________________
૪૪
પ્રમુખું જીવન
તા. ૧-૭-૬૭
દેશમાં બનેલા માલ પરદેશી છે એમ વેપારીઓ કહે છે ત્યારે જ સ્વ. ગુલાબચંદ તલકચંદ શેઠને અર્ષાયલી
ભાવભરી જિલ
ઘરાકો રાજીખુશીથી લે છે, ને સારા દામ આપે છે. આજે વિદેશી હૂંડિયામણની તીવ્ર તંગી વરતાય છે ત્યારે પરદેશથી ધૂમધાકાર આવતી ચીજો માટે લોકોને જરૂર આકર્ષણ નથી એમ કોણ કહી શકે? આમ હોવાથી જ આયાત થયેલા માલ તથા દાણચોરીના માલની સારી કિંમત ઊપજે છે. પરદેશી ચીજવસ્તુઓ સામે આપણા દેશની ઉપલબ્ધ ચીજવસ્તુઓને શાષવું પડે એ આપણી શરમ લેખાવી જોઈએ.
રાજકીય આઝાદી એ તો આર્થિક આબાદી તથા ઉત્કર્ષનું ભવ્ય પ્રવેશદ્રાર છે. આપણે તેમાં પ્રવેશ કર્યા પછી આ અઢાર વર્ષમાં ઉદ્યોગોને પગભર કરવા ને વિકસાવવા માટે જરૂરી જહેમત ઉઠાવવા માંડી છે. આર્થિક આયોજનનો એ તરફ મુખ્ય ઝાક છે ને ઝડપી ને વૈવિધ્યપૂર્ણ ઔઘોગીકરણ એ આપણી પોતાની નીતિ છે. ૧૯૧૪–૧૯ના યુદ્ધ દરમ્યાન અને તે પછીના ગાળામાં તથા ૧૯૩૯-૪૫ના યુદ્ધ દરમિયાનને તે પછી આપણા ઉદ્યોગો ફ્લ્યા ને ફાલ્યા. અગાઉ ફકત કાપડ, કાગળ, સીમેન્ટ, શણ, રંગ, રસાયણ ઉઘોગા હતા. તેમાં પછીથી ઘણી વિવિધતા આવી. દેશમાં પેદા થતો કાચો માલ નિકાસ થવાને બદલે ઉદ્યોગમાં વપરાવા લાગ્યો. આજે આપણે ત્યાં માત્ર વપરાશ માટેની ચીજોનાં કારખાના નહીં, પણ મંત્રા બનાવવાના જંગી કારખાના શરૂ થયાં છે. એ બધા ઉપર ઉડતી નજર નાંખીએ તો ઓટોમોબાઈલ, લોકોમોટીવ, વિમાન, સાયકલ, પ્લાસ્ટીક, સાલવન્ટ, મશીન ટૂલ્સ, સ્પેરપાર્ટસ, મશીનરી, રેડિયા, રેયાન, જહાજ બાંધવાનો ઉદ્યોગ, ટેલિફોન, એન્જીનિયરિંગ, ડીઝલ એન્જિન, શીવવાના સંચા, પંખા, ઈલેકટ્ટક ઉદ્યોગ—એમ વિવિધ ઉદ્યોગા સ્થપાયા છે ને પગભર થયા છે. એમાંના કેટલેક માલ તો નિકાસ પણ થાય છે. આપણા કારખાનદારોએ પરદેશના કારખાનદારોની મદદથી પરદેશના કારખાના પણ શરૂ કર્યા છે. ભીલાઈ, રૂરકેલા ને દુર્ગાપુરમાં ત્રણ જંગી પોલાદનાં કારખાનાં ઊભા કર્યા છે. ચાથી યાજનામાં ચોથું પોલાદનું એકમ સ્થપાનાર છે. અગાઉના ત્રણ એક) માટે યાંત્રિક સંચાઓ ને મશીનરી આયાત કરવી પડી હતી. ચાથા અને પાંચમાં પોલાદના એકમ માટે થનારી આયાતોનું પ્રમાણ ઉત્તરોત્તર ઘટતું જશે.
આ વધતા જતા ઔદ્યોગીકરણના ધબકારા આપણા વિદેશ વેપારમાં પડે છે. પહેલાં જે આપણે પાકો માલ આયાત કરતા ને કાચા માલ નિકાસ કરતા તેમાં ફેર પડયા છે, ને હવે પાકા માલ પણ આપણે નિકાસ કરીએ છીએ, ને ઉંઘોગોને ખાસ જરૂરી માલ સામગ્રીની ને અર્ધ પાકા માલની આયાતો કરીએ છીએ. આ ફેરફાર સૂચક છે, લાભદાયક છે. આદ્યોગીકરણની સીડીનાં પગથીયાં આપણે ઝડપથી ચઢતા જઈએ છીએ તેનો આ પુરાવા છે. આ દિશામાં આપણે વધુ ઝડપી પગલાં ભરવાં જોઈએ.
