________________
તા. ૧-૬-૧૭
પ્રબુદ્ધ જીવન
૨૯
વાળ પરની
અનેક ભારણા આપી. મામાંથી ચાર
એક અથવા બીજી ચીજની તે હંમેશા શોધાશોધ કરતે હોય છે – કાં તે એની ચડી, કાં તે મોજાં, કાં તે બૂટ. વારંવાર ટોકવા છતાં એને ભીને ટુવાલ એ કાં તે દીવાનખાનામાં સેફા પર અથવા પુસ્તકોની અલમારી પર અચૂકપણે ફેંકે છે.
એની નાની બેન પોતાના ભાઈની નાની મોટી ચીજો સંતાડવાની કળામાં નિપુણ છે – જેને માટે એને ઘણી વાર માર પણ ખાવો પડે છે. મોટી બેન પોતાની જાતને દુનિયાદારીની વાત સમજવા જેટલી મોટી ગણે છે. એકવાર તે એણે મને જ પૂછી નાંખ્યું, “પપ્પા તમે લગ્ન પહેલાં મારી મમ્મીને ઓળખતાં હતાં ખરાં?”
સવારના નાસ્તાની એક પણ ચીજ માટે ત્રણેને મત સરખે હોતો નથી. એકને નાસ્તામાં પૉરીજ જોઈએ, તે બીજાને કૅર્ન ફલેકસ ને કટલેટ્સ જોઈએ, ને ત્રીજાંને વળી પરોઠા અને શાક જોઈએ. જ્યારે ત્રણે જણ નિશાળે જાય છે ત્યારે જ જાણે તેફાન શમ્યું હોય એમ જણાય છે, અને અમે પરિસ્થિતિનો તાગ કાઢવા બેસીએ છીએ. દરેક ચીજ ઊંધીચત્તી થઈ ગયેલી માલૂમ પડે છે. કોઈપણ ચીજ પિતાની જગાએ હોતી નથી. ચારે બાજુ નાઈટ સૂટ, ગાઉન, ચોપડીઓ, ટુવાલ, બધું વેરણછેરણ પડેલું હોય છે. મારી બોલપેન, કાં તો મારાં પત્નીની ઘડિયાળ –એવી કોઈ એકાદ ચીજ મળતી નથી. બધી બનીએ, પંખા અને પાણીનાં નળ સામાન્ય રીતે ચાલુ હોય છે. એક પણ કબાટ કે ટ્રેન્ક બરોબર વાસેલી હોતી નથી અને સાબુની ડબીમાં ભરાયેલું પાણી કાઢી નાખવાનું, શાહીની બાટલી, ખાંડની બરણી અને મુરબ્બાની બરણીનાં ઢાંકણા બંધ કરવાનું – આ બધું કામ અમારા માટે બાકી જ રહ્યું હોય છે.
માનું છું કે મધ્યમ વર્ગનાં દરેક કુટુંબોમાં આમ જ બનતું હોય છે. મારી પત્ની ફરિયાદ કરે છે કે હું બાળકો ઉપર જરીકે દાબ રાખતો નથી. કયારેક દુ:ખી થતાં કહે છે, “આના કરતાં તે હું મારા પિયરમાં વધારે સુખી હતી.” હું એનાં માટે સહાનુભૂતિ જ માત્ર દર્શાવી શકું છું, કારણ કે આજે વિજ્ઞાને ગમે તેવી હરણફાળ પ્રગતિ કરી હોય તે પણ ટયુબમાંથી ટૂથ - પેસ્ટ એક વાર બહાર નીકળ્યા પછી પાછું અંદર મોકલી શકાતું નથી - કાળનું ચક્ર કદી પાછળ જઈ શકતું નથી.
