________________
7)
Regd. No. MIH, 17 વાર્ષિક લવાજમ રૂા. ૭
પ્રબુદ્ધ જીવન
પ્રબુદ્ધ જૈન'નું નવસસ્કરણ વ ૨૯: અંક ૩
મુંબઈ, જૂન ૧, ૧૯૯૭, ગુરૂવાર પરદેશ માટે શિલિંગ ૧૨
શ્રી મુ`બઇ જૈન યુવક સ’થનું પાક્ષિક મુખપત્ર છૂટક નકલ ૪૦ પૈસા
તત્રી; પરમાનંદ કુંવરજી કાપડિયા
યુનિવર્સિટી–મથકના પ્રશ્ને ભાવનગરમાં પેદા કરેલા ઝંઝાવાત
આ
સમસ્યા યથાસ્વરૂપે સમજવા માટે તેને લગતા છેલ્લાં ત્રણચાર વર્ષના ઈતિહાસ ઉપર નજર નાખવી જરૂરી છે. આજથી ચાર વર્ષો પહેલાં ગુજરાત રાજ્યમાં અમદાવાદ, વડોદરા તથા આણંદ એમ ત્રણ યુનિવર્સિટીઓ અસ્તિત્ત્વમાં હતી. આ ઉપરાંત સૂરત વિભાગ તેમ જ સૌરાષ્ટ્રમાં અલગ અલગ યુનિવર્સિટી ઊભી કરવાની તે તે વિભાગના પ્રજાજનો તરફથી માંગણી કરવામાં આવી. આ માંગણીના સ્વીકાર કરીને પ્રત્યેક યુનિવર્સિટીના મથક અંગે તેમ જ તેના સ્વરૂપ અને કાર્ય અંગે રીપોર્ટ કરવા માટે, ગુજરાત રાજ્ય તરફથી ગુજરાત યુનિવર્સિટીના વાઈસચેન્સેલર શ્રી લાલભાઈ આર. દેસાઈના પ્રમુખસ્થાને શ્રી ડોલરરાય માંકડ, શ્રી ઉમાશંકર જોષી, શ્રી ચંદ્રવદન શાહ, ડૉ. રમણલાલ દેસાઈ, શ્રી. ઘનશ્યામ ઓઝા, શ્રી. ડાહ્યાભાઈ પટેલ, શ્રી હરભાઈ ત્રિવેદી, શ્રી. ટી. એ. દેસાઈ તથા શ્રી. વાય. જી. નાયક આ મુજબના સભ્યોની એક નિષ્ણાત સમિતિ નીમવામાં આવી હતી. આ નિષ્ણાત સમિતિએ પૂરતી તપાસ કરીને 'અને ઉચ્ચ શિક્ષણ સાથે સંબંધ ધરાવતી અનેક જવાબદાર વ્યકિતઓની જુબાનીઓ લઈને તેમ જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મથક અંગે અગત્યના સ્થળાની મુલાકાત લઈને જે રીપેર્ટ કરેલા તેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મથક માટે ભાવનગરની સર્વાનુમતે ભલામણ કરતાં તે નિષ્ણાત સમિતિએ નીચે મુજબ જણાવ્યું હતું:
આ
“રાજકોટ, જુનાગઢ, જામનગર અને ભાવનગર—આ ચારેય વિસ્તારે ઉચ્ચ શિક્ષણની સુવિધાની દષ્ટિએ સારી રીતે ખીલ્યાં છે. કોઈમાં વિદ્યાશાખા વધારે છે તે! કોઈમાં કોલેજો વધારે છે. એકદ૨ે એમ કહી શકાય કે, ઉપરનાં ચાર શહેરો—જીલ્લાઓ/ ઉચ્ચ શિક્ષણની સારી સુવિધા પુરી પાડે છે. પરંતુ બાબતમાં ઉપર જણાવેલી સુવિધા ઉપરાંત એક બીજી પૂરક સુવિધાને વિચાર કરવાનું સમિતિને જરૂરી લાગ્યું છે અને તે છે સાંસ્કૃતિક અને શૈક્ષણિક પરંપરા અને તજજન્ય વાતાવરણને લગતી સુવિધા. યુનિવર્સિટીના મથકનો વિચાર કરવામાં શિક્ષણસંસ્થાને પોષક વાતાવરણની સુવિધા સમિતિને વધારે મહત્ત્વની લાગે છે અને તે સુવિધા ભાવનગરમાં હોવાનું સમિતિને જણાયું છે. ભાવનગર સિવાયનાં અન્ય સ્થળામાં સાંસ્કૃતિક ભૂમિકા ણવિકસિત છે એમ અમે કહી શકીએ નહિ, પણ જયારે સમગ્રપણે તુલનાત્મક રીતે વિચાર કરવાના પ્રશ્ન આવે છે ત્યારે મારે કહેવું જોઈએ કે ભાવનગરના પક્ષે પલ્લું સ્પષ્ટ રીતે વધારે નમતું અમને લાગે છે અને તેથી ઉચ્ચ શિક્ષણની પ્રવર્તમાન તેમ જ શૈક્ષણિક અને સાંસ્કૃ તિક પરંપરાની દષ્ટિએ વિચારતાં અમે ભલામણ કરીએ છીએ કે સૌરાષ્ટ્ર વિસ્તારની નવી યુનિવર્સિટીના મથક તરીકે ભાવનગર જ પસંદ કરવું જોઈએ.”