કોઈ પણ દેશ દુનિયા સામે પોતાના દરવાજા બંધ કરી શકતો નથી. આગળ વધવા માટે પરદેશની આયાતાની, મદદની ને જાણકારીની જરૂર રહે જ છે. આપણને આ સર્વ મળતું રહ્યું છે, જો કે ચોથી યોજનામાં આ બાબતમાં અનિશ્ચિતતા પ્રવર્તે છે. પરિસ્થિતિ ડામાડોળ છે. કેટલાક વખતથી આપણી નિકાસા ખાસ વધતી નથી, આયાતોનું પ્રમાણ ઘટતું નથી, તેથી વેપારનું પાસું આપણી વિરૂદ્ધ રહે છે. હુંડિયામણની આપણે તીવ્ર તંગી અનુભવીએ છીએ. આ તાકીદના સંજોગામાં જૂન ૧૯૬૬માં ભારતે રૂપિયાનું અવમૂલ્યાંકન કર્યું. રૂપિયાની વિદેશમાંની કિંમતમાં ૧૭ ૧/૨ ટકાનો ઘટાડો થયો. આનો હેતુ એ છે કે આપણી નિકાસો વધુ હુંડિયામણ રળશે, ને આયાતા દેશમાં મોંઘી પડશે. આમ થતાં, સ્વદેશીની ભાવનાને જોરદાર ટેકો મળે, જે મળવા જ જેઈએ. આયાત થતા માલને દેશમાં બનવા ઉત્તેજન મળશે. અત્યારના સંજોગામાં જે જે સાધનસામગ્રી ને માલસામાન દેશમાં બને છે, તેના માલ વાપરનાર, વેપારી, કારખાનદાર, ઉદ્યોગપતિ ને સરકારે સંપૂર્ણ ઉપયોગ કરવા જોઈએ. વૈજ્ઞાનિકો, સંશોધકો ને ઈજનેરો આ પ્રવાહને જોરદાર ટકા આપી શકે. આજે વડાપ્રધાન ને દેશના બીજા નેતાઓ આપણને અવારનવાર હાકલ કરે છે કે સ્વાવલંબન ને સ્વમાનને માટે આપણે સ્વદેશીને મહત્ત્વ આપવું જોઈએ, તેનું હાર્દ પણ આ જ છે. કાન્તિલાલ બરોડિયા
ભારત જૈન મહામંડળ, મુંબઈ જૈન યુવક સંઘ, જીવન જાગૃતિ કેન્દ્ર, સંયુકત જૈન વિદ્યાર્થીગૃહ, જૈન એજ્યુકેશન સેાસાયટી, જૈન સોશિયલ ગ્રુપ, સર્વોદય એજ્યુકેશન સેાસાયટી-મોરબી, રાજકોટ મિત્રમંડળ-મુંબઈ, મારબી દશાશ્રીમાળી `મિત્રમંડળ-મુંબઈ, પંજાબ જૈન ભ્રાતૃસભા, ટંકારા કેળવણી મંડળ, શેઠ બંધુ મંડળ” આ સંસ્થાઓના સંયુકત ઉપક્રમે તા. ૨૧મી જૂનના રોજ સી. પી. ટેંક પાસે આવેલા હીરાબાગના સભાગૃહમાં શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહના પ્રમુખપણા નીચે સદ્ગતના અવસાન અંગે શાક પ્રદર્શિત કરવા માટે તેમના સ્વજનો, સ્નેહીએ અને પ્રશંસકોની જાહેર સભા મળી હતી. આ પ્રસંગે શ્રી રિષભદાસ રાંકા, શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, શ્રી મગનલાલ પી. દોશી, શ્રી દુર્લભજી ખેતાણી, શ્રી જીવરાજભાઈ તથા જટુભાઈ મહેતાએ સદ્ગતને ભાવભરી જિલ આપી હતી. ત્યાર બાદ પ્રમુખસ્થાનેથી શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે ચિત્તનપ્રેરક પ્રવચન કર્યું હતું અને ત્યાર બાદ નીચે મુજબના પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતા—
