SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૧૭ પ્રભુ જીવન પૂ. રણછેાડદાસજી મહારાજે આદરેલા બિહારમાં (આ પત્રના લેખક શ્રી ગિધુભાઈ કોટકના પ્રબુદ્ધ જીવન’ના વાચકોને પરિચય આપતાં જણાવવાનું કે તેઓ સૌરાષ્ટ્ર રાજ્યના નાણાંપ્રધાન હતાં અને છેલ્લે સુવર્ણ નિયંત્રણ માટેનિમાયલા બોર્ડના અધ્યક્ષ હતા. આજે પણ તેઓ અનેક સેવા સંસ્થા સાથે સંકળાયેલા છે. ‘સુકાની'ના તંત્રી શ્રી મેહનલાલ મહેતા–સોપાન ઉપર તેમણે લખી મેકલૈલા તા. ૬––૬૭ના પત્રની નક્લ શ્રી ગિલ્લુભાઈની સૂચનાથી શ્રી સાપાન તરફથી મને થેંડા દિવસ પહેલાં મળેલી, જે નીચે પ્રગટ કરવામાં આવે છે. આ પત્રની અંદર બિહારમાં પ્રવર્તતી દુષ્કાળ—પરિસ્થિતિ અને તેના અનુસંધાનમાં પૂ. રણછેાડદાસજી મહારાજ દ્રારા સંચાલિત ભવ્ય સેવાકાર્યના વિગતવાર ખ્યાલ આપવામાં આવ્યો છે. આ લખાણથી પ્રભાવિત બનીને દુષ્કાળ રાહતમાં મદદરૂપ થવા ઈચ્છતા ભાઈ-બહેનેાને પોતાની ઈચ્છા મુજબની મદદ શ્રી મુંબઈ જૈન યુવક સંઘના કાર્યાલય ઉપર મેોકલી આપવા વિનંતિ છે. પ્રસ્તુત પત્ર નીચે મુજબ છે. પરમાનંદ) હું અહીંયાં ૧૮ દિવસ થયાં આવ્યો છું અને હજી પંદર-વીશ દિવસ રોકાવાનો છું. માનવ રાહત મંડળનું અહિંનું સંચાલન સંત રણછોડદાસજી મહારાજ કરે છે અને આર્થિક સંચાલન મુંબઈમાં શ્રી અરવિંદભાઈ મફતલાલ, ઢેબરભાઈ, તુલશીદાસ ખીમજી વિશ્રામ, ધરમશીભાઈ ખટાઉ, દેવકરણભાઈ (ચાંદીવલીવાળા) નેણશી મેાનજી વગેરે કરે છે. તેમ જ સૌરાષ્ટ્રમાંથી પણ દાનપ્રવાહ અવિરત ચાલુ છે. ' - ' અહિં રોજ વીશ હજાર માણસનું ખાવાનું એક રસોડે થાય છે. ગઈ કાલે થેડાક પત્રકારો આવ્યા હતા. રસોડું, એના વિસ્તાર-પંદર પંદર ફ્ ટના ચૂલા, બબ્બે ગૂણી ચેાખા સામટા સમાય એવડાં બકડીઆ અને સહુથી વિશેષ એની ચાખ્ખાઈ અને વ્યવસ્થા જોઈ તેઓ રકિત થઈ ગયા. આપણા રસોડાં કરતાં સ્વચ્છતા અને વ્યવસ્થામાં ચડે પણ ઊતરે નહીં અને તે વીસ હજારની રસાઈ થાય તેમાં ! આ સંતની organising capacity આશ્ચર્યજનક છે. આટલી રસાઈમાં કોઈ દિવસ ખૂટે નહિ અને કોઈ દિવસ left over રહે નહિ. અહિંની કંગાલિયત કલ્પનાતીત છે. જોઈએ નહિ તો માની શકાય નહિ. આ - ડીસ્ટ્રીકટનો મોટો ભાગ સ્નાદિવાસી અને જંગલી હાથી—દીપડા વિ.