________________
२४
યુદ્ધ જીવન
(૪) એક સમુદાયની વ્યકિત સાધુસંઘમાં રહેવાને યાગ્ય નથી એવા સ્પષ્ટ અભિપ્રાય એ સમુદાયના વડીલનો હોવા છતાં એની સામે જરૂરી પગલાં ભરવામાં તેઓ સમિતિને સાથ આપવા તૈયાર ન થઈ શકયા !
(૫) એક સમુદાયની વ્યકિતનું આચારશૈથિલ્ય સાબિત થવા છતાં એની સામે પગલાં ભરવા માટે જરૂરી અને મકકમ સાથ સમિતિને ન મળ્યો.
આમાંના એક પણ કિસ્સામાં સંઘ સમિતિ સ્થાનિક સંઘના સહકારના અભાવમાં કશું જ કરી ન શકી એ હકીકત દુ:ખદ તેમ જ વિસ્મયજનક છે. કાંઈ નહિ તે આવા કિસ્સાઓને જરૂરી પ્રસિદ્ધિ આપીને પણ બળવાન લેાકમત તે અંગે જરૂર ઊભા કરી શકાય હોત. આ પણ એટલું જ જરૂરી હતું.
સસ્તી પેષક વાનગીઓ”ના લેખક કેળવણીકાર શ્રી ચંદુલાલ કાશીરામ દવે
અમદાવાદ ખાતે ટિળક માર્ગ ઉપર આવેલા જયેાતિસંઘ કાર્યાલય તરફથી ‘સસ્તી પોષક વાનગીઓ' એ નામનું એક પુસ્તક થોડા સમય પહેલાં બહાર પાડવામાં આવ્યું છે. તેના લેખક અને સંપાદક છે શ્રી ચંદુલાલ કાશીરામ દવે. જેમણે એક યા બીજે સ્થળે આખી જિંદગી માત્ર શિક્ષકનું કાર્ય કર્યું છે અને એક સારા કેળવણીકાર તરીકે સૌરાષ્ટ્ર-ગુજરાતમાં જેમનું નામ જાણીતું છે તેવા શ્રી ચંદુલાલ કાશીરામ દવેને અને આ ‘સસ્તી પાયક વાનગીઓ’ જેવા કેવળ પાકશાસ્ત્રના વિષયને શી લેવા દેવા હાઈ શકે એવા પ્રશ્ન પ્રસ્તુત વ્યકિતને દૂરથી જોનાર જાણનાર કોઈને પણ થઈ શકે. પ્રસ્તુત પુસ્તક જ્યારે મારા હાથમાં આવ્યું ત્યારે મને પણ આ જ પ્રશ્ન થયો. પણ પછી એ પુસ્તકના પ્રારંભમાં મૂકવામાં આવેલાં નિવેદનો વાંચ્યાં અને એ જ અરસામાં શ્રી ચંદુલાલભાઈ કોઈ એક દિવસ સાંરે અણધાર્યા મને મળવા આવ્યા, અને આ તેમની નવી સાધનાની વાતો કરી ત્યારે આ પ્રશ્નનું ભારે આનંદજનક નિરાકરણ થયું.
