________________
પ્રમુદ્ધ જીવન
૧૬
જશે. લોકો પાસે પૂરતું રેશનીંગ ખરીદવા પૈસા નથી. અત્યંત ગરીબ લોકો સીમળીના ફ્ ઊ ખાઈને ચલાવે છે, તેમના શરીરે સાજા આવી ગયા છે. હાથ પગ દોરડી અને પેટ ગાગરડી જેવા હજારો બાળકો નજરે ચઢે છે. અત્યારે જ્યાં ગામડાંઓની આવી દુર્દશા બની બેઠી છે ત્યાં ઉગ્ર બનતા જતા ઉનાળામાં શું થશે તેની કલ્પના કરતાં કંપારી આવે છે.
મુખીઆ કમાવામાં પડયા છે. રાહતકાર્યોના ઠેકા મેળવવામાં પડાપડી ચાલી રહી છે. સરકારી તંત્રમાં લાંચરૂશ્વત માઝા મુકી છે. રેશનીંગ દુકાનેાવાળા ગાલમાલ કરવામાં પડયા છે. કિસાનની જમીના પાણીના ભાવે પડાવી લેવા માટે નવા જમીનદારી બળા ગીધડાંની માફક ટાંપી રહ્યાં છે. કિસાનોનાં ઢોરા કતલખાને જઈ રહ્યાં છે, ખરીદશકિત જ્યાં નષ્ટ થઈ છે ત્યાં પૂરા રેશનીંગનું અનાજ લેવાના પૈસા હોતા નથી. તેથી પૈસા હોય તેટલું અનાજ અપાય છે, જ્યારે કાર્ડમાં પૂરેપૂર નોંધાય છે. વધારાનું અનાજ આમ કાળાબજારમાં પગ કરી જાય છે. ઠેકેદારો રસ્તાના, તળાવના, કૂવાના ઠેકા લે છે, સરકાર પાસેથી મજૂરીના પૂરા દર વસુલ કરે છે, જ્યારે મજૂરોને પૂરતી મજદુરી અપાતી નથી.
કૂવા ખોદવા માટે ડ્રીલીંગ મશીનો આવ્યાં છે. સરકારના ઈમરજન્સી વિભાગ કાર્ય કરી રહ્યો છે. ટેકનીકલ જાણકારીના અભાવે યા સ્પેરપાર્ટના અભાવે કેટલાંય ડ્રીલીંગ મશીના પડી રહ્યાં છે. ડ્રીલીંગ મશીનો દ્વારા છેદ પાડવાનું કાર્ય એક વિભાગ ચલાવી રહ્યો છે, જ્યારે છેદ પાડેલા કૂ વા ઉપર પમ્પ બેસાડવાનું કાર્ય બીજા કોન્ટ્રાકટરને સોંપાયું હોય છે. ગયા બ્લોકમાં અને નબીનગર બ્લૅકમાં ૬૭ કૂવાના છેદ પડયા, જ્યારે પંદર છેદ ઉપર પમ્પ બેસાડવામાં આવ્યા છે. બાકીના પમ્પ આવી રહ્યા છે. પંદર પમ્પમાંથી નવ પમ્પ છ અઠવાડિયામાં બગડી ગયા છે. ઉઘાડા છેદમાં કેટલીક જગ્યાએ રેતી યા કાંકરા ભરાઈ ગયા છે. આ છે સરકારી તંત્રના એમરજન્સી વિભાગની કાર્યશકિતના નમૂનો.
બિહારમાં ચાર કરોડની ખાદી વેચાયા વગરની પડી રહી છે. દુષ્કાળમાં વધુ માણસાને રોજી આપવાનો પ્રશ્ન જ્યાં ઊભા થયો છે ત્યાં કાંતણ, વણાટ અને ખાદીના કાર્યો સ્થગિત થઈ જાય તે સ્વાભાવિક છે.
માણસાને ખાવા મળતું નથી અને ઢોરોની સ્થિતિ અત્યંત વિકટ બની ગઈ છે. ચારાના કાર્ડ હોવા છતાં ઝાડનાં પાંદડાં ખવડાવી ખવડાવીને ઝાડોને બાંડા કરી દીધા છે. જ્યાં ઢોરોને ખવડાવી શકાતું નથી ત્યાં ઢોરને કસાઈને ત્યાં વેચી દેવામાં આવે છે. માંસના ભાવ શેરના છ આનાથી આઠ આના થઈ ગયા છે, જે બતાવે છે કે ઢોરોની કતલ મોટા પાયે થઈ રહી છે.
બિહારમાંથી જમીનદારી અને જાગીરદારી ભલે નષ્ટ થઈ પણ જનતા આજે મુખી, ઠેકેદારો અને સરકારી અમલદારોના ત્રિવિધ તાપમાં રીબાઈ રહી છે. દુષ્કાળના કારણે સ્થાનિક અર્થતંત્ર તૂટી પડયું છે. મુખીઆ લોકોના હાથે લેાકશાહીનું નાટક ભજવાઈ રહ્યું છે.