થી વસેલા છે; ખાધાની ખોજ, પડયું રહેવું અને procreation સિવાય જીવનમાં બીજું કાંઈ જાણે હાય જ નહિં. બીજા પ્રાણીઓના જેવું જ લગભગ આદિવાસી જીવન જીવે છે. કામ થોડુંક કરે ખાવાનું મેળવવા પૂરતું અને તે પણ માંડમાંડ કામ કરે. પણ જો ખાવાનું મળી ગયું—જેવું આ રસાડે મળે છે તેમ તે દસ માઈલથી ખાવા આવે અને દસ માઈલ પાછા જાય. હજાર બે હજાર તા અહીં જ કર્યાંક પાછા ગયા વગર પડી રહે. જ્યાં બેઠાં ત્યાં જાણે ઘર. સખત બળબળતા તાપમાં બારએક વાગે જમવા બેસે ત્યારે દેખાવદશ્ય જોવા જેવું હાય. થોડાંક sheds તેા બાંધ્યા છે—એક એકમાં દોઢેક હજાર બેસે, છતાંય કેટલાકને (૨૦૦૦/૨૫૦૦ને) તો ખુલ્લામાં બેસવું પડે છે. આ બધાંને serve કરવા ૨૫૦ જેટલા વેાલન્ટીઅર છે. તેમાં ૪૦/૫૦ જેટલા સાધુએ અને ૫૦ જેટલી સ્ત્રીઓ છે. સાધુઓ રસોઈઘર સંભાળે અને એના સિવાય આ કોઈ સંભાળી શકે જ નહિ. એક એક ચૂલામાં વીશ વીશ મણ લાકડાં સળગતાં હોય ત્યારે દસ ફૂટ છેટે પણ તાપ સહન ન થાય, ત્યાં આ સાધુએ મોટાં મોટાં બકડી ફેરવતા હાય છે ને બકડીઓ ઠાલવતા હોય છે. રસાઈ સહિતનું બકડીયું ૭૦૦૮૦૦ રતલનું હોય. આ અલમસ્તો એની હેરવણી—ફેરવણી કેવી પ્રસન્નતાથી કરે છે ! ૨૫ અપૂર્વ સેવાયજ્ઞ પરમ દિવસે એક બકડીયાનું કડું ઉપાડતાં તૂટયું અને એક સાધુ-આાનંન્દી-ગુલામાં સરકયા. એક પગના વાળ પણ બળ્યા વગર કદીને બહાર નીકળ્યો. પડયાની ખબર પડતાં જ સંતે કહ્યું કે “કુછ હોને વાલા નહિ હૈ.” ત્યાર પછી પંદર મિનિટે ખબર આવ્યા કે સાધુ સહિસલામત છે—જરા ય ઈજા વગર. અહીં જે વાલન્ટીરો છે તે બધા પોતાને ખરો આવે, પેાતાને ખરચે જાય અને પોતાને ખરચે ખાય, અને સહુ શકિત મુજબ કાંઈ ને કાંઈ ગુરુચરણે મુકતા જાય. અરવિંદભાઈ વિ. બે વખત આવી ગયા અને ખૂબ દ્રવી ગયા—હલી ગયા. જે કાંઈ જોઈએ તે આપવા તૈયાર સાડી બાવીસ હજાર ગુણી અનાજ માટૅ બંદોબસ્ત કરવાનું કહી ગયા છે. રૂા. સાડી બાવીશ લાખ થયા. જે દિલથી અને કરુણાભરપુરતાથી એમણે કહ્યું તે ખરેખર ભામાશાની યાદ આપે. Hardboiled બિઝનેસમૅનનું આ એક અણપ્રિછ્યું અને અણધાર્યું પાસું જેવાનું મળ્યું. ઢેબરભાઈ જેવા, જે rationalised સાધુને જ સત્કારે તે પણ આ સંતને જોઈ હલી ઊઠ્યા છે, સંતને જુવા તો નાનાલાલે રચેલા શબ્દ ‘માનવ–સળેખડું' બરાબર લાગુ પડે. ૭૦/૭૨ રતલ વજન હશે. દમ ખુબ હેરાન કરે. બેવડ ત્રેવડ વળી જાય. થોડોક કફ છૂટે કે ઊલ્ટી થાય એટલે પાછા કામે ચડી જાય. સવારના ૬થી રાતના ૧૧/૧૨ સુધી તેમનાં દ્રાર સહુને માટે ખુલ્લાં. બે