હકીકતમાં એમ છે કે ચંદુલાલભાઈ ૧૯૫૫ની સાલમાં ૬૬ વર્ષની ઉમ્મરે (આજે તેમની ઉમ્મર ૭૮ વર્ષની છે) ઘણું ખરું જાફરાબાદની હાઈસ્કૂલના આચાર્યપદેથી નિવૃત્ત થયા બાદ, અમ
દાવાદમાં આવીને સ્થિર થયા અને તેમને આહારશાસ્ત્રના અભ્યાસની ધુન લાગી અને ગુજરાત યુનિવર્સિટીના ચીફ મેડિકલ ઑફિસર અને આહારશાસ્રનિપુણ ડૉ. કાન્તિલાલ શાહના માર્ગદર્શન નીચે તેમણે આહારશાસ્ત્રના અભ્યાસ શરૂ કર્યો, અને છેલ્લાં દશ - અગિયાર વર્ષ દરમિયાન અદ્યતન પાષણવિજ્ઞાનના સારો એવા પરિચય મેળવ્યા. અને તે ઉપરથી ‘આરોગ્ય અને આહાર' એ વિષેની લાંબી લેખમાળા અમદાવાદના માસિકોમાં પ્રગટ કરવા માંડી. સમય જતાં મુંબઈના હાકીન ઈન્સ્ટીટ્યુટના સિનિયર ન્યુટ્રીશન ઑફિસર ડૉ. વસન્તકુમાર જાઈ પાસેથી આ વિષયમાં તેમણે વિશેષ માર્ગદર્શન પ્રાપ્ત કર્યું. પણ આવા માત્ર સૈદ્ધાંતિક જ્ઞાનથી તેમને સંતોષ ન થયો. આ જ્ઞાનને પ્રત્યક્ષ વ્યવહારમાં મૂકવા માટે પાકકલાની તાલીમ તેમને આવશ્યક લાગી, જેનાં મૂલાક્ષર પણ તે જાણતા નહાતા. આ દરમિયાન આણંદના કૃષિગોવિદ્યાભવનના બેકરી તાલીમ કેન્દ્રની તેમને જાણ થતાં પોષણ દૃષ્ટિએ મેદાને બદલે લાટના બ્રેડ – બિસ્કીટ કેમ બનાવવાં તે શિખી લેવાની તેમને ઈચ્છા થઈ. ત્યાંના સંચાલકોએ તેમને સ્પેશિયલ કેસ તરીકે એ સંસ્થામાં દાખલ કર્યા અને ત્યાંની હોસ્ટેલમાં ત્રણ માસ રહીને તેને લગતી તાલીમ તેમણે પૂરી કરી. પણ તેટલાથી શું વળે ? એટલે અમદાવાદના જ્યોતિસંઘના સંચાલકો બહેનોનો તેમણે સંપર્ક સાધ્યો, અને પોતાના આહારશાસ્ત્રના જ્ઞાનના અને તેમાંની કાર્યકર બહેનોની પાકકલાની કુશળતાના સુમેળ સધાય એવો કોઈ પ્રબંધ ગોઠવવાના અનુરોધ કર્યો. જ્યોતિસંઘે તેમના પ્રમુખપણા નીચે એક આહારસમિતિની સ્થાપના કરી અને બહેનો માટે આહાર તાલીમ વર્ગની
L
તા. ૧-૯૬૭
શરૂઆત કરવામાં આવી. આ વર્ગના ઉદ્દેશ આહારશાસ્ત્રના સૈદ્ધાંતિક જ્ઞાન સાથે સામાન્ય વર્ગને પેાસાય એવી સસ્તી પેષક વાનીઓ શિખવવાના હતા. આવી પ્રત્યક્ષ તાલીમ માટે હોમ સાયન્સના એક ગ્રેજ્યુએટ બહેન શ્રી સુનંદાબહેન શાહની નિમણૂક કરવામાં આવી. આ વર્ગ જુલાઈ ૧૯૬૫ થી ફેબ્રુઆરી ૧૯૬૬ સુધી ચાલ્યો: તેના લાભ ઘણી બહેનોએ લીધા, આ શિક્ષણના પરિપાક રૂપે વર્ગની પૂર્ણાહુતિ પછી જ્યોતિસંઘ તરફથી સંઘના હાલમાં પોષક આહારને અનુલક્ષીને ૨૦૦વાનીઓનું એક પ્રદર્શન ભરવામાં આવ્યું, તેના લાભ ગુજરાતની જનતાએ બે દિવસ સુધી સેંકડોની સંખ્યામાં લીધો. તે જ વખતે આવી વાનીઓના પુસ્તકની ખૂબ માંગણી થઈ. એ માંગણીના જવાબમાં ઉપર જણાવેલ ‘સસ્તી પોષક વાનગીઓ ’ ( કિંમત રૂ. ૧ા) નામનું આ પુસ્તક લખાયું. આ પુસ્તકમાં આપેલી વાનીઓ મુખ્યત્વે પોષણશાસ્ત્રના સિદ્ધાંતો પર અને સામાન્ય વર્ગને પોસાય એ દષ્ટિએ યોજેલી છે. આ કારણે તેમાં આહારશાસ્રની સમજૂતિ ઉપરાંત દરેક વાનીનું પોષણમૂલ્ય આપવામાં આવ્યું છે. આ રીતે આ પુસ્તક અનેખું છે, એટલે કે હજુ સુધી આવું એકે પુસ્તક બહાર પડયું નથી.
