________________
(72. 2-3-10
માટે વિસરાયલા દિવસેાને પુનર્જીવિત કરવા કૃપા કર એવી અમારી પ્રાર્થના છે.”
રાષ્ટ્રના ચારિત્ર્ય અને સંસ્કૃતિના ઘડતરની સતત ચાલી રહેલી પ્રક્રિયામાં શિક્ષણના મોટા ફાળા છે. હું એમ માનું છું કે આ ઊંચા પદાધિકાર પર કરવામાં આવેલી મારી વરણી મુખ્યત્વે શિક્ષણકાર્ય સાથેના મારા લાંબા સંબંધને લક્ષમાં રાખીને કરવામાં આવી છે. હું એમ પણ માનું છું કે શિક્ષણ એ રાષ્ટ્રના નિર્માણનું મુખ્ય અંગ છે અને શિક્ષણની ગુણવત્તા ઉપરજ રાષ્ટ્રની ગુણવત્તાના નિર્માણના આધાર છે. ”
આપણી ભૂતકાલીન સંસ્કૃતિ —પછી તે ગમે ત્યાંથી આવી હાય અને ગમે તેણે તેના નિર્માણકાર્યમાં ફાળા આપ્યા હોય—આ સંસ્કૃતિની સંપૂર્ણતાને વફાદાર રહેવાની હું પ્રતિજ્ઞા કરૂં છું. હું મારા દેશ પ્રત્યે વફાદારીના અને ભાષા, પ્રાંત કે નાતજાતના ભેદભાવ વિના દેશની શકિત અને પ્રગતિ માટે તથા દેશની જનતાના કલ્યાણ અથે કામ કરવાના સાળંદ લઉં છું. સમગ્ર ભારત મારું નિવાસસ્થાન છે અને ભારતની સમગ્ર પ્રજા મારા કુટુંબીજનો છે. લોકોએ આ કુટુંબના વડા તરીકે અમુક મુદત માટે મને પસંદ કર્યો છે. આ નિવાસસ્થાનને મજબૂત અને સુંદર બનાવવા માટે મારા પ્રયાસે સતત ચાલુ જ રહેશે એવી હું ખાત્રી આપું છું.
પ્રબુદ્ધ જીવન
આપણું આ કુટુંબ વિશાળ છે અને ઝડપભેર વધારે મોટું બની રહ્યું છે. આપણામાંના દરેક જણે પોતપોતાના ક્ષેત્રમાં અને પાતપાતાની રીતે નવનિર્માણના આ કાર્યમાં લાગી પડવાનું છે. આપણી સામે પડેલું આ કાર્ય એવું ભગીરથ કાર્ય છે કે કોઈને પણ હાથ જોડીને બેસી રહેવાનું કે નિરાશ થવાનું પરવડે તેમ નથી. આપણે સતત, સખત અને વધુ સખત કામ કર્યું જ રાખવાનું છે સંપૂર્ણ નિષ્ઠાપૂર્વક અને કશી યે ફરિયાદ વિના.
આપણી સમક્ષ રહેલા કાર્યના બે સ્વરુપ છે—એક વ્યકિતને અનુલક્ષીને અને બીજું સમાજને અનુલક્ષીને. આ બન્ને સ્વરૂપ એકબીજાના પૂરક છે. ઐચ્છિક રીતે સ્વીકારેલા શિસ્તના બંધન હેઠળ સ્વતંત્ર પ્રજાજનો તરીકે આપણે નૈતિક વિકાસ કરવાના છે. આપણું સાધ્ય છે એક સ્વતંત્ર અને નીતિપૂર્ણ વ્યકિતત્ત્વનું નિર્માણ કે જે સમાજજીવનને ઊંચે ઉઠાવવામાં પોતાથી બનતું બધું જ કરી છૂટે. બીજી બાજુએ સામૂહિક જીવનના વિકાસ વિના વ્યકિતને પૂરતા વિકાસ થઈ ન જ શકે. આથી વ્યકિતગત અને સામાજિક બંને માર્ગોએ જરૂરી એવા નવસર્જનનું આ કામ ઉલટભેર ઉપાડી લેવાના આપણે નિર્ણય કરવાના રહે છે.
આપણે રાજ્યના માત્ર સત્તાના એક સંગઠ્ઠિત કેન્દ્ર તરીકે વિચાર કરવાના નથી, પણ એક નૈતિક સંસ્થા તરીકે તેને આપણે વિચાર કરવાને છે. આપણા રાષ્ટ્રીય સ્વભાવના તેમ જ આપણી આઝાદીની લડતના સૂત્રધાર મહાત્મા ગાંધીએ આપેલા વારસાના એક ભાગ રૂપે ફલિત થવું જોઈએ કે સત્તાનો ઉપયોગ નૈતિક હેતુઓ સિદ્ધ કરવા માટે જ થવા ઘટે છે, નિર્બળની નહિ પણ બળવાનની શાન્તિને આપણે આપણી જાત સમર્પિત કરવાની રહે છે.
આપણા રાષ્ટ્રનિર્માણના આદર્શમાં શાહીવાદી રસમના વિસ્તારવાદને કદી પણ સ્થાન હશે નહિ. તે મેલી ખટપટ અને કાવાદાવાથી હંમેશાં દૂર રહેશે. એક સુઘડ જીવન જીવવા માટે ઓછામાં ઓછી પણ આવશ્યક એવી તમામ જરૂરિયાતો દરેક નાગરિકને મળી રહે તે માટે હું સદા પ્રયત્નશીલ રહીશ. બૌદ્ધિક પ્રમાદ અને સામાજિક ન્યાય અંગેની અપેક્ષાઓ પ્રત્યે ઉદાસીનતા—આ બન્ને સામે આપણે સતત જેહાદ ચલાવવાની રહેશે.
આપણા રાષ્ટ્રનિર્માણના આદર્શે સર્વ કોઈ સાંકડી સામુદાયિક સંકીર્ણતાને નાબુદ કરવાની રહેશે. આ બધું એક નૈતિક ફરજના ઐચ્છિક સ્વીકારમાંથી અને આનંદપૂર્વક અંગીકાર કરવામાં આવેલા નૈતિક પુરુષાર્થમાંથી પરિણમશે. આપણે આપણા રાષ્ટ્રજીવનમાં સત્તા સાથે નીતિના, વિજ્ઞાન સાથે ધર્મનો, કર્મ સાથે ધ્યાનનો, પશ્ચિમ સાથે પૂર્વના, સીગ્રીડ સાથે બુદ્ધના—સમન્વય સાધવાના પ્રયત્ન કરીશું. આપણે સનાતન સાથે સામયિકના, જાગૃત ચેતના સાથે હસ્તકૌશલના, નિશ્ચય સાથે વ્યવહારનો સમન્વયપૂર્વક વિચાર કરીશું.
મને મારા દેશબંધુઓમાં પૂર્ણ શ્રદ્ધા છે કે આ દ્રિવિધ કાર્યની સંતોષકારક પરિપૂર્તિ માટે જરૂરી એવી તાકાતને-કાર્યક્ષમતાને— તેઓ જરૂર રજૂ કરશે, ક્રિયાશીલ બનાવશે. આ મહાન પુરુષાર્થમાં મારાથી શકય તેટલો ફાળો આપવાના કાર્યને હું મારૂં પરમ સદ્ભાગ્ય લેખીશ.
અનુવાદક: શ્રી સુબોધભાઈ એમ. શાહ
મૂળ અંગ્રેજી: ડા. ઝાકીરહુસેન
૨૭
અંતરાત્માને રૂધી ન નાખા!
(ન્યુ યોર્કમાંના તાજેતરના એક ભાષણ પરથી તથા ગાંધી શાંતિ પ્રતિષ્ઠાનના સૌજન્યથી)
એક વાર એમ માની પણ લઈએ કે દક્ષિણ વિયેતનામમાંની આપણી લશ્કરી દરમ્યાનગીરી દ્વારા આપણે દક્ષિણ વિયેતનામની પ્રજાને મુકત થવામાં મદદ કરી રહ્યા છીએ, તેમ છતાં બીજી બાજુ આપણે એમને, આપણને પેાતાને તેમ જ સમગ્ર માનવજાતને નુકસાન પહોંચાડી રહ્યા નથી? અને આ નુકસાન આપણે માની લીધેલા ભલા કરતાં કર્યાંય વધારે નથી? પહેલા વિશ્વયુદ્ધધી માંડીને માનવજીવન પ્રત્યેનો જે અનાદાર અને માનવનું જે પાશવીકરણ દિવસેદિવસ વધતું જાય છે તે તરફ હું તમારું ધ્યાન ખેં'ચી રહ્યો છું. એમ લાગે છે કે બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું ત્યાં સુધીમાં માનવીની ભીતરનું એ પરિબળ કે જેને “અંતરાત્મા” કહે છે, અને જેનું સારતત્ત્વ છે જીવનના અવિચારી સંહાર સામે આંતરિક વિરોધ ઉઠાવવા, તે પરિબળ લગભગ નહીંવત્ થઈ ગયેલું.
અને હવે અણુશસ્ત્રાસ્ત્રોના વિકાસ બાદ તે જેઓ પોતાના વ્યકિતગત જીવનમાં કોઈ પણ સામાન્ય માણસ જેટલા જ આદરપાત્ર અને માયાળુ હોય છે એવા મોટા દેશના જવાબદાર રાજપુરુષો પણ અણુયુદ્ધની શક્યતા માટે તૈયાર છે. આવું અણુયુદ્ધ સમસ્ત જીવસૃષ્ટિના સંહાર ન કરે તે। યે માનવસંસ્કૃતિના સંહાર તે કરી જ નાખશે. તે રાજપુરુષો એવી આશા જરૂર રાખે છે કે આ અણુશસ્ત્રાસ્ત્રોના ઉપયોગ ક્યારેય ન થાય; પણ પોતાને ન્યાયમુકત લાગે એવા રાજકીય હેતુઓ સર કરવા માટે આ અણુશસ્ત્રાસ્ત્રોના ચૅ ઉપયોગ કરવા તેઓ રાજી છે.
આ વસ્તુ કેમ સમજાવી શકાય? આવું શક્ય જ કેમ બને કે જ્યારે એક બાજુ માનવજાત પોતાનાં સૈકાનાં સપનાં સાકાર થતાં જોવાની અણી ઉપર હોય એમ લાગે છે, ત્યારે બીજી બાજુ સર્વ કાંઈ ઘડીવારમાં ભૂંસાઈ જાય તે પ્રત્યે આટલી ઘેાર ઉદાસીનતા ને ઉપેક્ષા સેવવામાં આવે છે?
આનું કારણ મને એ લાગે છે કે ૧૯૧૪થી માંડીને દિવસે દિવસે જીવમાત્ર પ્રત્યેના પ્રેમ અને આદર તથા સંહાર સામેન નૈતિક વિરોધ એકસરખા ઘટતા ને ઘટતે ગયા છે. અને આ વિર્યંતનામનું યુદ્ધ સંહાર પ્રત્યેની આપણી સંવેદનશીલતાને બધીર બનાવી મૂકવામાં તેમ જ જીવન પ્રત્યેના આપણા અનાદરમાં છેલ્લું પગલું છે. આ યુદ્ધમાં દુશ્મનના સૈનિકોને મારીએ છીએ તેના કરતાં કેટલાય ગણા વધારે એમના નાગરિકોને-પુરુષો, સ્ત્રીઓ ને બાળકોને મારી રહ્યા છીએ, બાળી રહ્યા છીએ અને હાલહવાલ કરી રહ્યા છીએ. દક્ષિણ વિયેતનામના લશ્કર દ્વારા યુદ્ધકેદીઓ ઉપર જે અમાનુષી જુલમ ગુજારાઈ રહ્યો છે તે તરફ આપણે આંખ આડા કાન કરી રહ્યા છીએ. એક નાનકડા દેશ ઉપર આપણે રોજ રોજ બામ્બમારો કરી રહ્યા છીએ. આની પાછળ આપણી સ્પષ્ટ ધારણા એ છે કે એ લોકો ખૂબ સહન કરી–કરીને થાકશે અને આખરે શરણે આવશે. અત્યાચારો કરીને રિબાવવાના મધ્યયુગના માનસમાં અને આ માનસમાં તમને કોઈ ફરક લાગે છે ખરો? અને સભ્ય દેશોએ યુદ્ધ અંગેના જે કેટલાક નિયમા ને સિદ્ધાંતોનો વિકાસ કર્યો છે તેની સાથે આનો કોઈ મેળ ખાઈ શકે તેમ નથી.
આજે આપણા વિજ્ય અને સફળતાના સમાચારો કઈ રીતે અપાય છે તે જરા જુઓ. અગાઉના યુદ્ધોમાં એમ કહેવાનું કે આપણે આટલા આટલા પ્રદેશે કબજે કર્યા, પણ આજે હવે એમ કહેવાય છે કે અમુક છાપા મારીને આપણે દુશ્મનના આટલા આટલા માણસાન કચ્ચરઘાણ વાળી નાખ્યો. નાસ્તો કરતાં કરતાં કે કામે જતાં જતાં લોકો આ સમાચારો વાંચે છે. એમનું રૂંવાડું યે ફ્કતું નથી!