ત્રણ કલાક ઉંઘ લેતા હશે. વહેલી સવારના ‘નિયમ' વગેરે. બપારના કોઈવાર અરધા કલાક કે ક્લાકેક, કોઈ ન હોય તો, આરામ કરી લ્યે. રાખી શિબિરની દરેક વ્યવસ્થા આંગળીના વેઢે, shed બનાવવા છે તો કેટલી વળી, કેટલાં બાંબુ, કેટલું કંતાન, કેટલી ખીલી અને કેટલી રસી-વિગેરેના ત્યાં જ ઓર્ડર આપી દે. એવું જ રસાઈનું, એવું જ દવાખાનાનું, પાણી વિગેરેનું. જરાય impressive કે assuming ન લાગે. છતાં શિબિરના એકેએક માણસ ઉપર એમની પૂરી પ્રતિભા ઉપસી રાવતી હોય છે. દરેક માણસે કયારે આવવું, કયારે જવું, કઈ રીતે જવું અને કયે રસ્તે આવવું—એના બીછાના પાગરણથી માંડી દરેક સગવડ ઉપર એની નજર હોય. આ વોલન્ટીગરો મહિને બે મહિને બદલાય. કારણકે એમાં મેટા ભાગ વેપારી વર્ગ હોય, લાખાપતિઓની સંખ્યા અર્પી તો હશે જ. તેવી જ રીતે નોકરીઆતો પણ કપાતે પગારે રજા લઈને આવે છે. અત્યારે બીજા બે હજાર માણસા આજ્ઞા મળ્યે અહિં આવવા તૈયાર થઈને બેઠા છે. ગઈ કાલે અહીંથી સોળ માઈલ દૂર એક રસોડું ખાલ્યું ત્યાં દશેક હજારની રસોઈ થશે. તેથી અહીંના બાજે કાંઈક આછા થશે. અહીં અત્યારે spot ઉપર દશેક હજાર માણસ જમે છે. અને દસેક હજાર માટે રાંધેલું અન્ન લારીમાં ભરીને બહાર દૂરના ગામડામાં રાજ જાય છે. આ નવું રસોડું ચેનીઆ ગામમાં થવાથી અહિં પાંચેક હજારનું ઓછુ રાંધવાનું રહેશે. ત્રીજું રસોડુ પણ ખોલવાનું નક્કી થયું છે. તે અહીંથી ૨૫ માઈલ છેટે, ભંડારીઆ ગામમાં ખુલશે. ત્યાં ૧૦/૧૨ હજારનું રસાડુ થશે. પંદરેક દિવસમાં એ ચાલુ થશે. આજે survey party ગઈ છે. દશ હજારના રસાડાની વ્યવસ્થા–રસાડું બાંધવું– કોઠારના બંદોબસ્ત કરવા-જમવાના sheds બાંધવા, વેાલન્ટીઅરીને ગેાઠવવા અને એમના રહેવા વિ. નો પ્રબંધ કરવા-દીવા બત્તી વગેરે કરવું—મા બધું પંદર દિવસમાં થઈ જશે. કોઈ public કે પ્રાઈવેટ sector માટે આ અતિ વિકટ કામ લાગે, પણ devotees કામ કરે છે. . અહીં જમવાના ૩ શેડ બાંધ્યા છે, તેમાંથી બે શેડ devotees એ બાંધ્યા આઠ દિવસમાં ત્રીજો શેડ - PWD એ ૪૫ દિવસમાં બાંધ્યો, જેને હજી final touches અપાઈ રહ્યો છે.
SR No.525952
Book TitlePrabuddha Jivan 1967 Year 28 Ank 17 to 24 and Year 29 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1967
Total Pages262
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy