SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ પ્રબુદ્ધ જીવન આનું આ વલણ જો ચાલુ રહ્યું તો માણસની ભીતરનો રહ્યોસહ્યો અંતરાત્માં પણ મુરઝાઈ જશે અને એક સાર્વત્રિક અમાનુષીકરણ દુનિયામાં ફેલાશે, માણસ માણસ મટી હેવાન થતો જશે. અહીં એ વસ્તુ યાદ કરવા જેવી છે કે માણસમાંની વિધ્વંસક વૃત્તિને નાબૂદ કરવી એ બધા જ મહાન ધર્માનું એક ધ્યેય રહ્યું છે. ખ્રિસ્તી ધર્મ લો કે યહૂદી ધર્મ લો કે બૌદ્ધ ધર્મ લે, બધામાં તમને આ જ વાત જોવા મળશે. આ બધા જ ધર્માનું સારતત્ત્વ એક વાકયમાં કહેવું હોય તો એમ કહી શકાય કે માણસે મૃત્યુની નહીં જીવનની પસંદગી કરવી જોઈએ. ડા. આલ્બર્ટ સ્વીટઝરે કહેલું તેમ સમગ્ર નૈતિક આચરણનું મૂળભૂત સ્વરૂપ છે, જીવ માત્ર પ્રત્યેનો આદર. કેવળ બધા મહાન ધર્મોનું જ નહીં, બલ્કે માનવતાવાદી તત્ત્વજ્ઞાનનું તેમ જ લાકશાહીના વિકાસનું મૂળભૂત સત્ત્વ આ જ છે. આને લીધે દરેકે દરેક માણસની, અરે, ગુનેગારો સુદ્ધાં દરેકની, જિંદગીનું રક્ષણ કરવાની વ્યવસ્થા ઊભી થઈ છે. આજે આપણા માથે ભંય માત્ર એ વાતનો જ નથી કે અણુયુદ્ધને કારણે સમગ્ર માનવ - સંસ્કૃતિનો વિનાશ થશે, પરંતુ એ વાતનો યે છે કે અણુયુદ્ધ દ્વારા એવા વિનાશ થાય તે પહેલાં અત્યારે જ આપણે માનવસંસ્કૃતિને કાયમ વિનાશ કરી રહ્યા છીએ. માનવજાત સામે તત્કાળ એવા ભય માં ફાડીને ઊભા છે કે તેનું નૈતિક પોત લીરા - ચીરા થઈ જશે. જીવ માત્ર પ્રત્યેના પ્રેમ અને વિધ્વંસ વૃત્તિને અભાવ એ પોતના તાણાવાણા છે. સંહાર અને મૃત્યુનું આકર્ષણ તથા બીજા ઉપર અત્યાચાર કરીને એમને આપણી ઈચ્છા મુજબ વર્તવાની ફરજ પાડવાની અનુચિત્ત વૃત્તિ, એ માનવભાવની ઘેાર તિકૃતિ છે. આ સ્વતંત્રતા માટેની ઈચ્છા અને સ્વતંત્રતા માટેની આવશ્યકતા એ ખરેખર દરેકે દરેક માણસની તીવ્રતમ ઝ’ખનામાંની એક છે. અને આ ઝંખનાની આપણે જો ઉપેક્ષા કરીએ તે આપણે આપણી જાતને જ નુકસાન કરીશું. તેમ છતાં સ્વતંત્રતા વિનાના માણસ પણ જયાં સુધી વિધ્વંસને નહીં પણ જીવનને પસંદ કરશે ત્યાં સુધી માનવીય રહી શકશે. પર ંતુ જીવનના અનાદર અને વિધ્વંસકતા જો સર્વોપરી બની જશે, તો સ્વતંત્રતા મેળવવાનો સવાલ જ કર્યાં રહે છે? કેમ કે પછી માણસ માટે સંપૂર્ણ ભ્રષ્ટતા સિવાય બીજું કશું રહેતું નથી. માણસ પછી શિકારી પશુ બની જાય છે. આપણે આંખ ઉઘાડીને જોઈએ, તે આપણને જણાશે કે આપણા અંતરાત્મા કે જેણે મોટે ભાગે આપણી વિધ્વંસકતા સામે અવાજ ઉઠાવવાનો હોય છે, તે આજે પોતાની શકિત ગુમાવતા જાય છે. તદુપરાંત આજના ઔદ્યોગિક નોકરશાહી સમાજમાં આપણે જડ પદાર્થ જેવા બની ગયા છીએ અને બીજા માણસોને પણ જડ પદાર્થ રૂપ ગણીને જ વર્તીએ છીએ. માણસ - માણસ વચ્ચેના પ્રેમને વહેવાર કુંઠિત થઈ ગયા છે, અને યંત્ર તેમ જ તંત્રીની નવી મૂર્તિપૂજા આપણે શરૂ કરી છે. કદાચ આજે સૌથી મોટો ભય ક્રૂરતાના એટલા બધા નથી, જેટલેા જીવનના અનાદરને, જીવનની ઉપેક્ષાના છે, જડ યંત્ર, જડ તંત્ર અને જડ માનસની આપણી મૂર્તિપૂજાનું આ પરિણામ છે. વિયેતનામની લડાઈમાં સાચું - ખોટું ગમે તે હોય, પણ હું તે જેમને મન આપણી ધાર્મિક અને માનવતાવાદી પરપરા હજી જીવંત છે એવાઓના સૂરમાં સૂર પૂરાવીશ: હત્યાકાંડ બંધ કરો, અને તે આજ ને આજ બંધ કરો, નહીં તે મૃત્યુ અને અમાનુધીકરણના આ જુવાળને આપણે કદીયે રોકી શકીશું નહીં. વળી, એ પણ ન ભૂલતા કે આ વાતનો સંબંધ માત્ર અત્યારે દક્ષિણપૂર્વ એશિયામાં જે ચાલી રહ્યું છે તેની સાથે જ છે, આના સંબંધ તે આપણા ઘર આંગણે જે થઈ રહ્યું છે તેની સાથે પણ છે – વધતી જતી હિંસા, વ્યકિતગત કિસ્સાઓમાં કરપીણ હત્યાઓ, અને કિશારોની ટોળીઓની નિર્દય વિધ્વંસકતા. જ્યારે આપણી યુવાન પેઢી પેાતાની આંખ સામે રોજ રોજ મેટરાંઓની સંમતિ સાથે ધાર તા. ૧-૯-૧૫ વિધ્વંસ થતા જોઈ રહી હોય, ત્યારે આપણે એની પાસે જીવન પ્રત્યેના આદરની અપેક્ષા શી રીતે રાખી શકીએ ? હિંસાના આ મેાજાને ડામવાના માત્ર એક જ ઉપાય છે, અને તે એ કે જીવ માત્ર પ્રત્યે ફરી એકવાર સંવેદનશીલ બનવું. તમે ગમે તે ધર્મમાં કે ગમે તે રાજકીય વિચારસરણીમાં માનતા હો, પણ માનવજાતનું હિત જો તમારે હૈયે હોય, તો આજે તમારી સામે મહત્ત્વના સવાલ ઈશ્વર જીવતા છે કે નહીં, અથવા લાકશાહી શેમાં છે એ નથી, પણ આજના અમાનુષી વહેવારની પ્રક્રિયામાં માણસ અને તેના અંતરાત્માને ગળે ટૂંપા ન દેવાઈ જાય એ છે. આપણે આઈકમેન (લાખો યહૂદીઓની હત્યા માટે જવાબદાર એવા હિટલરના સાથીદાર) બની જતાં અટકવું જોઈએ, કે જેને મન જીવન અને વિકાસ કરતાં જડ તંત્ર અને જડ વ્યવસ્થાનું મૂલ્ય વધારે છે. (‘ભૂમિપુત્ર’માંથી સાભાર ઉદધૃત.) એરિક ફોમ. ગેરવ્યવસ્થાના આનઃ એક દિવસ, ત્રણ વર્ષ પહેલાં, મારા દશ વર્ષની ઉમ્મરના પુત્રની નોંધપોથી મારા જોવામાં આવી. પહેલા જ પાના પર જવાહરલાલ નેહરુના ટેલિફોન નંબર