સ્થાનિક શ્રીમંત મદદ આપવામાં પાછળ રહ્યા છે, સ્થાનિક કાર્યકરો બાલાવાની રાહ જોઈ રહ્યા છે, શિક્ષિતવર્ગ રાહતકાર્યામાં ઉપેક્ષા દાખવીને નિષ્ક્રિય રહ્યો છે. મુખીયા વિરૂદ્ધ થવાની ગામમાં કોઈમાં હિમ્મત નથી. કોંગ્રેસી કાર્યકરો હજી ચૂંટણીની હારના પ્રત્યાઘાતામાં રાચી રહ્યા છે, સ્થાનિક સરકાર હજી દુષ્કાળની જાંચ કરી રહી છે, ત્યારે કાર્ય કરી રહ્યા છે વિનેાબાજીના ભૂદાન કાર્યકરો ! ગણ્યા ગાંઠમાં ભૂદાન કાર્યકરોએ વેગથી રાહતકાર્યો શરૂ કર્યાં છે. વાલંટિયરો તથા કાર્યકરોની તંગી વચ્ચે તે પ્રસંશાપાત્ર કાર્ય કરી રહ્યા છે.
બિહારમાં હાલ કુલ પાંત્રીસ સામાજિક સંસ્થાઓ તરફથી કાર્યો ચાલી રહ્યાં છે, તેમાં જયપ્રકાશજીની બિહાર રીલીફ કમિટી તરફથી ૬૫૧ અન્નક્ષેત્ર ચાલે છે. દરેક અન્નક્ષેત્રમાં પાંચસે બાળકો, સ્ત્રી અને નિરાધાર વૃદ્ધોને એક ટંક ભોજન અપાય છે. ભારત સેવક સમાજ તથા સેન્ટ્રલ રીલીફ ટ્રસ્ટ, મુંબઈ તરફથી પણ અન્નક્ષેત્ર ચાલે છે. પૂ. રણછેાડદાસજી મહારાજ તરફથી રાજ પચીસ હજાર માણસાને જમાડવામાં આવે છે. શ્રી રવિશંકર મહારાજ તરફથી તથા સદ્વિચાર સિમિત તરફથી પણ અનેક અન્નક્ષેત્ર ખોલવામાં આવ્યાં છે, તથા રાહતનાં કાર્યો શરૂ કરવામાં આવ્યાં છે.
કેર તથા આક્ષામ તરફથી હજારો મણ વીટામીન ફ્ડ તથા દૂધના પાવડરના ડબ્બા ભેટ આવી રહ્યા છે. સ્કૂલામાં દૂધના તથા વિટામીન ફ ુડનાં સેન્ટરો ચાલી રહ્યાં છે. દૂરદૂરથી માનવી માનવતાને નામે મદદે આવી રહ્યો છે. માનવતાના દીવા ટમટમી રહ્યાં છે.
તા. ૧૬૫૬૭
બિહારની વહારે ધાવામાં ગુજરાત અને ગુજરાતી કાર્યકરો મેખરે રહ્યા છે. સેંકડો અન્નક્ષેત્રા તેઓએ શરૂ કર્યા છે. ગુજરાતના સેકડો કાર્યકરો ત્યાં ગામડે ગામડે માનવ સેવામાં લીન થઈ ગયા છે. મુંબઈની સંસ્થાઓ અને ગુજરાતી કાર્યકરો તન, મન અને ધનથી રાહતકાર્યોમાં લાગી ગયા છે.
મોટાભાગના અન્નક્ષેત્રે વ્યવસ્થિત ચાલે છે. કેટલાક અન્ત ક્ષેત્રામાં કાર્યકરોના અભાવે વ્યવસ્થા જળવાતી નથી. પાશેર ખીચડી
માટે ધામધખતા તડકામાં ઉઘાડા પગે એકાદ બે માઈલ દૂરથી અનંક્ષેત્ર યા દૂધ સેન્ટરો ઉપર ટોળે વળેલી દુર્ભાગી જનતાની કંગાળીય જોઈને કરુણા ઉભરાઈ આવે છે. કેટલીક જગ્યાએ કલાકો સુધી તડકામાં તપવું પડે છે.
અનેક બહારની સંસ્થા
તરફથી વસ્ત્રની મદદ આવી રહી છે. વર્ષો મેળવવા માટે ગરીબ જનતા પડાપડી કરે છે. પરદેશી ગરમ ધાબળા આવ્યા અને ગરીબોને વહેચાયા. શહેરમાં પંચાય રૂપિયામાં પણ ન મળે તેવા ધાબળા તે નિ:સહાય લોકો પાસેથી દા રૂપિઆમાં સ્થાનિક લોકોએ પડાવી લીધા. પરદેશથી આવેલા કોટપાટલુન ગામડાની ગરીબ જનતામાં વહેંચાયા. ગામડાઓમાં જ્યાં પંચીયા પહેરે છે ત્યાં કોટ-પાટલૂનની ઉપયોગીતા ન જણાતાં તે વિદે.. કોટ-પાટલુન આઠથી દશ રૂપિયામાં વેંચાઈ ગયા. ખરીદવાવાળા ત્યાં માજુદ હતા.