આ પ્રમાણેની સ્પષ્ટ અને સર્વાનુમતીપૂર્વકના નિષ્ણાત સમિતિના અહેવાલ ગુજરાત યુનિવર્સિટીના અનુમેદન સાથે ગુજરાત સરકાર ઉપર રવાના કરવામાં આવ્યા હતા અને ગુજરાત સરકારે આ અહેવાલનો સ્વીકાર કર્યો હતો અને તે મુજબનું બીલ—કાનૂની ખરડા— અાજથી ત્રણ વર્ષ પહેલાં ગુજરાત સરકાર રાજયની વિધાનસભામાં રજૂ કરવાની તૈયારીમાં હતી. એવામાં રાજકોટ ખાતે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું મથક ભાવનગર નહિ પણ રાજકોટ જ હોવું જોઈએ એ વાતને આગળ કરીને, એક પ્રચંડ આન્દોલન શરૂ કરવામાં આવ્યું હતું; અને એ આન્દોલને ગુજ। સરકાર માટે એક ભારે કફોડી સ્થિતિ ઊભી કરી હતી. ગુજરાત યુનિવર્સિટીના અનુમોદન સાથે ભાવનગરને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું મથક બનાવવાની નિષ્ણાત સમિતિની ભલામણને અવગણી કેમ શકાય અને ભાવનગરને આગળ ધરતાં રાજકોટના વધારે ને વધારે તેજદાર અને કદાચ સુલેહશાન્તિને જોખમમાં મૂકી દે એવા આન્દોલનની સામે ટક્કર કેમ ઝીલી શકાય આવી જટિલ સમસ્યા ગુજરાત સરકાર સામે ઊભી થઈ અને તેનું પરિણામ એ આવ્યું કે ગુજરાત સરકારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મથક અંગેનો નિર્ણય કરવાનું આાગળ ઉપર મુલતવી કરીને બાકીનું આખું બીલ ગુજરાતની વિધાનસભામાં પસાર કરાવ્યું. ત્યાર બાદ યુનિવર્સિટીના મથક અંગેના પ્રશ્નનું નિરાકરણ કરવા માટે સમયના ગાળે ગાળે એક પછી એક પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા, પણ એનો કોઈ રીતે ઉકેલ ન આવ્યો. આના લાંબા ઈતિહાસમાં ઉતરવાની જરૂર નથી. છેવટે આ પ્રશ્ન અંગેના નિર્ણય ગુજરાત સરકાર લે એમ કોંગ્રેસ પક્ષે નક્કી કર્યું અને આ નિર્ણય પક્ષને એટલે કે પક્ષના સર્વ સભ્યાને બંધનકર્તા થશે એવી સ્પષ્ટતા કરવામાં આવી.
આમ છતાં માથા ઉપર સામાન્ય ચૂંટણી આવેલી હોવાથી ગુજરાત સરકારે આ પ્રશ્ન અંગે તત્કાળ મૌન સેવવું ઉચિત 'ધાર્યું. ચૂંટણી આવી અને ગઈ અને સૌરાષ્ટ્રમાં ઊભા કરવામાં આવેલા કોંગ્રેસી ઉમેદવારોમાંથી ભાવનગર જિલ્લાએ પોતાના ઉમેદવારોને સૌથી વધારે પ્રમાણમાં સફળતા મેળવી આપી.
એ દરમિયાન ઉપર જણાવ્યું તે મુજબ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું બીલ ઘણા સમય પહેલાં પસાર થઈ ચૂકયું હતું અને તેનું કામકાજ ખારંભે ન પડે એ માટે કામચલાઉ મથક તરીકે અમદાવાદ રાખવામાં આવ્યું હતું. લગભગ છેલ્લાં વર્ષ દરમિયાન યુનિવર્સિટીના મથકની વિચારણા થતી રહી હતી, તેની સાથે યુનિર્વસિટીની રચના પણ થતી રહી હતી. હવે આગામી શૈક્ષણિક વર્ષમાં યુનિવર્સિટી પોતાનું રીતસરનું કામકાજ શરૂ કરે તે જરૂરી હતું અને તે માટે સ્થળ અંગેનો નિર્ણય કરવાનું પણ અનિવાર્ય બનતું જતું હતું. સામાન્ય ચૂંટણી પતી જતાં હવે ગુજરાત સરકાર માટે નિર્ણય કરવાનું સરળ બન્યું હતું.