હું સામાન્ય રીતે શિસ્ત અને વ્યવસ્થાને આગ્રહી છું, અને સંસ્કારી સમાજવ્યવસ્થા માટે એ અનિવાર્ય છે એમ પણ માનું છું. તેમ છતાં બાળકો જે રીતે ગમ્મતભરી ગેરવ્યવસ્થા પેદા કરે છે, એને નિહાળવી એમાં પણ એક આનંદ રહેલો છે. જીવન સાથે સંકળાયેલી બધી જ ચિતાઓ હોવા છતાં પણ બાળકોની ગેરવ્યવસ્થા આપણા જીવનને અભૂત રંગોથી રંગી નાંખે છે. અનુવાદક:
મૂળ અંગ્રેજી : શ્રી સુબોધભાઈ એમ. શાહ
શ્રી વી. એન. કાકર મહાપ્રસ્થાનના પથ પર–૨૬
(આ રસિક યાત્રાવર્ણન તા. ૧–૧૨–૧૯૬૫ના પ્રબુદ્ધજીવનથી શરૂ થયેલું તે લગભગ દોઢ વર્ષના ગાળે આ અંકમાં તેના છેલ્લા હતાના પ્રકાશન સાથે સમાપ્ત ... થાય છે. આ પૂર્ણાહુતિ પ્રસંગે આ વર્ણનના મૂળ બંગાળી લેખક શ્રી પ્રબોધકુમાર સંન્યાલને મારે હાદિક આભાર માનવાને રહે છે. તેમણે કશા પણ વળતરની અપેક્ષા રાખ્યા સિવાય તેમના પુસ્તકને ગુજરાતી અનુવાદ પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ કરવા માટે મુકત મને અનુમતિ આપી છે. એ જ આભાર માનવાને રહે છે ડૉ. ચન્દ્રકાન્ત મહેતા, જેમણે પ્રબુદ્ધ જીવન માટે મૂળ બંગાળી લખાણને પ્રેમપૂર્વક અનુવાદ કરી આપે છે. આ રીતે પ્રબુદ્ધ જીવનના વાચકને તિર્થાધિરાજ કેદારનાથ તથા બદ્રીનાથની યાત્રા કરાવતા અને તેમની કલ્પનાને ઉત્તેજિત કરતાં વેધક શબ્દચિત્રો વડે ચિત્તાનું સતત રંજન કરતા યાત્રાવર્ણનને
અન્ત આવે છે. મૂળ બંગાળી લેખકે આ યાત્રા મોટા ભાગે પગે ચાલીને અને પાર વિનાની અગવડો વેઠીને કરી છે. આજે સગવડો વધી છે; યાત્રાળુઓને બસ તથા મેટર ઠેઠ બદ્રીનાથ સુધી લઈ જાય છે; કેદારનાથ પહોંચવા માટે પણ બસને રસ્તે પૂરો થયા બાદ લગભગ ૨૦ માઈલ માત્ર ચાલવાનું રહે છે. યાત્રાને લગતા રોકાણસ્થળોએ હવે સ્વાશ્ચરક્ષાને લગતો બહુ સારો પ્રબંધ થયું છે. મેં ૧૫૯માં બદ્રીનાથ-કેદારનાથની યાત્રા કરી હતી; ૧૯૬૩માં અમુત્તરી અને ગંગેરારીની યાત્રા કરવાને વેગ ઊભે થયો હતો. એ યાત્રાનાં મધુર અને પ્રેરક સ્મરણા આજે પણ ચિત્તને એટલાં જ ઉત્તેજિત કરે છે. આશા રાખું છું કે “મહાપ્રસ્થાનના પથ પરની આ લેખમાળા યોગ્ય સમયે એક પુસ્તકાકારે પ્રગટ થશે અને તેનું વાંચન અનેક ભાવુક આત્માઓને આ તીર્થોની, જીવનને ધન્ય બનાવતી યાત્રાએ જવાની પ્રેરણા આપશે. પરમાનંદ)
તડકો વધારે ઉગ્ર થતા જતા હતા. ખુલ્લી જગ્યામાંથી ચારે તરફથી આગ વર્ષની હતી. આકાશ ધૂળિયું બની ગયું હતું. કયાંય પણ વાદળનું નામનિશાન નહોતું. જલાશયો બધાં સૂકાઈ ગયાં હતાં. ગાડી વેગથી જતી હતી. અનેક પ્રદેશોમાંથી અમે પસાર થતા હતા. બધું જાણે નવું નવું લાગતું હતું. જાણે બધાને પૂર્વજન્મને પરિચય હોય તેમ બીજો જન્મ લઈને જાણે એ બધાને હું ઓળખી શકતો નહોતો. ફૈજાબાદ, અયોધ્યા, શાહગંજ વટાવ્યાં, જોનપુર પણ ગયું, આ કમોસમની ગરમીથી અમે પુનર્જન્મ પામેલા તીર્થયાત્રીઓ પાછા કાશી સ્ટેશને આવી પહોંચ્યા. આ પ્રદેશ જેઠ મહિનાની અંતિમ દિવસની આગથી ભડભડ સળગતે હતે.
