________________
ફ્
3
પ્રભુન જીવન
કોટગઢ સુધી પદયાત્રા કરી હતી. અને કાંગરા વૅલી જવાનું પણ એ જ વર્ષમાં બન્યું હતું. યાત્રીદલમાંનાં સૌ કોઈ એક સાથે રહેતા હતા; ચર્ચાઓ ચાલતી હતી; સભાઓ ભરાતી હતી; મારાં પ્રવચન પણ થતાં હતાં; પણ એ સમયે અન્તરમાં મારો · સંવાદ ‘માનદંડ ’ સાથે ચાલ્યા કરતા હતા—‘સ્થાવરાણાં હિમાલય’ની સાથે. કોઈ વાર સમય મળશે તો એ સંવાદ પણ લખવામાં આવશે.
૧૯૫૬ માં દોઢ મહિનાની રજા લઈને કાલીમપાગ ચાલી ગઈ હતી. એ એકાન્તવાસનો પ્રસાદ મારા સમગ્ર પ્રાણામાં ઓતપ્રોત બની બેઠા છે.
૧૯૫૯ માં કાશ્મીર જવાનું બન્યું. ગુલમર્ગ, સેાનમર્ગ, ખિલનબર્ગ, ચંદનવાડી, અનન્તનાગ, પહેલગામ બધાં સ્થળોએ જવાનું બન્યું હતું.
અને ૧૯૬૧ માં કાન ઉપર શસ્ત્રક્રિયા થયા બાદ આલ્મારાના ‘સ્નો વ્યુ’ કૅાલાનીમાં એકાદ મહિના રહેવાનું બન્યું હતું.
ય
ત્યાર બાદ હવે ૧૯૬૭માં હું હિમાલય આવી છું. આ છ વર્ષમાં અન્તર્બાહ્ય વિશ્વ બદલાઈ ચૂકયું છે. કાર્યની ઉપાધિ તો કયારની યે સરી ગઈ છે; ધ્યેય આદર્શ વગેરેનો બોજો બુદ્ધિ ઉપરથી કયારના ય ઊતરી ગયા છે; મૂલ્યોની ઉપાધિ પણ વિલીન બની ચૂકી છે; સાચું કહું તો વિચાર નામનો વિકાર પણ શાંત બની ગયો છે; બાકી શું રહ્યું? કશું પણ નહિ. શરીર છે એમાં મારી શું કસૂર? તે હેવાના કારણે લોકોને મારા હોવાનો ખ્યાલ રહ્યા કરે છે. આ ખ્યાલના કારણે જે વ્યવહાર ચાલે છે એ ‘ જેવા ’માત્ર રહી ગયું છે.
આ દશામાં હું અહીં પહોંચી છું. ૧૦ જૂન સુધી અહિં રહેવાનું થશે એમ લાગે છે. કૈલાસ અહીંથી ૧૦૦ માઈલ દુર છે. માનસસરોવ૨૮૦ માઈલ. ત્યાં જવાનો સંભવ નથી, કારણ કે તે માટે ચીનની સરકારની સંમતિ લેવી પડે તેમ છે. ‘લીપૂ લેક’ નજીકમાં ૪૦ માઇલ ઉપર છે, તે છે ભારતની સીમારેખાની અંદર. ત્યાં જવાની પરવાનગી માંગી. ધારાલામાં કૅપ્ટન વાડિયાએ જણાવ્યું કે પરમિટ ( પરવાનગી ) આપી શકાય તેમ નથી. આમ છતાં ત્યાં જવાનું બને તો કદાચ કૈલાસશિખરનાં દર્શન થઈ જાય.
જ્યાં અમે છીએ, એ સ્થાન તો નીતાન્ત રમણીય જ છે. નારાયણસ્વામી ભારે રસિક માનવી હોવા જોઈએ. આશ્રમના મકાનોમાં, મંદિરોમાં, મૂતિઓની પસંદગીમાં, બગીચાની રચનામાં રસિક સંવેદનશીલતા તરવરતી માલૂમ પડે છે. તેમના વાચનાલયમાં મરાઠી, ગુજરાતી, હિંદી, સંસ્કૃત તેમ જ અંગ્રેજી ભાષાના મૌલિક ગ્રંથે જોવામાં આવે છે.