નોંધેલા હતા. જરા વિસ્મય પામીને મેં એને પૂછ્યું : “ શા માટે તે વડાપ્રધાનનો નંબર નોંધી રાખ્યો છે ? શરૂમાં એ કશું બોલ્યા નહીં. ત્યારબાદ એની મમ્મી ક્યાંય આજુબાજુમાં સાંભળતી નથી તેની ખાત્રી કરીને તેણૅ જરી અચકાઈને પણ મુક્કમ અવાજે જણાવ્યું કે એની મમ્મી તરફથી વારંવાર અને મેથીપાક મળે છે અને હવે જો ફરી વાર આવું બનશે તે તે તેની મમ્મી વિરુદ્ધ ચાચા નેહરુને ફોનથી ફરિયાદ કરશે. બન્યું એમ હતું કે શાડા જ દિવસ ઉપર હું મારા દીકને બાળદિન અંગેના કાર્યક્રમમાં લઈ ગયા હતા અને તે વખતે પંડિ તજીએ ત્યાં ઉપસ્થિત થયેલાં બાળકોને કહ્યું હતું કે દેશનું ભાવિ તેમના હાથમાં છે અને એક સ્વતંત્ર દેશના સ્વમાની નાગરિકો તરીકે બાળકોએ મસ્તક ઉન્નત રાખીને અને છાતી આગળ લાવીને ગૌરવપૂર્વક ચાલવું જોઈએ - જે સાંભળતાં બાળકને ખૂબ મજા આવી હતી. આજનાં બાળકો, અમારા દિવામાં અમે જે હતા, તેનાથી તદ્દન જ જુદા બની ગયા છે. સ્વભાવની વિનમ્રતા (Docility) એ તો લગભગ આજે ભૂલાઈ જ ગયેલા શબ્દ છે. આજનાં બાળકો અધીરાં અને માથાભારે – ક્યારેક તોફાની – પરંતુ નિશ્ચિતપણે વધારે ચાલાક હોય છે. એક દસ વર્ષના છેાકરો પોતાની માતાની વિરુદ્ધ દેશના સર્વોચ્ચ વડા પાસે ફરિયાદ કરેં–ત્રીસ પાંત્રીસ વર્ષ પહેલાંના જમાનામાં એવી કલ્પના પણ શું કોઈએ કરી હોત? મને લાગે છે કે આજનું બાળક જન્મતાંની સાથે જ પોતાના જીવનનો વ્યૂહ ગેાઠવવા શરૂ કરે છે. જેમ જેમ તે મોટો થતો જાય છે તેમ તેમ તેની સામે પડેલી શક્યતાઓના વિશાળ ક્ષેત્રને એક રણભૂમિ ગણી લે છે. પીછેહઠ શું છે તે તો એ જાણતો જ નથી, અને કદાપિ પીછેહઠ કરવી પડે તો ધીખતી ધરા'ની નીતિમાં એ માને છે. સાત અને પંદર વર્ષની વચ્ચેની વયનાં ત્રણ બાળકોની સાથે રહેતાં રહેતાં હું હવે મક્કમપણે ગેરવ્યવસ્થાના હિમાયતી બન્યો છું. દરરોજ સવારે ત્રણે બાળકો એક સાથે બાથરૂમ તરફ ધસારો કરે છે, ત્યારથી જ ઘમસાણ શરૂ થઈ જાય છે. મારો દીકરો પોતે લગાતાર બૂમા માર્યા કરે છે પણ પોતાની બે બહેનોને – એક નાની અને એક મોટી – શાંતિ રાખવાનો હુકમ આપ્યા કરે છે... રખેને પપ્પા જાગી જશે !
SR No.525952
Book TitlePrabuddha Jivan 1967 Year 28 Ank 17 to 24 and Year 29 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1967
Total Pages262
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy