________________
તા.૧-૬-૬૭
પ્રભુપ્ત જીવન
પરિણામે ભાવનગર ઉપરથી કોંગ્રેસના કાબુ ખલાસ થઈ ગયા છે; *ગ્રેસે જ વિદાય લીધી છે, ગુજરાત રાજ્યમાં સત્તારૂઢ કોંગ્રેસ પક્ષ માટે કટોકટી જેવી સ્થિતિ ઊભી થવાના પૂરો સંભવ છે અને કૉંગ્રેસની અવેજીમાં ભાવનગરમાં તાફાની તત્ત્વાએ જે તારાજી સરજી છે તેણે બીજું નુકસાન તે પારિવનાનું કર્યું જ છે, પણ સાથે સાથે જે યુનિવર્સિટીને પોતાને ત્યાં લાવવાની આ બધી મથામણ હતી તેં યુનિવર્સિટી માટે તે હવે કોઈ આશા રહેવા દીધી નથી. રાજીનામાના આખરી પરિણામે શાસક પક્ષની ફેરબદલીની સંભાવના ઊભી થશે તો પણ ભાવનગરની આ મહત્ત્વકાંક્ષા તત્કાળ તે ફળીભૂત નહિ જ થાય.
પરમાનંદ પૂરક નોંધ: ભાવનગર જિલ્લાના ધારાસભ્યોએ આપેલાં રાજીનામાં આખરે કાં ગયાં એવો પ્રશ્ન સૌ કોઈ પૂછે છે. જવાબ મળે છે કે તાલુકા કોંગ્રેસ સમિતિની કચેરી તોફાનીઓએ બાળી નાંખી તેમાં તે બળી ગયાં. એમ હોય તા રાજીનામાં ફરીથી લખી મેકલવામાં કેટલી વાર? પણ માલુમ એમ પડે છે કે તાત્કાલીન આવેશ શમી જતાં રાજીનામાં આપવાનું હવે કોઈને ડહાપણભર્યું લાગતું નથી અને એટલે રાજીનામાં હવે ગઈ કાલની વાત બની ગઈ છે. આટલી સમજણ આગેવાન કોંગ્રેસીઓએ પ્રક્ષાભના પ્રારંભમાં જ દાખવી હોત તે। ભાવનગરમાં આજે શમી ગયેલા ઝંઝાવાત કદાચ પેદા જ થયા ન હોત અને ભાવનગરની આબરૂને આટલી મોટી આંચ આવી ન હોત. પરમાનંદ
પ્રકી નોંધ
બે વ્યકિતવિશેષનું મંગળ મિલન
મુનિ સુશીલકુમાર્છ : ૐા. ઝાકીર હુસેન નવનિર્વાચિત રાષ્ટ્રપતિ ડૉ. ઝાકીર હુસેન ૧૨મી મેની સવારના વિશ્વધર્મ સંમેલનના પ્રેરક મુનિ સુશીલકુમારજી સમક્ષ તેમના
3
૩૩
આશીવાર્તાદ માગવાના હેતુથી ૧૨, લેડી હાડિંગ રોડ ઉપર આવેલા જૈન ભુવનમાં પધાર્યા હતા. આ મિલન લગભગ ૨૦ મિનિટ સુધી ચાલ્યુ હતું.
પ્રસ્તુત મિલન દરમિયાન ડા. ઝાકીરહુસેને કહ્યું કે “આપણા દેશના સન્તએ અહિંસાના પ્રચારને અનુલક્ષીને તેમ જ રાષ્ટ્રના નૈતિક ઉત્થાન અંગે નિષ્ઠાપૂર્વક કાર્ય કર્યું છે. આપે પણ દેશવાસીઆના આધ્યાત્મિક તેમજ સાંસ્કૃતિક સંબંધ સુદૃઢ કરવાની બાબતમાં તેમ જ વિભિન્ન ધર્મ વચ્ચે સદ્ભાવના પેદા કરવાની દિશાએ જે પ્રયત્નો કર્યા છે તે આપણા રાષ્ટ્રને ગૌરવ આપે તેવા છે.”
મુનિશ્રીએ જવાબ આપતા જણાવ્યું કે, “આપે અહિં પધારીને અને મારી જેવા એક જૈન મુનિના આશીર્વાદની અપેક્ષા દાખવીને ભારતીય સંસ્કૃતિનું મુખ ઉજ્જવલ કર્યું છે તથા સત્તાબળ ઉપર ધર્મશકિતનું મહત્ત્વ સ્થાપિત કર્યું છે. આ પ્રસંગે એમ જણાવવું અપ્રસ્તુત નહિ ગણાય કે ધર્મનિરપેક્ષતાનો અર્થ નાસ્તિકતા નહિ પણ સર્વ ધર્મના આદર તેમ જ તે દ્વારા એકતા સ્થાપિત કરવી તે છે. રાષ્ટ્રના શાસકો દ્વારા આ સંકટકાળમાં આપ સર્વોચ્ચ પદના માધ્યમ દ્વારા અવશ્ય એવું કાર્ય કરશે કે જેથી શંકાગ્રસ્ત લોકો પણ આપની પસંદગીને એક વરદાનરૂપે સ્વીકારે. અહિંસા અને ધર્મ આ દેશની સંસ્કૃતિના બે આધારભૂત તત્ત્વ છે. આચારમાં અહિંસા અને વિચારમાં ધર્મને લઈને એક શુદ્ધ આધ્યાત્મિક આધાર ઉપર રાષ્ટ્રનું કલ્યાણ નિર્માણ થઈ શકે છે.” વિશેષમાં મુનિશ્રીએ જણાવ્યું કે “આપણી સમસ્યાઓનું સમાધાન આપણી અંદરથી જ શેાધવાનું રહેશે. સાંપ્રદાયિકતા આપણા સૌથી મોટો શત્રુ છે અને ધાર્મિક એકતા આપણા સૌથી મોટો મિત્ર છે. આ માટે વિશ્વધર્મ સંમેલન તથા વિશ્વ અહિંસાઔંઘ દ્વારા આપણા દેશમાં ધાર્મિક એકતા તેમ જ સદ્ભાવનાનું નિર્માણ કરવા પાછળ સતત પ્રયત્નશીલ છું.”
ડૉ. ઝાકીરહુસેને જણાવ્યું કે, હું “આપના આ પ્રયાસ દેશના મોટા સૌભાગ્યરૂપ છે અને તેને હું પૂરી સફળતા ઈચ્છું છું.
ત્યાર બાદ સ્થાનકવાસી જૈન શ્વે. કૅન્ફરન્સના પ્રધાનમંત્રી શેઠ આનંદરાજ સુરાણાએ ચંદનના હાર પહેરાવીને ડા. ઝાકીરહુસેનનું બહુમાન કર્યું અને બે વ્યકિતવિશેષનું—ઉભયને ગૌરવપ્રદ એવું આ મંગળ મિલન સમાપ્ત થયું.
જૈન સાધુઓની શિથિલતાના થોડા કિસ્સા
મે માસની છઠ્ઠી તારીખના જૈનના અંકમાં ‘શ્રી સંઘ સમિતિનું વિસર્જન’ એ મથાળા નીચે એક લાંબી તંત્રીનોંધ પ્રગટ કરવામાં આવી છે. તેના અન્તભાગમાં સંધ સમિતિ સમક્ષ રજૂ થયેલા જૈન શ્વે. મૂ. સાધુઓના ચારિત્ર્યની શિથિલતાના અનેક કિસ્સાએમાંથી નીચે મુજબના થોડાએક કિસ્સાઓ તારવીને રજૂ કરવામાં આવ્યા છે:
(૧) એક મુનિરાજના ભારે અનર્થકારી દુરાચરણને લીધે, એક શહેરનાસંઘે એના વેશ લઈ લીધા. થોડા વખત પછી એ જ વ્યકિતને ફરી દીક્ષા આપવામાં આવી. શ્રી સંઘ સમિતિએ આની સામે સખ્ત વાંધા લીધા, અને આવી વ્યકિતને સાધુપણામાં ચાલુ નહીં રાખવા સૂચવ્યું. શરૂઆતમાં તે આ પ્રસંગ સાથે સંકળાયેલા સાધુ મહારાજ તેમ જ શ્રાવકોએ આ બાબતમાં ઘટતાં કડક પગલાં લેવાનું આશ્વાસન આપ્યું; પછી અંતે એમાં કશું જ કરવામાં ન આવ્યું.
(૨) એક વ્યકિતના વિચાર, વાણી અને વર્તન-ત્રણે સાધુધર્મની સાવ વિરુદ્ધ અને અનર્થકારી હાવાથી એના વેશ ઉતારી લેવાનું નક્કી થવા છતાં એનો અમલ કરવાની હિંમત તે ગામના સંધ દાખવી શકયા નહીં.
(૩) એક વ્યકિતની શિથિલતા બાબતમાં અમુક ગામના સંઘનું ધ્યાન દારવા છતાં એ ગામના સાંધે એ વ્યકિતને વેગળી રાખવાને બદલે એને આવકારવા માટે સંઘના ભાગલા સુદ્ધાં મંજૂર રાખ્યા!