________________
ક)
३४
પ્રભુત્વ જીવન
તા. ૧૬-૬-૧૭
વિચાર કરતાં, ઉપદેશક કૃષ્ણ ઐતિહાસિક હતા કે નહિ એ મુદ્દો ગૌણ છે. આ વિશ્વમાં અને માનવહૃદયમાં પૂર્ણ દિવ્ય જીવનનું પ્રગટવું અને ભગવાનનું નિરંતર અવતરવું એ મહત્ત્વનું છે.” અને “ગીતાના સિદ્ધાંતની યથાર્થતાનો વિચાર કરીએ તે ગીતાકાર ઐતિહાસિક વ્યકિત છે કે ભગવાનનો સાક્ષાત અવતાર છે એ વાત અગત્યની નથી. કારણ જે રાધ્યાત્મિક સત્ય છે તે તો હજારો વર્ષ પૂર્વે હતું તેનું તે જ છે, અને એ સત્યને દેશ કે પ્રજાના ભેદ અડતા નથી. તાત્ત્વિક વસ્તુ. તો એમાં રહેલું સત્યએનું હાર્દ–છે, ઐતિહાસિક ઘટના તે માત્ર સત્યને પડછાયો છે, પ્રતિબિંબ છે, એથી વિશેષ નહિ.” (પૃષ્ઠ ૩૮)
ગાંધીજીની માફક જ શ્રી કૃષ્ણપ્રેમે સાધકની દષ્ટિથી “The Yoga of the Bhagvatgita” લખ્યું છે. તેઓ પણ માને છે કે ગીતા એ એક રૂપક છે. તેઓએ એમ લખ્યું છે કે હેમરના Odyssey નામના કાવ્યને પણ રૂપક તરીકે ઘટાવવાનો પ્રયત્ન ગ્રીક જ્ઞાની પુરુષ પરફિરીએ કર્યો હતો. કૃષણપ્રેમના મત મુજબ જેમ સૌન્દર્યનાં દર્શન થઈ શકે છે પણ કોઈને કરાવી શકાતાં નથી તેમ કોઈ મહાકાવ્યમાં રૂપકના અંશ હોય તો તે પારખી શકાય છે પણ એનું પ્રતિપાદન થઈ શકતું નથી. ગીતાને એ મહાજ્ઞાની પુરુષનાં વચનામૃત માને છે; એવા જ્ઞાનીનાં વચન “સનાતન સત્યાનું પ્રતિપાદન કરાવે છે; આ સત્ય હજારો વર્ષો પૂર્વે હતાં તેનાં તે જ છે; એ સનાતન સત્યોને આજે પણ લાગુ પડે એવા જ શબ્દોમાં ગીતાનો અર્થ કરવો જોઈએ અને નહિ કે પુરાણકાળમાં કે ગીતા લખાઈ તે કાળે જે શબ્દો પ્રચલિત હોય તેમાં.” - હવે અહિંસા વિશે. ગીતામાંથી હિંસાને તો ઘણાઓએ તારવી કાઢી છે. આપણા દેશમાં ત્રાસવાદીરા ગીતામાંથી જ પ્રેરણા મેળવતા. લેકમાને પણ ગીતામાંથી અંહિસા નથી જ ઘટાવી. પ્રોફેસર આથવલેએ આ બધી ચર્ચા કરી, શ્રી અરવિંદના મતનું સમર્થન કરતાં કહ્યું, છે કે “અહિંસાને ભલે તમે એક ગુણ માને, સત્ત્વગુણીને માટે આવશ્યક માનો, પરંતુ ગીતા તે ગુણાતીત અને દ્રતીત થવાનું કહે છે. ગુણાતીત પુરુષને તે જેવું હિંસા એ બંધન છે તેવું જ અહિંસા એ બંધન છે.” આ તેમના શબ્દોને ભાવાર્થ છે. એમણે વ્યાખ્યાન વાંચ્યું નહોતું એટલે આજે મારી સ્મૃતિમાંથી હું લખું છું, છતાં મેં એ ધ્યાન દઈને સાંભળ્યું હતું એટલે એમાં સંશય થવાનું કારણ નથી.'
આ પ્રશ્નની ચર્ચા કરતાં પહેલાં ગાંધીજીને શું કહેવાનું છે તે જોઈએ. અહિંસા એ ગીતાને પ્રતિપાદ્ય વિષય નથી એ ગાંધીજીને પણ માન્ય છે. તેઓ લખે છે, “પણ અને કયાં અહિંસાને અર્થે યુદ્ધના ત્યાગની હઠ લીધી હતી? એણે તો બહુએ યુદ્ધ કર્યા હતાં. તેને તો એકાએક મોહ થયો હતો, તેને તો સગાને મારવાની અનિચ્છા થઈ હતી, બીજા કોઈ, જેને તે પાપી માને તેને ન મારવાની વાત અને નહોતી કરી. શ્રી કૃષ્ણ તે અંતર્યામી છે, તે અર્જુનને ક્ષણિક મેહ જાણી જાય છે. તેથી તેને કહે છે, “તું હિંસા તે કરી ચૂક છે, એમ એકાએક ડાહ્યલો થઇ અહિંસા શીખી શકવાનો નથી. તે પલાળ્યું છે એટલે હવે પૂરું કર્યું છૂટકો! કલાકના ચાલીસ માઈલની વેગે ચાલનારી ટ્રેનમાં બેઠેલાને એકાએક વૈરાગ્ય થતાં તે ટ્રેનમાંથી ભૂસકો મારે તે તેણે આત્મહત્યા કરી કહેવાય, તે કાંઈ મુસાફરીનું કે ટ્રેનમાં બેસવાનું મિથ્યાત્વ નથી શીખ્યો.” એ જ અર્જુનનું હતું. અહિંસક કૃષ્ણ અર્જુનને બીજી સલાહ જ ન આપી શકે. પણ તેમાંથી એવો અર્થ કાઢવે કે ગીતાજી હિંસા શીખવે છે અથવા યુદ્ધનું સમર્થન કરે છે એ એટલું જ અયોગ્ય છે, જેટલું આમ કહેવું અયોગ્ય ગણાશે કે શરીરવ્યાપારને અર્થે કંઈક હિંસ તો અનિવાર્ય છે, તેથી હિંસા જ ધર્મ છે.”
(ધર્મમંથન, પાનું ૩૨૧). ગાંધીજીને મતે, “આમાથીને રમાત્મદર્શન કરવાને એક અદ્રિતીય ઉપાય બતાવવાનો ગીતાને આશય છે .. એ અદ્વિતીય ઉપાય છે
કર્મફલત્યાગ” પણ લત્યાગ અહિંસા વિના શક્ય નથી. ગાંધીજી કહે છે, “ગીતાજીના શિક્ષણને અમલમાં મૂકનારને સહેજે સત્ય અને અહિંસાનું પાલન કરવું પડે છે. ફલાસકિત વિના મનુષ્યને નથી અસત્ય બલવાની લાલચ થતી, નથી હિંસા કરવાની. ગમે તે હિંસાનું કે અસત્યનું કાર્ય આપણે લઈએ તે એમ જણાશે કે તેની પાછળ પરિણામની ઈચ્છા રહેલી જ છે. (અનાસકિતયોગની પ્રસ્તાવના ) ગીતાજીને સોંશે અર્થ હિંસા નથી પણ અહિંસા છે, એમ ૨ જો અધ્યાય જે વિષયને આરંભ કરે છે અને ૧૮મે જે પૂર્ણ હુતિ કરે છે તે બતાવે છે. વચ્ચે જ પણ તે જ છે. ક્રોધવિના, રાગ વિના " વિના, હિંસા સંભવતી જ નથી. અને ગીતા તે ક્રોધાદિને ઓળગી ગુણાતીતની સ્થિતિએ આપણને પહોંચાડવા મથે છે. ગુણાતીતમાં કોધને સર્વથા અભાવ હોય છે.”
(ધર્મમંથન પાનું ૩૨૦) ગાંધીજીની માફક રાધાકૃષ્ણન પણ માને છે કે અર્જુન માટે હિંસા અહિંસાને પ્રશ્ન નહોતું, પરંતુ સ્વજનોને હણવાં કે નહિ તે હતે; તેઓ ગાંધીજીની માફક જ ગીતામાંથી અહિંસાનું શિક્ષણ કાઢી બતાવે છે. તેઓ લખે છે, “ગીતા જે આદર્શ આપણી સમક્ષ ખડો કરે છે તે અહિંસા છે. ૧૭મા અધ્યાયમાં મન, વચન અને કાયાની પૂર્ણતાનું જે વર્ણન કર્યું છે તથા ૧૨મા અધ્યાયમાં ભકતનાં જે લક્ષણ ગણાવ્યા છે તેનાથી આ હકીકત સ્પષ્ટ થાય છે.” શ્રી અરવિંદ પણ માને છે કે “સર્વોચ્ચ નૈતિક આધ્યાત્મિક આદર્શના અંગ તરીકે ગીતા અહિસાને સ્વીકારે છે.” (Essays on the Gita પુસ્તક પૃષ્ટ ૩૭૯) જો કે શ્રી અરવિંદના મત મુજબ ગીતા એથી પણ આગળ જાય છે.
અહીં પ્રશ્ન થાય છે કે ગીતાને અહિંસા ઉદિષ્ટ હોય તે પછી. યુદ્ધનું શું? અને કૃષ્ણ અને વારંવાર કહે છે, “યુદ્ધ કર” “યુદ્ધ કર” તેનું શું? ગાંધીજી લખે છે, “પણ જો ગીતાને અહિંસા માન્ય હતી અથવા અનાસકિતમાં અહિંસા સહેજે આવી જ જાય છે તે. ગીતાકારે ભૌતિક યુદ્ધને ઉદાહરણ રૂપે પણ કેમ લીધું? ગીતાયુગમાં અહિંસા ધર્મ મનાતા છતાં, ભૌતિક યુદ્ધ સર્વસામાન્ય વસ્તુ હોઈ, ગીતાકારને એવા યુદ્ધનું ઉદાહરણ લેતાં સંકોચ ન થાય, ન થ... ..મહાભારતકારે ભૌતિક યુદ્ધની આવશ્યકતા સિદ્ધ નથી કરી; તેની નિરર્થકતા સિદ્ધ કરી છે. વિજેતાની પાસે રુદન કરાવ્યું છે, પશ્ચાતાપ કરાવ્યો છે ને દુ:ખ સિવાય બીજું કંઈ રહેવા નથી દીધું.” (અનાસકિત યોગની પ્રસ્તાવના) વળી આગળ જતાં કહે છે, “ભૌતિક યુદ્ધ સંપૂર્ણ કર્મફલત્યાગીથી થઈ શકે એવું ગીતાકારની ભાષાના અક્ષરમાંથી ભલે નીકળતું હોય, પણ ગીતાના શિક્ષણને પૂર્ણતાએ અમલમાં મૂકવાને લગભગ ૪૦ વર્ષ પર્યન્ત સતત પ્રયત્ન કરતાં મને તો નમ્રપણે એમ લાગ્યું છે કે સત્ય અને અહિંસાના સંપૂર્ણ પાલન વિના સંપૂર્ણ કર્મફલત્યાગ મનુષ્યને વિષે અસંભવિત છે.” ગાંધીજીની આ માન્યતાને શંકરાચાર્ય જેવા મહાવિદ્વાનને ટેકો છે. સર રાધાકૃષ્ણને શંકરાચાર્યનાં વચન ટાંકયા છે કે, તમ યુદ્ધતિ अनुवादमात्रम् न विधिः। न ह्मत्र युद्धकर्तव्यता विधायते । અર્થાત તે વખતની રૂઢિ મુજબ “યુદ્ધ કરે એમ કહ્યું છે પણ આજ્ઞા નથી કરી. રાધાકૃષ્ણન પતે પણ કહે છે કે યુદ્ધને પ્રસંગ તો માત્ર ઉદાહરણ રૂપેજ લેવામાં આવ્યો છે.
હવે છેલ્લે પ્રશ્ન. જયારે સાધક સિદ્ધ બને, ગુણાતીત થાય, ભગવાન સાથે એકજીવ બને ત્યારે એ કેવી રીતે વર્તે? શ્રી અરવિંદ કહે છે કે જયારે એ સર્વ દ્રઢથી પર થાય છે, એને કોઈ વિધિનિષેધ રહેતો નથી, ઈશ્વર જેમ ચલાવે છે તેમ ચાલે છે. ઉના પથ વિરતા વો વિધિ : નિવેદ: ? આ સ્થિતિ, ગાંધીજીની કલ્પનાની બહાર નથી. ગાંધીજી લખે છે, “મનુષ્યને ઈશ્વરરૂપ થયા વિના સુખ મળતું નથી, શાન્તિ મળતી નથી. ઈશ્વર રૂપ થવાના
માસ
માટે જમવાનું
છે સલાહ હમ