આ સીમાપ્રદેશમાં આવીને તેમણે પાઠશાળા શરૂ કરી; ક્ષિક્ષા પ્રતિ તેમણે લોકોનું આકર્ષણ પેદા કર્યું; કૈલાસ જવાવાળા યાત્રાળુઓની અપાર સેવા કરી; મમક્ષીપાલનનું કેન્દ્ર ઊભું કર્યું. તેમની પ્રતિભા બહુમુખી હોવી જેઈએ. જીવનમાં ઊંડો રસ રહેલા હોવા જોઈએ. આને લીધે જ તેમની અધ્યાત્મિક જીવનની પરિણતિ સમાજસેવા તરફ ઢળી હશે.
આ પત્ર હવે મારે પૂરો જ કરવો રહ્યો. સવારની ટપાલ નીકવાંની તૈયારી છે. ગઈ કાલે સાંજે વાદળાં આકાશમાં છવાઈ ગયાં હતાં; હવામાં ખૂબ ઠંડક હતી; રાત્રે દશ વાગ્યે ઝરમર વરસાદ પણ પડેલા; આજે સવારે આકાશ નિરભ્ર – સ્વચ્છ – છે; બાલાર્કની સુષમા નિહાળતાં નિહાળતાં ચિત્ત ત્યાં પહોંચી જાય છે કે માં 'ન તંત્ર સૂř માતિ, ન ચંદ્રતારમ્ । न मा विद्युतो भाति, कुर्तो ऽयमाग्निः
॥
વિશેષ વળી કોઈ વાર.
તા. ૧૬-૬-૬૭
વૈરાગ્યની ઘેલછાએ સર્જેલી તારાજી
(તા. ૨૫-૫–૬૭ ‘જૈન’ માંથી સાભાર ઉદ ્ધૃત.) જેમ પ્રેમના આવેગવાળા સારાસારના વિવેક વીસરી જાય છે. એમ કેટલીક વાર વૈરાગ્યના આવેગને વશ થયેલા માનવી પણ કર્તવ્ય -અકર્તવ્યને માર્ગ ભૂલી જાય છે અને પોતાની વિવેકશકિતના ખરે વખતે ઉપયોગ કરી શકતા નથી. એક બહેનના વૈરાગ્યના આવેગને લીધે એનું આખું કુટુંબ કેવું સંકટગ્રસ્ત બની ગયું, એના એક કિસ્સો અમદાવાદથી પ્રગટ થતા “સ્થાનકવાસી જૈન” પાક્ષિકના તા ૨૦-૪-૬૭ના અંકમાં છપાયા છે. તે વૈરાગ્યની ઘેલછા કેવું નુકસાન કરે છે એ વાતનો ખ્યાલ આપતા અનેક કિસ્સાઓના એક નમૂના રૂપ હોવાથી અહીં સાભાર રજૂ કરીએ છીએ. એ કિસ્સાની વિગતો કહે છે કે—
વિમલનાં વન્દન
“રતલામથી અમને ઈંદોરથી પ્રસિદ્ધ થતા દૈનિક પત્ર“સ્વદેશ” ના બે કટિંગ મળ્યા છે તેની હકીકત અમે અહીં આપીએ છીએ.
“અમારો એક ખબરપત્રી નીમચ તરફ પ્રવાસ કરતો હતો. રસ્તામાં તેણે જોયું કે એક ૨૬-૨૭ વર્ષનો યુવક પોતાનાં ત્રણનાનાં બાળકો સાથે પ્રવાસ કરતો હતો. ત્રણ બાળકો જેમાં એક ૧૫ વર્ષના બાળક, ૩ વર્ષની બાલિકા અને ૫ વર્ષના બાળક હતાં. તેઓ પોતાની માતાના વિયોગ માટે ઝૂરતાં હતાં. અમારા ખબરપત્રીએ ખરી હકીકત માટૅ પૂછતાં શરમિંદા બનીને આખરે તેણે નીચે પ્રમાણે કહ્યું
“હું સાદડીના રહેવાસી છું અને મારે ત્રણ બાળકો છે. અમારા ગામમાં થોડાક દિવસ પહેલાં સ્થાનકવાસી સાધ્વીઓની મંડળી આવી હતી. તે અંત મંડળી સાથે મારી પત્નીને પરિચય થયા, સોંપ વધ્યા અને એક દિવસ એ મંડળી અમારા ગામેથી વિહાર કરવા લાગી તો મારી પત્ની પણ તેને ગામના સીમાડા સુધી પહોંચાડવા ગઈ, પણ તે પાછી ન ફરી. તપાસ કરતાં માલુમ પડયું કે તે તે મહાસતીજીએની મંડળીમાં દાખલ થઈ ગઈ છે. તે રતલામ આવ્યાની ખબર પડતાં, હું બાળ-બચ્ચાં સાથે તેને પાછીલેવા માટે ગયો, પરન્તુ પત્નીએ મને કહ્યું કે, હું આ સંસારથી વિરકત થઈ ગઈ છું અને હવે દીક્ષા લેવાની છું. આ મહાસતીમંડળના અગ્રણી મહાસતીજીને મેં વાત કરી ત્યારે તેમણે કહ્યું કે, તમારી પત્નીને વૈરાગ્ય થયા છે, માટે તેના આત્મિક ઉત્થાનમાં બાધક ન બને. હવે રહ્યો તમારા બાળકોના પ્રશ્ન, તો અમે બચ્ચાનાં ભરણ પાપણનો પ્રબંધ કરી દઈશું અને કોઈ ગૃહસ્થની છેકરી સાથે તમારી શાદી પણ કરાવી દઈશું. સાધ્વીઓએ આ વાત કાર્યરૂપમાં પરિણત કરવાની કોશિષ પણ કરી. આ દોઢ વર્ષના બાળકને એક સદગૃહસ્થને ત્યાં રાખ્યો, પરંતુ માતાની મમતા ન મળવાથી તે બિમાર પડયા એટલે મને પાછે સોંપવામાં આવ્યો. મને પણ છેકરીઓ જોવા માટે કેટલાક કુટુંબમાં ફેરવ્યો, પરન્તુ, કોઈ પોતાની છેાકરીને મારી સાથે પરણાવવા તૈયાર ન થયું. ભાઈ સાહેબ ! શું કહું! મેં મારી પત્નીને સમજાવવા ખૂબ કોશીશ કરી, સમાજના ધુરંધર માણસોને વિનંતી કરી, પણ આ બચ્ચાંને મા પાછી ન મળી. એટલે લાચાર બની હું પાછે ફર્યા.”
ઈન્દોરથી પ્રગટ થતા ‘સ્વદેશ’દૈનિકમાં છપાયેલ આ કિસ્સાની વિગતા ઉપર પ્રમાણે રજુ કર્યા બાદ “સ્થાનકવાસી જૈન”ના તંત્રી શ્રીએ પોતાની તપાસમાં આ કિસ્સા અંગે જે માહિતી પોતાને મળી છે તે એક નોંધરૂપે એની સાથે પ્રગટ કરી છે. જે નીચે મુજબ છે:
આ દીક્ષા જેમની પાસે થઈ રહી છે તે મહાસતીજી, આચાર્ય શ્રી. નાનાલાલજી મ. સા. ના સંપ્રદાયનાં છે. દીક્ષા લેનારી બહેન બી સાદડીની છે. પતિ માસ્તર છે. ઉંમર ૨૭ વર્ષની છે. પરસ્પર અણબનાવ થવાથી દીક્ષા લેવા માંગે છે. ૩ બાળકો ૧૫ - ૩- ૫ વર્ષનાં છે. જેમની પાસે દીક્ષા લેવા ઈચ્છે છે તેમની સાથે જ તે બાઈ છે. દીક્ષા આપનાર સતીજી શ્રામણ સંઘના જૈન દિવાજી મ. ના. સંપ્ર•દાયના છે. કમલાવતીજી નામ છે. દીક્ષા ચૈત્ર સુદ ૧.ના ડ્રેજ નાર