SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૧૭ પ્રયત્નનું નામ ખરો અને એક જ પુરુષાર્થ અને આ જ આત્મદર્શન' પરંતુ ગાંધીજીની એવી માન્યતા જણાય છે કે જીવનમુકત પુરુષ પણ સત્ય અને અહિંસા ન છોડે. આ માન્યતામાં એમને રાધાકૃષ્ણનનો ટૂંકો છે. આ વિદ્રાન લખે છે, “પછી પરમાત્મા એની દ્રારા કામ કરે છે અને એવા પુરુષ માટે સત્ય અસત્યના પ્રશ્ન ઊભા નથી થતો, જો કે એવો પુરુષ અસત્ય આચરણ કરી શકતા નથી.” આના ટેકામાં સેંટ જ્હોન નામના ખ્રિસ્તી જ્ઞાની પુરુષનું વચન રાધાકૃષ્ણને ટાંકયું છે: “જેના હૃદયમાં પરપાત્મા પ્રગટ થાય છે તે પાપ કરતા નથી.’ પ્રબુદ્ધ જીવન આપણા જેવા સામાન્ય મનુષ્યો માટે ગાંધીજીની દષ્ટિહિતકર છે. શ્રી અરવિંદે પણ એમ તો નથી કહ્યું કે જીવનમુકત પુરુષ સત્ય આચરણ કરશે કે હિંસા કરશે. એમનું કહેવું એટલું જ છે કે આજે આપણાં જે ધારણા છે તે માનસિક ભૂમિકાનાં ધારણ છે; જીવનમુકતને એ ધોરણ લાગુ જ ન પડે. એ કેમ વર્તશે તેનું કોઈ ધારણ નથી. પરંતુ આ વિધાનોનો સહારો લઈ જે લોકો ગાંધીજીને હસી કાઢે છે તેમને મારે એટલું જ કહેવાનું છેકે ત્રિગુણાતીત પુરુષ શું કરે તેની ચર્ચા કરવાને બદલે પ્રાચીન અને અર્વાચીન જીવન મુકતાનાં જીવન જ તપાસો. શ્રી કૃષ્ણ પોતે પણ તે યુદ્ધ પૂરતા તો અહિંસક જ હતા. શ્રી અરવિંદે પણ બંગાળમાં ચાલતી ત્રાસવાદી ચળવળમાં ભાગ નહે!તો લીધો. વળી દત્તાત્રય, શુકદેવજી તથા સનકાદિ કુમારો જેવા પ્રાચીન કે રમણ મહર્ષિ જેવા અર્વાચીન જીવનમુકતે! ઈતિહાસ તપાસે. એ કોઈએ હિંસક કૃત્યો કર્યાં હોય, અનીતિ આચરી હોય, અસત્ય પણું હોય એવું આપ જાણે છે ? નહિ જ. તો આપણા જેવા સંસારીજના માટેના સુવર્ણ નિયમ તો એ જ છે કે ગાંધીજીની માફક જ સત્ય અને અહિંસાને છેવટ લગી વળગી રહેવું. ડો. કાંતિલાલ શાહ હિમાલય સાથે સકળાયેલાં ઘેાડાંક સ્મરણા (પ્રબુદ્ધ જીવનના વાચકોને શ્રી વિમલાબહેન ઠકારના પરિચય આપવાની જરૂર નથી. માઉન્ટ આબુમાં આવેલ શિવકુટીમાં તેમના સ્થાયી નવાસ છે, આમ છતાં પણ, આપણા દેશમાં ગયા ફેબ્રુઆરી માસમાં જે સામાન્ય ચૂંટણી થઈ તેના અનુસંધાનમાં, લાઝ્માનસને જાગૃત કરવાના હેતુથી ચૂંટણી આગળના બે મહિના દરમિયાન તેમણે ભારતભરમાં પ્રચાર પ્રવાસ કર્યો હતો. ત્યાર બાદ પણ ગુજરાત સૌરાષ્ટ્રમાં એક યા બીજા નિમિત્તે એપ્રિલના પ્રારંભ સુધી તેમનું ભ્રમણ ચાલુ રહ્યું હતું. આ પ્રચારયાત્રા અને પરિ* ભ્રમણની તેમના સ્વાસ્થ્ય