આ
બહારથી દવાઓ અને વીટામીન ફડની ગોળીએ મોટા પ્રમાણમાં આવી રહી છે, પણ તેની વહેંચણી ધીમી છે. દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં ડોકટરો મારફત વ્યવસ્થિત આરોગ્ય સેવાઓની ખૂબ જ જરૂરિયાત છે. સરકારી ડૉકટરો અને સ્વાસ્થ્યવિભાગ મંદ ગતિએ કાર્ય કરી રહ્યો છે.
ભગવાન બુદ્ધ અને મહાવીરની આ કર્મભૂમિ છે. વીસ વીસ વર્ષની આઝાદી પછી પણ જ્યાં આબાદીનું નામનિશાન નથી તે પ્રજાના ઉત્થાન માટે લાકક્રાંતિની આવશ્યકતા છે. નિ:શુલ્ક અન્નક્ષેત્રે, મફત વીટામીન ફ ડ અને દૂધના સેન્ટરો હાલ દુષ્કાળ પુરતાં ચલાવવાં ભલે અત્યંત જરૂરી હોય, જીવનદાતા હોય, પણ પ્રજા તેથી વધુ નિર્માલ્ય ન બની જાય તે ખાસ જોવાનું છે. પ્રજાનું જીવન, ખમીર, સત્વ જગાડનારાં રાહતકાર્યો લાંબી દષ્ટિ રાખીને સરકારે યોજવા જ રહ્યાં. હાલના તબકકે સરકાર તરફથી નીચેના ઉપાયો. વહેલી તકે યોજાય તો જ બિહારની જનતાને રગામી રાહત મળી શકશે એમ મારું માનવું છે.
(૧)
(૨)
(૩)
સરકાર તરફથી દુષ્કાળના રાહતકાર્યો જેવાં કે રસ્તા, તળાવ, કૂવા ઈત્યાદિ, ઠેકાપદ્ધતિ વગર શરૂ કરવામાં આવે. પાતાળકૂવા ખાદવા માટેની શારડીઓ તથા કૂવા ખોદવાના ડ્રીલીંગ મશીનાના કમ્પલીટ યુનીટો દ્રારા કૂવા કરવા માટે મીલીટરી અને એન્જીનીયર ટુકડીઓને વ્યવસ્થિત રીતે કામે લગાડવી જોઈએ. ડ્રીલીંગથી માંડીને પમ્પ બેસાડવાનું એક જ યુનિટે પુરું કરવું જોઈએ.
(૪) દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્યસેવાઓ માટે સરકારી ડોકટરોની ફરતી ટીમમાબાઈલ એમ્બ્યુલન્સ વાન કામે લાગવી જોઈએ. મીલીટરીના ડૉક્ટરોના પણ ઉપયાગ કરવા. સેવાભાવી ડૉકટરોને પણ સાથ મેળવવા.
મધ્યસ્થ સરકાર તરફથી આ વિસ્તારને અકાળગ્રસ્ત જાહેર કરવામાં આવે.
(૫)
(૬)
(૭)
(૮)
ગૃહઉદ્યોગ અને હુન્નરઉદ્યોગની વસ્તુઓનું ઉત્પાદન, વેચાણ માટે કાર્યક્ષમ વ્યવસ્થા ઊભી કરવી.
ચામાસુ વાવેતર માટે ખાતર, બીયારણ, વગેરેની લેાન આપવાની વ્યવસ્થા અત્યારથી જ વિચારવી.
શિક્ષકો અને કોલેજના વિદ્યાર્થીઓને તથા સામાજિક કાર્યકરીને અન્નક્ષેત્રામાં તથા રાહતકાર્યોમાં કામે લગાડવા. જમીનવાળા કિસાનોને રેશનીંગનું અનાજ ખરીદવા માટે એકટોબર મહિના સુધી “નૅશનલાન” તરીકે રૅશન ઉધાર આપવાના પ્રબંધ કરવા, જે લેાન ત્રણ વર્ષે વાળી લેવી. (૯) રેશનીંગ દુકાન ઉપર કડક જાપ્તો ગોઠવવા.
દૂરદૂરનાં ગામડાંઓમાંથી ભૂખમરાથી થતા મૃત્યુના સમાચાર આવવા લાગ્યા છે. ભૂખમરાથી કદાચ થોડાક વધુ માણસા મણૅ તેવી ગંભીર પરિસ્થિતિ ગામડાંઓની છે. બિહારના સ્થાનિક કાર્યક અત્યારે કેમ નિષ્ક્રીય છે તે સમજાતું નથી. શું દુષ્કાળની વધુ વણસતો જતી પરિસ્થિતિ તેમને જગાડી શકશે કે પછી તે માટે તેમને લેાકકાંતિની જ જરૂર પડશે ? કુસુમચંદ ડાહ્યાભાઈ શાહ