________________
પ્રભુ
જીવન
તા. ૧૬-૫-૬૭
બેસી ગયા. આઠ વાગે બસ ઉપડી. ડાબી તરફ એક રસ્તે હતે. - અહીંથી અલમેડા તરફ જતા હતા. અલમેડાથી એ ભિકિયાને જો હતો. અમારી મેટર કાર્ગોદામ તરફ વળી. પહાડપરથી ધીરે ધીરે અમે ઊતરતા હતા. પાકો બાંધેલ પહોળો રસ્તો હતા. એક તરફ પથ્થરની દિવાલ હતી, એકદમ નીચે નદી વહેતી હતી, પેલી તરફ જંગલ હતું. જંગલમાં કયાંક ઝરણાંને કલનાદ સંભળાતો હતો. કુદરતી દૃશ્ય અત્યંત સુંદર હતું. મેટર વારે વારે વળાંક લેતી હતી. ક્યારેક હલાવી નાંખતી હતી, તે કયારેક હિંડોળા પર બેઠા હોઈએ એમ લાગતું હતું.
આ ઝડપી ગતિ મને અદ્ભુત લાગતી હતી. મનમાં થતું હતું કે આનાં પૈડાં તે જાણે મારા જ પગો છે, હું જ જાણે દોડતો • હતે. ન કોઈ થાક, નહાતા અવસાદ, અમારા મનમાં, અમારા વર્તનમાં, એ જ રસ્તા, અણખૂટ રસતે હજી રમ્યા કરતા હતા. એથી જ અમે મોટરમાં બેઠા હોવા છતાં અમે ચાલતા હતા. ફકત પગ ચાલતા હતા. અમારા પગની ગતિ વિરમી નહોતી. ડોશી
એ ગાડીની અંદર ઉલટી કરવી શરૂ કરી દીધી. એ લોકો શી રીતે સહન કરી શકે? એમના શરીર જોડે યંત્રને (મોટરગાડીને) સંઘર્ષ થયો હતો. રાણી પાછળની બેઠક પર હતી. મારી ડાબી તરફ ચૌધરી સાહેબ બેઠા હતા. બસ ખુબ નાની હતી, એટલે અમે ભીચડાઈને બેઠા હતા. કોઈના શરીર ઉપર કોઈને હાથ હતા, કોઈના પગની જોડે કોઈને પગ અથડાતા હતા. એકવાર મારો પગ ખસેડવા
જતાં, કોઈના પગની ઉપર મારો હાથ ફર્યો. ભીડમાં આપણી | સ્વતંત્રતાનું રક્ષણ કરવું અત્યંત મુશ્કેલ બની જાય છે.
લગભગ સાડાદશ વાગે હલદવાની સ્ટેશને અમે પહોંચ્યા. જેઠ મહિનાને અંત સમય હતો. સન્ત તડકાથી જાણે બધી દિશાઓ તરસી બની ગઈ હતી. ઠંડા દેશમાંથી એકાએક જાણે અમે કુદકો મારીને અગ્નિકુંડમાં પડ્યા હતા. ગ્રીષ્મ મધ્યાન્હની પ્રચંડ આગની ઝાળથી બધાં અંગા જાણે સળવળવા લાગ્યાં. ઉપરથી આ ગરમીમાં નીચે ઉતરતાં તો જાણે શ્વાસ થંભી ગયે, હું વારંવાર નિસાસા નાંખવા લાગ્યો. રાણી કશું બેલતી નહોતી, હિમાલય છોડીને આવ્યા, ત્યારથી એનું મન ભાંગી ગયું હતું. વગરકામે એ કશું બેલતી નહોતી. દુકાનમાં એક ખુરશી હતી તેની ઉપર એ ઉદાસ થઈને બેસી રહી. અમારા સરસામાન સાથે અમે ત્રીજા વર્ગના વેઈટીંગ રૂમમાં બેઠા.. વારંવાર નિસાસાથી અને અસહ્ય ગરમીથી શરીર ભારે ને અસ્વસ્થ બની ગયું હતું. રાણી જાણે કોઈ મંત્રથી મારી અવસ્થા સમજી ગઈ હતી. તક મળતાં, માથા પર પ્રેમથી હાથ ફેરવીને માં જે રીતે અકુ
હું ળતાથી બાળકની કુશળતા પૂછે, તે રીતે કોમળકંઠે એણે મને પૂછ્યું, “તમારું મોટું આવું કેમ થઈ ગયું છે? મને લાગે છે કે શરીર સારું નથી.”
