SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૭-૧૭ પ્રભુજી જીવન શું લાકશાહી કરતાં સરમુખત્યારશાહી વધારે સારી છે? (આકાશવાણી પરથી તા૦ ૧૪-૩-૬૬ના રોજ શ્રી ગગનવિહારી મહેતાએ આપેલા વાર્તાલાપને ટુકાવીને મુળ અંગ્રેજી લખાણ ઉપરથી અનુવાદ કરવામાં આવ્યો છે. એક વર્ષથી વધુ સમય વીતી ગયો હોવા છતાં પણ વિષય અને એની રજુઆત આજના સંદર્ભમાં એટલી જ પ્રસ્તુત છે-અનુવાદક) અવારનવાર આપણે કેટલાક મિત્રાને એમ કહેતાં સાંભળીએ છીએ કે “આપણે લાકશાહીને લાયક જ નથી” અથવા તો “આપણે ત્યાં પણ એકાદ ખૂબખાન જ પાકવા જોઈએ.” આ વાતે મોટે ભાગે તે! ઉપરછલ્લી જ હોય છે અને લેકશાહી શાસનપદ્ધતિની ખામીઓ અને નિષ્ફળતાઓના કારણે જન્મેલી નિરાશામાંથી જ પ્રગટેલી છે. માનસશાસ્ત્રની દષ્ટિએ જો આ વિષયનું અન્વેષણ કરીએ તો જણાશે કે જે લાકો સરમુખત્યારવાળી શાસનપદ્ધતિને આવકારે છે તે લોકો પોતે જ સર્વસત્તાધીશ થવાની ઈચ્છા સેવતા હોય છે. આવા લોકો પણ કોઈ પણ સરમુખત્યારના રાજ્યમાં જીવી શક્યા ન હોત. બર્નાર્ડ શોએ એક વાર સ્ટાલીન અને મુસેલીની માટે પ્રશંસાનાં પુષ્પો વેર્યાં હતાં, પણ એમને પોતાને જ જો રશિયા કે ઈટાલીમાં રહેવાનું આવ્યું હોત, અને બ્રિટનમાં રહીને સરમુખત્યારશાહીના પક્ષમાં એમણે જેટલું જાહેર રીતે કહ્યું એના અંશ પણ જો સરમુખત્યારશાહીની વિરૂદ્ધમાં કહ્યું હોત, તા થોડી જ મુદતમાં કાં તો એ જેલમાં હોત અથવા એમના ઉપર ગાળી છૂટી હોત. તાત્પર્ય એ છે કે સરમુખત્યાર આપણને જોઈએ છે ખરો, પણ એવા કે જેની આપખુદી બીજાં પર ભલે ચાલે, પણ આપણાં પર નહીં. કેટલાક બુદ્ધિશાળી અને આદર્શવાદી માણસે લોકકલ્યાણકારી સરમુખત્યારશાહી – Benevolent dictatorslip—ને આવકારે છે. પરંતુ ખરી વાત તે એ છે કે કોઈ પણ સરમુખત્યાર લાંબા ગાળા સુધી સાચા અર્થમાં લાકકલ્યાણકારી રહી શકતા જ નથી. અમાપ સત્તાવાળા માણસ પાતાનાં સ્વાર્થમાં અને પોતાની ખુરશી ટકાવી રાખવા માટે, જેને એ જાહેર હિતની વાત ગણે છે એ સત્તાનો ઉપયોગ કરવાનો લાભ જતા કરી શકતા નથી. આફ્રિકા, લેટિન અમેરિકા તથા દક્ષિણ પૂર્વ એશિયાના કેટલાક દેશેામાં સરમુખત્યારોએ પેાતાના દેશનાં હિતની વિરુદ્ધમાં જઈને પણ પોતાની સત્તા ટકાવી રાખ્યાના તથા અઢળક ધન ભેગું કર્યાનાં દાખલાનો તોટો નથી. કોઈ પણ દેશમાં સરમુખત્યારે પોતાની જાતે જ ચુંટણીદ્રારા પ્રજાનો મત જાણવાની ચેષ્ટા કરી હોય એવું બન્યું નથી. બળવા અથવા ક્રાન્તિ વિના કોઈ સરમુખત્યારને કદી પ્રજા ઊથલાવી શકી નથી. આમ બનતું અટકાવવાનો એકમાત્ર ઉપાય છે : રાજ્યશાસનના પ્રત્યેક કાર્યમાં પ્રજાને સાથે રાખીને લોકોને શાસનની કળા શીખવવી તે. પ્રખ્યાત બ્રિટીશ ઈતિહાસકાર લાર્ડ એકટને સાચું જ કહ્યું છે: "Power corrupts and aboslute power corrupts absolutely.” સરમુખત્યારીમાં અનિવાર્યપણે ઉપરના થરોમાં રૂશ્વતખારી વધે છે, જ્યારે સામાન્ય પ્રજાનું નૈતિક ધારણ નીચું ઊતરે છે. હું ભૂલતા ન હોઉં તો ટ્રોવ્સ્કીએ એકવાર કહ્યું હતું કે પક્ષ અથવા જૂથની સરમુખત્યારીનું પરિણામ એક જ વ્યકિતના આપખૂદ વર્ચસ્વમાં આવે છે. સરમુખત્યારશાહી કેટલાક પ્રશ્નો કે ઝઘડાઓના તાત્કાલિક ઉકેલ કદાચ લાવી શકે, પણ જડ ઘાલી ગયેલા દર્દીનું કાયમી નિરાકરણ તે કરી. ન જ શકે. સંઘરાખોરી કે નફાખોરીને ડામવા માટે અથવા વધતી જતી ભાવસપાટીને રોકવા માટે, થોડાંક ગુનેહગાર વેપારીઓને જેલમાં પૂરવા કે ગાળીએ દેવાનું અમુક સંજોગામાં કદાચ વ્યાજબી હોઈ શકે, પણ તેમ કરવાથી દેશનાં આર્થિક પ્રશ્નોનું કાયમી નિરાકરણ આવતું નથી. દર્દના ઉપરછલ્લો ઉપચાર થાય છે, પણ દર્દ મૂળમાંથી જતું નથી. પ્રગતિના પંથ દુર્ગમ અને નિરાશાનિષ્ફળતાઓથી અટવાયેલા જ હોય છે. સૌથી વધુ તા સરમુખત્યારી એટલે નૈતિક નાદારી. સરમુખત્યારી વાળા રાજ્યોમાં લોકોનું નૈતિક ધોરણ નીચું ઉતરે છે, જ્યારે લાકશાહી એ રાજ્યશારાનની પ્રથા જ માત્ર નથી, પ્રજાજીવનની એક પદ્ધતિ છે. લાકશાહી લોકોનાં માત્ર ભલા માટે જ નહીં, તેમના સંતાપ માટે પણ છે. નિર્ણયો લેવામાં અને તેને અમલી બનાવવામાં પ્રજા જ્યારે ભાગ લે છે, ત્યારે જનતાનું હિત શેમાં છે એ જાણી શકાય છે. લેાકશાહી શૈક્ષણિક પ્રકારની શાસનપદ્ધતિ છે અને તેથી ખૂબ મહત્વની છે. એકવાર જો લાકશાહીને ત્યજી દઈએ તેા કયાં પરિબળા આગળ આવશે અને પરિણામે જે ગેરવ્યવસ્થા ઊભી થશે તેમાં નેતા તરીકે કોણ બહાર પડશે તે કળવું મુશ્કેલ છે. પ્રો. હેરોલ્ડ લાસ્કીએ કહ્યું છે કે જો લોકશાહીનાં પક્ષની દરખાસ્તને હરાવતાં વીસ મિનિટ લાગે તો બીજી કોઈ પણ શાસનપ્રથાની પક્ષની દરખાસ્તને તે પાંચજ મિનિટમાં ઉડાવી શકાય. વધારેમાં વધારે મુકત રીતે અને જવાબદારીની સભાનતાપૂર્વક લોકોએ સ્થાપિત કરેલી સરકાર સિવાય સ્વતંત્રતા અને સમાનતા જેવા આદર્શ ટકી રહેવાં શકય નથી. એ સાચું છે કે લોકશાહીમાં પ્રગતિ જરા ધીમી અને ક્યારેક અકળાવે એવી લાગે છે, પણ ખરેખર તેમ હોવાનું અનિવાર્ય