સ્ટેશનથી જ બધાની વિદાય લીધી. વસ્તી વચ્ચે આવ્યો ત્યાં મારા બધા સંપર્કને અંત આવ્યો. આજે અનુભવ થશે કે અમે નિતાને પર હતા, આત્મીયતાનું બંધન કયાંય નહોતું. રસ્તાને પરિચય, રસ્તાને અંતે જ પૂરો થશે. ભીડની અંદર ઊભી રહીને રાણી કાંઈ બેલવા જતી હતી, પણ કાંઈ સુયોગ મળે નહિ, એને કંઠ પણ રૂંધાઈ ગયો. એ હંમેશને માટે રૂંધાયો.
આગ વર્ષની હતી એવા નિર્જન રસ્તાના થાકને કારણે મેં એક એક્કો ભાડે કર્યો, એની અત્યંત ધીમી ગતિ હતી, ઘોડાના ગળામાં છમ છમ કરતા ઘરુ વાગતા હતા. ઉત્સાહહિને, નિજાનંદ, નિરૂહ, હું ઊંઘતા હતા કે જાગતું હતું ? કયાં જાઉં છું, કોણ વાટ જુએ છે ? કોણ રસ્તા પરથી પસાર થયું ? મારું મન આવું કંગાળ જેવું કેમ થઈ ગયું છે ? આવી મોટી તીર્થયાત્રા કરી તે પણ આનંદ કેમ નથી ? હું તો હંમેશને પરિવ્રાજક, હંમેશને તીર્થપથિક. તે શું આ બધું મિથ્યા છે, અર્થહિન છે ? ઈહકાલ, પરકાલ, પુનર્જન્મ, તે શું જીવનમાં વિશ્વાસ નથી, મરણમાં શાંત્વન નથી ?
અધાં મીંચેલા નયનથી દૂર આગ વર્ષાવતા આકાશ તરફ જોઈને મૃદુકંપિત સ્વરે મેં કહ્યું, કયાંથી છાતીમાં ભાંકી કાંટો
આવ્યો પિતાને માથે
ઓ મારા પંખી, ઓ રે કિલષ્ટ, એ રે કલ' ન,
| તને કયાં થાય છે વ્યથા. રાખું તને કયાં રે ?
“સુફલ’ - આખરી વાત કહીને રજા બધું પતાવીને ચાલ્યો જાઉં. દિવસે વીતે છે એક પછી એક વર્ષો પણ વીતશે. ૨ના ગતિમાન સંસારને કાંઠે એકાકી અવરજવર કરું છું. જે માર્ગ હજી પણ મેં વટાવ્યો નથી તેને અંત નથી અને વિચ્છેદ પણ નથી. જેને ઘરમાં રાખવા ઈચ્છે છું તેનું ઠામઠેકાણું નથી, એની ને મારી વચ્ચે વિશાળ અંતરપટ છે. જેને દૂરથી છોડી દીધા હતા તે દૂર છટકી ગયા છે. મન કહે છે “તીર્થયાત્રા તે કરી પણ એનું સુફળ શું મળ્યું ?” કાંઈ જ મળ્યું નથી, ને ગૂમાવ્યું છે ઘણું'. એ અખૂટ રસ્તા પર જીવનનું ઘણું પાથેય હું છાડી આવ્યો છું–મૈત્રી, પ્રેમ, વાત્સલ્ય, માયા અને મહ. પુયસંચય કરવા જતાં બીજા બધા સંચયને ઉત્સર્ગ કરી આવ્યો છું. લેભ, લાલસા, કામના–ને બધા હાથ લંબાવે છે પણ મને પહોંચી શકતા નથી. વિદ્રષબુદ્ધિ, વિષયલિપ્સા, આત્મ