________________
૩૦
* પ્રબુદ્ધ જીવન
તા. ૧-૬-૧૭
પરતાને દંભ, એ પણ જે એક પછી એક વિદાય લે તે પછી માણસ જીવી શી રીતે શકે?
કયાંય પણ જવા માટે પગ ઉપાડીએ ત્યાં મહાપ્રરથાનનો માર્ગ ૨તાને અવરોધ કરે છે. એ દુર્ગમ અને કુતર, એ દિઅંતવિનાની અવિચ્છિન્ને પથરેખા મારી જાગૃતિ ને સ્વપ્નમાં, આહાર અને વિહારમાં, કલ્પના ને રચનામાં, મારા બધાં કર્મોમાં ને નવરાશમાં સાપની જેમ સરતી સરતી આવે છે. નિયતિની જેમ એ હંમેશાં મને આકર્ષે છે, ને રસ્તો ભૂલાવી મને પોતાને માર્ગે લઈ જાય છે. એ પથરેખાએ મને રિકા અને કંગાળ બનાવી
તે તો પણ એ તરસી જીભ બહાર કાઢીને, વ્યાકુળ બાહુ પસારીને કહે છે “હજુ આપો, મારી ભૂખ સંતોષાઈ નથી. ચાલી આવ, દોડતા જાવ. તારાં બંધાય બંધને તેડીને આવી જા.”
જેઓ બધા કરતાં વધારે નિકટનાં સ્વજનો હતાં, તે બધાં આજે કયાં ગયાં? રાજે અત્યંત નિકટના આત્મીયજનોને હું ઓળખી શકતો નથી. અમારી વચ્ચે અપરિચયનું વિશાળ અંતરપટ છે. જેમની પાસે બેસું છું, જેમની જોડે રહું છું, જેમને બન્ને હાથમાં જકડી લઉં , તે પણ મારાથી ખૂબ દૂર છે. ઊંચે શ્વાસે દોડતાં દોડતાં પણ એમને હું પકડી શકતો નથી, તેઓ જાણે સ્મરણના સિમાડાની બહાર ચાલી ગયા છે. ઓરડામાંથી ઝરૂખામાં, ઝરૂખામાંથી સ્નાનગૃહમાં, સ્નાનગૃહમાંથી રાડું–એમ થાય છે કે એક પછી એક જણે સો સો ગાઉ દૂર છે, લાગે છે કે હવે હું ચાલી શકતો નથી, એમને પ લાગતું નથી. આજે દીવાલથી ઘેરાયેલા નાનકડા ખંડમાં દીવા આગળ બેસીને વિચાર કરું છું, કે તે દિવસે જે મારા સંગી–સાથી હતાં તેમણે પણ શું મારી જેમ આવું અભિશાપવાળું સુફળ સંચિત કર્યું છે? તેઓ પણ શું મારી જેમ સંસારના અકિંચિતકર સુખદુ:ખમાં પાછાં આવી આળોટી શકતાં નથી? તેઓ પણ શું પ્રેતની જેમ રસતે રસ્તે ભટકયા કરે છે ?
ભૂતકાળની સ્મૃતિની પાછળ હોય છે એક પ્રકારની કરુણ વેદના. મેં એક દીર્ઘ નિશ્વાસ લીધો. જેને મારા એ મુશ્કેલ માર્ગમાં મારા સાથી હતાં, એ બધાં મને આજે ખૂબ વહાલાં લાગે છે. અહિ ઐશ્વર્ય ને સૌભાગ્યને આડંબર છે, વિવિધ પ્રકારની હરીફાઈ છે, અહિ એ બધું એકબીજાથી વિચ્છિન્ન છે–પણ દુ:ખના દૂસ્તર તીર્થમાં, અમારી વચ્ચે કોઈ પણ જાતને રમાડ પડદો નહોતે. ત્યાં રાજા ને ગોવાળની મૈત્રી થતી, ત્યાં દુ:ખના પવિત્ર જળમાં અસ્પૃશ્ય ને ઉચ્ચવર્ણને ભેદભાવ નહોતા.
ઘણા વખત પછી શાહનગરના એક રસ્તા પર ગોપાલદા ભેટી ગયા.
“કેમ છા ગોપાલદા, બધું ઠીકઠાક છે ને ?” “ હા, આનંદમાં. તમે ?” હું જવાબ આપી શકાય નહિ.
આ મારી સોના-ચાંદીની દુકાન. આવો ભાઈ, જરા તમાકુ ખાઈને જાર.”
પરંતુ આટલું જ-થી વધારે વાર્તાલાપ ચાલ્યા નહિ. તે સમયે અમારી વાતે ખૂટતી નહોતી, રાજે એનાથી વિપરિત બન્યું. અમારી વચ્ચે દૂર ન કરી શકાય એ અંતરાય ઊભું થયું હતું. એકબીજાની અમે વધારે નજીક આવી શકયા નહીં. બીડી પીતાં પીતાં ધુમાડેચક્રાકારે મોઢામાંથી બહાર કાઢતાં કાઢતાં ને એની તરફ તાકી રહેતા એ બોલી ઊઠયા, “આ વર્ષે ફરીવાર જવાને વિચાર તો છે– એમ થાય છે કે ત્યાં ભાગી જાઉં.”,
મૌખિક વિવેક દર્શાવીને દુકાનમાંથી એમની વિદાય લઈ ચાલ્યા આવ્યા. પછી એક પછી એક એમ દિવસ વીતતા ગયા.
, શ્યામબજારને રસ્તેથી જતો હતો, ત્યાં પાછળથી કોઈને બુમ પાડી તે સાંભળી, “દાદાઠાકર, કેમ છો?”
મેટું ફેરવીને જોઉં છું તે એક સ્ત્રી હતી. કાંઈ પણ બોલ્યા વિના હું જોઈ રહ્યો.
મને ન ઓળખી ? હું તો ભુવન-દાસી, ” સાષ્ટાંગ પ્રણામ કરીને એ ફરી બોલી, “તમારી દયા મારાથી કદિ ય ભૂલાવાની નથી, તમે હતા તે માંગાસાંઈ જીવતાં દેશમાં પાછા આવ્યાં, શેઠના બાગમાં કંદિક પધારજો દાદા ઠાકુર, પાસે જ છે. ઉલ્ટાઝિંગીમાં.”
જાતજાતની વાત કરી પછી એણે વિદાય લીધી. આ લોકો તે સમયે મારી દષ્ટિએ અત્યંત વિચિત્ર લાગતા હતા, રહસ્યમય માનવી લેખાતા હતા. અપાચિવ ને અલૌકિક જણાતા હતા. યુગયુગાન્તરના જન્મમૃત્યુને પાર કરવાની ઈચ્છાવાળા તીર્થયાત્રી, દૂર દૂર આકાશના જાણે કોઈ અનાવિકૃત ગ્રહલોકોના જીવ જેવા ભાસતા હતા. શહેરી સભ્યતાના કોલાહલમાં ઊભા રહીને રામને ઓળખી ન શકાય. પાછા એ હિમાલયના પર્વતશિખરે, બરફ અને નદીને તટે, અરણ્યની નિસ્તબ્ધતામાં, પ્રાણનાશક પથની પીડામાં જો એ લેકેને ન જોઈએ. તે એમને પરિપૂર્ણરૂપે ઓળખી શકાય નહિ.
મહાનગરના રાજપથ પરથી ઉતાવળે ઉતાવળે ચાલ્યો જાઉં છું, રસ્તામાં લોકોને ભેગા કરીને કહેવાની ઈચ્છા થાય કે તમે મને ઓળખી શકતા નથી પણ હું એ જ છું. મારામાં શે ફેરફાર થયો છે? શા માટે બધાને અંત:કરણના પૂરા ભાવથી ગ્રહણ કરી શકતો નથી ? શા માટે મારું હૃદય કઠોર બની ગયું છે?
વાર્તાઓ લખું છું, નવલકથાઓ પણ લખું છું, તે યે એની ભીતરમાં અત્યંત ગુપ્ત રીતે આ માનવજીવનને પ્રશ્ન ઊઠે છે–શું "જીવન સાહિત્ય કરતાં મેટું નથી? માનવયાત્રી શું એક દિવસ
સ્વર્ગરાજ્યની પ્રતિષ્ઠા કરવાની કલ્પના કરતો તીર્થયાત્રા નહિ કરે ? પરમ આશાની વાણી શું એમના કાનમાં ગૂંજી નહિ ઊઠે? મહત્તર જીવન, નિષ્પાપ પ્રેમ, અકલંક મનુષ્યત્વ, આનંદમય માનસસરાએ બધું શું સુંદર તીર્થમાર્ગનું પાથેય નહિ બની શકે ?
'ભગવો ગયાં, પણ વૈરાગ્ય જવા ઈચ્છતું નહોતું. મહાપ્રસ્થાનના માર્ગની ધૂળથી ધૂસર એ વૈરાગ્ય છે. એ વૈરાગ્ય ઈહકાલ, પરકાલ, પુનર્જન્મ, એ બધા પ્રશ્નની ઉપરના સ્તરમાં રહે છે. એની ચારે તરફ ઈશ્વર નથી, સુષ્ટિ નથી, જન્મ, જરા ને મત્ય નથી. એનો માર્ગ ચિરાત્રી–ચિરદિન, ઉત્તીર્ણ થઈને લોકલોકાંતરની દિશામાં ચાલ્યો જાય છે. એ મલાક પાર કરશે એ ગ્રહનક્ષત્ર અને દેવલોકની પાર જશે. મહાવ્યમના નિ:સીમ સમુદ્રને તરીને એક દિવસ એ પહોંચશે જીવ–કલ્પનાથી પર એવા કોઈ સ્વર્ગલેકમાં.
કાંઈ મળ્યું જે કંઈ ગુમાવ્યું,. માર્ગે જતાં જે પડતું મૂકયું છે, ઉજાસ જે પ્રાપ્ત કર્યો ગુમાવ્યો, વ્યથાથી જેણે ઉરને વીંધ્યું છે, છાયા બની સૌ ઉરમાં સમાઈ; થાશે ન એ જીવનથી વિખૂટી. એ સર્વ ફગાવી શકીશ તેમ
પહોંચીશ હું પૂર્ણપદે ત્વરાથી. અનુવાદક :
મૂળ બંગાળી: ર્ડો. ચન્દ્રકાન્ત મહેતા સમાપ્ત થી પ્રબોધકુમાર સંન્યાલ આચાર્ય રજનીશજીનાં મુંબઈ–માટુંગા ખાતે બે વ્યાખ્યાને સમય : તા. ૨-૩ જૂન. રાત્રે ૮-૪૫ સ્થળ : ગુજરાતી સેવામંડળના ચોગાનમાં અરેરા સીનેમાની બાજુએ.
એ ગ્રહના દર
એ પહોંચશે જીવરામના નિકો
માલિક: શ્રી મુંબઈ જૈન યુવક સંધઃ મુદ્રક પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળઃ ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ–૩.
મુદ્રણસ્થાનઃ ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