SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૬-૧૭ હતી, પરંતુ ભારેં વિરોધ થતાં (નીમચાક સ્થાનકે) દીક્ષા ન થઈ શકી. શ્રી કસ્તુરચંદજી મ. તથા અન્ય સંતાનો વિરોધ છે એમ સાંભળ્યું છે. દીક્ષાર્થી બેનના પતિ કહે છે કે પહેલાં બાળકોને ઝેર આપો, પછી દીક્ષા લ્યો. બીજી ખબર એવી પણ સાંભળી છે કે પતિને સમજાવી લેવામાં આવ્યા છે અને સંઘના વિરોધ પણ નથી રહ્યો. તેના પતિને પ્રવર્તકથી હીરાલાલજી મ. ની આજ્ઞા લેવા એક વ્યકિતની સાથે અમદાવાદ મેલ્યો છે. દીક્ષા ત્રીજને દિવસે થવાની હતી, પણ દીક્ષાતિથિ પહેલાં જ મહારાજના વિહાર થઈ ગયા તથા તે બાઈને ગુપ્ત રીતે દીક્ષા આપવામાં આવી છે એમ જાણવા મળ્યું છે.” આ કિસ્સે સ્થાનકવાસી સંઘમાં બન્યો છે. એ દષ્ટિએ એની હલકાઈ કરવાના હેતુથી અમે એ અહીં રજૂ કર્યો છે એમ કોઈ ન માને. આવી ઘટનાને પ્રસંગે આ ફિકો કે તે ફિરકા, આ ગચ્છ કે તે ગચ્છ અથવા આ મુનિસમુદાય કે તે મુનિસમુદાય એવા કોઈ ભેદ કરવાનો હોય જ નહીં, અયોગ્ય દીક્ષા આપવાનો પ્રસંગ ગમે તે ફિરકામાં બને, અમારે મન એવી દીક્ષા આપનાર અને લેનાર બન્ને ઉપાલંભને પાત્ર છે, અને વૈરાગ્યની ઘેલછાના વળગાડથી લેવામાં આવતી દીક્ષાને અમે અયોગ્ય દીક્ષા લેખીએ છીએ. શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘમાં પણ કૌટુંબિક જવાબદારીની અવગણના કરીને આવી ઘેલછાને કારણે દીક્ષા લેનાર પુરુષો અને સ્ત્રીઓ મળી આવે જ છે. આવી અયોગ્ય અને જવાબદારીની ઉપેક્ષા કરતી દીક્ષાને કારણે બીજાઓ! ઉપર કેવી તારાજી વરસે છે એ તો જેને એવું દુ:ખ વેઠવું પડયું હોય એ જ જાણે! ઉપરનો કિસ્સો સમજુ માનવીની આંખ ઉઘાડી નાખે એવા કરુણ કિસ્સા છે અને તેથી જ અમે એ અહીં રજૂ કર્યો છે. કરુણા અને અહિંસાની સાધનાનો આરંભ નજર સામેની કરુણા અને અહિંસામય વર્તન માગતી પરિસ્થિતિની સદતર ઉપેક્ષા કરીને કરવામાં આવે એ પણ કંઈ ઓછી કમનસીબી છે! કરુણા પોતે જ આક્રંદ કરી ઊઠે એવી આ વાત છે! સંઘ આવી બેજવાબદારીને વધતી અટકાવે એ જ આ કિસ્સાઓનો બોધપાઠ છે. બિહાર દુષ્કાળ અંગે સધ તરફથી એકઠા કરવામાં આવેલ ફાળા શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી બિહાર દુષ્કાળ અંગે શરૂ કરવામાં આવેલ ફાળામાં ભરાયેલ રકમોની યાદી તા. ૧-૫-૬૭ના પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ કરવામાં આવી હતી. એ રકમ રૂા. ૫૩૬૧-૦૦નો ચેક બિહાર રીલીફ કમિટીને સોંપવા માટે શ્રી જયપ્રકાશ નારાયણને સુપ્રત કરવામાં આવેલ. ત્યાર બાદ પણ સંઘ તરફથી ફાળો એકઠો કરવાનું કામ ચાલુ રાખેલ છે અને તેથી દરેક ભાઈ-બહેનને પોતાથી શકય તેટલી રકમ સંઘના કાર્યાલય ઉપર મોકલી આપવા વિનંતિ કરવામાં આવે છે. નવી આવેલી રકમોની યાદી નીચે આપવામાં આવી છે. ૫૩૬૧ આગળ પ્રગટ કરેલી રકમા ૫૦૦ અમર કન્નુર મેવાસ શની કલબ તરફથી ૨૦૧ મે. ચાંપકલાલ મણિલાલ ચોકસીની કુતું. ૨૦૦ શ્રી પ્રવિણચન્દ્ર બાબુલાલ ૧૫૧ શ્રી ડુંગરશી ચાંપસી માલાણી, ૧૦૧ શ્રીમતી રૂખીબહેન ૧૦૧ ભણશાલી હગેોવિંદદાસ કેશરીચંદ ૧૦૧ શ્રી જી. ડી. દફતરી ૫૧ ફ લચંદ જીવાભાઈ ૫૧ ૩૧ ૨૫ ૨૫ ૨૫ ૧૦ ૬૯૩૪ 23 37 27 પ્રમુખ જીવન મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ ,, રમણિકલાલ પ્રભુદાસ શાહ શિવપ્રસાદ રાઠી લાલજી નરસી ચીમનલાલ બ્રધર્સ ખેતસી માલસી સાવલા એચ. કે. સફી 39 બિહાર દુષ્કાળ રાહત અને મુંબઇના જેના મુંબઈ ખાતે બિહાર દુષ્કાળ રાહત નિમિત્તે ઊભી કરવામાં આવેલી જૈન સમાજના આગેવાનોની એક સમિતિના મુખ્ય સંચાલકો તરફથી નીચે મુજબનું નિવેદન પ્રસિદ્ધિ અર્થે મળ્યું છે :-- મુંબઇમાં મહાવીર જયન્તી પ્રસંગે યોજાયલી જૈનોની જાહેર સભામાં બિહાર દુષ્કાળ રાહત માટે રૂા. ૧,૨૦,૦૦૦ જૈન સમાજ તરફથી ભેગા કરી આપવાની ખાત્રી, શ્રી. જયપ્રકાશ નારાયણને આપવામાં આવી હતી. તેના અનુસંધાનમાં અમને જણાવતા આનંદ થાય છે કે લગભગ રૂા. ૨,૬૦,૦૦૦નું ફંડ થયું છે, જેમાં માટુંગા સ્થાનકવાસી સંઘ તરફ્થી લગભગ રૂા. ૮૫,૦૦૦: તથા માટુંગા મૂતિપૂજક સંઘ તરફથી લગભગ રૂા. ૬૫,૦૦૦ના ફાળા નોંધાયા છે. સ્થાનકવાસી સમાજમાં તા. ૨૮-૪-૬૭ના રોજ દીક્ષાના પ્રસંગ હતા. એ પ્રસંગે બૃહદ મુંબઈ સ્થાનકવાસી મહા સંઘે નિર્ણય કર્યો હતો કે, આ દીક્ષાના અવસર ઉપર જે ફાળા થાય તે બધી રકમ, ખરચ બાદ કરતાં, બિહાર રાહત માટે વાપરવી. આ ફાળો લગભગ રૂા. ૫૦,૦૦૦ થશે, તે ઉપરાંત મુંબઈના બધા ફિરકાના ભાઈ તરફ્થી સારો ફાળો મળ્યા છે. કેટલાક ઉત્સાહી અને સેવાભાવી ભાઈઓમાં જાતે બિહાર જઈને, રાહતનું કાર્ય કરવાની ભાવના પેદા થઈ. આ ભાવના અનુસાર ભાઈ શ્રી. રતિલાલ મનજીભાઈ તથા બીજા બે ભાઈઓ, ૧૦-૧૨ દિવસ પહેલાં બિહાર પહોંચી ગયા છે. તેઓ બિહાર રાહત સમિતિ તથા મુખ્ય મંત્રી અને અન્ય અધિકારીઓને મળી, આ કાર્ય માટે પૂરો રાહકાર મેળવી શકયા છે. રાહતનું આ કાર્ય બિહાર, રાહત સમિતિના આશ્રયે આ ભાઈ કરશે. પવિત્ર ભૂમિ રાજગીર વિભાગમાં, ભગવાન મહાવીર કલ્યાણ કેન્દ્રની સ્થાપના કરી છે. ફ્ડની બધી રકમ અહીંથી રાહત સમિતિને મોકલવામાં આવનાર છે અને એ સિમિત આપણાં ભાઈઓ જેઓ આ કેન્દ્રનું સંચાલન કરે છે અને દેખરેખ રાખે છે તેમને આ રકમ આપનાર છે. આ વિભાગમાં લગભગ ૩૦ રસોડાં ચલાવવા પડશે એમ લાગે છે. બિહાર રાહત સમિતિ તરફથી ઘઉં મળશે. બીજી વસ્તુઓ ખરીદવાની રહેશે. આ રસોડાં લગભગ ચાર મહિના સુધી ચલાવવા પડશે. અન્ય પ્રકારની રાહત પણ આપવાની રહેશે. કુલ ખર્ચ લગભગ રૂપિયા પાંચ લાખ આવશે એમ લાગે છે. મુંબઈથી એક જીપ ત્યાંના કાર્ય માટે મેકલાવી છે. બીજા ભાઈઓ, શ્રી ગીરધરલાલ દામેાદર દફ્તરી સાથે, થે।ડા દિવસમાં રાજગીર જવાના છે. જે ભાઈઓ અથવા બહેનો આ કાર્ય માટૅ બિહાર જવા ખુશી હોય તેઓને શ્રી. ચીમનલાલ ચકુભાઈને મળવા વિનંતિ છે. શ્રી રતિલાલ મનજીભાઈ તરફથી ત્યાંના કાર્યના વિગતવાર અહેવાલો આવ્યા છે. બિહાર રાહત સમિતિને અહીંથી રૂા. ૯૨,૦૦૦ મોકલી આપવામાં આવ્યા છે. જેમાંથી, સમિતિએ રૂા. ૭૫,૦૦૦: શ્રી રતિલાલ મનજીભાઈને આ કેન્દ્રના કાર્ય માટે આપ્યા છે. બીજી રક્રમા જેમ જેમ વસુલ થતી જાય છે તેમ તેમ અહીંથી, થોડા વખતમાં ત્યાં મોકલી આપવામાં આવશે. બિહારના આ ભીષણ સંકટમાં યથાશકિત સહાય આપવાની આપણ સર્વની ફરજ છે. જૈન ભાઈઓ અને બહેનોને આગ્રહપૂર્વક વિનંતિ છે કે આ ફંડમાં પેાતાના ફાળા સત્વર મેકલાવે. રકમ મોકલવાનાં સ્થળા (૧) શ્રી કાન્તિલાલ ઈશ્વરલાલ, શેર બજાર, મુંબઈ. (૨) શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ, એકઝામીનર પ્રેસ બિલ્ડીંગ ૩૫, દલાલ સ્ટ્રીટ, મુંબઈ. આ રકમેાની કાચી પહોંચ તુરત આપવામાં આવશે. ત્યારબાદ બિહાર રાહત સમિતિના નામની પાકી પહોંચ મોકલાશે. આ રકમ ઈન્કમટેક્ષમાં કરમુકત છે.
SR No.525952
Book TitlePrabuddha Jivan 1967 Year 28 Ank 17 to 24 and Year 29 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1967
Total Pages262
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy