી પણ ઉગ્રતાના અભાવે અવારનવાર બાલદીક્ષાના બનાવ બન્યા કરે છે. પણ સ્થાનકવાસી સમાજમાં એવી પરિસ્થિતિ નથી, ઘેાડા સમય પહેલાં ૧૮ વર્ષમાં માત્ર બે મહિના ઓછા હતા એમ છતાં પણ અમુક દીક્ષાર્થી બહેનને દીક્ષા લેવા કે આપવાની સંમતિ સ્થાનકવાસી સંધે આપી નહોતી. મુંબઈ આવી રહેલા પુષ્કર મુનિને! ખરી રીતે સ્થાનકવાસી સંઘે અને કાન્ફ્રન્સે બહિષ્કાર જાહેર કરવા ઘટે છે. આવા એક નાના બાળકને આજીવન દીક્ષાના વ્રતથી બાંધી લેવો એ ખરી રીતે માનવતાને દ્રોહ કરવા બરાબર છે. આવા માનવતાદ્રોહીઓ સમાજના કોઈ પણ સન્માન કે આદરના અધિકારી છે.
આજે ચોતરફથી બુમા સાંભળવામાં આવે છે કે જૈનોની સાધુ સંસ્થામાં ખૂબ સડો અને શિથિલતા વ્યાપેલી છે. આના મૂળમાંબાલદીક્ષા અને અપરિપકવ વૈરાગ્યની દશામાં અપાતી દીક્ષાઓ છે. આ બન્ને બાબતમાં જૈન સમાજ સખ્તાઈ નહિ દાખવે તે આ સડા અંદરોઅંદર વધતા જ જવાના છે અને એમ છતાં બહારની દુનિયા એ સંબંધમાં બહુ ઓછું જાણવાની છે. ગમે તેટલી અટકાયત મૂકો પણ ઉમ્મર ઉમ્મરનું કામ કરે જ છે; દબાયલી અને દબાતી રહેતી જાતિગત ઈચ્છાએ વધારે ને વધારે જોર કરતી બહાર આવે છે અને સીધા નહિ તે! આડકતરા ઉપાયો દ્વારા પરિતૃપ્તિ શેાધે છે. આનું પરિણામ માનસિક વિકૃતિઓ પેદા કરવામાં અને સાધુના વેશમાં Abnormal—અપ્રાકૃત-માનવીઓ નિર્માણ કરવામાં આવે છે. જૈન સમાજમાં પ્રચલિત દીક્ષાની પ્રથાનું મને વિજ્ઞાનની દૃષ્ટિએ પૂરૂ સંશાધન થવાની જરૂર છે અને જો સાધુસંસ્થાને સડા અને શિથિલતાથી મુકત રાખવી હોય તે વર્ષની પૂર્વતાલીમ અને યોગ્યતાની પ્રતીતિ કરાવ્યા સિવાય કોઈ પણ દીક્ષાર્થીને દીક્ષા આપી ન જ શકાય એવા સર્વત્ર પ્રબંધ ઊભા કરવાની ખાસ જરૂર છે.
પરમાનંદ