નથી. બીજી બાજુ બહુ જલદ ઉપચારો ઘણીવાર ઉલટી જ અસર પેદા કરે છે. બે વિશ્વયુદ્ધોએ આપણને બતાવ્યું છે કે લોકશાહી સરકારો યુદ્ધના પડકારને મક્કમપણે સામનો કરવાના નિરધાર કરે છે તો રાજાશાહી અથવા સરમુખત્યારશાહીને હરાવી શકે છે. આપખૂદ સત્તા વડે ઝડપી પ્રગતિ સાધી શકાવાના દાવાનો પણ જરા ઝીણવટપૂર્વક વિચાર કરવાની જરૂર છે. તેમાંના કેટલાક સદંતર અતિશયોકિતભર્યા હોય છે અને માત્ર પ્રચારલક્ષી જ હાય છે. ચીનની લશ્કરી તાકાતનો અંદાજ જેમ આપણે ઓછા આંકી ન શકીએ તેમ એક ‘મીલટરી પાવર' તરીકેની તેની મર્યાદાને પણ આપણે સમજવી જોઈએ. ચીનની આર્થિક પ્રગતિ કેવી અને કેટલી છે તેમ જ વિકસતાં જતાં બીજા દેશોની સરખામણીમાં ત્યાંની પ્રજાનું જીવનધારણ કેવું છે તેની કોઈને સાચી ખબર નથી. પણ એક વાત તે નક્કી છે કે ચીનની કોમ્યુન પદ્ધતિ નિષ્ફળ ગઈ છે અને તેનું “ગ્રેટ લીપ ફોરવર્ડ” હકીકતમાં તે લાખો લોકોને પીછેહઠ તરફ દોરી જનારૂ પુરવાર થયું છે. ચીને આણુવિજ્ઞાનના ક્ષેત્રમાં સારી એવી પ્રગતિ સાધી છે તેની ના નહીં, પરંતુ આ પ્રગતિનો અંદાજ કાઢવામાં આપણે માત્ર પરિણામેાના જ વિચાર કરવા ન જોઈએ. પણ જવાહરલાલ નેહરુ ભારપૂર્વક કહેતાં હતાં તેમ માનવતત્ત્વોનો પણ વિચાર કરવા જોઈએ. બીજા શબ્દોમાં કહીએ તો આપણે આપણી જાતને એ પ્રશ્ન પૂછવાના છે કે જો સરમુખત્યારશાહીના નામે જે પ્રગતિ સધાઈ હોવાનું કહેવામાં આવે છે તે સાધવામાં વ્યકિત- સ્વાતંત્ર્ય, માનવતાનું ગૌરવ અને સામાજિક સંબંધેાના રૂપમાં આપણે શી કિંમત ચુકવી છે? નૈતિક મૂલ્યોને બાજુએ મૂકીને શું આપણે પરિણામોને માત્ર સંખ્યાના ગણિતથી જ માપીશું? શું આપણે સાધનોની પરવા કર્યા વિના માત્ર સાધ્યના જ વિચાર કરીશું? બીનજવાબદાર અને આપખૂદ જુથે સર્જેલાં એક વિશાળ નિષ્પ્રાણ મંત્રનાં હાથા માત્ર બનવા જો આપણે તૈયાર હોઈએ તે આ પ્રશ્નનો કોઈ ઉત્તર નથી, પણ જે આપણે દેશનું અર્થકારણ સદ્ધર બનાવવું હોય અને માનવમાત્રને ઊંચે ઉઠાવવા હોય તો સરમુખત્યારી સિવાયની બીજી પદ્ધતિઓના વિચાર કરવા જ રહ્યો. આખરે રાજા પ્રજા માટે છે, પ્રજા રાજા માટે નથી. ૫ અનુવાદક : શ્રી સુબોધભાઈ એમ. શાહ મુળ અંગ્રેજી: શ્રી ગગનવિહારી મહેતા
SR No.525952
Book TitlePrabuddha Jivan 1967 Year 28 Ank 17 to 24 and Year 29 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1967
Total Pages262
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy