________________
* જ૮. No. MR. • વાર્ષિક લવાજમ રૂ. ૭
બુદ્ધ જીવન
પ્રબુદ્ધ નવું નવસંસ્કરણ વર્ષ ૨૯ : અંક ૫
T
મુંબઇ, જુલાઈ ૧, ૧૯૬૭, શનિવાર પરદેશ માટે શિલિંગ ૧૨
" શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર
છૂટક નકલ ૪૦ પૈસા ,
તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા
5-
મહર્ષિ મહેશ ચગીને પરિચય
શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે ધી બેબે ગ્રેન, રાઈસ એન્ડ ઓઈલ સીડઝ મરચન્ટસ એસેસીએશનના સભાગૃહમાં તા. ૨૪-૬-૬૭ શનિવારના રોજ સાંજના છ વાગ્યે મુંબઈ ખાતે તાજેતરમાં પધારેલા મહર્ષિ મહેશ યોગીનું જાહેર પ્રવચન યોજવામાં આવ્યું હતું. સભાગૃહ જિજ્ઞાસુ શેતાએ વડે ખીચખીચ ભરાઈ ગયું હતું. નિયત સમયે મહપિજી પધાર્યા હતા. તેમનું મુંબઈ જૈન યુવક સંઘ તરફથી સ્વાગત કરતાં અને તેમને પરિચય આપતાં સંઘના ઉપપ્રમુખ શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયાએ જણાવ્યું હતું કે “આજે આપણી વચ્ચે પધારેલા મહપિજીનાં આપમાંના ઘણા ખરા અત્યારે પહેલી વખત જ દર્શન કરતા હશે. મારો પણ તેમની સાથે છેલ્લા ચાર પાંચ દિવસને જ પરિચય છે. તેમનું આંજે આ સ્થળે કયા સંયોગમાં પ્રવચન ગોઠવાયું તેની થોડી માહિતી આપું તો તે અસ્થાને નહિ ગણાય. મુંબઈના જાણીતા ઍડિટર અને એકાઉન્ટન્ટ અને મારા વર્ષોજૂના મિત્ર શ્રી જયંતીલાલ ઠક્કર થોડા દિવસ પહેલાં મારે ત્યાં આવી પહોંરયા અને તેઓ તેમનાં પત્ની સાથે મે માસમાં કામીર જઈ આવેલા તે વિષે વાત કરતાં તેમણે જણાવ્યું કે તેઓ કાશમીરમાં હતા તે દરમિયાન શ્રીનગર પાસે આવેલા કોકરનાગ નામના નિસર્ગ રમણીય સ્થળે થોડા દિવસ રહેવા માટે તેઓ ગયેલા. તે દરમિયાન તે દિવસેમાં ત્યાં વસતા અને આજે આપણી સમક્ષ ઉપસ્થિત થયેલા મહર્ષિજી વિશે તેમને પહેલીવાર જાણ થઈ. તેમને માલુમ પડયું કે મહર્ષિને મળવા માટે આપણા લોકો ઉપરાંત
અનેક પરદેશીઓ-યુરોપિયન-ત્યાં આવી રહ્યા હતા. આથી આકÍઈને તેઓ પણ તેમનાં દર્શને ગયાં. અને તેમના પરિચયથી તેઓ બને અત્યન્ત પ્રભાવિત બન્યા. તેમને માલુમ પડ્યું કે મહર્ષિ આતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતી એક મહાન વિભૂતિ છે. તેમણે જણાવ્યું કે મહર્ષિજી જૂન માસની આખરમાં વિશ્વપ્રવાસે ઉપડનાર હોઈને, તે પ્રવાસના અઠવાડિયા પહેલાં મુંબઈ આવી રહ્યા છે અને તેમને મુંબઈની પ્રજાને લાભ મળે એ હેતુથી જુદાં જુદાં સ્થળોએ અને જુદી જુદી સંસ્થા તરફથી તેમનાં પ્રવચને તથા વાર્તાલાપની ગોઠવણ અમે કરી રહ્યા છીએ. તેના અનુસંધાનમાં મુંબઈ જૈન યુવક સંઘ તરફથી પણ એકાદ સભા જો ગોઠવી શકાય તે સાર એવી ઈચ્છા તેમણે પ્રદર્શિત કરી. આ તેમની ઈચ્છાને માન આપીને આજની આ સભા ગોઠવવામાં આવી છે. આવી એક મહાન વિભૂતિ આપણી વચ્ચે ઉપસ્થિત થાય તેને હું અમારી સંસ્થાનું પરમ સદ્ભાગ્ય લેખું છું. તેમને હું અમારા સંધ તરફથી હાદિક આવકાર આપું છું.
“તેઓ પોતાનું પ્રવચન શરૂ કરે તે પહેલાં તેમને ટૂંકાણમાં પરિચય આપું તે પ્રસ્તુત લેખાશે. તેઓ મૂળ ઉત્તરકાશીને છે. બદ્રીનાથ જતાં રસ્તામાં આવતા જ્યોતિર્મઠના અધિષ્ઠાતા શંક્રાચાર્ય બ્રહ્માનંદ સરસ્વતીના તેઓ શિષ્ય છે. તેમની ઉંમર આશરે ૫૦ વર્ષની છે. ઋષિકેશની બાજુએ સ્વર્ગાશ્રમમાં આવેલા શંકરાચાર્યનગરમાં તેમણે ધ્યાનવિદ્યાપીઠ Acadamy of Meditationએ નામની એક સંસ્થા સ્થાપિત કરી છે. આ કેન્દ્ર મારફત તેઓ Spritual Regeneration Movement-આધ્યાત્મિક પુનરૂત્થાન આન્દોલન-ચલાવી રહ્યા છે. ધ્યાન અંગે તેઓ એક વિશિષ્ઠ પ્રક્રિ
યાને પ્રચાર કરી રહ્યા છે. આ ધ્યાનને તેઓ Transcendental Meditation-ભાવાતીત ધ્યાન-એ શબ્દોથી વર્ણવે છે. તેઓ ધ્યાનાર્થીને તેની યોગ્યતાને ખ્યાલ કરીને અમુક એક મંત્ર આપે છે, જેના જાપ વડે મન વિચારની સુક્ષ્મ-સુક્ષ્મતર ભૂમિકામાં પ્રવેશ કરે છે, ધીમે ધીમે સુક્ષ્મતમ ભૂમિકાને વટાવે છે અને પરમ ચેતનાની સીધી પ્રત્યક્ષ અનુભૂતિ કરે છે. આના પરિણામે માનસિક શકિતએને પૂર્ણ વિકાસ થાય છે અને તેનું સમગ્ર જીવન આનંદપૂર્ણ બની જાય છે. આ ભાવાતીત ધ્યાનને તેઓ દુનિયા માં પ્રચાર કરી રહ્યા છે. આજ સુધીમાં ૫૦થી વધારે દેશમાં અનેક ધ્યાનકેન્દ્રો ખેલવામાં આવ્યા છે. માત્ર પશ્ચિમ જર્મનીમાં આવાં ૨૫૦ ધ્યાન કેન્દ્રો ઉભાં થયાં છે. દુનિયાને આ તેમને આ પ્રવાસ છે. અહિંથી ૨૮મી તારીખે તેઓ પશ્ચિમ જર્મની જ રહ્યા છે અને ત્યાં આવેલા બેમેન ખાતે નવા ધ્યાનકેન્દ્રનું તેમના હાથે ઉદ્ઘાટન કરવામાં આવનાર છે. જુદા જુદા દેશમાં ફરતાં ફરતાં સપ્ટેમ્બર માસમાં તેઓ કેનેડાના મુખ્ય શહેર કેન્દ્રીયલ જશે અને ત્યાં એક વિશિષ્ટ કાર્યક્રમ પતાવીને તેઓ ભારત ખાતે પાછા ફરશે.
તેમણે આજ સુધીમાં ઘણું લખ્યું છે અને તે એક યા બીજા આકારે પ્રસિદ્ધ થયું છે. પણ તેમના જે બે ગ્રંથોએ વિશ્વખ્યાતિ પ્રાપ્ત કરી છે તે ગ્રંથને જ હું અહિં ઉલ્લેખ કરીશ. આ બે ગ્રંથેના નામ છે. (૧) The Science of Being and the Art of living (2) Commentary of Bhagvad Geeta. - “આ ઉપરાંત તેમના અંગે વિશેષમાં એ જણાવવાનું કે જેવી રીતે તેમણે ઋષિકેશમાં ધ્યાનવિદ્યાપીઠ ખેલી છે તેવી જ રીતે કાશમીરમાં કોઈ યોગ્ય સ્થળે તેઓ મેટા પાયા ઉપરનું એક આતરરાષ્ટ્રીય કેન્દ્ર ઊભું કરવાનું વિચારી રહ્યા છે. આવી એક વિશ્વવિખ્યાત વિભૂતિને અહિં આવકાર આપતાં હું અત્યન્ત આનંદ અનુભવું છું.”
ત્યાર બાદ મહર્ષિજીએ ઉપર જણાવેલ ધ્યાન-વિચારને વિરત કરીને એક કલાક સુધી પ્રેરક પ્રવચન કર્યું, જેને સાર કદાચ આગળ ઉપર આપવામાં આવશે. તેમના પ્રવચને શ્રોતાઓમાં તીવ્ર જિજ્ઞાસા પેદા કરી અને કેટલાક સમય પ્રશ્નોત્તરી ચાલી. અત્તમાં સંઘના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકભાઈ શાહે મહીંધજીને આભાર માનતા જણાવ્યું કે “આવી એક વિશિષ્ટ કોટિની વ્યકિતના નિકટ સાન્નિધ્યમાં આવવું એ જીવનનો લ્હાવે છે. આપણે સાધારણ ખ્યાલ એ હોય છે કે આવા ષિમુનિઓ બહુ જ ગંભીર હોય છે, જ્યારે મહર્ષિ તે આટલું બધું મુકતહાસ્ય કરી શકે છે. આ આપણા માટે ભારે આશ્ચર્ય પેદા કરે એ અનુભવ છે. પરમ ચેતનાનો સાક્ષાત્કાર જેને આપણે અત્યન્ત કઠણ અને દુ:સાધ્ય માનીએ છીએ તે તેઓ સાવ સાદી સીધી સરળ સુસાધ્ય બાબત હોવાનું જણાવે છે. આ સાંભળીને આપણામાં નવી આશા અને ઉત્સાહ પેદા થાય છે. તેમની અહિ ઉપસ્થિતિથી આપણે એક પ્રકારની કૃતકૃત્યતા અનુભવીએ છીએ. તેમના પ્રત્યે અમારા સંઘ તરફથી તેમજ આપ સર્વ તરફથી હું ઊંડા આભારની લાગણી પ્રદર્શિત કરું છું.”
આમ જણાવીને તેમણે મહાપજીનું ફ_લહારથી બહુમાન કરવામાં આવ્યું, અને સભા વિસજિત કરવામાં આવી.