“ઉપર જણાવેલ સંસ્થાના સંયુકત ઉપક્રમે તા. ૨૧મી જૂનના રોજ મુંબઈ ખાતે મળેલી જાહેર સભા તા. ૧૩મી જૂનના રોજ જાણીતા સામાજિક કાર્યકર્તા શ્રીમાન ગુલાબચંદ તલકચંદ શેઠના એકાએક નીપજેલા અવસાન બદલ ઊંડા શેકની લાગણી પ્રદર્શિત કરે છે. તેમનું જીવન સ્વદેશપ્રેમ અને સેવાભાવનાથી રંગાયેલું હતું; સૌરાષ્ટ્રમાં સ્વરાજયની લડતમાં તેમણે ભાગ લીધો હતો. વ્યાપારાથે થોડા સમય પરદેશમાં ગાળીને પાછા ફર્યા બાદ તેમના વિલ બંધુ સ્વ. કેશવલાલ તલકચંદની પેઢીના વ્યાપારનો તેમણે ખૂબ વિકાસ કર્યો હતા અને સમય જતાં ઉદ્યોગના ક્ષેત્રમાં પણ તેમણે સારી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી હતી. લગ્ન બાદ થેડા સભ્યમાં તેમના પત્નીનું અવસાન થયા બાદ તેમણે ફરીથી લગ્ન કર્યું નહોતું અને સમય જતાં તેમના સ્મરણમાં રાજકોટ ખાતે ‘કાન્તા સ્ત્રી વિકાસ ગૃહ”ની સ્થાપના કરીને મોટા પાયા ઉપરની નારી સેવાની પ્રવૃત્તિ તેમણે શરૂ કરી હતી. રાજકોટમાં તેમણે બે હોસ્પિટલો અને હાઈસ્કૂલની સ્થાપના કરી હતી, આ ઉપરાંત રાજકોટની તેમ જ મુંબઈની અનેક સામાજિક સંસ્થાઓનું દાનથી તેમણે નવાજી હતી. તેઓ સ્ટેટ્સ પીપલ પ્રાઈવેટ લિમિ ટેડના ડિરેકટર હતા અને જીવન જાગૃતિ કેન્દ્રના ઉપપ્રમુખ હતા અને સૌરાષ્ટ્રની તેમ જ મુંબઈની અનેક સામાજિક સંસ્થાઓ સાથે તેઓ ગાઢપણે સાંકળાયેલા હતા. ધનાઢ્ય હોવા છતાં તેમનું જીવન અત્યન્ત સાદું અને સેવાલક્ષી હતું, લાખોનું દાન કરવા છતાં તેઓ નિરભિમાની અને અત્યન્ત વિનમ્ર હતા. તેમના અવસાનથી આપણા સમાજને એક સંનિષ્ટ કાર્યકરની અને ઉદાર દિલના સજજનની માટી ખોટ પડી છે. તેમના પવિત્ર આત્માને આ સભા શાશ્વત શાન્તિ ઈચ્છે છે અને તેમના કુટુંબીજનોને આ સભા હાર્દિક સહીનુભૂતિ પાઠવે છે.”
આ ઉપરાંત મુંબઈ તેમ જ રાજકોટ ખાતે સદ્ગતના અવસાન અંગે અનેક નાની મોટી સામાજિક સંસ્થાઓ તરફથી શેક સભાઓ ભરવામાં આવી હતી જેને અહિં વિગતવાર ઉલ્લેખ કરવાનું અવકાશના અભાવે શક્ય નથી. આ હકીકત શ્રી ગુલાબચંદભાઈએ એમની સાથે સંબંધ ધરાવતા વિશાળ સમાજમાં કેટલું ઊંડું, સ્નેહ, આદર અને સદ્ભાવભર્યું સ્થાન પ્રાપ્ત કર્યું હતું તે સૂચવે છે. આચાર્ય રનીશજીએ પ્રસ્તુત ઘટનાને અનુલક્ષીને શ્રી રમણલાલ સી. શાહ ઉપર એક પત્ર લખ્યો હતો. તેનો અનુવાદ નીચે મુજબ છે :
“શ્રી ગુલાબચંદભાઈના પરિવારને મારી તરફથી કહેશેા કે તેઓ દુ:ખી ન થાય, કારણ કે શ્રી ગુલાબચંદભાઈ જે શાન્તિ અને આનંદપૂર્વક વિદાય થયા છે તે બહુ ઓછા ભાગ્યશાળી લોકોને ઉપલબ્ધ થાય છે. તેઓ પેાતાની આ યાત્રા માટે બધી રીતે તૈયાર હતા. અને આ તૈયારી તેમણે એવા અનુભવ દ્વારા કરી હતી કે જે અનુભવ અમૃતનો છે. એવી મન:સ્થિતિમાં મૃત્યુ સમાપ્તિ નહિ પણ અમુતનો અનુભવ બની જાય છે. મને ખબર છે કે તેઓ એ તત્વને જાણી શક્યા હતા કે જે જાણવા માટે જીવન છે. આમ હોવાથી દુ:ખ અને ઉદાસીપૂર્વક નહિ પણ આનંદપૂર્વક તેમને વિદાય આપવી એ આપણું કર્તવ્ય બને છે.”
и