મેં કહ્યું, “શ્વાસ લેતાં મુશ્કેલી પડે છે.”
એણે વ્યસ્ત બનીને કહ્યું, “તે તે શ્વાસોશ્વાસની કંઈ ગરબડ છે. એમાં તો એમ જ થાય. મારી પાસે દવા છે. તમે જઈને ચૌધરીસાહેબને વાત કરો, હું હમણાં જ દવા કાઢી આપું છું.”
દવા ખાવાથી શરીર સ્વસ્થ બન્યું. ચૌધરી સાહેબે મને ચૂપચાપ શાંતિથી સૂઈ રહેવાની સલાહ આપી. હું સૂઈ રહ્યો. દિવસની તો કઈ ગાડી નહોતી, એટલે આ દિવસ આરામ લઈને સાંજે છ વાગે હું ગાડીમાં બેઠે. બાલામીની ટિકિટ મેં કઢાવી, મારી ઈચ્છા નૈમિષારણ્ય થઈને જવાની હતી. એક નાનો ડળે અમે બધા બંગાળીઓએ મળી રેકી લીધા હતા. ગાડી નાની હતી, પણ એને વેગ ઘણો હતે. ગ્રીષ્મકાળને લાંબે દિવસ પૂરો થયે, સામે મેદાનને છેડે સૂર્ય અસ્તાચલ તરફ ગયો, આંખમાં નિદ્રા આવવા લાગી, દૂરની પર્વતમાળા ધીરેધીરે. વિલીન થઈ ગઈ. દિદિમા, ચૌધરી સાહેબ ને રાણી ચાલતી ગાડીમાં પણ જપ કરવા બેસી ગયા.
રાતે સાડાનવ વાગે બરેલી સ્ટેશને ગાડી બદલી, ને બધા જોડે જ કાશીની ગાડીમાં બેઠાં, ગાડીમાં ઘણી ભીડ હતી. ગરમી પણ અસહ્ય હતી. ઘણા પ્રયત્ન કરવા છતાં કયાંય ઠંડું પાણી | મળ્યું નહિ. બધા આકળા બની ગયા હતા, તરસથી અમે ઘણા હેરાન થતા હતા. નશીબ પર બધું છોડી અમે બેઠા રહ્યા. કલાંતિ,
પરિશ્રમ, અતિશય ગરમી, ને અનાહારથી બધા પીડાતા હતા, ગાડીની ગતિથી બધાં ઝોકાં ખાતાં હતાં. કયાંક નાના સરખે અવાજ પણ નહોતા. બારીની ઉપર માથું ઢાળીને રાણી પણ ઉંઘવા લાગી, હું સૂતો પેટીની ઉપર,
વખતસર એકાએક હું જાગ્યો. રાતના અઢી વાગ્યા હતા. બધા ઘેરી ઉંઘમાં હતાં. નીચે ઉતરીને જોઉં છું તો રાણી ઉઘાડી આંખે એકીટશે કાંઈ જોતી બેસી રહી હતી. એની આંખમાં ઉંઘ નહોતી. જાણે એ કયારેય ઉંઘી જ ન હોય એમ લાગતું હતું. અંધકારમાં બારી બહારનું દશ્ય જોતી એ પાષાણમૂર્તિની જેમ બેસી રહી હતી.
મેં પૂછયું, “બાલામી ગયું?”
રાણીએ આંખે મારા પર ઠેરવી થોડીવાર જોયાં કર્યા પછી મૃદુકંઠે કહયું, “જો ગયું હોય તો યેશું. તમારે બાલામૌ ઉતરવાનું નથી.”
કેમ?”
“ઉંઘતી દિદિમા તરફ જોઈ જાણે ધમકાવતી હોય એમ એણે કહ્યું, તમારે ઘેર જવું જ પડશે. કાશીથી આવ્યા છે તે કાશી જ ચાલે. હવે વધારે તીર્થયાત્રા કરવાની જરૂર નથી. બહુ તીર્થમાં ફર્યા.”
મેં કહ્યું, “પણ મારી ટિકિટ તે બાલામૌની છે.”
એણે કહ્યું, “એ તો રસ્તામાં બદલી લેવાશે.” ' હું કાંઈ બોલ્યા નહિ. એ પાછી ચિન્તાના સમુદ્રમાં ડુબી ગઈ, પણ તે થોડી જ ક્ષણો. તે પછી મારી તરફ ફરીને ઉજજવળ દષ્ટિથી જોઈને બેલી, “આથી શું? આ પણ મિથ્યા છે, અર્થહીન છે. શું તમને કોઈ વિશ્વાસ છે ખરો? આ લેકમાં, પરલોકમાં, પૂર્વજન્મમાં?