ઉપર પ્રતિકૂળ અસર થવા પામી, સ્વાસ્થ્યની પુન:પ્રાપ્તિ અર્થે તેમને આરામની જરૂર ભાસી, પરિણામે ૨૮મી એપ્રિલના રોજ તેઓ મિત્રમંડળીની સાથે આબુથી આલ્મારા તરફ ગયા અને ત્યાંથી મે માસની ૬ઠ્ઠી તારીખે ભારતના ટિબેટ સાથેના સીમાપ્રદેશથી ૪૦ માઈલ અંદરના ભાગમાં આવેલ અને આશરે ૯૦૦૦ ફીટની ઊંચાઈ ઉપર રહેલા નારાયણ આશ્રમમાં તે પહોંચ્યાં. ત્યાંથી મે માસની૯મી તારીખે લખેલા પત્ર મુંબઈ ૧૫મી તારીખે મળ્યો. આ પત્રમાં વિમલાબહેને પોતાનાં નાનપણથી આજ સુધીનાં-હિમાલય સાથે જડાયેલાં-કેટલાંક સ્મરણા આલેખવા પ્રયત્ન કર્યાં. છે. લખનાર વિમહાબહેન અને હિમાલયની વાતો - આમ સોનું અને સુગંધના મિશ્રણ જેવા આ પત્ર નીચે પ્રગટ કરતાં આનંદ અનુભવું છું. પરમાનંદ) પરમ આત્મીયો પ્રતિ, : આ પત્ર એ સર્વ સ્વજના માટે છે કે જેઓ વિમલના જીવનની ગતિવિધિમાં રુચિ ધરાવે છે. મૂળ પ્રયોજન મારાં માતા-પિતા છે ૩૫ કે જેઓ મારા દિનપ્રતિદિનના જીવનના વ્યાપારોની વિગતો જાણવાનું કુતૂહલ ધરાવે છે—વ્યાપારો બાહ્ય જગતના તેમ જ આંતર જગતના. અન્ય પ્રયોજન છે પૂજ્યપાદ ગોપીનાથ કવિરાજ સમક્ષ આત્મનિવેદન કરતા રહેવાનું. બે વર્ષ થયાં હશે, કદાચ ત્રણ વર્ષ થયાં હશે કે જ્યારે કવિરાજશ્રી તરફથી સંસ્મરણે લખવા માટે મને આગ્રહભરી સૂચના મળી હતી. સંસ્મરણ એટલે કે આંતરયાત્રાનાં સંસ્મરણ. એ સ્મરણો લખવાના હજુ સુધી સમય મળ્યા નથી; - એમ છતાં. ત્યારથી આત્મનિવેદનાત્મક પત્ર જ્યારે પણ લખવાનું બને છે ત્યારે તેની એક નકલ તેમની ઉપર હું મેકલતી રહી છું. અહીં આવ્યાને ચાર દિવસ થયા છે. અમે આલ્મારાથી બીજી મેના રોજ નીકળ્યાં. તે જ રાત્રે નારાયણનગર પહોંચ્યાં. ત્યાં બે દિવસ રહીને મે માસની ચોથી તારીખે બપોરે ધારચૂલા પહોંચ્યાં. મૅની પાંચમી તારીખે બપોરે તવાઘાટ પહોંચ્યાં. ૬ઠ્ઠીની સવારે દશ માઈલ લાંબું અને તવાઘાટથી ૫૦૦૦ ફીટ ઊંચું એવું ચઢાણું ચઢવાને પ્રારંભ કર્યો. શરીર કાંઈક અસ્વસ્થ હોવાથી, મિત્રાએ–સાંથીઓએ– મારી પાસેથી કબૂલાત મેળવી હતી કે હું ડોળીમાં બેસીશ. આમ છતાં પણ ડોળીમાં બેસવા માટે મારું મન તૈયાર ન જ થયું. તેમણે મને ખૂબ સમજાવી, પણ હું એકની બે ન થઈ. ચઢાઈ સંખ્ત હતી, સવારે ૬ વાગ્યે ચઢવાના પ્રારંભ કર્યો, બપોરે એક બે વાગ્યે ધાર્યા સ્થળે નારાયણ આશ્રમ પહોંચી. છથી આઠ કલાકમાં દશ માઈલ ચાલવાનું બન્યું. ૩૭૦૦ ફીટની ઊંચાઈથી ૮૭૦૦ ફીટ સુધી ચઢવાનું બન્યું. શરીર થાકી જાય એ સ્વાભાવિક હતું. પેટમાં જમણી બાજુએ તથા hip-boneમાં જે દર્દ એક મહિનાથી ચાલી રહ્યું હતું તે થોડું વધારે તીવ્ર બની બેઠું, પણ આ બાબતને ખ્યાલ તે ત્યાં પહોંચ્યા બાદ આવ્યો. રસ્તામાં ઊંચે ને ઊંચે ચઢતા રહેવાની જવાબદારી શરીરને સાંપીને મનથી હું કોઈ બીજી જ દિશામાં ચાલી ગઈ હતી. યાદ આવ્યું મારું બાળપણ. પિતાજીના કબાટમાંથી જ્યારે ને ત્યારે યોગ વાસિષ્ટ બહાર કાઢીને હું વાંચ્યા કરતી હતી. દેવતાત્મા હિમાલયનું ઉત્કટ આકર્ષણ સાત વર્ષની ઉમ્મરથી આબાધિત ચાલતું રહ્યું હતું. દશેક વર્ષની ઉમ્મરે સ્વામી રામતીર્થને ગ્રંથ મારા વાંચવામાં આવ્યો. ગ્રંથ શું વાંચ્યું? તેમની સાથે જાણે કે હું કંઈ ને કંઈ ઘુમવા લાગી. હિમાલયનાં એક પછી એક શિખરો ઉપર · ચઢતી રહી; ટિહરી. ગઢવાલ જઈ આવી; આત્મરત રામ બાદશાહ'ની બાદશાહીમાં સામેલ થઈ. તેમનાં આંસુઓમાં આ કિશોરીનાં ભાવભર્યા આંસુઓ મળી જવા લાગ્યાં. અરે, તેનાં સ્મરણથી આજે પણ રોમાંચ થઈ આવે છે. બારેક વર્ષની ઉમ્મર હશે જ્યારે સ્વામી વિવેકાનંદનાં પુસ્તકો હાથ ઉપર આવ્યાં. પછી તો પૂછવાનું જ શું? તેમની સાથે આખા ભારતની પ્રવ્રજ્યા કરી આવી. નગાધિરાજનાં બીજાં દર્શન આ રીતે સ્વામીજીની સાથે થયાં. સશરીર હિમાલયદર્શન તા ૧૯૪૯માં થયાં. કૉલેજનું ભણતર પૂરું થયું હતું. સાધનાના નશા. મારી ઉપર આરૂઢ થયો હતો. એકાન્તની વાસના પ્રબલ બની ચૂકી હતી. ગંગાને પેલે પાર, સ્વર્ગાશ્રમથી થોડે દૂર, રાણીની કોઠીમાં થ્રેડો સમય રહી. એ દિવસે દરમિયાન ગીતાભવનમાં રહેતા હતા શ્રી હનુમાનપ્રસાદજી પોદ્દાર; શ્રી જયદયાલજી ગાવનકા. ખૂબ સન્તમંડળી ત્યાં એકઠી થઈ હતી, તેમાં પણ સ્વામી શરણાનન્દજીના વ્યકિતત્વ પ્રત્યે હું વિશેષત: આકર્ષિત બની. થોડા સમય બાદ, ત્યાંથી હું ટિરી ગઈ; ટિહરીથી ઉત્તરકાશી જતાં ૧૨ માઈલ ઉપર એક ગુફા છે. આ ગુફામાં સ્વામી રામતીર્થ રહેતા હતા. એ ગુફામાં હું કેટલોક સમય રહી. પણ આજે એ અનુભવના વિસ્તારમાં ઊતરવું અપ્રસ્તુત છે. ૧૯૫૫માં ભૂદાનયજ્ઞનો સંદેશ લઈને જે હિમાલયયાત્રા થઈ હતી તે અપૂર્વ હતી. સૌ પ્રથમ અમે બદ્રીનાથ ગયા હતા. પીપલકોટીથી પગે ચાલીને ગયા હતા. એ જ વર્ષ દરમિયાન સીમલાથી
SR No.525952
Book TitlePrabuddha Jivan 1967 Year 28 Ank 17 to 24 and Year 29 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1967
Total Pages262
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy