________________
મુંબઈ, જૂન ૧૬, ૧૯૨૭, શુક્રવાર પરદેશ માટે શિલિંગ ૧૨
Regd. No. MH, AIP વાર્ષિક લવાજમ રૂા. ૭
બુદ્ધ જીવન પ્ર
પ્રબુદ્ધ જૈનનુ નવસસ્કરણુ વર્ષો ૨૯ : અંક ૪
✩
(તા. ૧૦-૬-૬૭ શનિવારના રોજ શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે યોજવામાં આવેલી જાહેર સભામાં શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે ‘આરબ–ઈઝરાઈલ યુદ્ધની એક માહિતીપ્રદ સવિસ્તર આલાચના કરી હતી, જેની શ્રી ચીમનલાલ જે. શાહે તૈયાર કરેલી સંક્ષિપ્ત નોંધ નીચે આપવામાં આવે છે. વ્યાખ્યાન વિષય તેમ હતા રાષ્ટ્રીય તેમ જ આતરરાષ્ટ્રીય પરિસ્થિતિની આલોચના', પણ સૌનું ધ્યાન જે ઉપર અત્યન્ત કેન્દ્રિત હતું એવા. છેલ્લા અઠવાડિયા દરમિયાન શરૂ થયેલા અને ખતમ થયેલા આરબ–ઈઝરાઈલ યુદ્ધના વિષયની આલોચનાએ જ લગભગ સવા કલાક લીધા, એટલે છેલ્લા ત્રણચાર મહિના દરમિયાન આપણા દેશમાં તેમ જ અન્યત્ર બનેલી બીજી મહત્ત્વપૂર્ણ ઘટનાની આલોચના સમયના અભાવે મુલતવી રાખવી પડી હતી. મંત્રી)
તંત્રી, પરમાનંદ કુંવરજી કાપડિયા
આમ – ઇઝરાઇલ યુદ્ધ
આપણે અહિંઆ જે વાર્તાલાપ માટે મળીએ છીએ એના ઉદ્દેશ બની ગયેલા બનાવાની સમીક્ષા કરવાનો હોય છે અને નહિ કે કોઈ આગાહી કરવાનો હોય છે. અને એકદર - સમીક્ષા વાસ્તવદર્શી હાય તો આગાહી કરવાનું સાંભળનાર શ્રોતાઓની બુદ્ધિ ઉપર છેાડવાનું રહે છે.
આરબ - ઈઝરાઈલ યુદ્ધ એક મોટો બનાવ બની ગયા. અને આ બનાવનાં પરિણામેા દૂરગામી થવાનાં છે.
રાષ્ટ્રીય ક્ષેત્રે અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે આ બનાવથી હવે શું થશે તે કહેવું આજના તબકકે બહુ વહેલું ગણાય, એટલે આપણે અત્યારે આ સંઘર્ષ કેમ થયા એ જ સમજીએ અને આ સમજવા માટે આપણે થોડો ભૂતકાળ જોવા પડશે.
----
યહૂદી પ્રજા એક અદ્ ભુત પ્રજા છે. કેટકેટલી હાડમારીઓ પછી પણ આ પ્રજા એનું ખમીર ટકાવી રહી છે, એટલું જ નહિ પણ, આ પ્રજાએ જીવનનાં બધાં જ ક્ષેત્રેમાં - પછી ભલે એ વિજ્ઞાન હોય કે સાહિત્ય હાય, ઈતિહાસ હોય કે અર્થશાસ્ત્ર હોય ખૂબ જ પ્રગતિ કરી છે. આ પ્રજાને આપણે જરૂર Talented Race કહી શકીએ.
પહેલા વિશ્વયુદ્ધમાં બ્રિટન તથા ટ્રાન્સે યહૂદીઓને તેમને રહેવાનો દેશ આપીશું એવું વચન આપેલું, પણ આવા કોઈ દેશ તેમને આપી શકાય નિહ અને બીજા વિશ્વયુદ્ધમાં તા યહૂદીઓનું અસ્તિત્ત્વ જ જોખમાયું.
પહેલા વિશ્વયુદ્ધનું પરિણામ ઓટોમન એમ્પાયરના–ટર્કીની સલ્તનતના—વિસર્જનમાં આવ્યું. આરબ પ્રજા અંદર અંદર વહેચાઈ ગઈ. સાઉદી અરેબીયા, ઈરાક, જોર્ડન, લેબેનોન જેવા દેશેા ઊભા થઈ ગયા. પેલેસ્ટાઈન, બીજું વિશ્વયુદ્ધ પુરું થયું ત્યાં સુધી બ્રિટનની હુકુમત નીચે રહ્યું, પણ પછી બ્રિટનની શકિત
a
શ્રી મુ“બઇ જૈન યુવક સંઘનુ' પાક્ષિક મુખપત્ર છૂટક નકલ ૪૦ પૈસા
ઘટવા માંડી. ઈંગ્લાંડમાં મજૂર સરકાર સત્તા ઉપર આવી. યુ. નેમાં આ પ્રશ્નને લાવીને પેલેસ્ટાઈનના ભાગલા કરવામાં આવ્યા અને ઈઝરાઈલ ઊભું થયું, અને જયારે કોઈ પણ દેશના ભાગલા પડે છે ત્યારે એ કુદરતી હોય છે. જીવન્ત વસ્તુના ભાગલા ઘણા પ્રશ્નો પણ ઊભા કરે છે. ૧૯૪૮ થી ૧૯૬૭ સુધી ઈઝરાઈલને બધાય આરબ રાજયો દુશ્મન ગણતા આવ્યા છે. પણ ૧૯ વર્ષમાં ઈઝરાઇલૅ પેાતાનો જે રીતે વિકાસ કર્યો છે એ ઈતિહાસનું એક ઉજજવળ પાનું છે. બુદ્ધિ અને પરિશ્રમથી ઈઝરાઈલની પ્રજાએ ઈઝરાઈલને એક રણને—સુંદર બગીચા જેવા પ્રદેશ બનાવ્યો છે. આ દેશની પ્રજા ધર્મથી યહૂદી પેાતાને કહેવડાવતી, પરંતુ આ દેશમાં અનેક સ્થળેથી લોકો આવેલા, એટલે પ્રજાના ભિન્ન ભિન્ન વર્ગોના સંસ્કારો જુદા જુદા હતા. એમ કહી શકાય કે જુદા જુદા દેશામાંથી આવેલા આ માણસાએ એક રાષ્ટ્ર ઊભું કર્યું. બીજી બાબતે બાજુએ રાખીએ, તે પણ આ દેશમાં પ્રજા ઉત્થાનનાં જે કાર્યો થયા દાખલા તરીકે Co-operative Movement, Agricultural and Industrial Development એની વિગતો જો આપણે વાંચીએ તો આપણે સ્તબ્ધ થઈ જઈએ. પ્રજાએ એની હીબ્રૂ ભાષાને પણ સજીવન કરી દેશની ભાષા બનાવી. યહુદીઓ માટે એમ કહેવાય છે કે તેઓ Closely Integrated Race છે, એટલે કે જ્યાં જ્યાં જાય ત્યાં પોતાના ચેકો જમાવીને રહે એવી આ પ્રજા છે.
આ પ્રજાને ૧૯૪૮માં આરબ રાજયોએ તોડવાના પ્રયત્ન કર્યોતેમાં તે ન ફાવ્યા. હવે તે ભાગ ઈઝરાઈલ થયા ત્યાં સાત લાખ આરબ હતા. તેમને યહૂદીઓએ કાઢી મૂકયા. પણ તેમને આરબ દેશએ હજુ સુધી પોતામાં સમાવ્યા નથી. એટલે આ નિરાશ્રીત આરબા ઈઝરાઈલની આસપાસ આજ સુધી પડી રહ્યા છે. નાનાં મોટાં છમકલાં થતાં રહ્યાં એટલે યુનોએ શાંતિ રાખવા ગાઝામાં એક Peace force રાખ્યું-લાખો ડોલરોને ખર્ચે. આમ ઈઝરાઈલની આસપાસ આ જાતનો એક સળગતો પ્રશ્ન આજ સુધી રહ્યો છે.
નવા આરબ રાજા ઊભાં થયાં તેમાં પશ્ચિમનાં દેશોએ પોતાનું વર્ચસ્વ રાખવા, ઘણી ખટપટો કરી છે. રશિયા પણ દુનિયાના આ ભાગમાં પેાતાની લાગવગ જમાવવા ખૂબ પ્રયત્ન કરી રહ્યું છે. દુનિયાના દેશોને મોટા ભાગનું તેલ પૂરું પાડવા સમર્થ એવા આ પ્રદેશમાં અસ્થિર રાજકારણ, Fendal સામંતશાહી સામે પ્રજાકીય બળાના સંઘર્ષ સ્થળે સ્થળે થતો રહ્યો છે.
ઇતિમાં ક્રાન્તિ થઈ. સને ૧૯૪૮ પછીના આ એક મોટો બનાવ બન્યો. નાસર પ્રતિભાશાળી નેતા તરીકે નીકળ્યા. તેમણે આરબ રાષ્ટ્રવાદ ઊભા કર્યો અને Unity of Arah Race એ જાતની ભાવના ઊભી કરી. તેમણે ઈજીપ્તમાં સામાજિક ચાને આર્થિક કાંતિ