એના કોઈપણ સવાલનો જવાબ આપવાનું મારું ગજું નહોતું. દ્ર,તગામી ટ્રેઈનની બહાર ઘનઅંધારી રાત્રી પણ એના પ્રશ્નો જવાબ આપી શકતી નહોતી. એ તદ્દન નિરુાર રહી.
થોડીવારમાં તે ગાડી આવીને બાલાર્મી સ્ટેશને ઊભી રહી. રાતના ત્રણ વાગ્યા હતા. હું ઉતર્યો તે નહિ, પણ ગાડીના ધક્કાથી બધા જાગી ઉઠયા. દિદિમાએ ઊઠીને પૂછયું, “તમે અહીં ઉતર્યા નહિ?” મેં કહ્યું, “ન ઉતર્યો, આ યાત્રામાં નૈમિષારણ્ય સમાવવું નથી.”
તો ભલે, આટલું કષ્ટ વેઠયાં પછી? એ મા, બેઠાં બેઠાં જ નું તો નસ્કોરાં બોલાવે છે ને? સાંભળે છે, એ રાણી? જાણે બેહોશ. બની ગઈ હોય એમ ઉધે છે ને? હમણાં બે દિવસથી ખાધું નથીને?”
ઊંધને આવા સરસ અભિનય જોઈને મને પેટ પકડીને હસવાનું મન થયું. રાણી જણાવવા ઈચ્છતી નહોતી કે એ અત્યારસુધી જાગતી હતી. મારા મનનું આકાશ ફરી પાછું સ્વરછ બની ગયું હતું.
સવારે લખનૌ પહોંચ્યો. લોકલગાડીમાં બહું મેડા પહોંચાય એથી લખનૌથી ગાડી બદલવા માટે પાછા ઊતર્યો. ઘણે વખત હતો, એટલે કામળો અને ઝોળો મૂકીને સ્ટેશનની હોટલમાં ચા પીને બહાર આવીને એક ટાંગે ભાડે કરીને શહેરમાં ઘૂમવા નીકળ્યો. પ્રભાતનાં પ્રકાશમાં સુંદર લખનૌનગરી આંખ ઉઘાડતી હતી. પથઘાટ, દુકાન બજાર બધેથી પસાર થઈને નવાબના મહેલ જોડે ઘસાઈને ગાડી ચાલી. પુરાણો કિલ્લે, ઐતિહાસિક ખંડેર, ગવર્નરને મહેલ, મેદાન, ગૌમતી, નદી, પેલી તરફ વિશ્વવિદ્યાલય, એ બધાની ઉપર નજર ફેરવીને, બે ક્લાક પછી બજારમાંથી એક જોડી સ્લીપર ખરીદીને પાછો સ્ટેશને આવ્યો. દહેરાદૂન એકસપ્રેસને આવવાને વાર નહોતી. ગાડી આવી, સરસામાન લઈને અમે બધા ચઢયા. ચઢતી વખતે તૂટેલા સફેદ કેનવાસના જોડા લખનૌ સ્ટેશનને ભેટ આપ્યા. દુસ્તર હિમાલયને વિચિત્ર ઈતિહાસ અને અનંત સ્મૃતિ લઈને અનાદર પામીને એ રસ્તામાં પડી રહ્યા. કાંકરા ને પથરામાં, બરફમાં, વરસાદમાં આ જોડા જ મારા પરમ મિત્ર હતા. મારા પગનાં તળિયાને આશરો પામીને મને બધી દુરવસ્થામાંથી ઉદ્ધારીને એણે મને બચાવ્યો. એને રસ્તા પર ફેંકીને એનું હૃદય દરેક જણનાં પગલાંથી ચંપાય એવી સ્થિતિમાં મેં એને મૂકી દીધાં. આજે એનાં કરુણચક્ષુ ઉઘાડીને એ બહુ દૂર સુધી મને જોયા કરતા હતા. અનુવાદક:
મૂળબંગાળી ડૅ. રાંદ્રકાંત મહેતા
પ્રબોધકુમાર સન્યાલ
માલિક: શ્રી મુંબઈ ન યુવક સંધ: મુદ્રક પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળ: ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ–૩.
મુદ્રગુસ્થાનઃ ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