પ્રસ્તુત પુસ્તકના વિષય વિષે હું તદન અજાણ હોઈને, તેને લગતા નિરૂપણની ગુણવત્તા વિષે કશું પણ વિવરણ કરવાની મારી યોગ્યતા નથી. આમ છતાં પણ આ વિષયના નિષ્ણાત ડૉ. કાન્તિલાલ શાહ અને પાકકળાનાં નિષ્ણાત સુનંદાબહેન શાહના સહકાર દ્વારા નિર્માણ થયેલું અને અથાગ પરિશ્રમપૂર્વક તૈયાર કરવામાં આવેલું આ પુસ્તક અત્યન્ત ઉપયોગી માહિતી પૂરી પાડતું હોવું જોઈએ અને ગૃહિણીઓ તેમ જ માતાએને અમૂલ્ય માર્ગદર્શન આપતું હોવું જોઈએ એમ નિ:શંકપણે હું કહી શકું છું. સાથે સાથે જણાવતાં હું આનંદ અનુભવું છું કે ઉપર જણાવેલી વિગતે ધ્યાનમાં લેતાં આ પુસ્તકના લેખક અને સંપાદક શ્રી ચંદુલાલ કાશીરામ દવે આપણા આદરના અધિકારી બને છે. શિક્ષણવ્યવસાયમાંથી પરિપક્કવ ઉમ્મરે નિવૃત્ત થયા બાદ પાકશાસ્ત્ર જેવા વૈજ્ઞાનિક વિષયના અભ્યાસ અને સંશાધન પાછળ પેાતાની બધી શક્તિઓના યોગ આપનાર, એટલું જ નહિ પણ, એ વિષય ઉપર, દશ બાર વર્ષની સાધના બાદ ૭૫ વર્ષની ઉમ્મરે આવું સ્વામિત્વ પ્રાપ્ત કરનાર વ્યકિત કોઈ પણ કાળે, કોઈ પણ સમાજમાં વિરલ હોવાની. વૃદ્ધત્વના સંદર્ભમાં તેમણે દાખવેલા આવા પુરુષાર્થને આપણાં અનેક અભિનદન હો ! પરમાનંદ
સાભાર સ્વીકાર
સરસિજ: લેખક: શ્રી વસુબહેન બટ્ટ : પ્રકાશક: ધ્રુમન દિવાનજી, શતદલ, આશ્રમ રોડ, પાસ્ટ ઑફિસ પાસે, નવરંગપુરા, અમદાવાદ - ૯. કિંમત રૂ. ૫-૦૦.
વીણેલાં ફલ: ‘ભૂમિપુત્ર' માં પ્રગટ થયેલી વાર્તાઓમાંથી ૫૦ વાર્તાઓના સંગ્રહ, પ્રકાશક : યજ્ઞ પ્રકાશન, હુરાંત પાગા, વડોદરા - ૧. કિંમત . ૨-૦૦,
ઊડતાં બીજ : લેખિકા : શ્રીમતી લીનાબહેન મંગળદાસ; પ્રકાશક: શ્રેયસ પ્રતિષ્ઠાન, અમદાવાદ – ૭; કિંમત: રૂ. ૨-૦૦.
સસ્તી પોષક વાનગીઓ: લેખક: શ્રી ચંદુલાલ કાશીરામ દવે; પ્રકાશક: જયોતિસંઘ કાર્યાલય, કિંમત રૂ. ૧-૫૦.
મહાયોગી આનંદઘન : લેખક: શ્રી. વસંતલાલ કાન્તિલાલ ઈશ્વરલાલ. પ્રકાશક: શા. જસવન્તલાલ સાંકળચંદ, એટલાસ એજન્સી, ૫૦૮૨/૨ ગાંધી રોડ, અમદાવાદ-૧. કિંમત રૂ. ૩.
જૈનધર્મ : પૂર્ણ વિજ્ઞાન: લેખક: શ્રી. વસન્તલાલ કાન્તિલાલ ઈશ્વરલાલ; પ્રકાશક : ધી જૈન સાયન્સ રીસર્ચ સેન્ટર, ડીજી જૈન દેરાસર, પાયધુની, મુંબઈ -૩, કિંમત રૂા. ૨-૫૦.
શીલ ધર્મની કથાઓ : લેખક : શ્રી. મનસુખલાલ તારાચંદ મહેતા; પ્રકાશક : ક્લા૬ ૫ સાહિત્ય પ્રકાશન મંદિર, ૩૬, અબ્દુલ રહેમાન સ્ટ્રીટ મુંબઈ ૩; કિંમત શ. ૩.